
હવે ભરપાઈ કરવાનો વારો!.બુમરાહને ૨ કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCI ની કોન્ટ્રાક્ટ સિસ્ટમ.‘’A+’‘ કેટેગરીમાંથી ‘A’ કેટેગરીમાં આવતા ૨ કરોડનું નુકશાન.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)દ્વારા લેવામાં આવેલા ર્નિણયને કારણે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ૨ કરોડનો આર્થિક ફટકો પડ્યો છે. આ ર્નિણય BCCI દ્વારા ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યો હતો. આ ર્નિણય સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સંબંધિત છે, ખાસ કરીને જ્યારે BCCI એ ૨૦૨૫-૨૬ સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, ત્યારે જસપ્રીત બુમરાહને અસરકારક રીતે ડિમોટ કરવામાં આવ્યો હતો.
અગાઉ, જસપ્રીત બુમરાહ ‘A+‘ કેટેગરીનો ભાગ હતો. જાેકે, નવા કરાર ચક્રમાં તેને ‘A‘ કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. આ પગલા પાછળનું કારણ એ છે કે બોર્ડે ‘A+‘ કેટેગરીને સંપૂર્ણપણે બંધ કરવાનો ર્નિણય લીધો હતો. અગાઉના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ચાર ખેલાડીઓને ‘A+‘ કેટેગરીમાં સમાવવામાં આવ્યા હતા. આ યાદીમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થતો હતો.
જ્યારે વિરાટ, રોહિત અને જાડેજાનું ડિમોશન વાજબી ગણી શકાય કારણ કે વિરાટ અને રોહિત હાલમાં ફક્ત એક જ ફોર્મેટમાં રમે છે, જ્યારે જાડેજા બે ફોર્મેટમાં રમે છે. જસપ્રીત બુમરાહ એક્ટિવ છે અને ત્રણેય ફોર્મેટમાં સતત રમે છે. પરિણામે સંબંધિત પ્રશ્ન ઊભો થાય છે કે શું આ ખેલાડી સાથે અન્યાય થયો છે ?
વધુમાં તેને ખરેખર ૨ કરોડનું નાણાકીય નુકસાન થયું છે, કારણ કે ‘A+‘ કેટેગરી માટે વાર્ષિક રિટેનર ફી ૭ કરોડ હતી, જ્યારે ‘A‘ કેટેગરીમાં ૫ કરોડ આપે છે. આમ બુમરાહને ૨ કરોડનું નુકસાન થયું છે. જાેકે, BCCI ના એક અધિકારીએ સંકેત આપ્યો છે કે તેના નાણાકીય નુકસાનની ભરપાઈ કોઈક રીતે કરવામાં આવશે.
મીડિયા અહેવાલ મુજબ, BCCI હાલમાં બુમરાહને વળતર આપવાનો રસ્તો શોધી રહી છે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, બોર્ડ બુમરાહને કેવી રીતે વળતર આપી શકાય તે નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે તેની રિટેનર ફી ૭ કરોડથી ઘટાડીને ૫ કરોડ કરવી અન્યાયી હશે. અન્ય ખેલાડીઓ પણ છે જેમણે સારું પ્રદર્શન કરવા છતાં ગ્રેડ ઘટ્યો છે. કોન્ટ્રાક્ટની વેલ્યુએશનમાં ફેરફાર થઈ શકે છે.




