ઈરાનના વિદેશ મંત્રાલયની જાહેરાત.ભારત સહિત ૪ દેશોના જહાજાેને કોઈ જ રોકટોક વિના હોર્મુઝમાંથી પસાર થવાની છૂટ.અમીર હયાત મોકાદ્દમે જણાવ્યું કે, આ દેશોના જહાજાેને હોર્મુઝના દરિયાઈ માર્ગેથી અવર-જવરની છૂટ મળી છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટથી એક સારા સમાચાર સામે આવ્ય છે. માહિતી અનુસાર ઈરાને ભારત સહિત ૪ દેશોને હોર્મુઝમાંથી જહાજાેની અવર-જવર કરવાની છૂટ આપી દીધી છે. આ ૪ દેશોમાં ચીન, ઈરાક અને કતાર પર સામેલ છે.
ઈરાનની સંસદની સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના ઉપાધ્યક્ષ અમીર હયાત મોકાદ્દમે ઈરાની મીડિયાને જણાવ્યું કે આ ચાર દેશોના જહાજાેને હોર્મુઝના દરિયાઈ માર્ગેથી જહાજાેની અવર-જવરની છૂટ આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત, ચીન, ઈરાક અને કતારને આ છૂટનો ફાયદો મળશે. તેમના જહાજાેને કોઇ રોક-ટોક નહીં કરવામાં આવે. અમેરિકા પણ એમના જહાજાેને રોકતું નથી.
હયાતે કહ્યું કે અમારી આ છૂટ ઈરાન અને ચારેય દેશો વચ્ચેના પરસ્પર હિત દર્શાવે છે. અમારી તરફથી ભારતીય જહાજાેને અવર-જવરમાં મદદ કરવામાં આવી રહી છે જેથી ઈરાન ભારતથી દવાઓની આયાત વધારી શકે. જ્યારે ચીનના જહાજાેને આ છૂટ બેઈજિંગનું રાજકીય સમર્થન મેળવવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે.
જાેકે ઈરાન ભારત અને ચીનના જહાજાે પાસેથી ટ્રાન્ઝિટ ચાર્જ વસૂલે છે પરંતુ કતારના જહાજાેને કોઈપણ પ્રકારના ચાર્જ વિના જવા દે છે. હતાયે એ સ્પષ્ટ ન કર્યું કે ઇરાકના જહાજાેએ આ ટ્રાન્ઝિટ ચાર્જ ચૂકવવો પડે છે કે નહીં? ઉલ્લેખનીય છે કે હોર્મુઝ દુનિયાના સૌથી મહત્ત્વપૂર્ણ શિપિંગ રુટ પૈકી એક છે. એના માધ્યમથી જ ગલ્ફ દેશોથી આંતરરાષ્ટ્રીય બજાર સુધી ભારે માત્રામાં ઓઈલ અને ગેસનો સપ્લાય થાય છે.




