- Tours gratuits sur Lucky8 – Ce qu’il faut savoir pour les joueurs français
- Retirer ses gains sur Lucky8 : guide complet, méthodes et délais 2024
- Lucky8 : guide des étapes d’inscription aux jeux de casino en ligne
- Pinco casino Türkiye’de – gerçek para ile oyun
- Jojobet – Bahis ve Casinoda Tek Adres – Jojobet Giriş ve Üyelik
- Mostbet Casino Giriş Türkiye – Resmi casino ve spor bahisleri
- Chicken Road – Online Casino Slot Celebrating Chickens Braving Busy Roads
- Casino NV – rejestracja i tworzenie konta w kasynie online
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. એક સમયે દાદા, દાદી, બાપા, બા, ભાઈઓ, બહેનો ઘરમાં સાથે જમતા હતા. કુટુંબ નાનું થયુ ત્યારે પણ કમસે કમ રાતના જમતી વખતે સાથે બેસીને ગપાટા મારતા હતા. સારા માઠા સમાચારની ચર્ચાઓ ચાલતી હતી. કોઈ આવતું તો તેની સાથે ચા-પાણી થતા. ટૂંકમાં કુટુંબમાં કોઈ સંવાદ હતો. વાતો હતી, હસવા-રડવાનું હતું. એ મોબાઇલ, લેપટોપ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, વોટ્સએપ માં એવું ગુમ થયું કે સંવાદ ઘરમાં ન રહેતા સોશિયલ મીડિયામાં પહોંચી ગયો છે. ઘરમાં વાતો બંધ થઈને બહારની વાતો ઘરમાં આવી. બહારની દુનિયા એવી રીતે ઘરમાં ગોઠવાઈ ગઈ છે કે ઘર ઘરની બહાર થઈ ગયું છે. માણસો યાંત્રિક થઈ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ-વસ્તી ગણતરીની ઔપચારિક શરૂઆત કરાવી હતી. તેમણે રાજ્યના નાગરિકોને પણ આ રાષ્ટ્રીય સ્તરે મહત્વની કવાયતમાં સક્રિયપણે ભાગ લઈને સશક્ત, સમાવિષ્ટ અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા પણ અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વખતે વસ્તી ગણતરી-2027 સંપૂર્ણપણે ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરવામાં આવી રહી છે. સ્વ-ગણતરીની આ પહેલ નાગરિકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે તેના થકી નાગરિકો ગમે ત્યાંથી પોતાની માહિતી ઓનલાઇન સબમિટ કરી શકે છે. નાગરિકો https://se.census.gov.in/ પરથી જરૂરી માર્ગ દર્શન દ્વારા તેમની સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે તેમજ…
અમિત શાહ ગુજરાતની મુલાકાતે ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસ કાર્યો અને વિવિધ પ્રોજેક્ટ્સ અંગે બેઠકો યોજી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ કલેક્ટર, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બે દિવસની ગુજરાત મુલાકાત લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને વહીવટી બાબતોની સઘન સમીક્ષા કરી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનો ધમધમાટ રહ્યો હતો. અમિત શાહે સરખેજ-ગાંધીનગર હાઈવે આધુનિકીકરણ, ચોમાસા પહેલા વૃક્ષારોપણ ઉપરાંત તળાવોના ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ, ગાંધીનગર લોકસભાની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરી અને રમશે બાળક-ખીલશે બાળક અભિયાન…
NEET પેપરલીક મામલે રાહુલ ગાંધીનો પ્રહાર તાત્કાલિક રાજીનામું આપે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમણે આક્ષેપ કર્યો છે કે, મેડિકલ પ્રવેશ પરીક્ષા આપનારા ૨૨ લાખ વિદ્યાર્થીઓ સાથે મોટો વિશ્વાસઘાત થયો છે NEET-UG 2026 પેપર લીક કૌભાંડને લઈને દેશભરમાં વ્યાપેલા આક્રોશ વચ્ચે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર વિરૂદ્ધ મોરચો મજબૂત કર્યો છે. શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધનને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, મેડિકલ પ્રવેશ પરીક્ષા આપનારા ૨૨ લાખ વિદ્યાર્થીઓ સાથે મોટો વિશ્વાસઘાત થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગંભીર મુદ્દે મૌન ધારણ…
૩૦થી વધુ ગામોનો તૂટ્યો સંપર્ક!.મહુવામાં માલણ નદી પરનો ૫૦ વર્ષ જૂનો કોઝવે પુલ ધરાશાયી.મહુવામાં માલણ નદી પર આવેલો અંદાજે અડધી સદી જૂનો પુલ રિનોવેશન દરમિયાન એક તરફથી બેસી ગયો.ભાવનગર જિલ્લાના મહુવામાં માલણ નદી પર આવેલો અંદાજે અડધી સદી જૂનો પુલ રિનોવેશન દરમિયાન એક તરફથી બેસી ગયો. આ પુલ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. ગયા વર્ષે ચોમાસા દરમિયાન આ પુલની પ્રોટેક્શન વોલ ધોવાઈ ગઈ હતી, જેના કારણે તે જાેખમી બન્યો હતો. જાે તંત્રએ સમયસર જાગીને કામગીરી કરી હોત, તો કદાચ આજે આ સ્થિતિ સર્જાઈ ન હોત. આ પુલની ઘટના બનતા જ રાત્રિના સમયે મામલતદાર, પોલીસ કાફલો અને વિભાગના અધિકારીઓ દોડી…
ભાડા વધારવા કરી માગ. CNG એક મહિનામાં ૪ રૂપિયા મોંઘો થતાં અમદાવાદના રીક્ષાચાલકોનો વિરોધ.CNGએક મહિનામાં ૪ રૂપિયા મોંઘો થતાં અમદાવાદના રીક્ષાચાલકોનો વિરોધ.શહેરમાં મોંઘવારીનો વધુ એક ડામ સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ પર પડ્યો છે. જેને લઈને હવે રિક્ષા ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા CNG ગેસના સતત વધી રહેલા ભાવ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. રિક્ષા ચાલકોની માંગ છે કે, કાં તો CNG ગેસના ભાવ ઘટાડવામાં આવે અથવા તો મોંઘવારીના પ્રમાણમાં રિક્ષાના ભાડામાં તાત્કાલિક વધારો મંજૂર કરવામાં આવે. યુનિયનના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા માત્ર એક જ મહિનામાં CNG ગેસના ભાવમાં અંદાજે…
મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો!.અદાણી CNG ના ભાવમાં ૨.૨૫ રૂપિયાનો વધારો.પહેલા અદાણી CNG નો ભાવ ૮૩.૭૭ રૂપિયા હતો જે ભાવવધારા બાદ ૮૬.૦૨ રૂપિયા થઈ ગયો છે.દેશ હવે કારમી મોંઘવારી તરફ ધકેલાઈ ગયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો હજી એક ઝટકો પડ્યો છે. ત્યાં હવે અમદાવાદમાં CNG મોંઘું થઈ રહ્યું છે. અદાણી CNG ના ભાવમાં એક ઝાટકે સીધા ૨.૨૫ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે રોજના રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે. તો સાથે જ રીક્ષાચાલકો માટે આ ભાવવધારો આકરી બની રહેશે. મિડલ ઈસ્ટમાં સંકટ બાદ વિશ્વભરમાં ઈંધણની અછત સર્જાઈ રહી છે. હાલ ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની અછત અને ઓઈલ કંપનીઓને નુકસાનીને પેટ્રોલ-ડીઝલના ભાવ…
IPL કૉડ ઓફ કન્ડક્ટનું કર્યું ઉલ્લંઘન.CSK સામે શાનદાર જીત છતાં BCCI એ રિષભ પંતને ફટકાર્યો મોટો દંડ.સ્લો ઓવર રેટ બદલ રિષભ પંતને ૧૨ લાખનો દંડ કરાયા.રિષભ પંતની આગેવાની હેઠળની લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ભલે આઇપીએલ ૨૦૨૬ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ તે હવે અન્ય ટીમોનું પ્લેઓફ સમીકરણ બગાડવામાં લાગી ગઈ છે. લખનઉની ટીમનો પહેલો શિકાર ૫ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)બની છે. લખનઉએ ચેન્નઈ સામેની મેચમાં ૭ વિકેટે ધમાકેદાર જીત નોંધાવી હતી. આ જીતથી કેપ્ટન રિષભ પંત ચોક્કસપણે ખુશ થયો હશે, પરંતુ તેની આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)દ્વારા આઇપીએલ કોડ…
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો.માર્ગ અકસ્માત વળતરમાંથી મેડિક્લેમના પૈસા કાપી શકાશે નહીં.જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડની અપીલને ફગાવી દીધી.સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતના કેસોને લઈને એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ર્નિણય જાહેર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જાે અકસ્માતનો ભોગ બનેલી કોઈ વ્યક્તિને તેની મેડિકલ ઇન્સ્યોરન્સ (મેડિક્લેમ) પોલિસી તરફથી હોસ્પિટલના ખર્ચના પૈસા મળ્યા હોય, તો પણ તે રકમને મોટર વહીકલ એક્ટ(MVA) હેઠળ મળતા અકસ્માત વળતરમાંથી કાપી શકાય નહીં. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડની અપીલને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના એ…
NEET કેસમાં મોટી ધરપકડ.NTA ના એક્સપર્ટ ટીચરે જ લીક કરાવ્યું હતું બાયોલોજીનું પેપર.પેપર લીક કેસમાં સીબીઆઈએ પુણેના સીનિયર બોટની ટીચર મનીષા ગુરૂનાથ મંડારેની ધરપકડ કરી છે.NEET-UG 2026 પેપર લીક કેસમાં CBI એ બોટનીના શિક્ષક અને માસ્ટરમાઇન્ડ મનીષા મંધારેની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. NTA પ્રમાણે મનીષા મંધારેની NTA એ NEET-UG 2026૬ પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિમણૂંક કર્યાં હતા. આ કારણે તેની બોટની અને ઝૂલોજીના પ્રશ્નપત્રો સુધી પહોંચ હતી. તપાસમાં સામે આવ્યું કે એપ્રિલ ૨૦૨૬ દરમિયાન તેણે પુણેની મનીષા વાધમારે દ્વારા ઘણા નીટ પરીક્ષાર્થીને જાેડ્યા હતા. પોલીસ મનીષા વાધમારેની ૧૪ મેએ ધરપકડ કરી ચૂકી છે. CBI ની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


