- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
રાકા સ્વરૂપે અલ્લુ અર્જૂનની પહેલી ઝલક મળી, પુષ્પા પછી રાકાની ચર્ચા ‘રાકા’ : અલ્લુ અર્જુન અને દીપિકાની સાઇ ફાઇ ફિલ્મનું નામ આખરે જાહેર પોસ્ટરમાં અલ્લુ અર્જુન એક ભયંકર હાથ તેના અડધા ચહેરાને ઢાંકી રહ્યો છે અને મોટા નખ ધ્યાન ખેંચે છે દીપિકા પાદુકોણ અને અલ્લુ અર્જુનની અટલી સાથે આવનારી એક્શન ફિલ્મનું નામ આખરે જાહેર થઈ ગયું છે. ‘રાકા’ નામ સાથે નિર્માતાઓએ મુખ્ય પાત્ર અલ્લુ અર્જૂનનો પહેલો લૂક જાહેર કર્યાે છે.દીપિકા પાદુકોણ ‘જવાન’ના ડિરેક્ટર અટલી સાથે બીજી વાર કામ કરી રહી છે. આ ફિલ્મ પહેલાં ‘AA22xA6’ તરીકે ઓળખાતી હતી અને જેમાં અલ્લુ અર્જુન લીડ રોલમાં છે. ગયા વર્ષે નિર્માતાઓએ દીપિકા પાદૂકોણનું…
‘એનિમલ’ ફિલ્મની અભિનેત્રી સાથેનું પોતાનું પહેલું વર્કઆઉટ યાદ કર્યો ‘રશ્મિકા મંદાના જિમમાં રાક્ષસની જેવી ટ્રેનિંગ કરે છે’ : ક્રિતિ સેનન ક્રિતિ સેનને કિસ્સો ગાયક અને એક્ટ્રેસ સોફી ચૌધરીને ‘ફેમસલી ફિટ વિથ સોફી’ ટોક શોમાં જણાવ્યો હતો જ્યારે કૃતિ સેનને રશ્મિકા મંદાનાનાં સઘન વર્કઆઉટની ગતિ સાથે મેચ કરવાનો પ્રયાસ કર્યાે, ત્યારે તે તેના માટે ભારે પડી ગયું હતું, તાજેતરમાં ક્રિતિએ આ અંગેના પોતાના અનુભવો જણાવ્યા હતા.ક્રિતિએ તાજેતરમાં ખુલાસો કર્યાે કે તેને ખબર નહોતી કે રશ્મિકા મંદાના જિમમાં કેવી રીતે ટ્રેનિંગ કરે છે. ‘એનિમલ’ ફિલ્મની અભિનેત્રી સાથેનું પોતાનું પહેલું વર્કઆઉટ યાદ કરતાં, જેઓનો જિમ ટ્રેનર એક જ છે, ક્રિતિ સેનને જણાવ્યું કે…
અનન્યા નિક ઇન્ડિયા સાથે આ કેમ્પેઇનમાં જાેડાઈ છે અનન્યાની પરીક્ષાના તણાવ સામે જાગૃતિ ફેલાવવા ઝુંબેશ- ‘પ્રેશર કો બોલો બાય’ બાળકો અને તેમનાં પરિવારો માટે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવી વધુ સરળ અને સ્વાભાવિક બને : અનન્યા પરીક્ષાઓ ઘણી વખત પરિવારમાં તણાવનું વાતાવરણ ઊભું કરે છે. ઘણા ઘરોમાં એક્ઝામ સીઝન દરમિયાન અપેક્ષાઓ અને દબાણ વધે છે. આ વાતને ધ્યાનમાં રાખીને નિક ઈન્ડિયા અને અનન્યા પાંડેની પહેલ ‘સો પોઝિટિવ’ સાથે મળીને એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે, જે બાળકો અને પરિવારને સરળ અને રમૂજી રીતોમાં પરીક્ષાના તણાવને સમજવા અને ઘટાડવામાં મદદ કરે છે.નિક ઈન્ડિયાનાં ‘પ્રેશર કો બોલો બાય’ અભિયાન પર આધારિત…
કાર્તિક આર્યને બોમ્બે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી કાર્તિક આર્યને પોતાની ઓળખ સુરક્ષિત રાખવા કાયદેસર પગલાં લીધાં આ કેસ ટૂંક સમયમાં સુનાવણી માટે આવવાનો છે, જેમાં કાર્તિકે તાત્કાલિક રાહતની માંગ કરી છે જેથી તેની ઓળખનો વધુ દુરુપયોગ અટકાવી શકાય અભિનેતા કાર્તિક આર્યને બોમ્બે હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે અનેક ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર તેની ઓળખનો તેની અનુમતિ વિના વ્યાપારી હેતુથી ઉપયોગ થઈ રહ્યો છે. આ પગલું ડિજિટલ યુગમાં સેલિબ્રિટીની ઓળખનાં વધતા દુરુપયોગ અંગે ચિંતાઓને દર્શાવે છે.આ અંગેના અહેવાલો મુજબ, કાર્તિકે ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી અંતર્ગત કેસ દાખલ કરીને તેનાં નામ, છબી, દેખાવ અને અન્ય ઓળખપાત્ર લક્ષણોના…
સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.712 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.1435 ઘટ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.339નો ઉછાળોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.21286.64 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.111995.43 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14087.81 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36166 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.133282.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21286.64 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.111995.43 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36166 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2975.97 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14087.81 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.150647ના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશની સર્વોચ્ચ અદાલત એવી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર ને પૂછ્યું છે કે શું સેનામાં પસંદગી પામ્યા બાદ તાલીમ દરમ્યાન ઘાયલ અથવા દિવ્યાંગ બનેલા લશ્કરી કેડેટસને ભૂતપૂર્વ સૈનિકનો દરજ્જો આપી શકાય અને સરકારી નોકરીઓમાં તેને અનામતનો લાભ આપી શકાય? સુપ્રીમ કોર્ટે આ યુવા કેડેટસ સામે ઊભી થતી રોજગારીની જરૂરિયાતો અને પડકારો પર ચિંતા વ્યકત કરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને આ મુદ્દાઓ પર વિગતવાર જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તાલીમ દરમ્યાન ઇજાઓ અથવા દિવ્યાંગતાને કારણે કેડેટસને આવતી મુશ્કેલીઓ સાથે સંબંધિત આ મામલાની સુઓ મોટો સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમ્યાન જસ્ટિસ બી.વી.નાગરત્ના અને ઉજ્જલ ભૂયાનની બેન્ચે…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અશોક ખરાત કેસમાં રચવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના વડા તેજસ્વી સાતપુતે એ આ કેસ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે “પીડિતાઓ અને તેમના કુટુંબીજનોના ઇન્ટરવ્યુ લેવા પર બંધી છે. આ કેસમાં મીડિયા ટ્રાયલ ન થવી જોઈએ. પીડિતાઓની ઓળખ થાય એવા વિડીયો વાઇરલ કરનારાઓ પર કડક કાર્યવાહી થઈ શકે છે. આ કેસ સંદર્ભે ૪૬૫૦ વિડીયો લિન્કસ વાઇરલ થઈ હતી. જે સાયબર ટીમે ડિલીટ કરી છે. વળી સોશિયલ મીડિયા પર પણ વાંધાજનક પોસ્ટ ફોરવર્ડ કરાતી હતી એવા ૪૫૧ અકાઉન્ટ પણ કાયમ માટે ડિલીટ કરવામાં આવ્યા છે. આ પ્રકરણ બહુ જ સેન્સિટિવ છે. એથી ચાર્જશીટ દાખલ ન…
દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનો થશે અહેસાસ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો વધશે આગામી ૧૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે રાજ્યમાં ભરે ઉનાળે કમોસમી વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધશે, તેવી આગાહી કરી છે. જેમાં આગામી ૧૧ એપ્રિલથી ૧૪ એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે નવી આગાહી કરવામાં આવી છે, જેમાં ગરમીનો પારો ૨થી ૩ ડિગ્રી જેટલો વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. IMD અનુસાર, આગામી તારીખ ૧૧થી ૧૪ સુધી સમગ્ર…
૨૨ છોડ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત ઈસરોડીયા ગામના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયંુ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો નશીલો પદાર્થ કબજે કર્યો છે પંચમહાલ જિલ્લામાં નશાબંધી અભિયાન હેઠળ પોલીસે મોટી સફળતા મેળવી છે. ગોધરા તાલુકાના ઈસરોડીયા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગાંજાનું વાવેતર પોલીસે ઝડપી લીધું છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો નશીલો પદાર્થ કબજે કર્યો છે. પંચમહાલ એસપી હરેશ દુધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઈસરોડીયા ગામમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગામના ખેડૂત દેવેન્દ્રસિંહ રાઉલજીના ખેતરમાંથી શંકાસ્પદ વાવેતર મળી આવ્યું હતું. નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે,…
એક ડઝનથી વધુ કેસ કરાયા જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ડાર્ક ફિલ્મ સંબંધમાં કડક કાર્યવાહી બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ અને વાહનના કાગળોની ચેકીંગ હાથ ધરી હતી જામનગર શહેરમાં ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, દરમિયાન કેટલાક કારચાલકો કે જેઓએ પોતાના વાહનમાં ડાર્ક ફિલ્મ લગાડેલી છે, તે સામે ગઈકાલે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, અને આશરે એક ડઝનથી વધુ કારમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવી હતી. જામનગર-ખંભાળિયા બાયપાસ નજીક ટ્રાફિક શાખાના પીઆઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સહિત સ્ટાફ દ્વારા બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ અને વાહનના કાગળોની ચેકીંગ હાથ ધરી હતી. આ ચેકીંગની કાર્યવાહી દરમ્યાન સંખ્યા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


