
બુમરાહ બાદ હવે ધાકડ બેટ્સમેન પડ્યો બીમાર.બેટ્સમેન અભિષેક શર્માની તબિયત અચાનક બગડી.મોહમ્મદ સિરાજે કહ્યું, “બધું બરાબર છે, તેને પેટમાં દુખાવો હતો અને તેથી જ તે ફિલ્ડિંગમાં આવ્યો ન હતો.સૂર્યકુમાર યાદવ એક મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો છે; તેમણે આગામી મેચ માટે પોતાના હીરોને બેન્ચ પર બેસાડવો પડી શકે છે. આ દરમિયાન, સમાચાર આવ્યા કે અભિષેક શર્માની તબિયત પણ બગડી ગઈ છે. નોંધનીય છે કે જસપ્રીત બુમરાહને પણ બીમારીને કારણે પહેલી મેચ ગુમાવી પડી હતી. ભારતીય ક્રિકેટ ટીમે ્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ ની શાનદાર શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી. પહેલી મેચમાં ટીમે યુનાઇટેડ સ્ટેટ્સને ૨૯ રનથી હરાવ્યું હતું. જાેકે, સૂર્યકુમાર યાદવ સિવાય અન્ય કોઈ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. અભિષેક શર્મા અને શિવમ દુબે બંને ગોલ્ડન ડક પર આઉટ થયા હતા. આ પછી અભિષેક ફિલ્ડિંગ માટે પણ આવ્યો ન હતો. સૂર્યકુમારે પાછળથી પુષ્ટિ કરી કે અભિષેક હજુ પણ સંપૂર્ણપણે સ્વસ્થ નથી.
સૂર્યકુમારે કહ્યું કે અભિષેકની જેમ જ જસપ્રીત બુમરાહને હવામાનને કારણે ખૂબ તાવ આવ્યો હતો. જાેકે, મોહમ્મદ સિરાજે પુષ્ટિ આપી કે અભિષેકને પેટમાં દુખાવો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે તે નામિબિયા સામેની આગામી મેચ પહેલા સ્વસ્થ થઈ જશે. સિરાજે કહ્યું, “બધું બરાબર છે. તેને પેટમાં દુખાવો હતો અને તેથી જ તે ફિલ્ડિંગમાં આવ્યો ન હતો.”
સૂર્યકુમાર યાદવે પણ પુષ્ટિ આપી કે વોશિંગ્ટન સુંદર દિલ્હીમાં ટીમ ઈન્ડિયા સાથે જાેડાશે. ભારતનો આગામી મુકાબલો ગુરુવાર, ૧૨ ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે. આ મુકાબલો નામિબિયા સામે છે, જેમાં જસપ્રીત બુમરાહની વાપસી થવાની અપેક્ષા છે.
વાયરલ ફીવરને કારણે જસપ્રીત બુમરાહ પહેલી મેચ ચૂકી ગયો હતો, જેના કારણે મોહમ્મદ સિરાજને અર્શદીપ સિંહ સાથે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટ શરૂ થવાના ૨૪ કલાક પહેલા જ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે હર્ષિત રાણાના સ્થાને આવ્યો હતો.
મોહમ્મદ સિરાજે યુએસએ સામે ભારત માટે સૌથી વધુ ૩ વિકેટ લીધી, પાવરપ્લેમાં ૨ વિકેટ સાથે સારી શરૂઆત આપી. જાે બુમરાહ આગામી મેચમાં રમે છે, તો સિરાજને તેના સારા પ્રદર્શન છતાં બહાર બેસવું પડી શકે છે. તો બીજી તરફ જાે અભિષેક શર્મા સ્વસ્થ નહીં થાય તો તેની જગ્યાએ સંજુ સેમસન ઓપનિંગ કરવા આવશે.




