
વૈભવ સૂર્યવંશીએ મેદાનમાં ઉતરતા જ રચ્યો ઇતિહાસ.વૈભવ અંડર ૧૯ ઇન્ટરનેશનલ લેવલ પર કેપ્ટનશીપ કરનાર સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન.કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચમાં નિષ્ફળ સાબિત થયો.ભારત અંડર ૧૯ અને સાઉથ આફ્રિકા અંડર ૧૯ વચ્ચે પહેલી યુથ વનડેમાં વૈભવ સૂર્યવંશી કેપ્ટન બનીને મેદાન પર ઉતર્યો હતો. જાે કે, કેપ્ટન તરીકે પોતાની પહેલી જ મેચમાં નિષ્ફળ સાબિત થયો. ૧૪ વર્ષનો આ વિસ્ફોટક બે ચોગ્ગાની મદદથી ૧૨ બોલમાં ૧૧ રન બનાવીને આઉટ થઈ ગયો. આરોન જાેર્જ સસ્તામાં આઉટ થયા પછી વૈભવ ટીમની ઇનિંગ આગળ લઈ જશે એવી આશા હતી, પરંતુ તે બેટિંગ કરી શક્યો નહીં. વૈભવ ભલે વધુ રન બનાવી શક્યો નહીં, પરંતુ તેણે મેચમાં ઉતરતા જ ઇતિહાસ રચી દીધો. તે અંડર ૧૯ ઇન્ટરનેશનલ લેવલ પર કેપ્ટનશીપ કરનાર સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન બની ગયો છે.
વૈભવ સૂર્યવંશીએ યુથ વનડેમાં ટીમની કેપ્ટનશીપ કરનાર સૌથી ઓછી ઉંમરનો ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. આ રેકોર્ડ પહેલા પાકિસ્તાનના અહમદ શહજાદના નામે હતો. જાે કે, હવે વૈભવ સૂર્યવંશીએ તેને પોતાના નામે કરી લીધો છે. વૈભવ દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. જેણે ૧૬ વર્ષની ઉંમર પહેલા કોઈ ફોર્મેટમાં ઇન્ટરનેશનલ ેં૧૯ મેચમાં પોતાની ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. હવે સૂર્યવંશી એવા પસંદગીના ખેલાડીઓની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે, જેણે ઓછી ઉંમરે ટીમનું સુકાન સંભાળ્યું હોય. આ લિસ્ટમાં મેહદી હસન મિરાજ, ફરહાન જાખિલ, એમ્બિશિસ મુદુમા અને સાદ બેગ જેવા ખેલાડી સામેલ છે.
ખાસ વાત એ છે કે, વૈભવ સૂર્યવંશી અંડર ૧૯ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ પણ ફોર્મેટમાં કેપ્ટનશીપ કરનાર સૌથી ઓછી ઉંમરનો ખેલાડી બની ગયો છે. માત્ર વનડે જ નહીં, દુનિયાભરમાં અત્યાર સુધીમાં પાંચ એવા ખેલાડી છે. જેણે ૧૬ વર્ષથી ઓછી ઉંમરમાં યૂથ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ટીમની કેપ્ટનશીપ કરી છે. તેમાં પાકિસ્તાનનો સાદ બેગ સૌથી ઓછી ઉંમરમાં યૂથ ટેસ્ટ અને યૂથ ટી૨૦ ટીમનો કેપ્ટન બન્યો હતો, પરંતુ ત્યારે તેની ઉંમર સૂર્યવંશીથી વધુ હતી.
યૂથ વનડેમાં સૌથી ઓછી ઉંમરમાં કેપ્ટનશીપ કરનાર ક્રિકેટર્સ
વૈભવ સૂર્યવંશી – ૧૪ વર્ષ ૨૮૨ દિવસ
અહમદ શહજાદ – ૧૫ વર્ષ ૧૪૧ દિવસ
મેહદી હસન મિરાજ – ૧૫ વર્ષ ૨૮૪ દિવસ
ફરહાન જાખિલ – ૧૫ વર્ષ ૩૦૨ દિવસ
એમ્બિશસ મુદુમા – ૧૫ દિવસ ૩૫૧ દિવસ
સાદ બેગ – ૧૬ વર્ષ ૧૧ દિવસ
ભારતીય ક્રિકેટના ઇતિહાસની વાત કરીએ તો આ પહેલા અંડર ૧૯ વનડેમાં સૌથી ઓછી ઉંમરનો કેપ્ટન અભિષેક શર્મા હતો. તેણે ૨૦૧૬માં સાઉથ આફ્રિકા સામે ૧૬ વર્ષ અને ૧૦૫ દિવસની ઉંમરમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ ઉપરાંત, તનમય શ્રીવાસ્તવ, આર્યન જુરેલ અને પાર્થિવ પટેલ જ એવા ભારતીય ખેલાડી છે. જેણે ૧૭ વર્ષથી ઓછી ઉંમરમાં અંડર ૧૯ લેવલ પર ભારતીય ટીમની કમાન સંભાળી છે




