- Онлайн казино Dragon Money (Драгон Мани) – руководство по регистрации
- NV kasyno – wpłaty i wypłaty w kasynie online
- Roobet Casino En Ligne pour les joueurs français – Service client et assistance disponible
- Roobet Avis en France – Guide complet du casino en ligne et de ses services
- Roobet Casino En Ligne en France – Méthodes de dépôt et de retrait pour les joueurs
- ટ્રાન્સમિશન લાઈન મુદ્દે AAPનો વિરોધ, પ્રવીણ રામે ખેડૂત હિતમાં પરિપત્ર રદ કરવાની માંગ કરી
- ચોટીલાની નર્મદા સિંચાઈ યોજના મુદ્દે AAPનો આક્ષેપ, ખેડૂતોને વાયદા નહીં પાણી જોઈએ
- સુરત પૂર સહાય પેકેજને આપનો વિરોધ, ધર્મેશ ભંડેરીએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલો
Author: garvigujrat
પેટ્રોકેમિકલ્સ અને ખાતર ઉત્પાદનને માઠી અસર યુદ્ધને કારણે ઓઈલ, ગેસ અને કેમિકલ્સના ઊંચા ભાવથી ભારતના ટેક્સટાઈલ્સને અસર ક્રુડ, નેચરલ ગેસ, ફર્ટીલાઈઝરને કેમિકલ્સની ખાડીના દેશોમાંથી વિશ્વમાં પરિવહન માટેના મુખ્ય કેન્દ્ર હોર્મુઝની ખાડી ઈરાને બંધ કરી છે. ૧૧ દિવસથી ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધે ચડ્યા છે. કોરોનાની મહામારી પછી રશિયા – યુક્રેનના યુદ્ધ બાદ ફરી એકવાર વિશ્વ સામે મોંઘવારી કે મહામંદીનું જાેખમ ઝળુંબી રહ્યું છે. આયાત ઉપર ર્નિભર ભારત માટે પણ આ એક જાેખમ છે. વિશ્વમાં સૌથી ઝડપે વિકસી રહેલા ભારતીય અર્થતંત્રની નિકાસ કરતા આયાત વધારે છે અને આ આયાતમાં ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ અને રાંધણ ગેસ સૌથી મોટી આયાત છે.…
એક ભારતીય સહિત ૪ લોકો ઈજાગ્રસ્ત દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો થતા નાસભાગ આ ડ્રોન હુમલામાં બે ઘાનાઈ અને એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકને સામાન્ય ઈજા થઈ છે. ઈરાન-અમેરિકા-ઈઝરાયલ જંગ વચ્ચે દુબઈમાં મોટી દુર્ઘટના જાેવા મળી છે. દુબઈ મીડિયા ઓફિસે સત્તાવાર પુષ્ટિ કરી કે થોડા સમય પહેલા દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે બે ડ્રોન પડ્યા છે. આ હુમલામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. બે ઘાનાઈ અને એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકને સામાન્ય ઈજા થઈ છે. હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે ડ્રોન ઈરાનથી આવ્યા હતા કે કોઈ અન્ય કારણે પડ્યા, પરંતુ જંગને કારણે આ વિસ્તારમાં ઈરાની ડ્રોન…
ભારતની ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇન પર દબાણ તેલ અને ગેસ પછી, હવે દવાઓનું સંકટ, યુદ્ધે વધાર્યું ભારતનું ટેન્શન દવા ઉત્પાદનમાં વપરાતા કાચા માલના ખર્ચમાં વધારો અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પરના હુમલાઓ બાદ, પશ્ચિમ એશિયામાં યુદ્ધનું પ્રમાણ વધી રહ્યું છે. મુખ્ય જળમાર્ગો પર અસરકારક અવરોધ અને સપ્લાય ચેઇન વિક્ષેપોને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આ દરમિયાન, બીજી કટોકટી ઉભી થઈ છે. અહેવાલો જણાવે છે કે યુદ્ધ ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર પણ અસર કરી રહ્યું છે. અહેવાલો જણાવે છે કે ભારતની ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇન પર દબાણ વધી રહ્યું છે, જેના કારણે દવા ઉત્પાદનમાં વપરાતા કાચા માલના ખર્ચમાં સતત…
બેન્કની ચાર શાખાઓને નિશાન બનાવી ગઠિયાઓએ ડેટા સિક્યુરિટી તોડી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કમાં ૭ કરોડનું સાયબર ફ્રોડ હેકર્સ દ્વારા તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર સહિતની શાખાઓમાંથી અંદાજે સાત કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કમાં રવિવારના રોજ સાયબર ગઠિયાઓએ મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. બેન્કની સિસ્ટમ હેક કરીને અજાણ્યા શખ્સો દ્વારા કરોડો રૂપિયાની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ ઘટનાને પગલે બેન્ક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની વિવિધ ૮૮ શાખાઓમાં ૧.૨૫ લાખ ખાતેદારોની કરોડોની થાપણો પડેલી છે. ગત રવિવારે સાયબર ગુનેગારોએ અત્યાધુનિક પદ્ધતિથી…
ટ્રમ્પે ઈરાન સાથે જલદી યુદ્ધ ખતમ થવાના સંકેત આપતાં ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રચંડ કડાકો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આશરે ૭.૨% એટલે કે ૭.૧૫ ડૉલરનો ઘટાડો થતા નવી કિંમત ૯૧.૮૧ ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિવેદને વૈશ્વિક બજારમાં મોટી હલચલ મચાવી દીધી છે. ફ્લોરિડામાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ભવિષ્યવાણી કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે. ટ્રમ્પના આ આશાવાદી નિવેદનની સીધી અસર ઓઇલના ભાવ પર જાેવા મળી છે. લાંબા સમયથી ઉર્જા પુરવઠો ખોરવાઈ જવાની આશંકા વચ્ચે રોકાણકારોને મોટી રાહત મળી છે અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો…
કરણ જાેહરના પ્રોજેક્ટમાં ભારે વિલંબ લક્ષ્ય લાલવાણીએ પણ કંટાળીને દોસ્તાના ટુ ફિલ્મ છોડી દીધી કાર્તિક વચ્ચે અણબનાવ થતાં કરણ જાેહરે કાર્તિક પર અનપ્રોફેશનલ બિહેવિયરનો આક્ષેપ કરી તેને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો. કરણ જાેહરની ‘દોસ્તાના ટુ’ શરુ થવામાં વિલંબથી કંટાળીને આખરે લક્ષ્ય લાલવાણીએ પણ આ ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે. શરુઆતમાં આ ફિલ્મ માટે કાર્તિક આર્યન અને લક્ષ્ય લાલવાણી સાથે જાહ્નવી કપૂરની કાસ્ટ નક્કી થઈ હતી. ફિલ્મનું કેટલુંક શૂટિંગ પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ, જાહ્નવી અને કાર્તિક વચ્ચે અણબનાવ થતાં કરણ જાેહરે કાર્તિક પર અનપ્રોફેશનલ બિહેવિયરનો આક્ષેપ કરી તેને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો. તેના કારણે ફિલ્મ અટકી ગઈ હતી.…
કોવિડ પછી પહેલી વખત યૂએઈ-ગલ્ફ દેશોમાં ઇદ પર કોઈ બોલિવૂડ રિલીઝ નહીં ધુરંધર અને બોર્ડર ૨ પર પ્રતિબંધ, રાજાસાબના ધબડકા અને ટોક્સિક-જન નાયગન પાછી ઠેલાતાં ૧૫ મિલિયન ડોલરનું નુકસાન ઇદ દુનિયાભરમાં ખાસ કરીને યુનાઇટેડ આરબ અમીરાત અને ગલ્ફ પ્રદેશો માટે ખુબ જ મહત્વનો તહેવાર છે. આ તહેવાર સાથે મોટી ફિલ્મ રિલીઝ પણ જાેડાયેલી રહે છે, ખાસ કરીને બોલિવૂડ ફિલ્મો, જે આ વિસ્તારમાં સામાન્ય રીતે ખુબ સારું પ્રદર્શન કરે છે. પરંતુ છેલ્લા છ વર્ષમાં પહેલીવાર એવી સ્થિતિ ઉભી થઈ છે કે ઇદના તહેવાર પર આ દેશોમાં કોઈ હિન્દી ફિલ્મ રિલીઝ નહીં થાય. છેલ્લી વખત આવી સ્થિતિ ૨૦૨૦માં કોવિડ પેન્ડેમિક દરમિયાન જાેવા…
અક્ષયે ગોલમાલ ૫ માટે ૧૮ દિવસ ફાળવ્યાઅક્ષયની ‘ભાગમ ભાગ ૨’નું શૂટ ઓગસ્ટમાં, માર્ચના અંતથી ‘ગોલમાલ ૫’ શરૂ કરશે મહિનાની શરૂઆતમાં એવા અહેવાલો હતા કે, ભાગમ ભાગ ૨નું કામ હાલ માટે અટકાવવામાં આવ્યું છે. અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીનો સૌથી વ્યસ્ત એક્ટર છે. તે ફરી એકવાર વ્યસ્ત શીડ્યુલ સાથે નવા પ્રોજેક્ટ્સમાં જાેડાવા તૈયાર છે. અક્ષયે ડિરેક્ટરઅનીસ બઝમીની ફેમિલી કોમેડી ફિલ્મનો મોટો હિસ્સો શૂટ કર્યા પછી થોડો બ્રેક લીધો હતો. હવે તે નવા પ્રોજેક્ટ માટે તૈયાર છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અક્ષય કુમાર માર્ચના અંતથી ગોલમાલ ૫નું શૂટિંગ શરૂ કરવાનો છે. એક સુત્રે જણાવ્યા અનુસાર, “અક્ષયે આ ફિલ્મ માટે ૧૮ દિવસ ફાળવ્યા છે.…
લુઇસ ‘ઝોર્ર કા ધક્કા’ ગીત સાથે પરત ફરશે ગાયક-સંગીતકાર લેસ્લી લુઇસનું ૨૬ વર્ષ બાદ બોલિવૂડમાં કમબૅક ૧૯૯૦ના દાયકામાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન પોપનું તેમનું ફ્યુઝને ભારતમાં સ્વતંત્ર સંગીત જગતને નવી ઓળખ આપી હતી ૯૦ના દાયકાના ઇન્ડિ પોપ મ્યુઝિકના જાણીતા ગાયક-સંગીતકાર લેસ્લી લુઇસ ૨૬ વર્ષના બ્રેક બાદ હિન્દી સિનેમામાં પ્લેબેક સિંગર તરીકે કમબૅક કરવા જઈ રહ્યા છે, જેને તેમની લાંબી સંગીતયાત્રામાં એક મહત્વપૂર્ણ ક્ષણ તરીકે જાેવામાં આવે છે. ૧૯૯૦ના દાયકામાં ભારતમાં ઇન્ડી-પોપ ઝુંબેશને આકાર આપવા માટે જાણીતા લુઇસ હવે ‘ઝોર્ર કા ધક્કા’ ગીત સાથે પરત ફરી રહ્યા છે, જે બોલિવૂડ પ્લેબેક સિંગિંગમાં તેમની ફરી એન્ટ્રી છે.લુઇસે ગાયક હરિહરન સાથે બનાવેલી…
સોનાના વાયદામાં રૂ.1100 અને ચાંદીના વાયદામાં રૂ.6900નો ઘટાડોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.558નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.23948.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.146343.48 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11882.25 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 40200 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.170292.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.23948.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.146343.48 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 40200 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5877.12 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11882.25 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.163149ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.163149 અને નીચામાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



