- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
‘લેબેનોનમાં કોઈ સીઝફાયર નહીં’ નેતન્યાહૂની જાહેરાતથી અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ ઉપર સંકટ ઈરાન સાથે સીધી અથડામણ ભલે ટળી હોય, પરંતુ લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઈઝરાયેલના હુમલા ચાલુ રહેશે અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સંઘર્ષ વિરામ ની જાહેરાતથી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ આશા પર પાણી ફેરવી દીધું છે. નેતન્યાહૂના કાર્યાલયે બુધવારે સવારે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલું સમજૂતી લેબેનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી ઈઝરાયલની સૈન્ય કાર્યવાહી પર લાગુ થશે નહીં.ઈઝરાયલના પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ઈઝરાયલ ડોનાલ્ડ ટ્રમ્પના બે અઠવાડિયા સુધી હુમલા સ્થગિત કરવાના ર્નિણયનું સમર્થન…
ક્રૂડ તેલના વાયદામાં રૂ.1920નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.3011 અને ચાંદીના વાયદામાં રૂ.14323નો તીવ્ર ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.35009.3 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.193641.19 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23293.33 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36813 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.228650.6 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.35009.3 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.193641.19 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36813 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.5382.12 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 23293.33 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.153550ના ભાવે ખૂલી, ઉપરમાં…
યુદ્ધમાં સીઝફાયર છતાં સાઉદી-કતાર અને કુવૈતથી લઈને UAE કેમ ટેન્શનમાં સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સહિતના પૂર્વી વિસ્તારોમાં ચેતવણી જાહેર કરાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે મધ્ય પૂર્વમાં યુદ્ધ વિરામની જાહેરાત માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જમીની સ્તરે સ્થિતિ હજુ પણ અત્યંત તણાવપૂર્ણ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયરની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ આખા ખાડી વિસ્તારમાં ખતરાની સાયરન ગુંજવા લાગી હતી. સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, કુવૈત અને કતાર જેવા દેશોમાં સુરક્ષા એજન્સીઓ અચાનક એક્શનમાં આવી ગઈ છે. ઈઝરાયલી સેનાએ દાવો કર્યાે છે કે ઈરાન તરફથી મિસાઈલો છોડવામાં આવી છે, જેને રોકવા માટે ડિફેન્સ…
(છગનલાલા મેવાડા ધ્વારા) સુરત. તાપી જિલ્લાના સામાજિક આગેવાન અને નવી સિવિલ હોસ્પિટલના નિવૃત્ત એકાઉન્ટ ઓફિસર જ્યોતિષ એમ. ચૌધરીએ આદિવાસીઓની દિવસે-દિવસે કથળતી જતી આર્થિક સ્થિતિને લઈ ભારે વેદના વ્યક્ત કરેલ છે. તેઓએ આ અંગે અનુસૂચિત જનજાતિ નો લાભ લઇ ચૂંટાતા ધારાસભ્યો પ્રત્યે ભારે રોષ વ્યક્ત કરેલો છે. ગુજરાતમાં સમાજના નામે ચુંટાતા ધારાસભ્યો સમાજને ભૂલી જાય છે. તેઓમાં સમાજ પ્રત્યે સમર્પણ ની ભાવના નો અભાવ જોવા મળે છે. સરકારનું અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેના કરોડો રૂપિયા ક્યાં પગ કરી જાય છે તે સમજી શકાતું નથી. વર્ષો પહેલા અનુસૂચિત જનજાતિની જે સ્થિતિ છે તેમાં ખાસ કોઈ ફેર પડેલ નથી. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ મહેનત કરી…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાતના ડેપ્યુટી સી.એમ હર્ષ સંઘવી એક બાજુ વ્યાજ ખોરોની ખો ભૂલાવી વ્યાજે નાણાં લેનાર જરૂરિયાત મંદોને મદદરૂપ બની રહ્યા છે. ત્યારે દિવા નીચે અંધારું એમ એમની જ એટલેકે હર્ષ સંઘવીની BJP પાર્ટીના વોર્ડ નં.૧૯ ડુંભાલ-આંજણા ના સીટિંગ કોર્પોરેટર વિજય ચૌમાલ અને એના ભાગીદાર હરીશ ક્રષ્નાજી ચૌધરી વિરુધ્ધ ફરિયાદી રણછોડભાઈ દેવાસી એ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં તા.૨૪/૦૧/૨૦૨૬ ના રોજ આપેલ ફરિયાદ માં જણાવ્યા મુજબ ફરિયાદી ને ધંધામાં ૧૫ લાખ રૂપિયાની જરૂર હોવાથી કોર્પોરેટર વિજય ચૌમાલ ને એ અંગે વાત કરતાં કોર્પોરેટર વિજય ચૌમાલ અને એના ભાગીદાર હરીશ ક્રષ્નાજી ચૌધરી એ મળીને ફરિયાદી રણછોડભાઈ દેવાસી ને ૭% ( સાત…
सुप्रसिद्ध समाजसेवी, साहित्यकार और लोढ़ा फाउंडेशन की अध्यक्षा श्रीमती मंजू लोढ़ा ने कहा है कि कला, संस्कृति और साहित्य हमारे समाज को ऐसे संस्कारों की समृद्धि देते हैं, जो नयी पीढ़ी के नैतिक स्तर को उन्नत करने तथा समाज के भविष्य को उज्ज्वल बनाने में अहम भूमिका निभाते हैं। श्रीमती लोढ़ा मंगलवार, 7 अप्रैल, 2026 की शाम देश की प्रमुख सांस्कृतिक, सामाजिक और कलात्मक संस्था “आकृति आर्ट फाउंडेशन” द्वारा आयोजित 24वीं अंतर्राष्ट्रीय समूह कला प्रदर्शनी के उद्घाटन समारोह में मुख्य अतिथि के रूप में अपने विचार व्यक्त कर रही थीं। उन्होंने इस प्रदर्शनी के आयोजन के लिए आकृति आर्ट…
પૈસા આપવાના જ છે તો મગજમાં રાખો ડોલરવાળા નિવેદન પર અભિનેતા રાજપાલને સલમાન ખાનની સલાહ રાજપાલ યાદવે ૨૦૧૦માં ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે એક બિઝનેસમેન પાસેથી ૫ કરોડ રૂપિયાની લોન લીધી હતી છેલ્લા દિવસોમાં એક્ટર રાજપાલ યાદવ ચેક બાઉન્સ અને લોન મામલે ખૂબ ચર્ચામાં રહ્યો. તેને જેલમાં પણ જવું પડ્યું હતું. હવે તાજેતરમાં જ એક એવોર્ડ શોમાં તેમના લોન ચૂકવણીના મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાજપાલની ક્લિપ ખૂબ વાઈરલ થઈ છે. હવે તેના પર સલમાન ખાને ટ્વિટ કર્યું છે. સલમાને રાજપાલની પ્રશંસા કરી અને લખ્યું કે તમને ખૂબ કામ મળશે. સલમાને તેને સલાહ પણ આપી કે, ‘પૈસા આપવાના જ છે…
ફિલ્મ ૨૨ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે અનન્યા પાંડે અને લક્ષ્યની ‘ચાંદ મેરા દિલ’ ફર્સ્ટ લૂક લોંચ ચાંદ મેરા દિલ લક્ષ્યની ૨૦૨૩ની એક્શન ફિલ્મ કિલ પછી મોટા પડદા પર વાપસી દર્શાવે છે ચાંદ મેરા દિલએક મ્યુઝિકલ લવ સ્ટોરી હોવાનું કહેવાય છે, જેમાં કેટલીક ચાર્ટબસ્ટર ગીતો હશે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને લક્ષ્ય લીડ રોલમાં છે. વિવેક સોની દ્વારા ર્નિદેશિત આ રોમેન્ટિક ડ્રામા કરણ જાેહરનાં ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.અનન્યા પાંડે અને લક્ષ્ય એક આધુનિક પ્રેમકથા રજૂ કરતી આ રોમેન્ટિક ડ્રામામાં પહેલી વખત સાથે જાેવા મળશે.ચાંદ મેરા દિલનામની આ ફિલ્મ ૨૨ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.…
ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ થવાની શક્યતા અલ્લુ, અટલી અને દીપિકાની ફિલ્મનાં નામ અંગે ફૅન્સમાં ભારે ઉત્સુકતા છવાઈ ફિલ્મનું પોસ્ટર લોંચ થતાં ફૅન્સ પ્રાણીઓથી લઈને એલિયન્સ સુધી ફિલ્મનાં નામનો અંદાજ લગાવી રહ્યા છે અટલી દ્વારા દિગ્દર્શિત અને અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ જેમાં લીડ રોલમાં છે એવી ફિલ્મનું નામ ટૂંક સમયમાં જાહેર થવાનું છે. મંગળવારે પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું અને નામ જાહેર કરવાની તારીખની જાહેરાત કરી હતી. પરંતુ ફૅન્સ તો ખાસ કરીને ફિલ્મ કયા જાેનર હેઠળ આવશે તે અંગે વિચારવામાં ચર્ચાએ ચડી ગયાં છે.સન પિક્ચર્સે જાહેરાત કરી કે હાલમાં ‘AA 22 x A 6’ નામથી ઓળખાતી…
કૃતિકા કામરાનો નવો લૂક વાઈરલ વિજય વર્માની નવી સીરિઝ ‘મટકા કિંગ’નું ટ્રેલર આઉટ સીરિઝનું ર્નિદેશન નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર નાગરાજ મંજુલે દ્વારા કરવામાં આવ્યું છે પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતા વિજય વર્માની નવી વેબ સીરિઝ ‘મટકા કિંગ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જુગારના આ દેશી માધ્યમની વાર્તા પડદા પર ભાગ્યે જ જાેવા મળી છે. હવે એમેઝોન પ્રાઇમ વિડિયોની આ સીરિઝમાં વિજય આ વાર્તા સાથે દમદાર અંદાજમાં જાેવા મળી રહ્યો છે. ‘મટકા કિંગ’માં વિજયની સાથે કૃતિકા કામરા, ગિરીશ કુલકર્ણી, ગુલશન ગ્રોવર અને સિદ્ધાર્થ જાધવ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ૧૭ એપ્રિલના રોજ રિલીઝ થતાં પહેલા આજે તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


