ઈઝરાયલમાં સત્તાસંઘર્ષ વચ્ચે ઈરાન મુદ્દે ચેતવણી નવી સરકાર બને ત્યાં સુધી ઈરાન પર હુમલો નહીં પૂર્વ સેનાપ્રમુખે રાષ્ટ્રીય સુરક્ષાના મોટા ર્નિણયો નવી સરકારને લેવા દેવા અપીલ કરી, રોજ ગુપ્તચર માહિતીનું બ્રીફિંગ માગ્યું ઇઝરાયલમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સત્તા સામે પડકાર ઊભો થયો છે. આ દરમિયાન વડાપ્રધાન પદના મજબૂત દાવેદાર અને ઇઝરાયલના પૂર્વ સેનાપ્રમુખ ગાદી આઇઝેનકોટે નેતન્યાહૂને પત્ર લખીને મોટી ચેતવણી આપી છે. તેમણે નવી સરકારની રચના અને શપથવિધિ થાય ત્યાં સુધી ઈરાન સામે કોઈ મોટો સૈન્ય ર્નિણય ન લેવાની અપીલ કરી છે. આઇઝેનકોટના મતે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જાેડાયેલા મહત્વના ર્નિણયો લેતા પહેલાં નવી સરકારની રચનાની રાહ જાેવી જાેઈએ. ઇઝરાયલમાં સત્તા પરિવર્તનની શક્યતાઓ વચ્ચે આ પત્રને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પોતાની કાર્યકારી સરકારનો કાર્યકાળ લંબાવવા માટે નેતન્યાહૂ ઈરાન સામે હુમલો કરી શકે છે. આ ચર્ચાઓને ત્યારે વધુ વેગ મળ્યો હતો, જ્યારે ઈરાન મુદ્દે નેતન્યાહૂ અને ઇઝરાયલના સેનાપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ એયાલ ઝમીર વચ્ચે મતભેદના અહેવાલો સામે આવ્યા હતા.‘ધ જેરુસલેમ પોસ્ટ’ના અહેવાલ અનુસાર, ગાદી આઇઝેનકોટે નેતન્યાહૂને લખેલા પત્રમાં કોઈ પણ ર્નિણય ઉતાવળમાં ન લેવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે નવી સરકારના શપથગ્રહણ સુધી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવે અને કોઈ પણ મોટા ર્નિણયનો અમલ કરતાં પહેલાં નવી સરકારની રચનાની રાહ જાેવામાં આવે. આઇઝેનકોટે પત્રમાં જણાવ્યું હતું કે નવી સરકાર પાસે નેસેટમાં બહુમતી હશે. તેથી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જાેડાયેલા ર્નિણયો લેવાનો અધિકાર નવી સરકારને મળવો જાેઈએ.આઇઝેનકોટે આ મામલે એટર્ની જનરલ ગાલી બહરાવ-મિયારાને પણ હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન કાર્યાલય પાસે દરરોજ ગુપ્તચર અને રાજદ્વારી બાબતો અંગે બ્રીફિંગ આપવાની માગ કરી હતી. ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝાેગે તેમને સરકાર રચવા માટે બહુમતી સાબિત કરવાની તક આપી છે. આઇઝેનકોટ પાસે સરકાર રચવા માટે ૨૮ દિવસનો સમય છે. જરૂર પડ્યે તેમને વધુ ૧૪ દિવસ મળી શકે છે. આઇઝેનકોટની માગણી બાદ વડાપ્રધાન કાર્યાલયે તેમને બ્રીફિંગ આપવા સંમતિ આપી હતી. બુધવારે લખાયેલા પત્ર બાદ ગુરુવારે તેમને ઈરાન સંબંધિત મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી હતી.ગાદી આઇઝેનકોટ ઇઝરાયલના પૂર્વ સેનાપ્રમુખ રહી ચૂક્યા છે. તેઓ સૈન્ય અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરીનો લાંબો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ નેતન્યાહૂ સાથે પણ કામ કરી ચૂક્યા છે. તેથી ઇઝરાયલની સુરક્ષા નીતિ અને રાજકીય પરિસ્થિતિ બંનેથી સારી રીતે પરિચિત છે. એક તરફ નેતન્યાહૂ પોતાની સત્તા બચાવવાના પ્રયાસમાં છે, તો બીજી તરફ આઇઝેનકોટ નવી ગઠબંધન સરકાર રચવા માટે બહુમતી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. ઇઝરાયલની રાજનીતિમાં હવે બંને નેતાઓ વચ્ચેનો સત્તાસંઘર્ષ નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે.ઇઝરાયલમાં નવી સરકારની રચનામાં અરબ પક્ષોની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે. નેતન્યાહૂ સતત અરબ પક્ષોનો વિરોધ કરતા રહ્યા છે. બીજી તરફ, આઇઝેનકોટે શરૂઆતમાં આ પક્ષોનો વિરોધ કર્યાે હોવા છતાં હવે સરકાર રચવા માટે તેમના સમર્થન પર આધાર રાખવો પડી શકે છે. આ સ્થિતિમાં બે સંભાવનાઓ છે. પ્રથમ, નેતન્યાહૂના કેટલાક સાથી પક્ષો આઇઝેનકોટ સાથે જાેડાઈને નવી સરકારમાં ભાગીદાર બની શકે છે.




