Author: garvigujrat

જનોઈ, રુદ્રાક્ષ, પાઘડીને પણ મંજૂરી.કર્ણાટકની સ્કૂલ-કોલેજાેમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવાયો.સરકારી અને ખાનગી શાળાઓ તેમજ કોલેજાેમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. કર્ણાટક સરકારે વર્ષ ૨૦૨૨માં સ્કૂલ યુનિફોર્મ અંગે આપેલા વિવાદિત આદેશને પાછો ખેંચી લીધો છે. નવા દિશાનિર્દેશો મુજબ, હવે સરકારી અને ખાનગી શાળાઓ તેમજ પ્રી-યુનિવર્સિટી કોલેજાેમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. સરકારના આ ર્નિણયથી લાંબા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ અને અન્ય ધાર્મિક પ્રતીકો અંગેના અવરોધો દૂર થવાની શક્યતા છે. નવા નિયમો મુજબ, હવે વિદ્યાર્થીઓ શાળામાં પાઘડી, જનોઈ, રુદ્રાક્ષ કે હિજાબ જેવા ધાર્મિક અને પરંપરાગત પ્રતીકો ધારણ કરી શકશે.…

Read More

સેનેટરો પોતાનો પગાર અટકાવવા સહમત : ભારતથી વિપરિત સ્થિતિ ..સરકારી શટડાઉનમાં હવે અમેરિકન સેનેટરોને વેતન ભથ્થાં નહીં મળે .અગાઉના સરકારી શટડાઉનોમાં કોંગ્રેસના સભ્યોના વેતન-ભથ્થાં ચાલુ રહેવાના કારણે ભારે ઉહાપોહ થયો .અમેરિકાના ભાવિ શટડાઉનમાં હવે સેનેટરોને પણ તેમના વેતન અને ભથ્થાં નહીં મળે. આ માટેની તૈયારી આદરવામાઁ આવી ચૂકી છે. સેનેટે પોતે જ સરકારી શટડાઉન દરમિયાન સેનેટરોના વેતન અને ભથ્થાં અટકાવતો વિથહોલ્ડ પેનો ઠરાવ ૯૯-૦થી પસાર કર્યાે હતો. જ્યારે રિપબ્લિકન સેનેટર પીટ રિકેટ્સે હાજર રહ્યા ન હતો. આ ઠરાવ લુઇસિયાના રિપબ્લિકન સેનેટર જાેન કેનેડીએ રજૂ કર્યાે હતો.આ ઠરાવ મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયામાં એક જણે એક જ મત આપવાનો હતો. આ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત. ભારત કિંમતી ધાતુઓનો વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. કાચા તેલ પછી દેશની આયાતમાં સોનું બીજા ક્રમનો સૌથી મોટો હિસ્સો ધરાવે છે. વધતી માંગ અને આયાત ને કારણે વિદેશી હુંડિયામણનો વપરાશ પણ વધ્યો છે. જેના કારણે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. જ્યારે ઘરેણાંના વેપારીઓ સરકારના આ પગલાથી નિરાશ છે ત્યારે એ પણ સાચું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઊભી થનારી ખરાબ પરિસ્થિતિની સૌથી વધુ અસર સામાન્ય માણસ પર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને વિદેશી હુંડિયામણ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત. સુરત સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી પેટ્રોલ-ડીઝલની અછતને કારણે ફેલાયેલા ગભરાટથી પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી લાંબી લાઈનો પડવા સાથે કેટલાક પેટ્રોલ પંપો માલના અભાવે બંધ પણ કરી દેવાયા હતા. જો કે આજે પરિસ્થિતિ થોડી સુધારા જનક દેખાવા લાગી છે કારણકે કાલે રાતથી જ મોટાભાગના પેટ્રોલ પંપોને પેટ્રોલ-ડીઝલનો જથ્થો જરૂરીયાત માત્રામાં મળવાનું શરૂ થતાં અછતની સ્થિતિમાં સુધારો દેખાઈ રહ્યો છે. સાઉથ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલનો જથ્થો રાબેતા મુજબ આપવાનું શરૂ કરતા સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. ધીરે- ધીરે તમામ પેટ્રોલ પંપો શરૂ થઈ…

Read More

સોનાના વાયદામાં રૂ.2881 અને ચાંદીના વાયદામાં રૂ.17152નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.50701.73 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.208537.2 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 36845.59 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.259238.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.50701.73 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.208537.2 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3286.87 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 36845.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.160790ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160992 અને નીચામાં રૂ.158537ના સ્તરને સ્પર્શી, રૂ.161978ના આગલા બંધ સામે રૂ.2881 ઘટી રૂ.159097ના ભાવે ટ્રેડ થઈ…

Read More

દેશમાં મોંઘવારીથી સામાન્ય પ્રજાની કમર તૂટી પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩-૩ સુધીનો તોતિંગ વધારો ઝિંકાયો દિલ્હીમાં, ડીઝલ હવે ૯૦.૬૭ પ્રતિ લિટર ઉપલબ્ધ થશે અને કોલકાતામાં ભાવ ૯૫.૧૩ પ્રતિ લિટર, મુંબઈમાં ૯૩.૧૪ અને ચેન્નાઈમાં ૯૫.૨૫ સુધી પહોંચ્યા મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો ર્નિણય લીધો છે. દેશભરમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૩ નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નિયમિત પેટ્રોલનો ભાવ ૯૭.૭૭ પ્રતિ લિટર પર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ હવે ૯૦.૬૭ પ્રતિ લિટર છે.મધ્ય પૂર્વમાં સંઘર્ષ ફાટી નીકળ્યા પછી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં…

Read More

જેક્લિને તાજેતરમાં કેમિયો માટે શૂટિંગ કર્યું યામીની નઈ નવેલી ફિલ્મમાં જેક્લિનનો કેમિયો હશે જેક્લિન હાલ સુકેશ ચન્દ્રશેખર કેસને કારણે મુશ્કેલીમાં છે, તેણે આ ઠગાઈ કેસમાં પોતે સાક્ષી બનવા માગે છે યામી ગૌતમની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘નઈ નવેલી’માં જેક્લિન ફનાર્ન્ડિઝ પણ કેમિયો કરી રહી છે. જેક્લિને તાજેતરમાં જ આ કેમિયો માટે પોતાનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. યામી અને જેક્લિનનું આ બીજું કોલબરેશન છે. અગાઉ તેમણે ૨૦૨૧ની ફિલ્મ ‘ભૂતપોલીસ’માં સ્ક્રીન શેર કરી હતી. ‘નઈ નવેલી’ ફિલ્મ આનંદ એલ રાય બનાવી રહ્યા છે. જાેકે, તેનું દિગ્દર્શન બાલાજી મોહન કરી રહ્યા છે. આ ફિલ્મ એક હોરર કોમેડી હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે…

Read More

સાઈ પલ્લવીને સરખું હિન્દી બોલતાં આવડતું નથી રામાયણમાં સીતામાતા તરીકે સાઈ પલ્લવીના ડાયલોગ ડબ કરાશે તાજેતરમાં સાઈ પલ્લવી તથા આમિર ખાનના પુત્ર જુનૈદની ‘એક દિન’ ફિલ્મ રીલિઝ થઈ હતી રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’માં સીતા માતાનું પાત્ર ભજવી રહેલી સાઈ પલ્લવીના ડાયલોગ્સનું હિન્દી ડબિંગ કરાવવામાં આવશે તેમ કહેવાય છે. તાજેતરમાં સાઈ પલ્લવી તથા આમિર ખાનના પુત્ર જુનૈદની ‘એક દિન’ ફિલ્મ રીલિઝ થઈ છે. આ ફિલ્મ જાેયા પછી ‘રામાયણ’ના મેકર્સ દ્વારા સાઈ પલ્લવીના ડાયલોગ ડબ કરાવવાનો ર્નિણય લેવાયો હોવાનું કહેવાય છે. સાઈ પલ્લવી મૂળ સાઉથની બહેતરીન અભિનેત્રીઓમાંની એક છે. જાેકે, તેની પહેલી હિન્દી ફિલ્મ ‘એક દિન’ બોક્સ ઓફિસ પર કશું ઉકાળી…

Read More

બોલીવુડમાં આજકાલ પ્રોપર્ટી રાઈટ્સના કેસની ચર્ચા નિર્માતા વાસુ ભગનાનીના રાઇટ્સ કેસના દાવા ભામક ટિપ્સનો દાવ ટિપ્સ સંબંધિત મ્યૂઝિકના કાનૂની અધિકાર ધરાવે છે, બંને પક્ષો વચ્ચે સમજૂતી થઇ હતી, કોર્ટે પૂજા એન્ટરટેઈનમેન્ટને સુરક્ષા પ્રદાન કરી છે ટિપ્સ સંબંધિત મ્યૂઝિકના કાનૂની અધિકાર ધરાવે છે, બંને પક્ષો વચ્ચે સમજૂતી થઇ હતી, કોર્ટે પૂજા એન્ટરટેઈનમેન્ટને સુરક્ષા પ્રદાન કરી છેબોલીવુડમાં આજકાલ પ્રોપર્ટી રાઈટ્સના કેસની ચર્ચા છે. ટિપ્સ મ્યૂઝિક અને નિર્માતા વાસુ ભગનાની પૂજા એન્ટરટેઈનમેન્ટ કંપની વચ્ચે પણ પ્રોપર્ટી રાઈટ્સ મુદ્દે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. વાસુભગનાની આ કેસમાં પોતાનો પક્ષ મુકી ચુક્યા છે. હવે ટિપ્સ મ્યૂઝિકે પણ પોતાનો પક્ષ મુક્યો છે. ટિપ્સ મ્યૂઝિ કે ઇનસ્ટા…

Read More

અભિનેત્રી સતત બીજા વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી કાન ફેસ્ટિવલમાં આલિયા પ્રશંસકો અને પાપારાજીની ભીડથી ઘેરાઈ આલિયા ભારતીય પ્રતિનિધીઓ સાથે કાર્યક્રમમાં પહોંચી હતી. આ પ્રસંગે તેણે ખાસ ડિઝાઈન થયેલી આઈવરી કલરની સાડી-ગાઉન ધારણ કરી હતી બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ૭૯માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. તેના અનેક લુક સામે આવી ચુક્યા છે. પરંતુ સામે આવેલા એક વીડિયોમાં જાેઇ શકાય છે કે તે પ્રશંસકો અને પાયારાજીની ભીડથી ઘેરાઈ જતાં પરેશાન થઈને રોષે ભરાઈ હતી. વીડિયો ભારત પેવેલિયનના ઉદઘાટન પ્રસંગનો છે. આલિયા ભારતીય પ્રતિનિધીઓ સાથે કાર્યક્રમમાં પહોંચી હતી. આ પ્રસંગે તેણે ખાસ ડિઝાઈન થયેલી આઈવરી કલરની સાડી-ગાઉન ધારણ કરી હતી. વીડિયોમાં જાેઈ…

Read More