- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
અમેરિકા સાથેની ટ્રેડ ડીલ થતાં જ.ભારતીય રિફાઈનરો રશિયા પાસેથી તેલ ખરીદવાનું ટાળવા લાગ્યા.ભારતની ત્રણ મોટી રિફાઈનરીએ માર્ચ-એપ્રિલમાં લોડ થનાર રશિયન તેલના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યાે.ભારતીય રિફાઈનરો અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પછી રશિયા પાસેથી તેલની ખરીદી ટાળવા લાગ્યા છે. આ સમાચાર એ સમયે આવ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા ભારત અને અમેરિકાએ વેપાર સમજૂતી માટે ળેમવર્કની જાહેરાત કરી હતી. આ સમજૂતીને માર્ચ સુધી અંતિમ રૂપ આપવામાં આવશે. આ ડીલથી ટેરિફ ઘટશે અને આર્થિક સહકાર મજબૂત થશે. ભારતીય રિફાઈનરો એપ્રિલમાં ડિલિવરી માટે રશિયન તેલની ખરીદી ટાળી રહ્યા છે અને આશા છે કે તેઓ લાંબા સમય સુધી આવા વેપાર થી દૂર રહેશે.એક રિપોર્ટ અનુસાર,…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં સંગીન ડિજિટલ ગવર્નન્સને અર્થતંત્રની બેકબોન ગણાવી છે. તેમણે આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને ગુજરાતના ગ્રામીણ અંતરિયાળ સ્થળો સહિત રાજ્યવ્યાપી વિસ્તારવાની દિશામાં ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ કદમ ભર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ હેતુસર એલન મસ્કની સ્પેસેક્સની સબસિડિયરી સ્ટારલિંક સેટેલાઈટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે પરસ્પર સહયોગના લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) કર્યા છે. આ LoIને પરિણામે રાજ્યમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન તથા સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝથી અંતરિયાળ, છેવાડાના અને ઓછી ટેલિકોમ સુવિધા અને નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઇ-સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ LoI અન્વયે પાયલોટ પ્રોજેક્ટમાં કોમન સર્વિસ…
મેઘનાદનો રોલ રાઘવ કરવાનો છે.રામાયણમાં પોતાને બદલે રાઘવ જુયાલ ગોઠવાયાનું વિક્રાંત મેસ્સીએ નકાર્યું.વિક્રાંત મેસ્સીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અફવા નકારી હતી. જાેકે, બાદમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’માં મેઘનાદનો રોલ પહેલાં વિક્રાંત મેસ્સી કરવાનો હતો પરંતુ તેની જગ્યાએ રાઘવ જુયાલ ગોઠવાઈ ગયો છે તેવી ચર્ચા ચાલી છે. વિક્રાંત મેસ્સીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અફવા નકારી હતી. જાેકે, બાદમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. વિક્રાંત મેસ્સીના જણાવ્યા અનુસાર ‘રામાયણ’માં પોતાને ક્યારેય કોઈ રોલ ઓફર કરાયો જ નથી. આથી, રાઘવ જુયાલ મારી જગ્યાએ ગોઠવાયો હોવાનો કોઈ પ્રશ્ન જ…
જીતેન્દ્રની પુત્રીએ પોતે જ જણાવ્યું કારણ.એકતા કપૂર અને તુષાર કપૂરે હજુ સુધી કેમ નથી કર્યા લગ્ન.ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પોતાની લગભગ ૩૦ વર્ષની કારકિર્દીમાં ઇન્ડસ્ટ્રીને એકથી ચઢિયાતી એક સીરિયલ્સ આપી છે.ટીવી ક્વીન તરીકે જાણીતી એકતા કપૂરે પોતાની લગભગ ૩૦ વર્ષની કારકિર્દીમાં ઇન્ડસ્ટ્રીને એકથી ચઢિયાતી એક સીરિયલ્સ આપી છે.એકતા તેની સીરિયલ્સના કારણે તો લાઈમલાઈટમાં રહે જ છે, પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ તે ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. એકતાના લગ્ન લોકો માટે સૌથી મોટો ‘ટોક ઓફ ધ ટાઉન’ વિષય રહ્યો છે, જાેકે તેણે ક્યારેય આવા સવાલોને મહત્વ આપ્યું નથી.તાજેતરમાં એકતા કપૂર ઉષા કાકડેના પોડકાસ્ટ ‘Known Unknown’ માં સામેલ…
જાેની લીવર ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં છે.જાેની લીવરનો પુત્ર જેસી ખુબસુરત છોકરી સાથે દેખાયો, અફેરની ચર્ચા.જાેની લીવરે એક ઈન્ટરવ્યુમાં તેની પુત્રી વિશે વાત કરી હતી, જેમાં તેણે ખુલાસો કર્યાે હતો કે તેણી એક ગંભીર બીમારી સામે લડી રહી છે.જાેની લીવર ચાર દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં છે. જ્યારે તે ઘણી સફળ ફિલ્મોનો ભાગ રહ્યો છે, ત્યારે તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ પણ જાેવા મળ્યા છે. તેના ઉત્તમ કોમિક ટાઇમિંગ માટે જાણીતા, જાેની લીવર હવે ભાગ્યે જ ફિલ્મોમાં જાેવા મળે છે, પરંતુ તે હજુ પણ દર્શકોને મોહિત કરે છે. જાેની લીવરની પુત્રી, જેમી લીવર, પણ ધીમે ધીમે તેના પિતાથી અલગ…
ફિલ્મ ૩૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ એ રિલીઝ પહેલા જ રેકોર્ડ બનાવ્યો.આ ફિલ્મ રામ ચરણ માટે પણ ખૂબ જ આનંદની ક્ષણ છે, જે તાજેતરમાં જાેડિયા બાળકોના પિતા બન્યા છે.રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ મોટા પડદા પર આવે તે પહેલાં જ, તેણે પોપ કલ્ચરમાં પોતાની છાપ છોડી દીધી છે. તેના પગને સ્પર્શતા બીટ્સ અને ભવ્ય દ્રશ્યો સાથે, ફિલ્મનો શરૂઆતનો ટ્રેક ‘ચિકિરી ચિકિરી’ એ એકમ અલગ જ પ્રજ્કારની સંવેદનાઓ ઉભી કરી દીધી છે. જેનાથી ચાહકોને રામ ચરણની આગામી મોટી ફિલ્મની આતુરતાથી રાહ જાેવાનું બીજું કારણ મળ્યું છે. આ ગીત, જેમાં રામ ચરણ સાથે જાહ્નવી કપૂર પણ છે,…
પ્રસંગોને લઈને સામાજિક બંધારણ તૈયાર કરાયું.પંચમહાલ: કુરિવાજાે-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલસામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજાે, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે બેઠક યોજવામાં આવી.પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની નવી લહેર જાેવા મળી છે. જેમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજાે, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે. લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજાે દૂર કરી…
ગીરનારની તળેટીમાં હાલ મહાશિવરાત્રીના મેળાની ઉજવણી.ગીરનાર મહાશિવરાત્રીના મેળામાં ૧૧મીએ મૈથિલી ઠાકુર અને રાજભા ગઢવીની પ્રસ્તુતિ.ગાયિકા મૈથિલી ઠાકુર પોતાના સૂર રેલાવશે તથા લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે.ગીરનારની તળેટીમાં હાલ મહાશિવરાત્રીના મેળાની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. ત્યારે આ આયોજનમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાય તેવું આયોજન સરકારી તંત્રએ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું કર્યું છે. જેમાં તારીખ ૧૧મી ફેબ્રુઆરીએ ગાયિકા મૈથિલી ઠાકુર પોતાના સૂર રેલાવશે તથા લોકસાહિત્યકાર રાજભા ગઢવી પણ પ્રસ્તુતિ રજૂ કરવાના છે, ત્યારે બંને કલાકારોએ આ શિવરાત્રી મેળામાં સહ પરિવાર ઉપસ્થિત રહેવા અપીલ કરી છે. જુનાગઢમાં ગીરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના મેળામાં જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને…
ફોર્મ-૭ દ્વારા સાચા મતદારોને નિશાન બનાવવાનો આક્ષેપવડોદરામાં કોંગ્રેસનો ભાજપ-ચૂંટણી પંચ સામે આક્ષેપએક વ્યક્તિ પાસે અનેક EPIC આઈડી :ગોટાળાનો દાવો.વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજીને સત્તાધારી ભાજપ અને ઇલેક્શન કમિશન પર વોટ ચોરીનો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા દાવો કર્યો છે કે, શહેરના સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ-૭નો દુરુપયોગ કરી એક મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ ખોટા વાંધા ઉઠાવીને મતદારોને યાદીમાંથી બહાર કરવામાં આવી રહ્યા છે. શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં કુલ ૪૬,૨૬૬ મતદારોના નામ કમી…
૨૧૮ બોટલ જપ્ત, પુત્ર ફરાર.ભાજપ નેતાના ખેતરમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ!.વિંછીયામાં પોલીસના દરોડા, જિલ્લા પંચાયતના સદસ્ય સવિતાબેન વસાણીની વાડીમાં ધમધમતી હતી મિનિ ફેક્ટરી.રાજકોટના વિંછીયા તાલુકાના અમરાપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં રાજકોટ રૂરલ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે દરોડા પાડીને નકલી ઈંગ્લિશ દારૂ બનાવતી એક મિનિ ફેક્ટરી નો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જે ખેતરમાં આ ગોરખધંધો ચાલતો હતો, તે રાજકોટ જિલ્લા પંચાયતના પીપરડી બેઠકના ભાજપના મહિલા સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ સવિતાબેન વસાણીનું છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે. પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે અમરાપુર ગામની સીમમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



