- मुंबई में ‘विन्ध्य आइकॉनिक बिज़नेस अवॉर्ड–सीज़न 2’, अमीषा पटेल ने 27 हस्तियों को किया सम्मानित
- મક્કામાં પાકિસ્તાન-સાઉદી-તુર્કીનો સંરક્ષણ કરાર, એક પર હુમલો એટલે ત્રણેય પર હુમલો
- કરીના કપૂરની ભણસાલી સાથે પહેલી ફિલ્મની શક્યતા, ધનુષની આગામી ફિલ્મમાં લીડ રોલ માટે સંપર્ક
- અક્ષય કુમારે કરી ૧૮મી ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટની જાહેરાત, ૧૫ નવેમ્બરે અમદાવાદમાં યોજાશે
- ‘માલામાલ વીકલી 2’માં રવિના-પરિણીતિની એન્ટ્રી, પરેશ રાવલ પણ મહત્વની ભૂમિકામાં
- CJPના અભિજીત દીપકેની PM મોદીને અપીલ, ‘15 ઓગસ્ટનું ભાષણ Gen Z અને યુવાનોને સમર્પિત કરો’
- PM મોદી-સુખબીર બાદલ મુલાકાતથી પંજાબમાં ભાજપ-અકાલી દળ ગઠબંધનની અટકળો ફરી તેજ
- પ્રિયંકા ગાંધીનો સરકાર પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે’; ગૃહમંત્રી પાસે જવાબની માંગ
Author: garvigujrat
રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે : કેન્દ્રની જાહેરાત તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાની નજીકની સરકારી સસ્તા અનાજની દુકાનેથી જથ્થો મેળવી શકશે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે. આગામી એપ્રિલ મહિનામાં લાભાર્થીઓને એકસાથે ત્રણ મહિનાનું અનાજ વિતરણ કરવામાં આવશે. બીજી તરફ, સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે સરકારે દેશભરમાંથી લાખો નકલી રેશનકાર્ડ પણ રદ કર્યા છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે સત્તાવાર જાણકારી આપી છે. એપ્રિલ ૨૦૨૬ માં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ ત્રણેય મહિનાનું અનાજ એકસાથે આપવામાં આવશે. તમામ પાત્રતા ધરાવતા…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પશુપાલકોના હિતમાં રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીને એક મહત્વનો પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. પત્રમાં ભાર મૂકીને માંગ કરવામાં આવી છે કે દહેગામ તાલુકાના પશુપાલકોને અમદાવાદ દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડવાને બદલે તેમના પોતાના જિલ્લાના ગાંધીનગર દૂધ ઉત્પાદક સંઘ (મધુર ડેરી) સાથે જોડવામાં આવે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, દહેગામ તાલુકામાં અંદાજિત 15000 કરતાં વધારે પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને રોજનું 60000 લિટર કરતા વધુ દૂધનું ઉત્પાદન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. દહેગામ તાલુકો સરકારી ચોપડે ગાંધીનગરમાં સમાવિષ્ટ હોવા છતાં પણ દહેગામના પશુપાલકોને ફરજિયાતપણે અમદાવાદ દૂધ…
સોનાના વાયદામાં રૂ.1681 અને ચાંદીના વાયદામાં રૂ.2075નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.36 નરમ કોમોડિટી વાયદાઓમાં રૂ.41087.85 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.242031.61 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 30247.73 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36160 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.283119.67 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.41087.85 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.242031.61 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 36160 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3605.06 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 30247.73 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.148302ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.148457 અને…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દક્ષિણ ગુજરાતના માજી ધારાસભ્ય અને માજી સાંસદ અમરસિંહ ઝીણાભાઈ ચૌધરી રહે.શક્તિ નગર બોથેલ કોલોની ગણેશજીના મંદિર પાસે વ્યારા જિ. તાપી તેઓ માજી ધારાસભ્ય અને માજી સાંસદ છે. સરકાર ધ્વારા ધારાસભ્ય અને સાંસદો ને તેઓના નિર્વાહ માટે ધંધા રોજગાર કરી શકે તે માટે સરકારી જમીન આપવામાં આવતી. અમરસિંહ ઝીણાભાઈ ચૌધરીને પણ સરકાર ધ્વારા સુરતના પુણા કુંભારિયા રોડ ખાતે જગ્યા ફાળવવામાં આવેલી. આ સમયે સુરત શહેરને ગેસ પુરવઠો પૂરો પાડવા જણાવી ગેસ એજન્સી પણ શરૂ કરેલી. પરંતુ સુરત શહેરનો ઝડપી વિકાસ થતાં અને ટેક્ષટાઈલ ની માર્કેટોના બાંધકામ થતાં જમીનોના ભાવ ઊંચકાયેલા અને રોડ ટચ જમીન હોવાને કારણે જમીન…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. મુસ્લિમ બિરાદરો માટે રમઝાન માસનું ખૂબ મહત્વ છે.નાનાથી લઈને મોટા સૌ રમઝાન માસના આખા મહિનાના રોઝા રાખીને અલ્લાહની બંદગી કરે છે.સુરતના બડેખાચકલા ચાર રસ્તા પાસે રહેતા યાસ્મીન અને શોએબ મેમણ ની સાત વર્ષ અને ત્રણ માસની પુત્રી આયેશા પૂરા રમઝાન માસના રોઝા રાખીને અલ્લાહની બંદગી કરી છે.
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રમઝાન માસ રોઝાનો પવિત્ર મહિનો છે. આ તહેવાર એટલે કે ઇદના દિવસે, વિશ્વભરના મુસ્લિમો પ્રાર્થના કરવા ભોજન વહેંચવા અને આનંદ અને સદભાવના માટે ભેગા થાય છે. પરંતુ શું તમને ખબર છે કે ઈદ-ઉલ-ફિત્ર ને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે. ઈદ ઉજવણી અને એનું મહત્વ શું છે? “મીઠી ઈદ” કેમ કહેવામાં આવે છે? ઈદ-ઉલ- ફિત્ર ને ઘણીવાર “મિઠી ઈદ” કહેવામાં આવે છે. આ નામ એક મહિનાના રોઝાના સમાપનની ઉજવણી માટે મીઠી વાનગીઓ તૈયાર કરવાની અને તેનો આનંદ માણવાની પરંપરા પરથી આવ્યું છે. રમઝાન માસ દરમ્યાન સવારથી સૂર્યાસ્ત સુધી રોઝા રાખ્યા પછી પરિવારો સેવૈયા (સેવૈયા ખીર) ખીર,શીર…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. હાલમાં ચૈત્ર પવિત્ર માસમાં નવી ગાડીઓની કરાતી ખરીદી જેમાં મોટાભાગે ટુવ્હીલર જેવા વાહનોની મધ્યમ વર્ગ ધ્વારા ખરીદી કરાતી હોય છે. ત્યારે સુરત RTO ધ્વારા મલ્ટીપર્પઝ (દરેક કંપનીના ટુવ્હીલરો) વાહનોને શો રૂમોમાં નહીં રાખવા અંગેના દાદાગીરી અને મનમાનીવાળા નિર્ણયથી શહેર અને જિલ્લાના સબ ડીલરોમાં ફેલાયેલા આક્રોશ અને અસંતોષની લાગણી પરવર્તી રહી છે. કારણકે ચૈત્ર માસ જેવા પવિત્ર નવરાત્રીમાં જ્યારે ગ્રાહકોની ડિમાન્ડ નીકળી છે અને ફોર વ્હીલરો સાથે ટુ વ્હીલરોની પણ ખરીદી શરૂ થઈ છે ત્યારે RTO ના દાદાગીરી અને મનમાનીવાળા નિર્ણયના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણકે શો રૂમોમા રાખવામા આવતા વાહનો ખરેખર…
ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવા જ્યાંથી મળે ત્યાંથી ખરીદવાનો પ્રયાસ રશિયા સહિત દરેક વિકલ્પથી LPG મેળવવા ભારત તૈયાર: સરકાર ઇરાન સામે અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધને કારણે મધ્યપૂર્વમાં તંગદિલીમાં વધારો થયો છે ત્યારે ભારતે આ હિલચાલ કરી છે મધ્યપૂર્વમાં સંઘર્ષની વચ્ચે ભારત ઊર્જા પુરવઠા માટે વિકલ્પો વધારવા LPG જ્યાંથી મળે ત્યાંથી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે. જાે રશિયામાંથી ગેસ ઉપલબ્ધ બનશે તો ત્યાંથી પણ ખરીદી કરાશે, એમ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ રણધીર જયસ્વાલે ગુરુવારે જણાવ્યું હતું. તેમણે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર રશિયા પાસેથી LPG ખરીદવા પણ તૈયાર છે. અમે દરેક જગ્યાએથી, જ્યાં પણ ઉપલબ્ધ હોય…
ઇઝરાયેલમાં લાખો લોકો આશ્રયસ્થાનોમાં જવા મજબૂર અમેરિકાએ $ ૨૦૦ અબજની માગ કરતાં યુદ્ધ લાંબુ ખેંચાવાનાં એંધાણ ઈઝરાયેલ, કતાર, યુએઇ, કુવૈત અને અબુધાબી જેવા દેશોમાં ઓઈલ મથકો પર ઈરાનના હુમલાથી ભારે નુકસાન ઇરાને ઇઝરાયેલ અને અખાતની ફરતે આવેલી ઓઇલ અને કુદરતી ગેસ ફેસિલિટીઝ પર હુમલા વધુ આકરા બનાવ્યા છે. જેનાથી વૈશ્વિક અર્થતંત્રને વધુ આઘાતજનક આંચકા મળી રહ્યા છે. બીજી બાજુ ઇઝરાયેલના ઇરાનના સાઉથ પાર્સ સહિતના ઓઇલ ભંડાર પર હુમલા પછી ઇરાને વળતો હુમલો કર્યાે છે. તેણે કતાર સહિત અમેરિકા તરફી દેશોની ઓઇલ ફેસિલિટીઝને નિશાન બનાવતાં ક્રૂડના ભાવમાં ભડકો થયો છે. બીજી બાજુ, અમેરિકાએ ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ માટે ૨૦૦ અબજ…
૮ મેથી નવી પોલિસી લાગુ ઈન્સ્ટામાંથી એનક્રિપ્શન હટતાં ૩૦૦ કરોડ યુઝર્સની પ્રાઈવસી જાેખમમાં અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ મેસેજમાં જે વાતચીત થતી હતી એ મોકલનાર અને મેળવનાર બે જ યુઝર્સ વાંચી શકતા હતા. મેટા કંપનીએ ઈન્સ્ટાગ્રામના નવા અપડેટમાંથી એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન હટાવી દેવાની જાહેરાત કરી છે. તેના કારણે દુનિયાના કરોડો યુઝર્સ પર પ્રાઈવસનો ખતરો મંડરાયો છે. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ મેસેજમાં જે વાતચીત થતી હતી એ મોકલનાર અને મેળવનાર બે જ યુઝર્સ વાંચી શકતા હતા. હવે આ ચિત્ર સદંતર બદલાઈ જશે. યુઝર્સના ડેટા મેળવીને પોતાની એઆઈ ટેકનોલોજી વધારે બહેતર બનાવવા માટે પગલું ભરાયું હોવાની શક્યતા છે.એઆઈ સિસ્ટમનો મુખ્ય આધાર ડેટા છે. એઆઈ…




