જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં વાનાવડથી સતાપર સુધી બની રહેલા માર્ગની કામગીરીમાં નબળી ગુણવત્તા અને હલકી સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ગ્રામજનો દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાને રજૂઆત કરવામાં આવી હતી. લોકોની ફરિયાદને ગંભીરતાથી લઈ ધારાસભ્ય હેમંત ખવા તાત્કાલિક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા અને માર્ગની ચાલી રહેલી કામગીરીનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું.
સ્થળ પર પહોંચેલા ’આપ’ ધારાસભ્ય હેમંત ખવાએ માર્ગની કામગીરી અંગે અધિકારીઓ અને સંબંધિત તંત્ર પાસેથી માહિતી મેળવી હતી તેમજ ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. લોકોના પ્રશ્નો અને ફરિયાદોને લઈને સ્થળ પર પહોંચી તાત્કાલિક રજૂઆત સાંભળતા ધારાસભ્યની આ કામગીરીથી ગ્રામજનોમાં પણ આશા જાગી છે કે માર્ગનું કામ યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ થશે.





