- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
ચીનને અબજાે ડોલરનું નુકસાન યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ મોટો લાભ થયો રશિયાને! રશિયા યુદ્ધનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે : રશિયાએ પોતાના તેલ પરનું ડિસ્કાઉન્ટ ઘટાડી દીધું છે. વિશ્વમાં એકતરફ છેલ્લા ચાર વર્ષથી રશિયા-યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજીતરફ અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ભાયનક હુમલા કરી રહ્યું છે. હુમલામાં સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈનું મોત થયા બાદ ઈરાન વધુ અક્રમક બની ગયું છે અને તે અમેરિકા-ઈઝરાયલ સાથે લડવાની સાથે પડોશી દેશો કુવૈત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન સહિતના દેશો પર મિસાઈલો ઝિંકી રહ્યું છે. મધ્ય-પૂર્વમાં આ ભયાનક પરિસ્થિતિની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઈરાને વેપાર માટેનો સૌથી વ્યસ્ત જળમાર્ગ હોર્મુઝ…
પાકિસ્તાની ખેલાડીઓને ભારતની જીત પચી નહીં ભારતે ક્રિકેટ બરબાદ કરી નાંખ્યું છે : શોએબ અખ્તર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે કહ્યું હતું કે, ભારતની વધતી જતી તાકાતે ક્રિકેટને નુકસાન પહોંચાડ્યું છે T20 વર્લ્ડ કપમાં ભારતના વિજય બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આકરા પ્રહારો કર્યા છે. તેણે દાવો કર્યો કે ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે. અખ્તરે ટીમ ઈન્ડિયાની તુલના ગલી ક્રિકેટમાં દાદાગીરી કરતા કોઈ અમીર બાપના નબીરા સાથે કરી હતી. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઈનલમાં ભારતના શાનદાર પ્રદર્શને વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૯૬ રને હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે…
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ પર ટ્રમ્પનું નિવેદન જંગ ખતમ કરવાનો ર્નિણય નેતન્યાહુ સાથે ચર્ચા-વિચારણા કરી લેવાશે ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યુ કે જાે તે અને નેતન્યાહુ દખલ ન આપી હોત તો ઈરાને ઇઝરાયલને ખતમ કરી દીધું હોત. ઈરાનની સાથે જંગ ક્યારે ખતમ થશે? છેલ્લા ૧૦ દિવસથી મિડલ ઈસ્ટમાં વિધ્વંસ જાેવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં સંકટ ત્યારે શરૂ થયું જ્યારે અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો, જેમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત થઈ ગયું હતું. રવિવારે ધ ટાઈમ્સ ઓફ ઇઝરાયલ સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે તેહરાનની સાથે જંગ ખતમ કરવાનો ર્નિણય નેતન્યાહુ સાથે ચર્ચા-વિચારણા…
ઇશાન કિશને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી બે દિવસ પહેલા બહેનનું નિધન, શોકમાં હતો પરિવાર, દીકરાએ જીતાડ્યો દેશને વર્લ્ડ કપ ૫૪ રનની ધમાકેદાર ઇનિંગ રમનાર ઇશાન કિશનના સ્મિતની પાછળ એક ઊંડી પીડા છુપાયેલી હતી. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ૫૪ રનની ધમાકેદાર ઇનિંગ રમનાર ઇશાન કિશનના સ્મિતની પાછળ એક ઊંડી પીડા છુપાયેલી હતી. અહેવાલ મુજબ ઇશાનની પિતરાઇ બહેનનું ફાઇનલના બે દિવસ પહેલા શુક્રવારે એક ભયાનક કાર અકસ્માતમાં નિધન થયું હતું. પરિવારમાં દુ:ખદ ઘટના છતાં ઇશાને પોતાના દેશ પ્રત્યેની પોતાની ફરજને પ્રથમ રાખી અને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. ઇશાને કહ્યું કે તે તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય…
મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ છીએ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર વિદેશ મંત્રી જયશંકરે આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે, અમે ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ બજેટ સત્રનો બીજાે તબક્કો આજથી શરૂ થયો હતો. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકર બંને ગૃહોમાં નિવેદન આપ્યું હતું. પ્રથમ દિવસની કાર્યવાહી માટે સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ની આગેવાની કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી ઇન્ડિયા બ્લોકની નેતા કોંગ્રેસ, બંને પક્ષોએ પોતાના સાંસદોને થ્રી-લાઇન વ્હિપ જાહેર કરી લોકસભામાં હાજર રહેવા જણાવ્યું છે. વિદેશ મંત્રી એસ.…
ઈન્સ્ટા પોસ્ટમાં કર્યા ગંભીર-બુમરાહના ભરપેટ વખાણ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર મહેન્દ્ર ધોની ફીદા થયો ભારત તરફથી જસપ્રીત બુમરાહે માત્ર ૧૫ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી અને ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી નાખી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ICC મેન્સ T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઈનલમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત સાથે જ ભારતે પોતાનો ત્રીજાે T20 વિશ્વ કપ ખિતાબ જીત્યો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૫૫ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં કીવી ટીમ માત્ર ૧૫૯ રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે માત્ર…
૨ કરોડથી વધુના બિલના ચૂકવણી અટકી ગઇ સુરેન્દ્રનગરમાં આરોગ્ય વિભાગના ૧૨૦૦ કર્મચારીઓ ૨ મહિનાથી પગારથી વંચિત ગ્રાન્ટના અભાવે નેશનલ હેલ્થ મિશનના ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરો સહિતના પગાર નહીં થતાં હાલત કફોડી સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કર્મચારીઓ છેલ્લા બે મહિનાના પગારથી વંચિત છે. નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરોને પગારની ચૂકવણી કરવામાં આવી હતી. ૨ કરોડથી વધુના બિલની રકમની ચૂકવણી અટકી ગઇ છે. ગ્રાન્ટના અભાવે પગાર ન થયાનું જાણવા મળ્યું છે. જિલ્લામાં આવેલા પીએચસી, આરબીએસકે વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરો, સીએચઓ, નર્સિગ સ્ટાફ, હેર્લ્થ વકર, ટેકનિકલ સ્ટાફ સહિતના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા…
મહિલાઓ સંચાલિત કેમ્પ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયો મહેસાણામાં ૪૧૧ બોટલ રક્તદાન કરીને મહિલાઓએ ઇતિહાસ રચ્યો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સ્વયંપ્રેરિત થઈ રક્તદાન કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું મહેસાણા શહેરમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઇનરવ્હીલ કલબ ઓફ મહેસાણા અને રોટરી કલબ ઓફ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે ફક્ત મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા સંચાલિત રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ અનોખા કેમ્પમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ ૪૧૧ બોટલ રક્તદાન કર્યું હતું. આ અભૂતપૂર્વ આયોજનને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ પ્રકારનું આયોજન આખા ભારત તેમજ એશિયા સ્તરે પ્રથમવાર નોંધાયું છે. આ કાર્યક્રમમાં મોટી…
૨૦૨૫માં નોન- હોર્મુઝ સ્ટ્રેટ સ્ત્રોતોનો હિસ્સો ૬૦ ટકા હતો ક્રૂડનો પૂરવઠો જાળવવા ભારતે વૈકલ્પિક માર્ગાે શોધવા શરૂ કર્યા યુએસ, રશિયા, પશ્ચિમ આફ્રિકાથી વધુ આયાત માટે વાટાઘાટો રિફાઇનરીઓએ તેમના નિર્ધારિત મેન્ટેનન્સ શટડાઉન મોકૂફ રાખ્યા મધ્ય પૂર્વ સંઘર્ષ લંબાય તો પણ પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો સપ્લાય મળતો રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતની રિફાઇનિંગ કંપનીઓએ અમેરિકા, રશિયા અને પશ્ચિમ આળિકાથી વધારાના ક્રૂડ કાર્ગાેની આયાત માટે વાટાઘાટો શરૂ કરી દીધી છે. આ ઉપરાંત એમ ઉદ્યોગના અધિકારીઓ અને વિશ્લેષકોએ જણાવ્યું હતું.દેશની રિફાઇનરીઓએ નજીકના ગાળામાં દેશોની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો બફર સ્ટોક ઊભો કરવા માટે તેમના નિર્ધારિત મેન્ટેનન્સ શટડાઉને પણ મોકૂફ રાખ્યા છે અને…
વતન પાછા ફરે તેવી ભીતિ યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ ગુજરાતમાં કુલ ૪૯ પોર્ટસ છે તે પૈકીના કંડલા, મુન્દ્રા ઉપરાંત પિપાવાવ, દહેજ અને હજીરા બંદરો ઉપરથી આયાત, નિકાસ થાય છે તેને અસર પહોંચી છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસર ગુજરાતના બંદરો ઉપર દેખાવા લાગી છે. ગુજરાતના બે મહાબંદર કંડલા અને મુન્દ્રમાં બે હજારથી વધુ કન્ટેનરો અટવાયેલાં પડ્યાં છે. રાજ્યના પાંચ મુખ્ય સહિત કુલ ૪૯ બંદરો ઉપર કાર્યરત હજારો શ્રમિકો હોળી પછી પાછા ફર્યાં નથી. તો, અંદાજે એક લાખથી વધુ શ્રમિકો હાલમાં બંદરો ઉપર કામગીરી લગભગ ઠપ હોવાથી રોજીરોટીના અભાવે પરત ફરે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી…




