- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
પોલીસ તપાસ શરૂ પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ થયો આ ધડાકો સાંજે અંદાજે ૫ કે ૫:૩૦ વાગ્યાની આસપાસ ભાજપ કાર્યાલયની બહાર પાર્ક કરેલી એક સ્કૂટીમાં થયો પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બહાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. આ ઘટના ચંડીગઢના સેક્ટર ૩૭માં સાંજે ૫:૩૦ કલાક આસપાસ ઘટી છે. પોલીસ ધડાકાના કારણોની તપાસમાં જાેતરાઈ ગઈ છે. આ ઘટનામાં કોઈ ઘાયલ થવાના સમાચાર નથી. સૂત્રોનું કહેવું છે કે પંજાબમાં ભાજપ કાર્યાલય બહાર CRPF ને ગોઠવી દેવામાં આવી છે. ઘટનાસ્થળેથી વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવેલા છરા પણ કબજે લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બ્લાસ્ટના કારણોનો કોઈ અતોપતો મળ્યો નથી. તસવીરોમાં ચંડીગઢ ભાજપ કાર્યાલય બહાર…
હવામાન વિભાગની આગાહી રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા આગામી ૨, ૩ અને ૪ એપ્રિલ દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આ સાથે જ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં જમીનથી ૧.૫ કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. ૨ એપ્રિલથી વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. આગામી દિવસોમાં માત્ર વરસાદ જ નહીં, પરંતુ થંડરસ્ટોર્મ એક્ટિવિટી (વીજળીના કડાકા-ભડાકા) પણ જાેવા મળશે. કમોસમી વરસાદ દરમિયાન પવન ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.…
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર ATF નો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ હવાઈ મુસાફરી કરતાં મુસાફરોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ૧ એપ્રિલ, ૨૦૨૬થી એર ટર્બાઇન ફ્યુલ (ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં ૧૦૦ ટકાનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત છ્હ્લની કિંમત પ્રતિ કિલોલીટર ૨ લાખ રૂપિયાના સ્તરને પાર કરી ગઈ છે. દિલ્હીમાં જેટ ફ્યુલનો ભાવ જે ૧ માર્ચે ૯૬,૬૩૮ રૂપિયા હતો, તે હવે વધીને રૅકોર્ડબ્રેક ૨.૦૭ લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયો છે. આ ભાવવધારા પાછળ મુખ્યત્વે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અને તેના કારણે વ્યૂહાત્મક રીતે…
યુદ્ધ વચ્ચે NATO માટે અમેરિકાએ વગાડી ખતરાની ઘંટડી ઈરાને દરિયાઈ માર્ગ બંધ કરતા અમેરિકા અને નાટો સામસામે ઈરાન સાથેનો સંઘર્ષ પૂરો થયા બાદ અમેરિકા નાટો સાથેના સંબંધો પર પુનર્વિચાર કરશે : અમેરિકન વિદેશ મંત્રી વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્ય સંગઠન NATO ના ભવિષ્ય પર અત્યારે જાેખમ તોળાઈ રહ્યું છે. ઈરાન સામેના યુદ્ધમાં યુરોપીય દેશોએ સહયોગ આપવાની મનાઈ કરી દેતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થયા છે. આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, ઈરાન સાથેનો સંઘર્ષ પૂરો થયા બાદ અમેરિકા નાટો સાથેના સંબંધો પર પુનર્વિચાર કરશે. રુબિયોએ સવાલ ઉઠાવ્યો છે કે જાે અમેરિકા પોતાના…
તેવટિયાને ઓન-ફિલ્ડ અમ્પાયરે પકડ્યા હતા પંજાબ સામેની મેચમાં “અનલીગલ બેટ” સાથે બેટિંગ કરવા આવ્યો રાહુલ તેવટિયા તેમને ઓન-ફિલ્ડ અમ્પાયરે પકડ્યા હતા, અને બેટ તપાસ્યા પછી, તેને બદલી નાખવામાં આવ્યું હતું ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન રાહુલ તેવટિયાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે અમ્પાયરે તેને જાડા બેટનો ઉપયોગ કરતા પકડ્યો હતો. જ્યારે અમ્પાયરે બેટ ગેજથી બેટ તપાસ્યું ત્યારે તે જાડું હતું, જેને ક્રિકેટની ભાષામાં અનલીગલ બેટ માનવામાં આવે છે. અમ્પાયરે રાહુલ તેવટિયાને તેનું બેટ બદલવા કહ્યું. રાહુલ તેવટિયાએ વિલંબ ન કર્યો અને ઝડપથી તેને બદલી નાખ્યું. હવે પ્રશ્ન એ છે કે આ માટે શું સજા છે? ચાલો આને વિગતવાર સમજીએ. હકીકતમાં, IPL…
યુદ્ધમાંથી ટ્રમ્પના એક્ઝિટ પ્લાન બાદ ઈરાનની ધમકી અમે કોઈપણ દબાણ હેઠળ નમીને વાતચીત કરવા માટે તૈયાર નથી ઈરાને હવે જળમાર્ગ પરથી પસાર થતા જહાજાે પર ટોલ ટેક્સ વસૂલવાની નવી યોજનાને પણ મંજૂરી આપી દીધી મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલને કડક સંદેશ આપતા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો કે કોઈપણ પ્રકારની મંત્રણા કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ઈરાની સંસદના ડેપ્યુટી સ્પીકરે ભારપૂર્વક જણાવ્યું છે કે, યુદ્ધ, શાંતિ કે વાતચીત અંગેના તમામ ર્નિણયો માત્ર ઈરાનના સર્વોચ્ચ નેતાના અધિકારક્ષેત્રમાં આવે છે અને હાલમાં આવી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. આટલું જ નહીં, ઈરાને…
એઆઈ, ડેટા સેન્ટરમાં માતબર રોકાણ કરવાની કંપનીની યોજના ઓરેકલે ભારત સહિત વિશ્વમાંથી ૩૦,૦૦૦ જેટલાં કર્મચારીઓની છટણી કરી ઓરેકલના વૈશ્વિક કર્મચારીઓની સંખ્યા આશરે ૧.૬૨ લાખ જેટલી છે. સોશિયલ મીડિયા પર વિવિધ કર્મચારીઓએ આ અંગે આકરા પ્રત્યાઘાત આપ્યાં હતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના આગમનને પગલે આઈટી ક્ષેત્રે છટણીઓનો દોર વધુ ઝડપી બની રહ્યો છે. અમેરિકા સ્થિત વિશ્વની જાણીતી સોફ્ટવેર કંપની ઓરેકલે ભારત સહિત વિશ્વભરમાં કાર્યરત તેના કર્મચારીઓની સંખ્યામાં મોટા પાયે ઘટાડાનો વધુ એક રાઉન્ડ શરૂ કર્યાે છે. મળતાં અહેવાલો અનુસાર, સોફ્ટવેર જાયન્ટ ઓરેકલે એક જ ઝાટકે આશરે ૨૦થી ૩૦,૦૦૦ જેટલાં કર્મચારીઓની કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર હકાલપટ્ટી કરી છે. ઓરેકલના વૈશ્વિક…
મેદાન પર હજુ પણ તણાવ યથાવત અમેરિકા ગેરન્ટી આપે તો ઈરાનયુદ્ધ ખતમ કરવા તૈયાર : ઈરાનના રાષ્ટ્રપતિ અમેરિકાએ હજારો વધારાના સૈનિકો, મરીન યુનિટ્સ અને પેરાટ્રૂપર્સ આ વિસ્તારમાં તૈનાત કર્યા છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે તેહરાન અમેરિકા સાથે ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષને સમાપ્ત કરવા માટે ‘જરૂરી ઈચ્છાશક્તિ’ ધરાવે છે. જાેકે, આ શાંતિ પ્રસ્તાવ સાથે ઈરાને શરત મૂકી છે કે તેમને ભવિષ્યમાં થનારા કોઈ પણ સંભવિત હુમલાઓ સામે મજબૂત ‘સુરક્ષા ગેરંટી’ આપવામાં આવે.આ ઘટનાક્રમમાં સૌથી મહત્ત્વની કડી એ છે કે ઈરાનના વિદેશ…
મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવ્યા હતા ૨૦ ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન વિમાન લેન્ડ થતાની સાથે જ તમામ ૨૦ મૃતદેહોને તેમના વતન મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી કુવૈતમાં વિવિધ કારણોસર જીવ ગુમાવનારા ૨૦ ભારતીયોના પાર્થિવ દેહ મંગળવારે લાંબી રાહ જાેયા બાદ કેરળના કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે વિમાન સેવાઓમાં મોટો વિક્ષેપ પડ્યો હતો, જેના લીધે આ મૃતદેહોને ભારત લાવવામાં ઘણો સમય લાગ્યો હતો. કુવૈત એરવેઝની વિશેષ ઉડાન કોલંબો થઈને કોચ્ચી પહોંચી હતી. આ એક ખાસ ફ્લાઇટ હતી જેમાં કોઈ મુસાફરો નહોતા, તે માત્ર પાર્થિવ દેહ લાવવા માટે જ…
ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત ‘બે-ત્રણ અઠવાડિયામાં યુદ્ધ પૂરું, ઈરાનમાં સત્તાપલટો સફળ’ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા આ સંકટની અસર ભારતમાં પણ જાેવા મળી રહી છે. યુદ્ધને કારણે ખાતરની કાળાબજારી વધી છે અને યુરિયાના ભાવમાં ૪ ગણો વધારો નોંધાયો છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અમેરિકન સેના આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન છોડી દેશે. ટ્રમ્પે દાવો કર્યાે છે કે ઈરાનમાં ‘રિજીમ ચેન્જ’ (સત્તા પરિવર્તન) નો તેમનો મુખ્ય લક્ષ્યાંક પૂરો થઈ ગયો છે, તેથી હવે આ સંઘર્ષને લાંબો ખેંચવાની કોઈ જરૂર નથી. સૌથી મહત્વની વાત એ છે કે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધ ખતમ કરવા માટે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


