- એન્ટિલિયામાં ગણેશોત્સવ: ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ દેશી લુકમાં આકર્ષણનું કેન્દ્ર બની
- ભારતીય મૂળના ફાઇનાન્શિયલ એડવાઇઝરને USમાં ૧૧ વર્ષની જેલ: ૬૪ લોકોને ૩૫ મિલિયન ડોલરનો ચૂનો લગાડ્યો
- ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકામાંથી ૧૨ લાખ કરોડ ટન બરફ પીગળ્યો: સમુદ્ર સપાટીમાં વધારો
- ઉધમપુરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ: જૈશના ૨ આતંકીઓ ઠાર
- Canlı Casino Siteleri – 2026 Güvenilir Siteler Seçilmiştir
- Fraga onlayn kazino – oyunçular üçün ümumi icmal və imkanlar
- Pokerdom – Официальный сайт онлайн казино Покердом
- Aplicación de casino online 1Win en Argentina
Author: garvigujrat
ડિવિઝન બેન્ચે આપી લીલી ઝંડી કેરળ હાઈકોર્ટેThe Kerala Story 2 પરનો સ્ટે હટાવ્યો ફિલ્મ નિર્ધારિત સમય મુજબ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ ધ કેરળ સ્ટોરી ૨ના મેકર્સ માટે આજે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ફિલ્મની રિલીઝ પર લગાવવામાં આવેલો વચગાળાનો સ્ટે(રોક) સંપૂર્ણપણે હટાવી દીધો છે. આ આદેશ બાદ હવે ફિલ્મ નિર્ધારિત સમય મુજબ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકશે. અગાઉ સિંગલ જજની બેન્ચે ફિલ્મમાં દર્શાવવામાં આવેલા કન્ટેન્ટ અને તેનાથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડવાની આશંકા વ્યક્ત કરીને ૧૫ દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેને હવે ડિવિઝન બેન્ચે પલટી નાખી છે. ગુરુવાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ થોમસે ફિલ્મ વિરુદ્ધ થયેલી…
સાબરમતી નદી સહિતના સ્થળોએ લાગશે સોલાર પેનલ કરોડોનું લાઈટબિલ ઘટાડવા માટે અમદાવાદ પાલિકાનો મેગા પ્લાન AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવાશે. અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પર પહેલીવાર ઈકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર લાગવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ થકી અમદાવાદ મહાનગરપાલિકા લાઈટબિલનું ભારણ ઘટાડશે, અને લાઈટ બિલ ઓછું આવશે. એટલું જ નહિ, AMCની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, AMC હવે સાબરમતી નદી પર તરતી સોલર પેનલ લગાવશે. સાબરમતી નદી સહિત શહેરમાં આવેલા વિવિધ તળાવોમાં ફ્લોટિંગ સોલર લગાવવાનું આયોજન કરાયું છે. પ્રોજેક્ટના અમલીકરણ અંગે…
કંપનીના CEO પણ ખુશ થઈ ગયા પાંચ વર્ષના બાળકે એરલાઈન પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધી બાળકે એક એરલાઈન કંપનીના પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધીને બતાવી અને એક્સપર્ટ પણ જાેતા રહી ગયા. નાની નાની ભૂલો ઘણી વાર મોટા એક્સપર્ટ પણ નથી શોધી શકતા પરંતુ ઘણી વાર એવું બને કે એક બાળક તે ભૂલને શોધી કાઢતું હોય છે. અમેરિકામાં એક આવો જ બનાવ સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે નવાઈ પામી જશો. એક પાંચ વર્ષના બાળકે એક એરલાઈન કંપનીના પાયલોટના મેન્યુઅલમાં ભૂલ શોધીને બતાવી અને મોટા મોટા એવિએશન એક્સપર્ટ પણ જાેતા રહી ગયા. આ બાળકનું નામ વિલિયમ હાઈન્સ છે. જે અમેરિકાના કોલોરાડોમાં રહે…
વાહન ચાલકો માટે મોટા સમાચાર પેટ્રોલમાં ૨૦% ઇથેનોલ બ્લૅન્ડિંગ ફરજિયાત, કેન્દ્રનો મહત્ત્વપૂર્ણ ર્નિણય હવે માત્ર ૯૫ RON વાળું E20 પેટ્રોલ જ વેચાશે કેન્દ્ર સરકારે ૧ એપ્રિલથી દેશભરમાં E20 પેટ્રોલનું (૨૦% એથેનોલ મિશ્રિત) વેચાણ ફરજિયાત કરવાનો ર્નિણય કર્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, હવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલ કંપનીઓએ ૨૦% એથેનોલ ભેળવેલું પેટ્રોલ જ સપ્લાય કરવાનું રહેશે. સરકારે એથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક ૨૦૩૦થી ઘટાડીને ૨૦૨૫-૨૬ કર્યો હતો. જેને હવે પૂર્ણ રીતે અમલ લાવવામાં આવશે. એન્જિનની સુરક્ષા માટે આ ઇંધણનો રિસર્ચ ઓક્ટેન નંબર (RON) ઓછામાં ઓછો ૯૫ નક્કી કરવામાં આવ્યો છે. RON એટલે ઇંધણની નોકિંગ (એન્જિનની અંદર સમય પહેલા વિસ્ફોટ થવો)…
ભૂકંપના ઝટકાથી કોલકાતાની ધરા ધ્રુજી કોલકાતામાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતા ઘર બહાર દોડી આવ્યા લોકો પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં નોંધાયું : ભૂકંપના ઝટકા માત્ર થોડીક સેકન્ડ અનુભવાયા પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા આશરે ૫.૫ જણાવવામાં આવી રહી છે. ભૂકંપ આવતાં જ લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જાેકે, ભૂકંપને કારણે જાન-માલના કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પ્રારંભિક અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશમાં નોંધાયું છે. ભૂકંપના ઝટકા માત્ર થોડીક સેકન્ડ જ અનુભવાયા હતા. ભૂકંપની અસર ઊંચી ઇમારતોમાં વધુ અનુભવાઈ હતી. ઘણી…
ભારતીય અર્થતંત્રે ફરી વિશ્વ સમક્ષ તાકાત દર્શાવી ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર, ૭.૮ ટકા નોંધાયો વિકાસ દર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે GDP ડેટા જાહેર કરાયો. ભારતીય અર્થતંત્રે ફરી એકવાર વિશ્વ સમક્ષ પોતાની તાકાત દર્શાવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ત્રીજા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે GDP ડેટા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ૭.૮% નો વિકાસ દર નોંધાયો છે. નોંધપાત્ર રીતે, આ વૃદ્ધિ એક નવી શ્રેણી હેઠળ માપવામાં આવી હતી, જે નિષ્ણાતોના અંદાજાેને સચોટ રીતે માન્ય કરે છે. બ્લૂમબર્ગ અને બજાર નિષ્ણાતોએ અગાઉ ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૭.૬% વૃદ્ધિની આગાહી કરી હતી. ડેટા અનુસાર, ભારતે સફળતાપૂર્વક આ…
તપાસ એજન્સી પાસે પુરાવા નથી : કોર્ટ શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર કોર્ટે નોંધ્યું કે, જ્યારે બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવવામાં આવે, ત્યારે તેને સાબિત કરવા માટે મજબૂત સામગ્રી હોવી જરૂરી દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જાેડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને ક્લિનચીટ મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો…
આત્મહત્યા વિશે સર્ચ કરતાં બાળકોના વાલીઓને એલર્ટ કરાશે ઈન્સ્ટાગ્રામના પેરેન્ટલ સુપરવિઝન પ્રોગામમાં સામેલ વાલીઓને ઈમેઈલ કે વોટ્સએપ પર જાણ કરાશે. જેન-ઝીમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતના સોશિયલ મીડિયાનું વળગણ સતત વધી રહ્યું છે. આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ રચનાત્મક બાબતો માટે કરવાની સાથે સાથે જ હવે નવી પેઢી તેનો ઉપયોગ પોતાને નુકસાન પહોંચાડવા કે આત્મહત્યાની પદ્ધતિઓ શોધવા માટે પણ કરી રહી હોવાનો ચિંતાજનક ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. જેને પગલે ઈન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે, જાે કોઈ બાળક તેના પ્લેટફોર્મ પર વારેઘડીએ આત્મહત્યા કે પોતાની જાતને નુકસાન પહોંચાડે તેવી બાબતો અંગે સર્ચ કરતો જણાશે તો તે આવા બાળકોના માબાપને તેની જાણ કરતી એલર્ટ મોકલશે.…
ડિજિટલ પ્લેટફોર્મ એ શક્તિશાળી મીડિયા પ્લેટફોર્મ ડિજિટલ પ્લેટફોર્મે કન્ટેન્ટની જવાબદારી લેવી પડશે: વૈષ્ણવ સમાચાર સંસ્થાઓને આવકમાં વાજબી હિસ્સો આપવાની પણ માહિતી અને પ્રસારણ મંત્રીની તાકીદ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ્સે ઓનલાઇન સામગ્રીની જવાબદારી લેવી પડશે. બાળકો અને તમામ નાગરિકોની ઓનલાઈન સલામતી સુનિશ્ચિત કરવાની જવાબદારી પ્લેટફોર્મ છે. ડિજિટલ પ્લેટફોર્મે કન્ટેન્ટના સર્જકો અને સમાચાર સંસ્થાઓ સાથે વાજબી ધોરણે આવક વહેંચણી પણ સુનિશ્ચિત કરવી જાેઈએ. જાે તેઓ સ્વૈચ્છિત રીતે આવકમાં હિસ્સેદારી નહીં આપો તો સરકાર કાનૂની વિકલ્પોની વિચારણા કરી શકે છે. સર્જકોને યોગ્ય વળતર નકારવામાં આવે તો ઇનોવેશનને નુકસાન થાય છે.નવી દિલ્હીમાં ડિજિટલ ન્યૂઝ…
દક્ષિણ ભારતના ૩ રાજ્યોમાં એલર્ટ ૨૬૦ કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું પંજાબ અને હરિયાણામાં સવારના સમયે ધુમ્મસ જાેવા મળશે, પરંતુ દિવસ દરમિયાન તેજ તડકો રહેશે. ભારતીય ઉપખંડમાં શિયાળાની વિદાય વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હિન્દ મહાસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘હોરાસિયો’ ૨૬૦ કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે આગળ વધી રહ્યું છે. જાેકે, આ વાવાઝોડું ભારતીય તટ પર લેન્ડફોલ કરે તેવી શક્યતા ઓછી છે, પરંતુ તેની અસરને પગલે હવામાન વિભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ જાહેર કર્યું છે.વાવાઝોડાની અસર અને સમુદ્રમાં ઓછા દબાણને કારણે હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરલમમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


