- Tours gratuits sur Lucky8 – Ce qu’il faut savoir pour les joueurs français
- Retirer ses gains sur Lucky8 : guide complet, méthodes et délais 2024
- Lucky8 : guide des étapes d’inscription aux jeux de casino en ligne
- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
Author: garvigujrat
ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસિત કરવા તેમજ ગુજરાતમાંથી પસાર થતા કર્કવૃત્તના ભૌગોલિક મહત્વ વિશે માહિતી આપવાના ઉદ્દેશથી રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળની સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ટ્રોપિક ઑફ કેન્સર સાયન્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગત 11 માર્ચ, 2026ના રોજ સાબરકાંઠા જિલ્લાના સલાલ ગામ ખાતે આ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે રાજ્યમાં વિજ્ઞાન વિષયના શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક વલણોને પ્રોત્સાહન આપવા પર, તેમજ બાળકોમાં આધુનિક વિજ્ઞાનની ક્ષમતાઓ અંગેની…
મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો ર્નિણય.સરકારી શાળાના બાળકોને અપાશે સંગીતની આંતરરાષ્ટ્રીય તાલીમ.તાલીમ મેળવનારા તમામ ૧,૬૯૨ વિદ્યાર્થીઓને સંગીત શીખવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ કિટ આપવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સ્કૂલ બોર્ડ અને જાપાનની જગવિખ્યાત મ્યુઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ કંપની ‘યામાહા‘ (Yamaha) વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ (MoU – મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ) કરવામાં આવ્યા છે. આ ભાગીદારી હેઠળ, મ્યુનિસિપલ શાળાઓમાં ભણતા સામાન્ય પરિવારના બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરની સંગીત તાલીમ મેળવવાની સુવર્ણ તક સાંપડશે. આ અનોખી પહેલના પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદની ૨૪ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓના કુલ ૧,૬૯૨ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ મ્યુઝિકલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય હેતુ બાળકોમાં ભણતરની…
સુમુલ ડેરીના ર્નિણયથી અઢી લાખ પશુપાલકોને આર્થિક રાહત થઈ.સુરત-તાપી પશુપાલકો માટે કિલોફેટ દૂધ પર રૂ.૧૨૦ના બોનસની સુમુલ ડેરીની જાહેરાત.સુમુલ ડેરી બોનસ પેટે રૂ. ૪૨૫ કરોડ ચૂકવશે પશુપાલકોને હવે પ્રતિ કિલોફેટ રૂ. ૧,૦૨૦ સુધીનો ભાવ મળશે.સુરત-તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીએ (Sumul Dairy) કિલોફેટ દૂધ પર રૂ. ૧૨૦ના બોનસની જાહેરાત કરી છે. આના પગલે સુમુલ ડેરી બોનસ પેટે રૂ. ૪૨૫ કરોડ ચૂકવશે.પશુપાલકોને હવે પ્રતિ કિલોફેટ રૂ. ૧,૦૨૦ સુધીનો ભાવ મળશે. સુમુલ ડેરીના ર્નિણયથી અઢી લાખ પશુપાલકોને આર્થિક રાહત થઈ છે. પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે પણ સુમુલ ડેરીના ર્નિણયને આવકાર્યો છે. તેમણે તેને પશુપાલકોના હિતમાં લેવાતો ર્નિણય ગણાવ્યો છે. સુમુલ ડેરી સાથે…
ધોલેરા SIR બનશે ગ્લોબલ હબ.ધોલેરા વચ્ચે ૨૨૦ની સ્પીડે દોડશે સેમી હાઈ સ્પીડ ટ્રેન.રાજ્યના ચીફ સેક્રેટરી મનોજ દાસે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ જમીન, દરિયાઈ અને હવાઈ માર્ગોને એકસાથે જાેડશે.ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘ધોલેરા SIR ને વેગ આપવા માટે તાજેતરમાં કેન્દ્રિય કેબિનેટ દ્વારા અમદાવાદ-સરખેજ-ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ રેલવે DRM વેદ પ્રકાશ, ચીફ સેક્રેટરી મનોજ દાસ અને ધોલેરા SIR ના MD કુલદીપ આર્યાએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ યુનિક પ્રોજેક્ટની વિગતો આપી હતી. DRM વેદ પ્રકાશના જણાવ્યા અનુસાર, આ રેલવે લાઈન કવચ ૫.૦ ટેકનોલોજી પર આધારિત હશે. ટ્રેન ૨૨૦ કિમી/કલાકની ઝડપે દોડી શકશે તે પ્રકારનું આધુનિક ટ્રેક…
સીબીઆઈની મોટી કાર્યવાહી.NEET-UG પેપર લીકનો માસ્ટરમાઈન્ડ પુણેથી ઝડપાયો.કુલકર્ણી કોલેજમાંથી સેવાનિવૃત થયા હતા અને નીટ માટે રસાયણ વિજ્ઞાન વિષયના પેપર તૈયાર કરનારી સમિતિમાં સામેલ હતા.CBIએ નીટ-યૂજી પેપર લીક મામલામાં શુક્રવારે મહારાષ્ટ્રના લાતૂર શહેરની સ્થાનિક કોલેજમાં રસાયણ વિજ્ઞાન ભણાવનારા રિટાયર પ્રોફેસર પી.વી. કુલકર્ણીની ધરપકડ કરી લીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે કુલકર્ણી ચાર વર્ષ પહેલા એક પ્રતિષ્ઠિત કોલેજમાંથી સેવાનિવૃત થયા હતા અને નીટ માટે રસાયણ વિજ્ઞાન વિષયના પેપર તૈયાર કરનારી સમિતિમાં સામેલ હતા. સીબીઆઈની એક ટીમે ગત ૧૩ મેના રોજ તપાસ અર્થે લાતૂર પહોંચી હતી. એપ્રિલ ૨૦૨૬ના અંતિમ અઠવાડિયા દરમિયાન, તેમણે એક અન્ય આરોપી, મનીષા વાઘમારે (જેને સીબીઆઈએ ૧૪ મેના રોજ ધરપકડ કરી…
સતત નબળો પડતો રૂપિયો.રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, ડોલર સામે ઘટીને પહેલીવાર ૯૬ સુધી પહોંચ્યો.વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતીય ચલણ પર જાેવા મળી રહી છે.ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની સીધી અસર ભારતીય ચલણ પર જાેવા મળી રહી છે. આજે એટલે કે ૧૫ મે ૨૦૨૬ ના રોજ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે રેકોર્ડબ્રેક નબળો પડીને રૂ.૯૬.૦૨ ના સ્તરે પહોંચી ગયો છે. અગાઉના દિવસે એટલે કે ૧૪ મેના રોજ રૂપિયો રૂ.૯૫.૭૬ પર બંધ થયો…
સાબિત નહીં કરે તો થશે કાર્યવાહી!.મમતાને વકીલ બનવું ભારે ન પડી જાય, બાર કાઉન્સિલે શરૂ કરી તપાસનિયમ મુજબ, જ્યારે કોઈ વકીલ કોઈ નફાકારક પદ અથવા જાહેર હોદ્દો સંભાળે છે, ત્યારે તેમણે પોતાની પ્રેક્ટિસ સ્થગિત કરવાની જાણ કાઉન્સિલને કરવી પડે છે.પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને BCI સુપ્રીમો મમતા બેનર્જી હાલમાં જ કલકત્તા હાઈકોર્ટમાં વકીલના ગણવેશમાં જાેવા મળ્યા હતા. આ ઘટના બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) એ તેમના પ્રેક્ટિસિંગ એડવોકેટ તરીકેના સ્ટેટસ અંગે તપાસ શરૂ કરી દીધી છે. મમતા બેનર્જીએ ૧૯૮૦ ના દાયકાના અંતમાં વકીલ તરીકે નોંધણી કરાવી હતી. જાેકે, ત્યારબાદ તેઓ લાંબા સમય સુધી જાહેર જીવનમાં રહ્યા અને સતત ત્રણ…
મમતાની પાર્ટી પડી ભાંગશે?.કલ્યાણ બેનરજીને ચીફ વ્હિપ બનાવતા TMCના અનેક સાંસદ નારાજ થયા.કલ્યાણ બેનરજી પર ભૂતકાળમાં મહિલા સાંસદો સાથે ગેરવર્તણૂક કરવાના આરોપો લાગતા રહ્યા છે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં અપેક્ષા મુજબનું પરિણામ ન મળ્યા બાદ હવે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષના વડા મમતા બેનરજી દ્વારા લોકસભામાં ચીફ વ્હિપ તરીકે કલ્યાણ બેનરજીની નિમણૂક કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. મમતા બેનરજીએ કાકોલી ઘોષ દસ્તીદારના સ્થાને કલ્યાણ બેનરજીને આ જવાબદારી સોંપી છે, જેના કારણે પાર્ટીના અનેક સાંસદોમાં નારાજગી જાેવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કલ્યાણ બેનરજીની નિમણૂક સામે ખાસ કરીને મહિલા સાંસદોએ બળવાખોર તેવર અપનાવ્યા છે.…
કેરળમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ.વી.ડી. સતીશન સોમવારે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.કેરળમાં કોંગ્રેસ સત્તામાં પરત ફરશે : મુખ્યમંત્રી પદ સંભાળનારા છેલ્લા કોંગ્રેસી મુખ્યમંત્રી ઓમન ચાંડી ૨૦૧૧માં હતા.કેરળમાં મુખ્યમંત્રી પદના ચહેરાની જાહેરાત સાથે, શપથ ગ્રહણ સમારોહનો સમય પણ સ્પષ્ટ થઈ ગયો છે. વીડી સતીસન સોમવારે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આનાથી લાંબા સમય પછી કેરળમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં પરત ફરશે. કેરળમાં મુખ્યમંત્રી પદ સંભાળનારા છેલ્લા કોંગ્રેસી મુખ્યમંત્રી ઓમન ચાંડી ૨૦૧૧માં હતા. તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. વીડી સતીસનની સાથે, સમગ્ર મંત્રીમંડળ શપથ લે તેવી અપેક્ષા છે. યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટનું નેતૃત્વ અહીં મંત્રીમંડળના માળખાને અંતિમ સ્વરૂપ આપવા માટે…
પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું.વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલિંગનો નિર્દેશ.હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે સુનાવણીને લઈને મોટો ર્નિણય લીધો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે સુનાવણીને લઈને મોટો ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટે હવે સોમવાર અને શુક્રવારે માત્ર વર્ચ્યુઅલ સુનાવણીનો આદેશ જાહેર કર્યો છે. વર્તમાન પરિસ્થિતિને જાેતા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંતે આ ર્નિણય લીધો છે. સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધી હાઈબ્રિડ સુનાવણીની વ્યવસ્થા હતી. એટલે કે, વ્યક્તિગત રીતે હાજરી અને વર્ચ્યુઅલ એમ બંને રીતે કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી. ઈંધણ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


