- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
પૂર્વ મંજૂરી વિના સોલાર પેનલ માટેનું લોખંડનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું.હરિજના રોડા ગામે સોલાર કંપનીની બેદરકારી બાદ ખેડૂતને ન્યાય.જિલ્લા કલેક્ટરની દખલ બાદ અંતે ખેડૂતને ન્યાય મળ્યો અને સ્ટ્રક્ચર દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ.સોલાર કંપની સામે હરિજ તાલુકાના રોડા ગામમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ગામના એક ખેડૂતની જમીન પર તેની પૂર્વ મંજૂરી વિના સોલાર પેનલ માટેનું લોખંડનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. આ બનાવને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. માહિતી મુજબ, કંપની દ્વારા ખેડૂતને કોઈ લેખિત કે મૌખિક પરવાનગી લીધા વિના જમીન પર કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ખેડૂતે જ્યારે આ અંગે કંપનીના જવાબદાર અધિકારીઓને કામગીરી…
બજેટમાં મોટી જાહેરાત કરાઈ.આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ.૨૫૪૦૩ કરોડની જાેગવાઇ.પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા સરકાર પ્રતિબદ્ધ : નાણામંત્રી.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં આરોગ્ય વિભાગ માટે કુલ રૂ.૨૫૪૦૩ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ.૨૫૪૦૩ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે. આપણે ત્યાં કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આરોગ્ય-તંદુરસ્તીને સાચી…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભા ખાતે ગુજરાત સરકારના બજેટને સખત શબ્દોમાં વખોડ્યું હતું અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું. સત્તાપક્ષ ભાજપ દ્વારા તેને ઐતિહાસિક અને અભૂતપૂર્વ બજેટ ગણાવવામાં આવે છે. તેઓ કહે છે કે ચાર લાખ કરોડ રૂપિયાનું વિશાળ બજેટ રજૂ થયું છે, પરંતુ હકીકતમાં આ બજેટ ગુજરાતની સરકારી તિજોરીના હાલને શરમાવે એવું છે. ચાર લાખ કરોડનું બજેટ આવે છે, પરંતુ આંગણવાડીઓમાં બાળકોને પૂરતું પોષણ મળતું નથી. સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત છે, છતાં બજેટ ચાર લાખ કરોડનું છે. સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને સ્ટાફની અછત છે, છતાં બજેટ ઐતિહાસિક ગણાય છે.…
સોનાના વાયદામાં રૂ.1296 અને ચાંદીના વાયદામાં રૂ.8011નો ફરી ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.78ની તેજી કોમોડિટી વાયદાઓમાં રૂ.19080.54 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.153110.27 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14309.70 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37500 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.172191.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.19080.54 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.153110.27 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 37500 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1771.71 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14309.70 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.153303ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.153554 અને…
AI ઈનોવેશનના નામે ફ્રોડ.‘ચાઈનીઝ ગોલમાલ’ કરવા બદલ ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી. AI એક્સ્પોમાંથી યુનિવર્સિટીને બહાર ધકેલી દેવાઈ.એકતરફ ભારત ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ગતિથી આગળ વધવા માટે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ માટે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ‘ ખાતે ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬‘ યોજાઈ રહી છે, જાેકે ગ્રેટર નોઈડાની એક યુનિવર્સિટીએ સમિટમાં સ્ટોલ પર ચાઈનીઝ રોબોડૉગ રજૂ કરતા ભારે વિવાદ ઉભો થયો છે. આ મામલે સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ માફી માંગી લીધી છે. આ સાથે યુનિવર્સિટીને AI એક્સ્પોમાંથી બહાર ધકેલી દેવાઈ છે. યુનિવર્સિટીએ કહ્યું છે કે, સ્ટોલ પર ઉભેલા તેના પ્રતિનિધિ દ્વારા ખોટી માહિતી અપાઈ છે, જેના કારણે…
બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, પાટણ જિલ્લાના બેરોજગાર ભાઈઓબહેનોને આત્મનિર્ભર બનવા માટે ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફીની તાલીમ એક માસની શરૂ થઇ રહી છે. બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ, મું.ગોલાપુર ખાતે પાટણ જિલ્લાના વતની બેરોજગાર ભાઈઓ અને બહેનો માટે પોતાનો રોજગાર ચાલુ કરવા અને આત્મનિર્ભર બનવા માટે ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફી ની તાલીમ એક મહિના માટે શરૂ થવા જઈ રહી છે. સમગ્ર તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને રહેવા તથા જમવા સાથે તદ્દન મફત છે. તાલીમ પૂર્ણ થયા બાદ ભારત સરકારશ્રીનું સર્ટીફીકેટ આપવામાં આવશે. તાલીમ માટે રજિસ્ટ્રેશન તારીખ ૨૩૦૨૨૦૨૬ પહેલાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, મુ.ગોલાપુર, આર.ટી.ઓ કચેરી સામે, સંખારી રોડ, પાટણ ખાતે વહેલા તે…
૫% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ.મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો આખરે ફુલ સ્ટોપ૫% ક્વૉટા સંબંધિત જૂના તમામ ઓર્ડર અને પરિપત્ર રદ.મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મોટો ર્નિણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ એક નવો GR (Government Resolution) જારી કરીને મુસ્લિમ સમુદાયને મળતા ૫% ક્વૉટા સંબંધિત જૂના તમામ ઓર્ડર અને પરિપત્રને સત્તાવાર રીતે રદ કરી દીધા છે. હવે આ શ્રેણીના વિદ્યાર્થીઓને કોલેજાે અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ૫% ક્વૉટા નહીં મળશે અને ન તો આ શ્રેણીમાં નવા જાતિ પ્રમાણપત્રો કે માન્યતા પ્રમાણપત્રો જારી કરવામાં આવશે. અગાઉ જારી કરાયેલા તમામ આદેશો અને પરિપત્રોને પણ…
માર્ચમાં જ DAમાં વધારો કરી શકે છે સરકાર.લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ દિવાળી!.સામાન્ય રીતે સરકાર માર્ચ મહિનામાં જ વર્ષના પ્રથમ છ માસિક ગાળાના DA ની જાહેરાત કરતી હોય છે.કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આ વર્ષની હોળી આર્થિક લાભ લઈને આવી શકે છે. એવા મજબૂત સંકેતો મળી રહ્યા છે કે સરકાર હોળી પૂર્વે જ મોંઘવારી ભથ્થા(DA)માં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. જાે આ ર્નિણય લેવાશે, તો લાખો લોકોના પગાર અને પેન્શનની રકમમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. સામાન્ય રીતે સરકાર માર્ચ મહિનામાં જ વર્ષના પ્રથમ છ માસિક ગાળાના DA ની જાહેરાત કરતી હોય છે, જેના કારણે હાલ સૌની નજર કેન્દ્રના…
જાણો મધ્યમવર્ગને શું થશે ફાયદો…ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ની ૧૦ સૌથી મોટી જાહેરાત.ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ ૨૦૨૬-૨૭ ઐતિહાસિક રહ્યું છે. આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટૅક્નોલૉજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત બજેટ ૨૦૨૬ ની મોટી જાહેરાત (૧) નવા ૧૨૧ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર તથા ૫૦ નવા ધન્વંતરિ આરોગ્ય રથ શરૂ કરાશે, ૨૬૦ કરોડ રૂપિયાની જાેગવાઈ (૨) પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના માટે ૩૪૭૨ કરોડ રૂપિયાની જાેગવાઈ (૩) ૬૮ લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો (નાના ફૉન્ટ) (૪) ગુજરાતમાં નવી ૨ હજાર આંગણવાડીઓના નિર્માણ તથા વર્તમાન આંગણવાડીના માળખામાં વધારા માટે ૩૬૦…
૩.૧૫ લાખ નવા આવાસની જાહેરાત.ઘરના ઘરનું સપનું જાેતા પરિવારો માટે ખુશખબર!.નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ વર્ષનું બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નહીં, પરંતુ આગામી કોમનવેલ્થ ગેમ્સ અને મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું ‘માસ્ટરસ્ટ્રોક‘ સાબિત થઈ શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના અને હળપતિ આવાસ જેવી યોજનાઓ અંગે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



