Author: garvigujrat

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે GenZ માટે આ સરકાર કેટલી સંવેદનશીલ છે એનું એક ઉદાહરણ હાલ જોવા મળ્યું. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સિલ્વર ઓક કોલેજમાં બીએસસી બાયો ટેકનોલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક દીકરી કોલેજ જઈ રહી હતી અને રોડ પર પાણી ભરાયેલું હતું, એટલા માટે એ સાઈડમાંથી ચાલી રહી હતી અને એના પર ક્રેન ફરી વળી. જે દીકરી સાયન્ટિસ્ટ બનવા માંગતી હતી એ અકાળે ભગવાનના ઘરે પહોંચી ગઈ. સામાન્ય પરિવાર પોતાના દીકરા દીકરીઓને ભણાવવા માટે કમર કસે છે અને આ અસંવેદનશીલ સરકારને કંઈ પડી…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ગવર્નન્સ અને નવીનતાને વેગ આપવા માટે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે અને State-wide GPU-as-a-Service (GPUaaS) Frameworkને તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવસ્થા હેઠળ સરકારી વિભાગો અને સંલગ્ન સંસ્થાઓને હાઈ-પરફૉર્મન્સ GPU કમ્પ્યુટિંગ રિસોર્સિસની સામૂહિક અને કેન્દ્રિત સુવિધા ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ કરાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર AIનો ઉપયોગ માત્ર ટેક્નોલોજી સુધી મર્યાદિત ન રાખીને સુશાસન, જાહેર સેવા વિતરણ અને નવીનતામાં તેનો વ્યાપ વધારવા માગે છે. આ માટે અમલમાં મુકાયેલા AI Action Planના છ મુખ્ય સ્તંભોમાં…

Read More

કરાર આધારિત કર્મચારીઓને મોટો ઝટકો ગ્રેચ્યુઈટી અંગે સુપ્રીમ કોર્ટનો આંચકાજનક ચુકાદો જાે મુખ્ય કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલા શ્રમિકો વચ્ચે સીધો નિયોક્તા-કર્મચારી સંબંધ ન હોય ભારતમાં કર્મચારીઓને મળતા મહત્ત્વપૂર્ણ નાણાકીય લાભ ગ્રેચ્યુઇટીને લઈને સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોન્ટ્રાક્ટ (કરાર) પર કામ કરતા કર્મચારીઓની ગ્રેચ્યુઇટી ચૂકવવા માટે મુખ્ય નિયોક્તા જવાબદાર રહેશે નહીં. જાે મુખ્ય કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલા શ્રમિકો વચ્ચે સીધો નિયોક્તા-કર્મચારી સંબંધ ન હોય, તો મુખ્ય કંપની પર ગ્રેચ્યુઇટી ચૂકવવાની કાનૂની જવાબદારી લાદી શકાય નહીં. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ મનમોહનની બેન્ચે આ મહત્ત્વપૂર્ણ ચુકાદો બોમ્બે…

Read More

સરકાર પાસે ઘોંઘાટ સામે લીધેલા પગલાંનો જવાબ માગ્યો ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ રાજ્ય સરકાર સહિત સંબંધિત અધિકારીઓને ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે લેવાયેલા પગલાં અને નિયમોના તાત્કાલિક પાલન માટેની જાણકારી માગી ગણેશોત્સવ દરમિયાન મોટા આવાજે વાગતા ડીજે, લાઉડ સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમને કારણે થઈ રહેલા ધ્વનિ પ્રદૂષણને લઈને બોમ્બે હાઇકોર્ટ લાલઘૂમ થઈ છે. કોર્ટે આ મામલે સુઓમોટો લીધો હતો અને રાજ્ય સરકાર સહિત સંબંધિત અધિકારીઓને ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે લેવાયેલા પગલાં અને નિયમોના તાત્કાલિક પાલન માટેની જાણકારી માગી છે. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે, કોર્ટ કોઈપણ ધર્મ કે તહેવારની વિરુદ્ધ નથી, પરંતુ…

Read More

એક વર્ષમાં ખાદ્યાન્ન, કન્ઝ્યુમર ગૂડ્સથી ઓટોમોબાઈલ બધું જ મોંઘું નવી દિલ્હીમાં GST કાપને એક વર્ષ પૂર્ણ થયુ આ દર ઘટાડાના લીધે માંગને વેગ મળ્યો હતો અને તે નવા ઊંચા સ્તરે પહોંચી હતી જીએસટી રેશનલાઇઝેશનને બરોબર એક વર્ષ થયું છે, પરંતુ કોમોડિટીના ઊંચા ભાવના કારણે આ ભાવ ઘટાડાનો નોંધપાત્ર ફાયદો ધોવાઈ ગયો છે. આ ભાવ ઘટાડાથી તે સમયે ફૂડથી લઈને કન્ઝ્યુમર ગૂડ્સ અને ઓટોમોબાઇલ્સ સુધીના સેક્ટરોને નોંધપાત્ર ફાયદો થયો હતો. આ દર ઘટાડાના લીધે માંગને વેગ મળ્યો હતો અને તે નવા ઊંચા સ્તરે પહોંચી હતી. જીએસટી રેટ ઘટાડાનો સૌથી વધુ ફાયદો ઓટોમોબાઇલ સેક્ટરને થયો હતો. તેના લીધે છેલ્લા એક વર્ષમાં એટલે…

Read More

મા જગદંબાના પ્રાગટ્ય,શિવ-સતીની ગાથા અને ભાદરવા પૂનમના મેળાનું મહાત્મય સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં આદ્યશક્તિ ર્માં જગદંબાની ઉપાસનાનું વિશેષ અને સર્વોચ્ચ સ્થાન છે.સૃષ્ટિની ઉત્પત્તિ-સ્થિતિ અને સંહારના મૂળમાં પરમાત્માની આદિ શક્તિ જ કાર્યરત છે.હિન્દુ ધર્મગ્રંથોમાં ખાસ કરીને શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ, માર્કન્ડેય પુરાણ અને વાલ્મીકી રામાયણ જેવા પવિત્ર ગ્રંથોમાં દેવીના વિવિધ અવતારો,તેમનું પ્રાગટ્ય,શિવ-શક્તિના દિવ્ય સંબંધો અને પૃથ્વી પર શક્તિ પીઠોની સ્થાપનાની અત્યંત રોમાંચક તથા રહસ્યમય કથાઓ આલેખવામાં આવી છે. ગુજરાતના ઉત્તર ભાગમાં બનાસકાંઠા જિલ્લાના આરાસુર-અંબાજી પર્વતની ગિરીમાળાઓમાં આવેલું અંબાજી ધામ એ ૫૧ શક્તિપીઠોમાં મુકુટ સમાન અને અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.ભાદરવા સુદ પૂનમના પવિત્ર અવસરે અહીં યોજાતો ભવ્ય મેળો એ માત્ર ગુજરાત…

Read More

ભગવાનના વામન અવતારની કથા ભાદરવા સુદ-૧૨ એ વામન જયંતી તરીકે ઉજવવામાં આવે છે.જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભક્તોની રક્ષા કરવા માટે,પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે,ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે અને પોતાના ભક્તોને નિજ સ્વરૂપનું સુખ આપવા ભગવાન નારાયણ સ્વયં અવતાર ધારણ કરે છે.વામન અવતાર ભગવાન નારાયણનો પાંચમો અવતાર હતો, જેમાં પ્રભુએ વામનરૂપમાં દેવરાજ ઇન્દ્રની રક્ષા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો.આ અવતારની વાર્તા અસુર રાજા બલિથી શરૂ થાય છે.બલિ વિરોચનનો પુત્ર હતો.પ્રહ્લાદનો પુત્ર વિરોચન નાસ્તિક નીકળ્યો,જેની અસર તેના દીકરા બલિ ઉપર પડી.પિતા કરતાં દાદાના સંસ્કાર પૌત્રમાં વધુ આવતા હોય છે. જે…

Read More

સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર ઓડિશાના દરિયાકાંઠાથી આશરે ૪૩ કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં ઊંડા સમુદ્રમાં કુદરતી ગેસનો નવો ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે મધ્યપૂર્વના દેશોમાં જ્યારે ભયાનક સ્તરે યુદ્ધ પહોંચતા એક પછી એક દેશોમાં ઓઈલ અને ઊર્જાની અછત વર્તાતી જઈ રહી છે ત્યારે ભારતને મોટી રાહત આપે તેવી એક શોધ થઇ છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ને ભારત માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટી સફળતા મળી છે. ઓડિશાના દરિયાકાંઠાથી આશરે ૪૩ કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં ઊંડા સમુદ્રમાં કુદરતી ગેસનો નવો ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ ‘MDW ૨૮‘…

Read More

AK-૪૭ સાથે નકાબધારીઓ કેમેરામાં કેદ પાકિસ્તાનમાં ધોળા દિવસે બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ આ ઘટનાના વિરોધમાં ગુસ્સે ભરાયેલા પીટીઆઇ કાર્યકર્તાઓએ મલાકંદમાં બટ ખૈલા બાયપાસ પર ચક્કાજામ કર્યો હતો પાકિસ્તાનમાં ક્યારે શું થઈ જાય તેની કોઈ કલ્પના પણ ના કરી શકે. આજે એવી જ એક ઘટના બની. ખૈબર પખ્તૂનખ્વાંમાં પબ્લિક હેલ્થ ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા હથિયારબંધ નકાબધીરોઓએ અપહરણ કરી લીધું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોરોએ પહેલા તો મંત્રીની ગાડીને રોકવા માટે ટાયરોમાં ગોળીઓ મારી હતી અને પછી કાર અટકાવીને મંત્રી ફઝલ શકુર ખાનને બંદૂકની અણીએ પોતાની સાથે અજાણ્યા સ્થળે લઈ ગયા હતા.…

Read More

૧૦ દિવસનો સત્તાવાર શોક જાહેર દુબઈના શાસકના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું નિધન શેખ અહેમદના અવસાન પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓએ ઊંડો શોક વ્યક્ત કર્યાે દુબઈના શાસક, યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના નાના ભાઈ શેખ અહેમદ બિન રાશિદ અલ મકતૂમનું ૭૬ વર્ષની વયે અવસાન થયું છે. તેમના નિધનને પગલે દુબઈ સરકારે સમગ્ર અમીરાતમાં ૧૦ દિવસના સત્તાવાર શોકની જાહેરાત કરી છે, જે દરમિયાન તમામ સરકારી વિભાગોમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.શેખ અહેમદના અવસાન પર યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન તેમજ અન્ય વરિષ્ઠ…

Read More