
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે એક મોટો નિર્ણય લીધો છે. એસટી નિગમે બસ સેવા ભાડામાં 10 ટકાનો વધારો કર્યો છે. નવું ભાડું ગઈકાલ રાતથી અમલમાં આવ્યું છે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને અસર થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત એસટી વિભાગે એસટી ભાડામાં 10% વધારો કરવાનો નિર્ણય લીધો છે. એસટી વિભાગે ૪૮ કિલોમીટરની મુસાફરી માટે ભાડું ૧ રૂપિયાથી વધારીને ૪ રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. મુસાફરોને ધ્યાનમાં રાખીને, ફક્ત 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નિયમો અનુસાર, 68 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો હતો. ૨૦૧૪ થી ૨૦૨૩ સુધીમાં ૬૮ ટકાનો વધારો સૂચવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા 31 જુલાઈ, 2023 ના રોજ, એસટી મહામંડળે ભાડામાં 25 ટકા સુધીનો વધારો કર્યો હતો. GSRTC એ 48 કિમીના અંતર માટે લાગુ ભાડું 1 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કર્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે 2014 પછી પહેલી વાર ભાડું વધારવામાં આવ્યું છે.