- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
IAEA ની પણ ચેતવણી ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હુમલાથી ફફડાટ! રશિયાના એન્જિનિયરોએ ભાગવું પડ્યું અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત સૈન્ય દળોએ ઈરાનના મહત્વના ગણાતા બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીકના વિસ્તારોને નિશાન બનાવ્યા છે મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત જાેખમી વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત સૈન્ય દળોએ ઈરાનના મહત્વના ગણાતા બુશેહર ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નજીકના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં પ્રોજેક્ટાઈલના ટુકડા વાગવાથી એક સુરક્ષાકર્મીનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) દ્વારા કરવામાં આવી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો છે કે, ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતના RTO અધિકારી સુરતને દલાતરવાડીનું ખેતર સમજી બેઠા હોય એમ લાગે છે. કારણ અત્યાર સુધી HSRP નંબર પ્લેટો બનાવવાનું કામ RTO ઓફિસનું હતું. જે જનતા ને એટલકે વાહન ચાલકો ને ટુ વ્હીલર હોય તો જોડી ના રૂપિયા ૧૪૦ બનતી હતી આને ફોર વ્હીલર હોય તો જોડી રૂપિયા ૪૫૦ માં બનતી હતી. હવે આ કામ RTO એ બંધ કરી ને એજન્ટો ને HSRP (હાઈસિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ)ની નંબર પ્લેટો બનાવવાની પરમીશન આપતા જ એજન્ટો મોંઘવારીમાં જાણે કે પડતાં પર પાટુ મારતા હોય એમ ટુ વ્હીલરો અને ફોર વ્હીલરોના ચાલકો પાસે અનુક્રમે રૂપિયા ૯૦૦ અને રૂપિયા ૧૫૦૦ પડાવી રીતસર…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં ચૂંટણીના પડઘમ વાગતાં જ શાસક અને વિપક્ષની બંને છાવણીઓના પક્ષો મતદારોને આકર્ષવા માટેજાહેરાતોનો મારો ચલાવે છે. આ સમયગાળા દરમ્યાન “મફત ભેટ” વહેંચવાની પ્રથા વધી રહી છે. થોડા સમય પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજય સરકારે “મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના” હેઠળ મહિલાઓના બેન્ક ખાતામાં રૂપિયા ૧૦,૦૦૦/- જમા કરાવ્યા હતા. તેવી જ રીતે પંજાબ સરકારે હવે “મુખ્યમંત્રી માવાં-ધિયાં સત્કાર યોજના” ને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને રૂપિયા ૧૦૦૦/- મળશે. જ્યારે અનુસુચિત જાતિની મહિલાઓને રૂપિયા ૧૫૦૦/- મળશે. ૨૦૨૨ ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ધ્વારા આ એક મુખ્ય વચન આપવામાં આવ્યું હતું. આ એ…
૯૩.૩૧ લાખનો મુદ્દામાલ જપ્ત અમદાવાદના બગોદરામાં દારૂ ભરેલ ટ્રક ઝડપ્યો લોકસભાની ચૂંટણીઓ અને તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદના બગોદરા પાસે હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે. લોકસભાની ચૂંટણીઓ અને તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી વિગત મુજબ, બગોદરા ટોલટેક્સ પાસે પોલીસ દ્વારા વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી એક ટ્રકને અટકાવી તેની તલાશી…
વલસાડ જિલ્લામાં બપોરે ૧.૧૨ કલાકે ૧.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો આ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૧.૭ જેટલી માપવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે બપોરના સમયે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૧.૭ નોંધવામાં આવી છે. જાેકે, તીવ્રતા ઓછી હોવાના કારણે મોટાભાગના લોકોને આ આંચકાનો અહેસાસ થયો ન હતો, પરંતુ ભૂકંપની વિગતો સામે આવતા જ લોકોમાં કુતૂહલ અને ચર્ચા જાગી હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના જણાવ્યા અનુસાર, વલસાડમાં બપોરે ૧.૧૨ કલાકે આ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૧.૭ જેટલી માપવામાં…
૨૪ કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ બોટાદમાં બપોરનો ઝઘડો રાત્રે જૂથ અથડામણમાં ફેરવાયો પશુને માર મારવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે સામસામે હુમલા થયા હતા બોટાદ જિલ્લાના ગઢડામાં છેલ્લા ૨૪ કલાકથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. વિંચીયા પરા વિસ્તારમાં શુક્રવારે (ત્રીજી એપ્રિલ) રાત્રે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણને પગલે સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી. પશુને માર મારવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા લોખંડના પાઈપ અને લાકડીઓ વડે સામસામે હુમલા થયા હતા. મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે…
અકસ્માત સર્જી ચાલક કાર મૂકી ફરાર કોબા રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે ૧૮ વર્ષીય યુવકનો ભોગ લીધો પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારી યુવકને એવી જાેરદાર ટક્કર મારી કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા વાહનચાલકોને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરના વ્યસ્ત ગણાતા કોબા રોડ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ૧૮ વર્ષીય નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારી યુવકને એવી જાેરદાર ટક્કર મારી કે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું કરુણ મોત નીપજ્યું…
૧૯૨ બેઠકો માટે ૨૩૬૪ દાવેદારો! અમદાવાદમાં ભાજપની ટિકિટ લેવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો અમદાવાદ મનપા ચૂંટણી માટે ભાજપ પાસે ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો સામે અંદાજે ૨૩૬૪ લોકોએ દાવેદારી નોંધાવી રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર કરી નાખી છે. જે બાદ ભાજપ દ્વારા આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની સૌથી મોટી ગણાતી અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપની ટિકિટ લેવા માટે સેંકડો દાવેદારો મેદાનમાં આવ્યા છે. ત્યારે અમદાવાદના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે અમદાવાદ શહેર ભાજપની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદ મહાનગર મહાનગર પાલિકામાં કુલ ૪૮ વોર્ડની કુલ…
૧નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા મધ્યપ્રદેશના અનૂપપુરમાં ૪ માળની હોટલ ધરાશાયી આ ભયાનક દુર્ઘટનામાં હોટલની આખી ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોતમા વિસ્તારમાં આવેલી એક ચાર માળની હોટલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં હોટલની આખી ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટનામાં કાટમાળ નીચે દટાવાને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટીતંત્રનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને રાહત-બચાવ કાર્ય…
પેટ્રોલ-ડીઝલ અને LPG લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ગેસની અછત સર્જાઈ છે અમેરિકા ઈઝરાયેલ અને ઇરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે, ભારતમાં પણ પેટ્રોલ અને LPG પુરવઠાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન, સરકારે ફરી એકવાર દેશના નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અથવા LPG ખરીદવાથી ગભરાટમાં ન આવવાની અપીલ કરી છે. સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પણ દેશમાં ઇંધણનો પુરવઠો પૂરતો છે. આ નિવેદનમાં જનતાને ખાતરી આપવામાં આવી છે કે પેટ્રોલિયમ ઉત્પાદનો અને રસોઈ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


