- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
વર્તમાન પરિસ્થિતિને જાેતાં લેવાયેલો ર્નિણય.નવા પીએનજી જાેડાણો માટે તાકીદે ૮૨૦ જગ્યાએ રોડ ખોદવાની મંજૂરી અપાઇ.ગેસ કંપનીને નવા જાેડાણો આપવા માટે રોડ ખોદવાની જરૂર પડતી હોય છે અને તેના માટે દરેક ઝોનમાં ઇજનેર ખાતામાં અરજી કરવી પડે છે.શહેરમાં એક તરફ રાંધણગેસ (એલપીજી)નો અને કોમર્શિયલ એકમોમાં કોમર્શિયલ એલપીજી ગેસનો કકળાટ ચાલી રહ્યો છે, ત્યારે મ્યુનિ.એ મહત્વનો ર્નિણય લઇને રાંધણગેસની સમસ્યાથી નાગરિકોને રાહત આપવા માટે તમામ ઝોનમાં પીએનજી જાેડાણો આપવા માટે ગેસ કંપનીની ત્રણ એજન્સીઓને રોડ ખોદવાની મંજૂરી તાબડતોબ આપી દીધી છે. ઉપરાંત, રોડ ખોદવાની મંજૂરી આપ્યા બાદ રોડ રિપેરિંગની કામગીરી જે તે એજન્સીએ કરાવવાની હોય છે, પરંતુ કમિશનરે રોડ રિપેરિંગનો ખર્ચ કંપની…
ટાયર અને સ્પેરપાર્ટ્સના ભાવમાં પણ ૩થી ૪ ટકાનો વધારો થયો.ડીઝલની અછત અને વધતા ભાવને કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશને ૨૪ માર્ચથી નવા દર અમલી બનાવ્યા.મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે ઉભી થયેલી કટોકટીની સીધી અસર હવે કચ્છના પરિવહન ક્ષેત્ર પર જાેવા મળી રહી છે. કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન દ્વારા એક સત્તાવાર ‘ટ્રેડ નોટિસ’ જાહેર કરીને ટ્રાન્સપોર્ટેશનના દરોમાં ૨૦%નો ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ર્નિણય પાછળ ડીઝલની અછત અને સતત વધી રહેલા ભાવ મુખ્ય કારણ હોવાનું જણાવાયું છે.એસોસિએશનના પ્રમુખ ભગીરથસિંહ જી. જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે રિટેલ પંપો પર ડીઝલનો…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર બિનઆદિવાસી લોકોને બોગસ રીતે બનાવીને આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરીને એ બોગસ આદિવાસીઓ શિક્ષણમાં, નોકરીમાં અને કેટલાક તો રાજકીય રીતે પણ લાભ લઇ રહ્યા છે, તો આ મુદ્દો અમે વિધાનસભામાં દાખલ કર્યો અને એની ચર્ચા થઈ. ગુજરાત સરકારની કાર્ય સમિતિના અહેવાલ મુજબ ગીર બરડા આલેછના નેસમાં રહેતા 21913 જેટલા રબારી ભરવાડ ચારણને વિશ્લેષણ સમિતિ દ્વારા માન્યતા આપ્યા બાદ તેમને એસટીના લાભ મળવા પાત્ર છે,તે સિવાય બાકીના 56000 બોગસ એસટીના જાતિના પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા આરબીસીને આપવામાં આવ્યા…
સુરતમાં આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. તે મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે કાલે શહીદ ભગતસિંહના શહાદત દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના યુથ વિભાગ દ્વારા અને બ્રિજરાજભાઈ સોલંકીની આગેવાનીમાં સુરતમાં વારંવાર પકડાતા ડ્રગ્સના વિરોધમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના યુવાનોને બચાવવા માટે આમ આદમી પાર્ટીની આ એક પહેલ હતી. પરંતુ સરકારે હકીકતમાં ડ્રગ્સ માફિયાઓને પકડવાના બદલે ડ્રગ્સના વિરોધમાં અવાજ ઉઠાવતા લોકો સામે કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસ દ્વારા બ્રિજરાજભાઈ સોલંકી અને અન્ય 36 જેટલા આમ આદમી પાર્ટીના યુવાનોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ સામાન્ય રીતે…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સરકાર યુસીસી બિલ લાવી રહી છે અને એનો જશ લેવા માટે તેઓ થનગની રહ્યા છે. આઝાદી બાદ બંધારણ સભામાં 23/11/1948ના રોજ UCC બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં તેની કલમ 44 અસ્તિત્વમાં આવી અને રાજ્યને વિચારણા હેઠળ એ કલમ મુકવામાં આવી. દેશનું બંધારણ આપણને સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય રીતે સ્વતંત્રતા આપે છે. કેટલાક સમુદાયોના વ્યક્તિગત અને કેટલાક સમુદાયોના સામાજિક કાયદાઓ છે અને એ અંતર્ગત લગ્ન-છૂટાછેડા, વારસાઈ, ભરણપોષણ, દત્તક પ્રથા જેવા કામો થાય છે. મારો કહેવાનો મતલબ એ છે કે ફોજદારી…
ગાંધીનગરમાં મીડિયાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે 24 માર્ચ 2026ના વિધાનસભા સત્રનો મહત્વનો દિવસ હતો. આજે મેં તારાંકિત પ્રશ્નના સ્વરૂપમાં વિધાનસભાના માધ્યમથી મંત્રીને એક મહત્વનો મુદ્દો પૂછ્યો હતો. ગુજરાતભરના ગામડાઓમાં ખેતર સુધી જવાના રસ્તાઓ અંગેના વિવાદો સતત વધી રહ્યા છે. ભાઈઓ વચ્ચે ભાગબટાવો થાય, જમીન સંપાદન થાય અથવા કેટલાક લોકો દાદાગીરી કરે તેના કારણે અનેક ખેડૂતોને પોતાના ખેતર સુધી જવાનો રસ્તો મળતો નથી. પરિણામે ઘણા ખેડૂતોના ખેતરો બિનખેતી રહે છે અથવા ડરતા ડરતા ખેતી કરવી પડે છે. કચેરીઓના ધક્કા ખાવા પડે છે, કાગળ ઉપર કાગળ અને તારીખ ઉપર તારીખ મળતી રહે છે,…
ગાંધીનગરમાં મીડિયાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે રાજ્યના નાણામંત્રીએ વિનિયોગ વિધેયક રજૂ કર્યો, ગુજરાત સરકારના બજેટનું વિધેયક. એ વિધેયક ઉપર મેં મારો મુદ્દો રજૂ કરતાં ગુજરાતની સેવા, સુરક્ષા, સલામતી, કાયદો અને વ્યવસ્થાની બાબતો સંભાળતા આપણા ગુજરાતના હોમગાર્ડ અને જીઆરડીના જવાનો અંગે મેં સરકારનું ધ્યાન દોર્યું. આપણા રાજ્યમાં હોમગાર્ડ જવાનો પોલીસ સાથે ખભે ખભો મિલાવીને કામ કરે છે અને જીઆરડીના જવાનો પણ લગભગ પોલીસ જેટલું જ કામ કરે છે. કુદરતી આફતો, આંદોલનો, ધરણા, રેલીઓ, ઉલ્લંઘનો, અન્ય દુર્ઘટનાઓ અને તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં હોમગાર્ડ અને જીઆરડીના જવાનો કાયદો વ્યવસ્થા અને સલામતી સંભાળે છે. પરંતુ…
મહિલા અનામત કાયદામાં સુધારાની તૈયારી.મહિલા અનામત કાયદામાં સુધારાની તૈયારી.૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે બેઠકોનું સીમાંકન કરવામાં આવશે, રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં ૫૦ ટકાનો વધારો કરવામાં આવશે.સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં ‘મહિલા અનામત’ માટેના કાયદામાં સરકાર સુધારો કરવા જઈ રહી છે. કાયદામાં સુધારો કરીને મહિલા સાંસદોની સંખ્યા કુલ સંખ્યાના ત્રીજા ભાગની કરવાનો પ્રસ્તાવ છે. આ સુધારા વિધેયકને ચાલુ સત્રમાં જ લાવવાની તૈયારી છે. સૂત્રોનું કહેવું છે કે, ૨૯ માર્ચના રોજ જ આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. આનાથી લોકસભામાં સભ્યોની સંખ્યા વધીને ૮૧૬ થઈ શકે છે, જ્યારે મહિલા સાંસદો માટે અનામત બેઠકોની સંખ્યા ૨૭૩ થઈ જશે.સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, આ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા અમરેલીના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા જઈ રહી છે, તેને લઈને આમ આદમી પાર્ટીએ આજે પોતાની 445 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં લોકોના મુદ્દાઓ પર લડત લડી રહી છે અને અવાજ ઉઠાવી રહી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એકલા હાથે…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે આજે મીડિયા સમક્ષ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા બિલ લઈને આવવામાં આવી રહ્યું છે, ત્યારે અગાઉની જેમ અમે આજે પણ આ બિલનો વિરોધ કરીએ છીએ. આ બિલમાંથી આદિવાસી સમાજની બાદબાકી કરવામાં આવી છે, એવું અમને જણાવવામાં આવ્યું છે, તેમ છતાં પણ અમને ભીતિ છે કે હાલમાં ચૂંટણી છે માટે આદિવાસી સમાજને સમાવવામાં આવ્યો નથી પરંતુ આવનાર દિવસોમાં ચોક્કસ સુધારાના ભાગરૂપે આદિવાસી સમાજનો સમાવેશ કરવામાં આવશે. આજથી એક વર્ષ પહેલા સમાન નાગરિક સંહિતાની કમિટી જ્યારે જિલ્લા કક્ષાએ સામાજિક, રાજકીય ધાર્મિક સહિત તમામ પ્રકારના આગેવાનોના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


