- સાઉદી અરેબિયા પર હૂથી વિદ્રોહીઓનો મિસાઇલ-ડ્રોન હુમલો: ૫ શહેરોમાં એલર્ટ, ૧૩ નાગરિકો ઇજાગ્રસ્ત
- સીરિયામાં ડીઝલના ભાવમાં ૪૦%નો વધારો: જનતાનો ઉગ્ર વિરોધ, ટાયરો સળગાવી હાઈવે જામ કર્યો
- Rolletto code promo casino bonus guide – welcome offer, wagering & payments
- Magic Red casino reviews: what UK players need to know
- Magic Red Casino Review: Full Guide for UK Players
- Online casino VegasHero: overview and options for UK players
- Candyland casino games account verification guide for UK players
- મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું નિવેદન: ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી પ્રવૃત્તિઓ નહીં થવા દે
Author: garvigujrat
ખાનગી ક્લિનિકો પર સરકારની લાલ આંખ.ડોક્ટરની ફી થી લઈને ડિગ્રી સુધીની વિગતો હવે ડિસ્પ્લે કરવી પડશે.કેન્દ્ર સરકાર એક એવો નિયમ લાવી રહી છે જેનાથી ક્લિનિકમાં પ્રવેશતા જ તમને તમામ વિગતો મળી જશે.કેન્દ્ર સરકાર ખાનગી ક્લિનિક અને ડોક્ટરોની સેવાઓમાં મોટી પારદર્શકતા લાવવા માટે કમર કસી રહી છે. નવા ડ્રાફ્ટ મુજબ, હવે ડોક્ટરોએ પોતાની મનમાની છોડીને દર્દીઓને પાયાની માહિતી આપવી પડશે. આ ફેરફાર માત્ર ફી પૂરતો મર્યાદિત નથી, પરંતુ ક્લિનિકની સુવિધાઓને લઈને પણ મોટા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. પૂછ્યા વગર જ ખબર પડી જશે તમામ વિગતો: અત્યાર સુધી દર્દીઓએ ડોક્ટરની ફી કે તેમની ડિગ્રી વિશે પૂછપરછ કરવી પડતી હતી. પરંતુ હવે…
ગુજરાત સરકારની ભેળસેળિયાઓ સામે લાલ આંખ.૧૦૧૮ કિલો નકલી પનીરનો નાશ, આઈસ્ક્રીમ અને જ્યુસના સેન્ટરો પર તવાઈ.ગંભીર ઉલ્લંઘન બદલ ૧૮ એકમોને સીલ કરી દેવાયા છે, અને ૨૭૦ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે.ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પીણા અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે કમર કસી છે. એપ્રિલ મહિના દરમિયાન રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં હજારો કિલો શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં કુલ ૪૧૯૩ ખાદ્ય એકમોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૧.૮૩ લાખ રૂપિયાની કિંમતના ૧૦૧૮ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી…
ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો.શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૦૭ બોટલો મળી આવી હતી.અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે PCB (પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)એ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સોલા વિસ્તારમાં એક લક્ઝુરિયસ કારમાંથી અને વટવામાં એક બંધ ચાની લારીમાંથી દારૂની બોટલો જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, પીસીબીની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલીથી લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વૈષ્ણોદેવી બ્રિજથી નિરમા બ્રિજ તરફ જતા રોડ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત સહિત દેશભરમાં જે રીતે શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણ થયું છે એણે તો ગુજરાતની મહાજન સંસ્કૃતિને જ ખતમ કરી નાંખી છે. એક જમાનો હતો કે જ્યારે ઉદ્યોગપતિઓ પોતે કમાયેલા નફાનો ઉપયોગ સમાજના હિતમાં શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટે કરતા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને ગુજરાત લો સોસાયટી એના જોરદાર ઉદાહરણો હતા. આજે નિરમા ના કરસનદાસ પટેલ કે મુકેશ અંબાણી એવી કોલેજ કે યુનિવર્સિટીઓ ખોલે છે કે જેમાંથી તેમને નફો જ મળે? એમને શિક્ષણમાંથી પણ નફો જોઈએ છે? આ ધંધો હવે નાના ઉદ્યોગપતિઓ પણ કરતા થયા છે અને તેથી ઠેર-ઠેર સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને યુનિવર્સિટીઓ હાટડીઓની જેમ ખુલી રહ્યા છે.…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં એક જ દિવસમાં ૯૯૩/- રૂપિયાનો કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર ઉપર વધારો થતા દિલ્હીમાં એક સિલિન્ડરનો ભાવ રૂપિયા ₹ ૩૦૭૧.૫૦ થઈ ગયો છે. આમ સતત ત્રીજા મહિને ભારે ભાવ વધારો કરાયો હોવાથી ખાણીપીણીની હોટલો,ઢાબા અને નાના ધંધાર્થીઓ ઉપર આની જોરદાર અસર થવાની એ નિશ્ચિત છે. આને કારણે ચા ના સ્ટોલ ,બેકરી અને મીઠાઇની દુકાનો જેવા નાના વ્યવસાયો પર તો અસર પડશે જ સાથે ઘરના ખર્ચ પર પણ અસર પડશે. અને આ તમારી થાળીને પણ અસર કરશે. ગેસ પર પહેલો હુમલો ,પેટ્રોલ-ડીઝલ પર આગામી હુમલો થશે. એટલું જ નહીં સરકારે ૫ કિલોગ્રામ ના નાના LPG સિલિન્ડરના ભાવમાં…
સુરત ટ્રેનમાંથી ૬.૩૨ કરોડનું એમડી ડ્રગ્સ અને.મુન્દ્રા પોર્ટ પર ૮૨.૮૦ લાખની બનાવટી સિગારેટ જપ્ત કરાઈ.૨.૦૨૪ કિલો ડ્રગ બ્રાન્ડેડ પગરખાના બોક્સમાં ગિફ્ટ રેપ કરીને છુપાવવામાં આવ્યું હતું : ડ્રગ્સ પેડલર મહિલાની ધરપકડ કરાઈ.દેશના તમામ એરપોર્ટ અને પોર્ટ પરથી દાણચોરીની સાથે સાથે હવે ડ્રગ્સ ગાંજાે હિરોઈન જેવા નશીલ પદાર્થાેની હેરાફેરી સતત વધી રહી છે, જેના કારણે સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. DRIના અધિકારીઓએ સુરત રેલવે સ્ટેશન પર ઓપરેશન પાર પાડી ૬.૩૨ કરોડના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલાની ઝડપી લીધી છે. જ્યારે મુન્દ્રા પોર્ટ પરથી મિસ ડેકલેરેશનમાં આવી રહેલી ૮૨.૮૦ લાખ બનાવટી સિગારેટ સ્ટિક પણ ઝડપી લીધી છે, જેની કિંમત ૧૯.૮૭…
કાસ્ટિંગ કાઉચનો ભોગબોડી લેંગ્વેજ ચેક કરવાના બહાને ડિરેક્ટરે કપડાં ઉતારવા કહ્યું!.મદાલસા શર્માએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૯માં તેલુગુ ફિલ્મ ‘ફિટિંગ માસ્ટર’થી કરી હતી.એક્ટર મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી શો ‘અનુપમા’માં કાવ્યાનો રોલ ભજવનાર મદાલસા શર્માએ કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કર્યાે છે. એક્ટ્રેસે જણાવ્યું કે કરિયરના શરૂઆતના દિવસોમાં એક જાણીતા ડિરેક્ટરે તેની ‘બોડી લેંગ્વેજ’ ચેક કરવાના બહાને તેની સામે બિકીની પહેરવાની ડિમાન્ડ કરી હતી. મદાલસા તે સમયે ડિરેક્ટર પર ગુસ્સે થઈ ગઈ અને મીટિંગ છોડીને બહાર નીકળી ગઈ.મદાલસા શર્માએ તાજેતરમાં ‘ધ મેલ ફેમિનિસ્ટ’ પોડકાસ્ટમાં પોતાની આપવીતી સંભળાવી. તેણે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેની ઉંમર ફક્ત ૧૯ વર્ષની…
મિશન કાશ્મીર’ ફિલ્મના શુટિંગ વખતે એક શબ્દને કારણે.કાશ્મીરમાં અભિનેતાનો જીવ જાત: વિધૂ વિનોદ ચોપડા. દિગ્દર્શક ‘શૂટિંગ’ શબ્દનો ઉપયોગ કરતા હતા ત્યારે પોલીસ ‘ગોળીબાર’સમજતી હતી.વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ મિશન કાશ્મીર બ્લોકબસ્ટર હિટ ફિલ્મ રહી હતી. પરંતુ ડાયરેક્ટર-પ્રોડ્યુસર વિધૂ વિનોદ ચોપડાને કાશ્મીરમાં આ ફિલ્મના શૂટિંગ વખતે જે અનુભવ થયો તે વાતે તેમને અહેસાસ થઈ ગયો કે કાશ્મીરમાં શુટિંગ કરવું કેટલું ખતરનાક છે. ફિલ્મના શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના એક શબ્દને કારણે અભિનેતાનો જીવજઈ શકતો હતો. એક મુલાકાતમાં તેમણે એ અનુભવની વાત શેર કરી હતી. દિગ્દર્શકે જણાવ્યું કે કેટલાક દૃશ્યોના શૂટિંગ માટે ટીમ સાથે કોર્ડિનેટ કરવા તેઓ વોકી ટોકીનો ઉપયોગ કરી રહ્યા…
૧૦ વર્ષ લિવ-ઈનમાં રહી, પણ કોર્ટે ન્યાયના નામે મજાક કરી.‘રાજેશ ખન્ના જ્યારે હોસ્પિટલમાં હતા, ત્યારે તેમના પરિવારે મને મળવા દીધા નહોતા અને આ બાબતે અનેક જૂઠાણાં ફેલાવ્યા હતા.તાજેતરમાં ૧ એપ્રિલ, ૨૦૨૬ના રોજ હાઇકોર્ટ દ્વારા દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અનિતા અડવાણીના સંબંધો અંગે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. કોર્ટે અનિતા અડવાણીની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં તેમણે રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધોને કાયદેસરના લગ્ન તરીકે માન્યતા આપવાની માંગ કરી હતી. કોર્ટનું માનવું છે કે આ સંબંધ માત્ર ‘લિવ-ઇન રિલેશનશિપ’ની શ્રેણીમાં આવે છે અને તે હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળના કાયદાકીય માપદંડો મુજબ લગ્ન ગણી શકાય નહીં. આ ચુકાદા બાદ અનિતા…
મુંબઈ- દિલ્હી વચ્ચે કંગનાનું અપડાઉન.કંગના રણૌતે મુંબઈમાં ક્વીન ટુ માટે શૂટિંગ શરૂ કરી દીધું.સંસદસભ્ય તરીકેની જવાબદારીની સાથે કંગના એક એકટ્રેસ તરીકે ની કારકિર્દી પણ આગળ વધારી રહી છે.કંગના રણૌતે ‘ક્વીન ટુ’ માટે મુંબઈમાં શૂટિંગ શરુ કરી દીધું છે. હાલ ‘ક્વીન ફોરેવર’ એવું કામચલાઉ ટાઈટલ આ ફિલ્મ માટે અપાયું છે. મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક ઘરનો સેટ તૈયાર કરાયો છે. કંગના ત્યાં ત્રણ મહિના સુધી શૂટિંગ કરવાની હોવાનું કહેવાય છે. સંસદસભ્ય તરીકેની જવાબદારીની સાથે કંગના એક એકટ્રેસ તરીકે ની કારકિર્દી પણ આગળ વધારી રહી છે. આ માટે કંગના દિલ્હી, મુંબઈ વચ્ચે અપડાઉન કરી રહી છે. મૂળ ફિલ્મની જેમ જ આ વખતે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


