- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
વ્યક્તિ દિવસમાં ૧૨ કલાક કામ કરે છે તેને તમારા કરતા વધુ પગાર મળે.હું કામ ઓછું કરીશ, મને વધુ પૈસા જાેઈએ છે: કુણાલ ખેમુ.કુણાલ , સૈફ અને સોહાએ કાર્ય-જીવન સંતુલન અને ફિલ્મ ઉદ્યોગમાં નવી પેઢીની બદલાતી અપેક્ષાઓ પર ચર્ચા કરી.કુણાલ ખેમુએ દીપિકા પાદુકોણની ૮ કલાકના કાર્યદિવસની માંગ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોઈ પણ ઓછું કામ કરી શકે નહીં અને ફરિયાદ કરી શકે નહીં કે બીજાઓને વધુ પગાર મળી રહ્યો છે. જ્યારે તેમની પત્ની, સોહા અલી ખાને, દીપિકાનું નામ લીધું અને ૮ કલાકની શિફ્ટ વિશે પૂછ્યું, ત્યારે કુણાલે તીક્ષ્ણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે જાે કોઈ ૧૨ કલાક કામ…
વિવેક સાથેના બીજા લગ્ન પછી તે ખુશ જીવન જીવી રહી છ.૬૬ વર્ષે મારી ગર્ભાવસ્થા…બસ.. મને આ જ જાેઈએ છે: નીના ગુપ્તા.નીના ગુપ્તાએ “બદલા” અને “પંચાયત” જેવી ફિલ્મોથી વાપસી કરી અને રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો.બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા તાજેતરમાં વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાન્નાના લગ્ન રિસેપ્શનમાં જાેવા મળી હતી. અભિનેત્રીએ આ ફંક્શન માટે સફેદ સાડી પહેરી હતી, જેના કારણે તેણીની ગર્ભાવસ્થા વિશે અટકળો શરૂ થઈ હતી.સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે ૬૬ વર્ષીય અભિનેત્રી ગર્ભવતી છે. હવે, અભિનેત્રીએ આ બાબતમાં સ્પષ્ટતા કરી છે. આ અફવાઓ પર પ્રતિક્રિયા આપતા, નીના ગુપ્તાએ કહ્યું, “હું એ જ ઇચ્છું છું, એક વાસ્તવિક બધાઈ હો.અભિનેત્રીએ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીને માથે સમગ્ર ગુજરાત રાજયની જવાબદારી હોવા છતાં એમને હરિયાણાની રાજય સભાની ચૂંટણીના ઉમેદવારો માટેની રાષ્ટ્રીય કક્ષાના પ્રભારી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે એ બદલ ગુજરાતીઓ અને સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે. અને આજ રીતે તેઓ જીવનમાં આગળ વધી દેશની સેવા કરતાં રહે એવી શુભેચ્છા સાથે એમને વિકાસ ગ્રાહક સુરક્ષા સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાત ના પ્રમુખ છગનલાલ મેવાડાએ ગુજરાતની ૬ કરોડની જનતા વતી અભિનંદન પાઠવતા ગર્વની લાગણી વ્યકત કરે છે. આમ જોવા જઈએ તો નાયબ મુખ્યમંત્રીની સાથે બે ટર્મથી ગૃહમંત્રીની જવાબદારી બહુ મોટી…
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સમગ્ર ભારતમાં એલપીજી ગેસનું સંકટ ગંભીર બનતું જઈ રહ્યું છે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર સહિત દેશના અનેક શહેરોમાં ઔદ્યોગિક એકમો પર પણ તેની અસર જોવા મળી રહી છે. તેના કારણે કરોડો લોકોના જીવન પર ખરાબ અસર પડી રહી છે અને રોજગાર પર પણ અસર જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે સરકાર આગોતરા આયોજન કરવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે આજે દેશના અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી વધી રહી છે. આ સમગ્ર મુદ્દાને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારે ખુશી સાથે જણાવવું છે કે વિધાનસભાના ગૃહમાં સમાજના એવા વર્ગ માટે અવાજ આવ્યો જેમનો અવાજ આજ સુધી વિધાનસભા પહોંચ્યો નથી. ભારત દેશ અને ગુજરાતમાં જ્યાં જેઓ એક ફુટ જમીનના પણ માલિક નથી, એવા વિચરતી અને વિમુક્ત જાતિના લોકો એટલે કે દેવીપુજક સમાજ, વણઝારા સમાજ, મદારી, રાવળ વગેરે સમાજના લોકો. સરકાર પોતે માને છે કે આ વિચારતી અને વિમુક્ત જાતિ છે, જેઓ ભટકતું જીવન જીવે છે. જે લોકો પાસે પોતાની જમીન નથી હોતી તે ગામના છેવાડે સરકારી જમીન પર…
આજે શનિવાર એટલે કથાનો ક્રમ, પણ ચૈત્રીનાં પડઘમ વાગી રહ્યા છે. એટલે પહેલાં શક્તિ ઉપાસનાનાં દિવસો, પછી રામ નવમી, મહાવીર જયંતિ, હાટકેશ્વર જયંતિ, અને હનુમાન જયંતિ એટલે કથાનો ક્રમ જળવાઈ રહે નહીં. ચૈત્રીમાં વસંતનાં ચંચળ યૌવનનું હવે એક ગંભીરતા તરફ પ્રયાણ થઈ રહ્યું છે! એમ કહી શકાય. યુવાનીનાં ઉન્માદને જો યોગ્ય દિશા મળે, તો એ પરિણામદાઈ કાર્ય કરે, જે સર્વ જન હિતાય હોય, અને જો યોગ્ય દિશામાં તેનું પદાર્પણ થાય નહીં તો એ પતનનાં માર્ગે જાય, અને આગળ જતાં પોતાનું તથા અન્યનું પણ પતન કરી શકે, અને અન્યનાં અહિત કે પતનનું વિચારવું એ જ પાપ છે. આવતીકાલે ફાગણ વદ અગિયારસ…
પરીક્ષા આપવાથી બચવા વિદ્યાર્થીએ મેસેજ મોકલ્યો વિદ્યાર્થીએ જ મજાકમાં સ્કૂલને મોકલ્યો ધમકીભર્યો મેસેજ વડોદરાની કેન્દ્રીય વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાના કેસમાં હાલ ચોંકાવનારો ખુલાસો થયો તાજેતરમાં ગુજરાતમાં બોમ્બથી સ્કૂલ, કોર્ટ અને પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીનો સિલસિયો યથાવત જાેવા મળી રહ્યો છે. ત્યારે આની વચ્ચે અઠવાડિયા અગાઉ વડોદરમાં એક સ્કૂલને મળેલી બોમ્બની ધમકીના મામલાની તપાસમાં હાલ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં ખુલ્યું છે કે, એકાદ સપ્તાહ વડોદરાની કેન્દ્રીય વિદ્યાલયને મળેલી બોમ્બની ધમકી સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપી હતી, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરીક્ષા ન આપવી પડે તે માટે આ વિદ્યાર્થીએ મજાકમાં આ મેસેજ કર્યો હોવાનું પ્રાથમિક…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલ શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. માં મંડળીએ પીપલ્સ કો.ઓ બેન્કના મેનેજર જતિન નાયક ના રૂપિયા ૧૫ કરોડના ફ્રોડ કર્યાની ફરિયાદ ઓલપાડ પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ મંડળીમા ખાંડ સ્ટોક ૪ હજાર ૨૨ કવીન્ટલ હોય તેમ છતાં પીપલ્સ કો.ઓ બેન્કના મેનેજર ખોટી રીતે ફિઝિકલ વેરિફિકેશન, ખાંડનો જથ્થો ૫૯૪૦૨ કવીન્ટલ નો સ્ટોક બતાવી નેશનલ કો. ઓ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન (NCDC) માંથી તા.૨૨/૧૧/૨૦૨૩ ના રોજ ૯,૩૫,૯૫૦૦૦/- પુરા ની લોન મંડળીના ખાતામા મેળવી હતી. તેમજ તા.૧૯/૦૬/૨૦૨૩ ના રોજ ૨૩૮૦૦ કવીન્ટલ ખાંડના સ્ટોક ઉપર રૂપિયા ૬,૨૯,૨૯,૦૦૦/-…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત હવે ભૌગોલિક દ્રષ્ટિએ વિશાળ થઈ રહ્યું છે. સુરતની ભૂગોળ હવે બદલાઈ રહી છે. એનું કારણ વિકસતા સુરતમાં સમાવિષ્ટ થયેલા અને થતાં રહેતા ગામડાઓ એને કારણે સુરતની કાયાપલટ થઈ રહી છે એમ કહેવું ખોટું નથી. પરંતુ શરમની વાત એ છે કે સમાવિષ્ટ થતાં ગામડાઓ અને એમાં આવેલી ગૌચરની જમીનો ગામના જ વહીવટદારો ધ્વારા મોટા માથાઓને કે રાજકીય ઓથ ધરાવતા ખંધા બિલ્ડરોને જ્યારે વેચી મારવામાં આવે છે. ત્યારે હિન્દુ રાષ્ટ્રના ગાણા ગાતા કહેવાતા આ હિન્દુત્વના ઠેકેદારો અને એમને પીઠબળ પૂરું પાડતા ભ્રષ્ટ શાસકો માટે શરમ જનક બાબતથી વધુ શું હોઈ શકે? જ્યાં ગૌચરની જમીન વેચવી અને ગૌચરની…
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા. અહીં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલીસ બે પ્રકારથી કામ કરે છે. પોલીસ બંધારણ પ્રમાણે કામ નથી કરતી. ભાજપના દલાલ બનીને કામ કરી રહી છે. પોલીસમાં કેટલાક લોકો ભાજપના દલાલ બની ગયા છે અને અધિકારીઓ માટે માત્ર ભાજપનો ખેસ પહેરવાનો બાકી રહ્યો છે,એવું લાગે છે. તમે જુઓ તો દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. ભાજપના નેતાઓ, પોલીસ અધિકારીઓ અને પોલીસ મલાઇ ખાઇ રહ્યા છે. જનતા પીસાઈ રહી છે, નવયુવાનો નશામાં બરબાદ થઈ રહ્યા છે. કચ્છમાં ડ્રગ્સ બેફામ વેચાઇ રહ્યું છે. દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને એમાં…




