Author: garvigujrat

રાજ્યમાં ખેડૂતોની જમીન પર થઈ રહેલી તાનાશાહી અને ગેરકાયદેસર વીજ થાંભલા નાખવાની કામગીરીના વિરોધમાં તથા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી દ્વારા “કિસાન મહાપંચાયત”નું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના નગરા ગામે આ મહાપંચાયત યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, મહિલા પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ મંત્રી અનુપ શર્મા તેમજ પ્રદેશ સંગઠન મંત્રી વિક્રમ દવે, પ્રદેશ ઉપપ્રમુખ મયુર સાકરીયા, પ્રદેશ મહિલા ઉપપ્રમુખ માધવીબેન રાજપૂત અને સંગઠન મંત્રી ડો. રાણાજી તથા ઝોન સ્તરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત…

Read More

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે ષડયંત્રના ભાગરૂપે એક કેસ કરવામાં આવ્યો અને તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ નવ લોકોને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી. જેથી આમ આદમી પાર્ટીએ આજે આ સજાના વિરોધમાં અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દાહોદ, વડોદરા, પંચમહાલ અને આણંદમાં “સપોર્ટ માર્ચ” પદયાત્રાનું આયોજન કર્યું હતું. તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારીઓ સ્થાનિક હોદ્દેદારો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજી હતી અને નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજ માટે લડત લડનારા, જળ, જંગલ જમીનની રક્ષા કરવા…

Read More

(છગનલાલ મેવાડા દ્વારા) ગુજરાત હાઇકોર્ટ સ્ટેમ્પ ડ્યુટીના વિવાદ અંગે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમા સ્પષ્ટપણે જણાવ્યું છે કે મૂળ દસ્તાવેજ જપ્ત કર્યા વિના માત્ર ઝેરોક્ષ નકલના આધારે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ની વસુલાતની કોઈપણ કાર્યવાહી સંપૂર્ણ ગેરકાયદેસર અને અધિકાર ક્ષેત્ર વિહોણી છે. ન્યાયમૂર્તિ નિર્જળ એસ દેસાઈની એકલ ખંડપીઠે રીત અરજી નં -4257/2022 માં અરજી કરતા નારણભાઈ સમંતભાઈ ભરવાડ (મૃત) ના કાનૂની વારસદારો વતી અરજી કરતાના અધિવક્તા ની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો છે. પરંતુ આ કેસમાં છ વર્ષ પછી એટલે કે એપ્રિલ 2020 માં ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી અને ઓક્ટોબર 2020 માં રૂ. ૫૭,૯૯,૮૦૦ ઘટ…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત. બ્રિટિશ શાસન દરમ્યાન સમગ્ર ભારતમાં એક જ સરખી ન્યાય પ્રથા અને પદ્ધતિ જળવાઈ રહે તે દ્રષ્ટિએ ન્યાય વ્યવસ્થા અને કાયદાઓ તૈયાર કર્યા હતા. તે સમયને અનુરૂપ પણ હશે. પરંતુ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ૧૫૦-૨૦૦ વર્ષ જૂના કાયદાઓમાં દેશની વર્તમાન સ્થિતિને અનુરૂપ કાયદાઓ ન્યાય વ્યવસ્થા અને પદ્ધતિમાં ફેરફાર થયા નથી. ન્યુઝ મીડિયાના અહેવાલો મુજબ વારંવાર આક્ષેપો થાય છે કે કાયદાઓ અને ન્યાય વ્યવસ્થાનો ઉપયોગ શાસકો સત્તા મેળવવા અને ટકાવી રાખવાના માધ્યમ તરીકે કરે છે. આપણા ન્યાયતંત્રની બલીહારી છે. સુપ્રીમ કોર્ટના નામાંકિત વકીલો દેશના હિતમાં અને ગુનાખોરી અટકાવવા સંસદમાં સત્તા સ્થાને બેસીને કાયદાઓ ઘડે છે. જજ…

Read More

મદ્રાસ હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો ઈસ્લામ સ્વીકાર્યા પછી પછાત જાતિનો દરજ્જાે તથા અનામતનો લાભ ન મળે: HC તમિલનાડુ સરકારે બેકવર્ક મુસ્લિમને આપેલા અનામતને મદ્રાસ હાઈકોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યું ધર્મપરિવર્તન અને અનામત સંદર્ભે મદ્રાસ હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિન્દુ ધર્મની પછાત, અતિ પછાત અથવા અનુસૂચિત જાતિમાંથી ઈસ્લામ સ્વીકારના લોકોને બેકવર્ક ક્લાસ મુસ્લિમનો દરજ્જાે અને અનામત આપવાના તમિલનાડુ સરકારના આદેશને હાઈકોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યો છે. જસ્ટિસ જી આર સ્વામિનાથન અને જસ્ટિસ પી બી બાલાજીની બેન્ચે ચુકાદામાં ઠરાવ્યું હતું કે, ઈસ્લામ સ્વીકાર્યા પછી કોઈ પણ વ્યક્તિ માત્ર મુસ્લિમ રહે છે. તે માત્ર એક મુસલમાન હોય છે અને બેકવર્ક ક્લાસ મુસ્લિમના દરજ્જા કે અનામત માટે…

Read More

ડેનમાર્કના ઇમિગ્રેશન મિનિસ્ટર મોર્ટન બોડસ્કોવનું વલણ અત્યંત આક્રમક ડેનમાર્કમાં ‘ઇસ્લામીકરણ’ રોકવા અઝાન પર પ્રતિબંધની તૈયારી ડેનમાર્કની કુલ વસ્તીમાં મુસ્લિમ સમુદાય લગભગ પાંચ ટકા હિસ્સો ધરાવે છે, જે દેશનો સૌથી મોટો લઘુમતી સમુદાય છે ડેનમાર્ક સરકાર દેશમાં વધી રહેલા ‘ઇસ્લામીકરણ’ને અટકાવવા માટે કડક પગલાં લઈ રહી છે, જેમાં હવે જાહેરમાં અદા કરાતી ‘અઝાન’ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે ડેનમાર્કના ઇમિગ્રેશન મિનિસ્ટર મોર્ટન બોડસ્કોવનું વલણ અત્યંત આક્રમક જણાય છે.સોશિયલ ડેમોક્રેટ્સ પાર્ટીના નેતા મોર્ટન બોડસ્કોવે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ડેનમાર્કને ‘ઇસ્લામાબાદ’ જેવું બનવા દેવામાં આવશે નહીં. ડેનમાર્કની છતો પરથી અઝાનનો અવાજ સંભળાવો જાેઈએ નહીં, કારણ કે અહીં…

Read More

દુનિયામાં પહેલી એવી ઘટના ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરી કેસ જીતી બતાવ્યો બ્રિટનની આ એઆઈ ચેટબોટ લૉ ફર્મની સ્થાપના ૨૦૨૩માં થઈ હતી, ૨૦૨૫માં આ કંપનીને રેગ્યુલેટરી ઓથોરિટીએ પરવાનગી આપી હતી ગારફીલ્ડ એઆઈના ચેટબોટે બ્રિટનની એક કોર્ટમાં વકીલને હરાવી દીધો હતો. તેની દલીલો એટલી ધારદાર હતી કે વકીલ પાસે બચાવની તક જ રહી ન હતી. કોર્ટે એઆઈ ચેટબોટ વકીલની તરફેણમાં ચુકાદો આપીને તેના ક્લાયન્ટને ૭૦૦૦ પાઉન્ડનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. કોઈ વકીલને એઆઈ ચેટબોટે હરાવ્યો હોય એવો આ પહેલો બનાવ છે.એઆઈ પાવર્ડ લૉ ફર્મ ગારફીલ્ડે એક ક્લાયન્ટનો કેસ એઆઈ એજન્ટને લડવા આપ્યો હતો. બ્રિટનની એક કોર્ટમાં ચાલતા આ કેસના…

Read More

નેતન્યાહૂએ હિઝબુલ્લાહને ચેતવ્યાં ઈઝરાયલ-લેબેનોન વચ્ચે આખરે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર વોશિંગ્ટનમાં શાંતિ કરારની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક મોટું અને કડક નિવેદન આપ્યું છે ઇઝરાયલ અને હિઝબુલ્લાહના લડાકુઓ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગને શાંત કરવા માટે અમેરિકાની મધ્યસ્થતામાં ઘણા દિવસોથી ચાલી રહેલી વાટાઘાટો આખરે સફળ રહી છે. શુક્રવારે વોશિંગ્ટન સ્થિત વિદેશ મંત્રાલયમાં ઇઝરાયલ અને લેબેનોને એક ઐતિહાસિક શાંતિ કરારની રૂપરેખા (ળેમવર્ક એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીને બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા તરફનું પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.અમેરિકાની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમેરિકામાં લેબેનોનના રાજદૂત નાડા હમાદેહ મોવાદ અને…

Read More

લોકોને પણ આશ્ચર્ય થયું હવે અભિનેત્રી કૃતિ સેનને નેપોટિઝમ અંગે કાઢી ભડાસ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટારકિડને શરૂઆતથી જ કેટલાક ફાયદાઓ મળવાનું ચાલું થઈ જાય છે બોલિવૂડની બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ એક્ટ્રેસ કૃતિ સેનને કોકટેલ-૨ ફિલ્મથી પોતાના ફેન્સને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મમાં તેનો બિકિની અવતાર જાેવા મળ્યો છે. આ અવતાર જાેઈને ફેન્સ એની ફિટનેસ અને ફીગરના વખાણ કરી રહ્યા છે. ફિલ્મમાં એના પાત્રની નોંધ લેવાઈ રહી છે અને લોકો એની એક્ટિંગની પ્રશંસા કરી રહ્યા છે. એક એક ળેમમાં એને એક્સપ્રેશનને દાદ આપી રહ્યા છે. બોલિવૂડમાં જે મુદ્દાની સૌથી વધારે ચર્ચા થાય છે એવા નેપોટિઝમ અંગે તેણે પોતાનો મત વ્યક્ત કર્યાે હતો.…

Read More

રીયાએ કહ્યું કે તે ઇચ્છે છે કે જીવનમાં કોઈ પરિપક્વ વ્યક્તિ મળે હું હજુ સિંગલ છું, હજુ સુશાંતના મૃત્યુના ટ્રોમામાં છું : રીયા રિયા અને શોવિક બંનેએ જણાવ્યું કે તેઓ હજુ પણ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે રિયા ચક્રવર્તીએ પોતાના અંગત જીવન અને વર્ષ ૨૦૨૦માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ આવેલા કઠિન સમય અંગે ખુલીને વાત કરી છે. અંગદ બેદી અને નેહા ધૂપિયાના યુટ્યુબ શોમાં આપેલા ઇન્ટરવ્યુમાં રિયાએ જણાવ્યું કે તે હાલમાં સિંગલ છે અને તે તથા તેનો ભાઈ શોવિક ચક્રવર્તી હજુ પણ તે સમયના માનસિક આઘાતમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી.પોતાનાં રિલેશનશિપ સ્ટેટસ…

Read More