- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી જે મુદ્દાઓ છે, તે ગરીબો, વંચિતો, શોષિતો અને આદિવાસી સમાજના છે, આ મુદ્દાઓ પર તેઓ સભાને સંબોધન કરવાના છે. છેલ્લા ત્રણ દિવસથી અમારી સ્ક્રિનિંગ કમિટીની બેઠકો યોજાઈ છે. આ મામલે અમે શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચાઓ કરી છે. જેમાં પહેલું લિસ્ટ છે, તે ટૂંક સમયમાં અમે ઉમેદવારોનું જાહેર કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી પોતાની અલગ રણનીતિથી ચાલે છે. અમે બીજી પાર્ટીઓની જેમ નથી ચાલતા, પરંતુ અમારી પોતાની રણનીતિથી આગળ વધીએ છીએ. અને…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. અમારી સ્ક્રીનિંગ કમિટીની ત્રણ દિવસની મિટિંગ પૂર્ણ થઈ છે, જેમાં અમે કેટલાક નામો નક્કી કર્યા છે. આ નામોને લઈને અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી ચાર દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. આગામી ૨૪ તારીખે સાંજે રાજકોટમાં બંને નેતાઓ પહોંચશે અને ત્યાં પ્રદેશ નેતૃત્વ સાથે બેઠક યોજાશે. ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, 25મી તારીખે અમરેલી ખાતે કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ 26મી તારીખે જામનગરના લાલપુરમાં અરવિંદ કેજરીવાલજી અને…
સૂર્ય સાક્ષીએ અધ્યાત્મનું ખેડાણ કરીને, મણિચક્ર એવંમ રત્નોનાં નગરની સફરે જઈએ. આજે ચૈત્રી ચોથે નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ એટલે કે પૃથ્વી નામનાં ગર્ભમાંથી પ્રાણીમાત્રને જન્મ આપનારી કુષ્માંડાને નમન કરીએ. મનુષ્ય પણ એક પ્રાણી જ છે, અને તેનાં મૂળમાં પણ અન્ય પ્રાણીની જેમ કામ જ કેન્દ્ર બિંદુ છે. એટલે તે કામ અને કામના વચ્ચે સતત ગૂંચવાયેલો રહે છે! પરંતુ જો તેને આ ચક્ર વ્યુહ માંથી બહાર નીકળવું હોય તો તેણે તેની પ્રાણશક્તિને કામ શક્તિ માંથી રામ શક્તિ તરફ ઉર્ધ્વગમન કરાવવું પડે, અને તેની આ આધ્યાત્મિક સફરનું નામ જ કુંડલિની જાગરણ છે. મનુષ્ય તરીકે એને સાત જન્મ મળે છે, પરંતુ જન્મ લઇ તે…
બંધ ક્રેડિટ કાર્ડનાં 10 વર્ષ પછી 33 લાખ રૂપિયાની માંગણી કોર્ટે 5 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે. તમે તેને બંધ કરી દીધું છે. તમે બાકીનું બધું ચૂકવી પણ દીધું છે. જો બેંક હજુ પણ તમારા પૈસા માંગે તો તમે શું કરશો ? કોર્ટમાં જાઓ? મૈસુરના વેંકટેશે બરાબર આવું જ કર્યું એસવીએન,બેંગલુરુ તમે તમારા ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ચૂકવી દીધું અને તેને બંધ કરી દીધું. દસ વર્ષ પછી, બેંકે ₹33.83 લાખની ડિમાન્ડ નોટિસ મોકલી. ગ્રાહક ખૂબ જ હેરાન થઈ ગયો. તેણે બેંકને પરિસ્થિતિની જાણ કરી, પરંતુ બેંકે હાર માનવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ ગ્રાહકે ગ્રાહક કોર્ટનો દરવાજો ખખડાવ્યો, જ્યાં…
સીટ બેકરેસ્ટમાં છુપાવ્યા હતા ડ્રગ્સના પેકેટો.એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાંથી ૨ કિલો હાઈબ્રિડ ગાંજાે ઝડપાયો.ત્રણ મુસાફરોની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરી છ.સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ એક મોટી સફળતા મેળવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં તપાસ દરમિયાન અંદાજે ૨ કિલો જેટલો કિંમતી હાઈબ્રિડ (હાઈડ્રોપોનિક) ગાંજાે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ડ્રગ્સ કન્સાઈનમેન્ટ સાથે સંકળાયેલા ત્રણ મુસાફરોની કસ્ટમ્સ વિભાગે ધરપકડ કરી છે.મળતી વિગતો અનુસાર, ફ્લાઈટ નંબરIX-263 માં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી કસ્ટમ્સ વિભાગને મળી હતી. જેના આધારે AIU યુનિટે સમગ્ર વિમાનમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પેસેન્જર સીટની પાછળના ભાગે એટલે…
૪ કર્મચારીઓ સામે FIR દાખલ.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટ કૌભાંડ સામે આવ્યું.૧ જાન્યુઆરીથી ૧૭ માર્ચ સુધી ૯ લીકર પરમિટના ૧ લાખ ૮૦ હજાર જેટલા રૂપિયા સગેવગે થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું.શહેરની ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલના કેશિયર સહિતના કર્મચારીઓનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલમાં લીકર પરમિટના પૈસા બારોબાર સગેવગે કર્યા હોવાની ફરિયાદ મળ્યા બાદ હોસ્પિટલ તંત્ર પોલીસમાં FIR નોંધાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હાલ ચાલુ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૭ માર્ચ સુધી ૯ લીકર પરમિટના ૧ લાખ ૮૦ હજાર જેટલા રૂપિયા સગેવગે થઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. જે મામલે હાલ પોલીસ તથા હોસ્પિટલ તંત્રએ ઉચ્ચ તપાસ હાથ ધરી…
વડોદરા મુલાકાતથી રાજકારણમાં ગરમાવો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત.રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત આદિવાસી સમુદાયના સભ્યો સાથે ખાસ વાતચીત કરશે.લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલા ગુજરાતની મુલાકાતે આવશે. આગામી ૨૩ માર્ચે રાહુલ ગાંધી ગુજરાતના વડોદરા પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરવા ઉપરાંત આદિવાસી સમુદાયના સભ્યો સાથે ખાસ વાતચીત કરશે. રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થવામાં થોડા જ દિવસો બાકી છે, ત્યારે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે. એવી અટકળો ચાલી રહી છે કે, રાજ્ય વિધાનસભાનું સત્ર ૨૫ માર્ચે પૂર્ણ થશે. આ પછી ૨૬ માર્ચે,…
સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન જાહેરાત કરી.મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બજેટ દરમિયાન મુખ્યમંત્રી, ધારાસભ્યો, જિલ્લાના ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓના પગાર પર કાપ મુકવાની જાહેરાત કરી છે. રાજ્યની ગંભીર આર્થિક સ્થિતિને ધ્યાને રાખી મુખ્યમંત્રીનો ૫૦ ટકા પગાર, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓનો ૩૦ ટકા, ધારાસભ્યોનો, ૨૦ ટકા અને સરકારી અધિકારીઓનો ૩૦ ટકા પગાર કામચલાઉ ધોરણે અટકાવી દેવાયો છે. સરકારે આગામી છ મહિના સુધી પૂરો પગાર આપવા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લાના ન્યાયાધીશોનો ૩૦ ટકા પગાર અટાકીવ દેવાયો છે. મુખ્યમંત્રી સુક્ખુએ એવું પણ કહ્યું…
ખેડૂતોને વીઘે ૭૦,૦૦૦ના નુકસાનની ભીતિ.વડનગર તાલુકાના મલેકપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કાપણી માટે તૈયાર તમાકુ અને એરંડાના પાક પર કુદરતનો પ્રકોપસમગ્ર ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ઠેર ઠેર નુકસાની જાેવા મળી રહી છે, ખાસ કરીને ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા ૨ દિવસ દરમિયાન પડેલા વરસાદ અને તેજ પવન સાથેના વાવાઝોડાએ ખેડૂતો માટે મોટી આફત સર્જી છે. તમાકુ અને એરંડા જેવા મુખ્ય પાકોમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમાકુનો પાક છેલ્લા અઠવાડિયાથી કાપણી માટે તૈયાર હતો અને ઘણા ખેડૂતો કાપણી કરીને તેને સુકવવા માટે ખેતરમાં મૂકી ચૂક્યા હતા, જ્યારે હજુ કેટલાક ખેતરોમાં તમાકુ ઉભી…
યોગગુરૂ પ્રદીપના ગોરખધંધાનો પર્દાફાશ.લોકોને કેન્સર અને હાર્ટની બીમારીની સારવાર પણ આપતો આ યોગગુરૂ.એક સમયે હેર સલૂન ચલાવતો હતો પ્રદીપ જાેટંગિયા.ધર્મના નામે ગોરખધંધા કરતો યોગગુરૂ પ્રદીપ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ૨ કરોડની નકલી નોટ કેસમાં સુરતથી પોલીસે યોગગુરૂની ધરપકડ કરી છે. કામરેજના પારડી ખાતે યોગ ધામ બનાવી પ્રદીપે ગોરખધંધા શરૂ કર્યાં હતા. ધોરણ ૧૨ પાસ હોવા છતાં કેન્સર અને હાર્ટ બ્લોકેજ મટાડવાના દાવા તેના દ્વારા કરવામાં આવતા હતા. ત્યારે આજે અમે તમને યોગગુરૂ પ્રદીપ કોણ છે? તે વિશે સમગ્ર માહિતી આપીશું. યોગગુરૂ પ્રદીપ મૂળ રાજકોટનો છે. તેનું નામ પ્રદીપ જાેટંગિયા હતું. તેણે સુરતના કામરેજ પાસે ધોરણ-પારડી ગામમાં તાપી નદીના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


