- Tours gratuits sur Lucky8 – Ce qu’il faut savoir pour les joueurs français
- Retirer ses gains sur Lucky8 : guide complet, méthodes et délais 2024
- Lucky8 : guide des étapes d’inscription aux jeux de casino en ligne
- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
Author: garvigujrat
ઝોમેટો-સ્વિગીની ડિલિવરી બંધ!.પેટ્રોલના ઊંચા ભાવ સામે ગિગ વર્કર્સે હડતાળનું એલાન કર્યું.યુનિયનએ માંગ કરી છે કે કંપનીઓ ગિગ વર્કર્સ માટે ઓછામાં ઓછા ૨૦ રૂપિયા પ્રતિ કિલોમીટર સેવા દર નક્કી કરે.દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ, હવે એપ-આધારિત ડિલિવરી અને કેબ સેવાઓ પર અસર પડી રહી છે. ગિગ અને પ્લેટફોર્મ સર્વિસ વર્કર્સ યુનિયન એ ઇંધણના વધતા ભાવ સામે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. યુનિયને જણાવ્યું છે કે ગિગ વર્કર્સ શુક્રવારે બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી વિરોધ કરવા માટે તેમની એપ્સ બંધ રાખશે.યુનિયને કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ ડિલિવરી બોય અને ડ્રાઇવરોને સૌથી વધુ અસર કરી રહ્યા…
સરકારનો મોટો ર્નિણય.પેટ્રોલની નિકાસ પર ૩ વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત.દેશમાં સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી.કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર ¹ ૩ના દરે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) એટલે કે વિન્ડફોલ ટેક્સ લગાવી દીધો છે. જ્યારે બીજી તરફ, નિકાસ કરવામાં આવતા ડીઝલ અને વિમાન ઈંધણ (ATF) પરના શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરનામા અનુસાર, આ નવી દરો આજથી એટલે કે ૧૬ મે ૨૦૨૬થી અમલમાં આવી ગયા છે.નવા સુધારા મુજબ, ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી ૨૩ પ્રતિ લિટરથી ઘટાડીને ૧૬.૫ કરવામાં…
ટીએમસીમાં બળવાના સંકેત વચ્ચે મમતાનું મોટું નિવેદન.‘જેને જવું હોય જાય, હું બળજબરી નહીં કરું’.તાજેતરમાં સંપન્ન થયેલી બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસનો ગઢ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ અને વર્ષાે પછી સૌથી મોટા રાજકીય ઝટકાનો સામનો કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનરજી હવે સંગઠનને નવા સ્તરેથી બેઠું કરવાની કવાયતમાં લાગી ગયા છે. કોલકાતાના કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને મમતા બેનરજીએ ચૂંટણી લડનારા પક્ષના તમામ ઉમેદવારો સાથે એક મહત્ત્વની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પણ હાજર રહ્યા હતા. હાર બાદ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અને નેતાઓના પક્ષપલટાની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજના યુગમાં આપણે ત્યાં જે પ્રમાણે ડિજિટલાઇઝેશન જોઈએ એવું “ફુલ પ્રુફ” નથી અને જે સલામત હોવાના દાવા કરાય છે એ પણ સલામત નથી. પરિણામે માત્ર આર્થિક લેવડ-દેવડ જ નહીં પણ જાતજાતના સાયબર અપરાધો દેશમાં બની રહ્યા છે. અને દિવસે દિવસે એમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે એને રોકવા માટે સરકારે બનાવેલું સાયબર તંત્ર સાવ વામણું સાબિત થઈ રહ્યું છે. અને એનું મુખ્ય કારણ વધતાં ગુનાઓને પહોંચી વળવા માટે સાયબર તંત્રનું મહેકમ પણ ખૂબ મર્યાદિત સાબિત થઈ રહ્યું છે. ત્યારે ભણેલા લોકો પણ આવા અપરાધો સામે જાગૃતતા નથી બતાવતા અને પછી સાયબર ક્રાઇમનો શિકાર બની પોલીસ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અમેરિકા-ઈરાન યુધ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમતમાં થયેલા વધારાની અસર આખરે ભારત પર વાર્તાવા માંડી છે. અને શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા ૩ નો વધારો કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી PTI અનુસાર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વધારો થયો છે. વિરોધ પક્ષોએ પહેલેથી આશંકા વ્યકત કરી હતી કે પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ પૂર્ણ થતા જ મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરશે. જોકે તે સમયે સરકારે આ દાવાઓને નકારી કાઢયા હતા. ચૂંટણી પરિણામો ૦૪ મે ના રોજ જાહેર થયા હતા. આજે ૧૫ મે ના રોજ સરકારે આખરે પેટ્રોલ અને ડીઝલના…
રોહિતે પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કર્યુંરોહિત સરાફ પણ મહાકાલીમાં અક્ષય ખન્ના સાથે સ્ક્રીન શેર કરશે અક્ષય ખન્ના આ ફિલ્મમાં અસૂરોના ગુરુ શુક્રાચાર્યનો રોલ ભજવી રહ્યો છે. તેનો શુક્રાચાર્ય તરીકેનો લૂક તાજેતરમાં વાયરલ થયો હતો અક્ષય ખન્નાની ‘મહાકાલી’ ફિલ્મમાં રોહિત સરાફ પણ તેની સાથે સ્ક્રીન શેર કરવાનો છે. રોહિત સરાફે તાજેતરમાં હૈદરાબાદમાં આ ફિલ્મમાં તેના ભાગનું કેટલુંક શૂટિંગ પૂર્ણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અક્ષય ખન્ના તથા રોહિત સરાફ બંને માટે આ મૂળ તેલુગુમાં બની રહી હોય તેવી પહેલી ફિલ્મ હશે. જાેકે, ફિલ્મ સમગ્ર ભારતમાં હિન્દી સહિતની ભાષાોમાં રીલિઝ થવાની છે. ફિલ્મના અન્ય કલાકારોમાં ભૂમિ શેટ્ટીનો સમાવેશ થાય છે. અક્ષય ખન્ના…
કાન્સ હવે સંપૂર્ણપણે સ્પોન્સરશિપનો ખેલ બની ગયો છે લોકો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ ઉપર વોક કરવા નાણાં ચૂકવે છે! ફેશન પત્રકાર સુજાતા અસોમુલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની બદલાતી સંસ્કૃતિ અને રેડ કાર્પેટ પર વધતી સ્પોન્સરશિપની ભૂમિકાને લઈને ચોંકાવનારો દાવો કર્યાે પ્રખ્યાત ફેશન જર્નાલિસ્ટ સુજાતા અસોમુલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની બદલાતી પરંપરા અને રેડ કાર્પેટ પર બ્રાન્ડ્સ તથા સ્પોન્સરશિપના વધતા પ્રભાવ વિશે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. Vogue અને Harper’s Bazaar જેવી જાણીતી મેગેઝીનો સાથે કામ કરી ચૂકેલી અસોમુલે કહ્યું કે વર્ષાે દરમિયાન આ વૈશ્વિક પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવ સિનેમા-કેન્દ્રિત ઇવેન્ટમાંથી એક મોટા માર્કેટિંગ પ્લેટફોર્મમાં બદલાઈ ગયો છે. કાન્સ વિશે વાત કરતાં…
“મારી મમ્મી મને કહેતી હતી કે સફળતા ડરામણી હોય છે” સારા અલી ખાને ડેબ્યૂ બાદ માતા અમૃતા સિંઘની ચેતવણી યાદ કરી સારાએ ૨૦૧૮માં ‘કેદારનાથ’ ફિલ્મથી, સુશાંતસિંઘ રાજપુત સાથે અભિનય કરીને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું હાલમાં પોતાની ફિલ્મ ‘પતિ, પત્નિ ઔર વો દો’ ના પ્રમોશનમાં વ્યસ્ત સારાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સફળતા અને નિષ્ફળતા અંગે ખુલ્લેઆમ વાત કરી. તેણે પોતાના શાનદાર ડેબ્યૂ પછી માતા અમૃતાસિંઘે આપેલી ખાસ ચેતવણી યાદ કરી. સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવી પડકારજનક દુનિયામાં સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે સંભાળવી તે પણ જણાવ્યું હતું..સારાએ પોતાની શરૂઆતની કેટલીક ફિલ્મોથી જ પોતાની પ્રભાવશાળી અને આગવી ઓળખ બનાવી હતી. પરંતુ થોડા સમયમાં…
હું ગૉસિપ માટે ભાભી કરીના કપૂર પાસે જાઉં છું હું સલાહ ના માગું તો પણ કુણાલ મને ‘સ્ટાઇલિંગ ટિપ્સ’ આપતો રહે છે: સોહા હું રિલેશનશિપ ઍડ્વાઇસ માટે ભાઈ પાસે જાઉં છું, કારણ કે હવે મારા પાસે પુરુષ મિત્રો બહુ ઓછા રહ્યા છે વિતેલા જમાનાની જાજલ્યવાન અભિનેત્રી શર્મિલા ટાગોર અ ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટન મનસુરઅલી ખાન પટૌડીની પુત્રી સોહા અલી ખાને તાજેતરમાં પોતાના પરિવારના સંબંધોની રસપ્રદ ઝલક પોતાના ચાહકો સાથે શૅર કરી હતી. તેણે જણાવ્યું કે જીવનના અલગ-અલગ મુદ્દાઓ પર સલાહ લેવા માટે તે પરિવારના જુદા-જુદા સભ્યોનો સંપર્ક કરે છે. સોહાને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્ટાઇલિંગ સલાહ માટે તે કોનો સંપર્ક…
સમગ્ર દેશમાં વર્ષ ૨૦૧૬થી પ્રતિ વર્ષ ૧૬ મે – “રાષ્ટ્રીય ડૅન્ગ્યુ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ડૅન્ગ્યુ રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. આ વર્ષે ૧૧મા રાષ્ટ્રીય ડૅન્ગ્યુ દિવસની થીમ “Community Participation Dengue Control: Check, Clean and Cover” (સમુદાયની ભાગીદારી થકી ડૅન્ગ્યુ નિયંત્રણ કરીએ: તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ) નિર્ધારિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડૅન્ગ્યુ નિયંત્રણ માટે સતર્ક છે. રાષ્ટ્રીય ડૅન્ગ્યુ દિવસ” અંગે પ્રતિભાવ આપતા આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર ડૅન્ગ્યુના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


