- સુરતના ડેપ્યુટી મેયર વતનમાં સરકારી ગાડી અને સાયરન વાપરતા વિવાદમાં: વીડિયો વાયરલ
- જૂનાં ગીતોના રિમિક્સ અંગે સમીરની નારાજગી: ‘ધુરંધર’ અને ‘ચૌહાણ’માં મ્યુઝિકનો સત્યાનાશ કર્યાનો આક્ષેપ
- रतलाम मंडल पर राजभाषा पखवाड़ा शुरू: प्रतियोगिताएं एवं सम्मान समारोह होंगे आयोजित
- નર્મદામાં મગરના હુમલા બાદ આપ નેતા નિરંજન વસાવાની પીડિતને સહાય અને મગરને ખસેડવાની માંગ
- Rodeo Slots – mobilní aplikace a online kasino pro hráče v Česku
- RingoSpin: pasos y métodos para registrarte y jugar
- Realz Casino: guida completa al casino online bonus, requisiti, pagamenti e sicurezza
- Realz Casino Sicherheit: Online Kasino Games sicher spielen – Leitfaden für Österreich
Author: garvigujrat
ઈરાનના ડેપ્યુટી ચીફનું નિવેદન અમારા પર યુદ્ધ થોપવામાં આવ્યું છે, મિત્રો માટે હોર્મુઝ ખુલ્લું છે સીઝફાયર નહીં, હવે સીધું યુદ્ધ જ ખતમ થશે: જાવેદ હુસૈની ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકાનું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બુધવારે આ યુદ્ધને ૧૯ દિવસ પૂરા થયા છે. ઈરાનમાં જ્યાં ઈઝરાયેલ અને અમેરિકાની મિસાઈલ અને હથિયારો મોત વરસાવી રહ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના મોત થવા છતાં ઈરાન ઝૂકવાના મૂડમાં નથી, ભલે તેના અનેક મોટા નેતાઓ યુદ્ધમાં હોમાઈ ગયા હોય. ઈરાન સતત અમેરિકા અને ઈઝરાયેલના સહયોગીઓ પર મિસાઈલોથી હુમલાઓ કરી રહ્યું…
તણાવ ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે મોદીની ત્રણ દેશોના વડા સાથે મંત્રણા મોદીએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે. પીએમ મોદીએ આ પહેલા મલેશિયાના વડાપ્રધાન, કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન પણ તેમણે પશ્ચિમ એશિયાના સંકટ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ લખ્યું કે, મેં મારા મિત્ર, પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તણાવ ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત સાથે સંવાદ…
રેલવેના લાખો રનિંગ સ્ટાફ માટે ખુશીના સમાચાર રેલવેના રનિંગ સ્ટાફના કિલોમીટર એલાઉન્સમાં ૨૫%નો વધારો થયો રેલવે મંત્રાલયે આ વધારા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી આ વર્ષ ભારતીય રેલવેના લાખો રનિંગ સ્ટાફ માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે. મોંઘવારી ભથ્થું (DA) ૫૦% સુધી પહોંચ્યા પછી રેલવે મંત્રાલયે હવે ‘કિલોમીટર એલાઉન્સ‘ (KMA)માં ૨૫%નો નોંધપાત્ર વધારો કરવા માટે લીલી ઝંડી આપી છે. જે રનિંગ સ્ટાફ માટે એક મહત્વપૂર્ણ ભથ્થું છે. ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશન (AIRF)ના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વચ્ચેની બેઠક બાદ આ ઐતિહાસિક ર્નિણય લેવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, રેલવે મંત્રાલયે આ વધારા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી…
અમદાવાદની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસને મોટો ઝટકો આપતાં દાણીલીમડાના સીટિંગ કોર્પોરેટર જમનાબેન વેગડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓએ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કરીને પાર્ટીમાં સત્તાવાર પ્રવેશ કર્યો. ખાસ વાત એ છે કે જમનાબેન વેગડા માત્ર એકલા જ નહીં પરંતુ 50 જેટલા અલગ અલગ સમાજના આગેવાનો અને આશરે 400 કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાયા છે, જેને કારણે સ્થાનિક રાજકારણમાં AAPને મજબૂતાઈ મળી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ જોડાણને AAP માટે મોટી રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે મધ્યઝોન કાર્યકારી પ્રમુખ…
આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી અને ખેડૂત નેતા સાગર રબારીએ વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે ભારત સરકારે વર્ષ 2026-27 માટે ઘઉંનો ટેકાનો ભાવ ₹2,585 જાહેર કર્યો હતો. એટલે કે 20 કિલોના એક મણના સાદા ગણિતમાં સમજીએ તો ભારત સરકારે ₹517 પ્રતિ મણનો ભાવ આપવાની જાહેરાત કરી હતી. ખેડૂતોને હાલમાં બજાર ભાવ ₹400 થી ₹450 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યો છે, એટલે કે ₹2,000 થી લઈને ₹2,250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહ્યા છે. ભારત સરકારે જાહેર કરેલા ₹2,585ના ભાવ સાથે સરખામણી કરીએ તો ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ₹300 થી લઈને ₹585 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે ઘઉંના વાવેતરમાં 14…
ગુજરાતમાં હોસ્પિટલોની કથળી ગયેલી પરિસ્થિતિ અંગે ખુદ ભાજપના જ સુરતના ધારાસભ્યએ વિધાનસભામાં પોતાની વેદના ઠાલવી હતી. વિકાસની મોટી મોટી વાતો અને વિકાસનો દુષ્પ્રચાર કરીને લોકોને છેતરવાના કામો કરતી ભાજપ સરકારના રાજમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવા પૂરતો સ્ટાફ પણ નથી, અને વાતો ‘હવાઈ કિલ્લા’ બાંધવાની કરે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના યુવા નેતા પાયલ સાકરિયાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી. AAP યુવા નેતા પાયલ સાકરિયાએ વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે સુરતના મહિલા ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ખેંચવા માટે માણસો નથી. દર્દીઓના પરિવારજનો જ સ્ટ્રેચર ખેંચીને અંદર લઈ જાય છે અને બહાર લાવે છે,…
2015માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં, કોંગ્રેસ વતી મજબૂતાઈથી ચૂંટણી લડેલા આહીર સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી રમેશભાઈ જીંજાળા અને કુંભારીયા ગામના સામાજિક આગેવાન, બીટીએસ (ભીલીસ્તાન ટાઇગર સેના)ના સુરત શહેર આગેવાન મનીષાબેન રાઠોડ અને આહીર સમાજના આગેવાન સંજયભાઈ વાળા શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા. આ મુદ્દે આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને યુવા નેતા પાયલ સાકરીયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે. અગાઉ 2021માં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત ભાગ લીધો હતો…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. થોડા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે અને આજે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એક મજબૂત વિકલ્પ તરીકે ઊભરી આવી છે. આમ આદમી પાર્ટી તમામ 12000 સીટો પર મજબૂતીથી ચૂંટણી લડવા જઈ રહી છે. તો અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક લેવલે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા યોજાઈ હતી અને ત્યાર પછી આ તમામ નામો આમ આદમી પાર્ટીની સર્વોચ્ચ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવેલા હતા. તો 16 માર્ચથી 18 માર્ચ સુધી પ્રદેશ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી હતી. આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા…
આમ આદમી પાર્ટીના રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતુ કે રાજકોટથી ગોંડલ જતાં ઉદ્યોગ વિસ્તારમાં આવેલા અનેક ઉદ્યોગોમાંથી ૮૦૦થી વધુ ઉદ્યોગો બંધ થઈ ગયા છે અથવા શટડાઉન થઈ ગયા છે. જેના કારણે ત્યાં કામ કરતા એક લાખથી વધુ લોકોની રોજગારી પર ગંભીર અસર પડી છે. આ ઉદ્યોગોમાં ગેસ આધારિત ઉદ્યોગો, જેમ કે કાસ્ટિંગ અને ઓટોમોબાઇલ સાથે જોડાયેલી ફેક્ટરીઓનો સમાવેશ થાય છે, જેના પર સૌથી વધુ અસર જોવા મળી છે. તેના પરિણામે હજારો પરિવારોના જીવન પર મોટી અસર પડી છે. તેમણે સરકારને નિશાન બનાવી જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર રોજગારી આપવાના મોટા મોટા દાવા કરે છે, પરંતુ…
આપણાંમાં કહેવાય છે કે “ઉંધ ના જુએ ઓટલો ને ભૂખના જુએ સૂકો રોટલો” એવું જ કંઈક ઉપરોકત તસવીરમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે. જાહેર માર્ગની એક બંધ દુકાનના ઓટલે ફૂટપાથ પર પાથરેલી પથારીમાં બેસી કોઈ દયાળુ એ હોટલમાંથી અપાવેલું ભોજન અને પાણીની બોટલ સાથે પોતાની ભૂખ ભાંગતો એક મજૂર આખા દિવસ દરમ્યાન મજૂરી કરી શાંતિપૂર્વક જમીન ઉપર આભ અને નીચે ધરતીની ગોદમાં જ્યારે સુખની નિંદર માણશે ત્યારે સૌથી વધુ ઈર્ષા મને કે તમને નહીં થાય પરંતુ લાખો, કરોડો રૂપિયાના બંગલામાં રહીને એસી રૂમમાં સૂતા અને પડખા ફેરવી ઉંધ લાવવા ઉંધની ગોળીઓ કે ઈન્જેકશન લેનારાઓને જરૂર થતી હશે. આને કહેવાય કુદરતનો કરિશ્મા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


