- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે છેલ્લા દિવસોથી ભાજપની સરકાર એટલી હદે ડરી ગઈ છે કે રોજના પાંચ, ચાર અને દસ જેટલા કેસો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે બે વાગ્યે સુરેન્દ્રનગર, પોરબંદર પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી અને ગુંડાગીરી કરવામાં આવી હતી. ખંભાળિયા પોલીસે સાંજે પાંચ વાગ્યે કાર્યકર્તાઓ ઉપર ખોટી રીતે એફઆઈઆર નોંધાવી હતી, જ્યારે પરમદિવસે જૂનાગઢમાં પણ એફઆઈઆર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આખા ગુજરાતમાં એફઆઈઆરનો માહોલ સર્જાયો છે, કારણ કે ભાજપ સરકારને ડર લાગી ગયો છે. ખંભાળિયા ખાતે આમ આદમી…
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે તાજેતરમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, અને આ ચૂંટણીઓ પહેલાં જ ભાજપમાં ડર ફેલાઈ ગયો છે કે જનતા મત નહીં આપે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે અને લોકોને વધુ સમર્થન મળી રહ્યું છે, જેના કારણે ભાજપ આમ આદમી પાર્ટીને રોકવા અને તોડવા માટે અત્યાચાર અને ગંદી રાજનીતિ અપનાવી રહી છે. તેમણે જણાવ્યું કે રાજનીતિમાં મુદ્દાઓની લડાઈ હોવી જોઈએ, પરંતુ ભાજપ હિટલરશાહી પર ઉતરી આવી છે અને પોતાની સત્તા ટકાવવા માટે તમામ હદો પાર કરી દીધી છે. છેલ્લા ત્રણ મહિનામાં આમ આદમી પાર્ટીના…
સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ આજરોજ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપના વિરોધમાં લોકોની અંદર ખૂબ જ નકારાત્મકતા છે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો વિકલ્પ બની રહી છે ત્યારે આજે ગુજરાતની જનતાની વેદનાઓ છે, એ વેદનાઓની સામે ગુજરાતની જનતાની વચ્ચે 45 જેટલી એફઆઈઆરની એક લિસ્ટ છે. આ તમામ એફઆઈઆર એવી છે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપર અને નેતાઓ ઉપર છેલ્લા લગભગ થોડા મહિનાઓમાં કરવામાં આવી છે. સતત જો કોઈ આમ આદમી પાર્ટીનો કાર્યકર આમ આદમી પાર્ટીનું કામ કરતો હોય, લોકોના મુદ્દાઓ ઉઠાવતો હોય,…
ભાવમાં મોટો ઉછાળો અને મટીરિયલની અછત છોટા ઉદેપુરમાં રૂ. ૨૦૦ કરોડના રોડના કામો પર સંકટ ડામર અને ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી કરી દીધી છે છોટા ઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તથા જિલ્લા પંચાયત હસ્તકના અંદાજે ૨૦૦ કરોડ રૂપિયાના ડામરના રસ્તાની કામગીરી બંધ થઈ જાય તેવી કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિની અસર હવે સ્થાનિક વિકાસ કામો પર જાેવા મળી રહી છે, જેમાં ડામર અને ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ કોન્ટ્રાક્ટરોની હાલત કફોડી કરી દીધી છે.મળતી માહિતી અનુસાર, ડામરના ભાવ જે અગાઉ પ્રતિ ટન ૫૩,૦૦૦ રૂપિયા હતા, તે…
લોન મંજૂર કરાવી લાખો રૂપિયા પડાવ્યા શેઠના નામે આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરવી ભારે પડી વોટ્સઅપ પરથી એક જાેખમી ફાઈલ મોકલી આ કાંડને અંજામ આપ્યો હતો અમદાવાદમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં નિકોલ વિસ્તારમાં રહેતા અને વટવા GIDC ની એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષીય વિપુલ પટેલ સાથે ૧૦.૭૦ લાખ રૂપિયાની ડિજિટલ છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઠગોએ ફરિયાદીના શેઠનો મોબાઈલ હેક કરી, તેમના જ વોટ્સઅપ પરથી એક જાેખમી ફાઈલ મોકલી આ કાંડને અંજામ આપ્યો હતો.મળતી માહિતી અનુસાર, ૧૯મી ફેબ્રુઆરીના રોજ વિપુલભાઈ પોતાની નોકરી પર હતા, ત્યારે તેમના શેઠ જયંતિભાઈ પટેલના મોબાઈલ નંબર…
મહિલા મુસાફર પાસેથી ૫૫૩ ગ્રામ ગોલ્ડ જપ્ત અમદાવાદના SVPI એરપોર્ટ પર સોનાની દાણચોરી પકડાઈ કસ્ટમ્સ વિભાગે મહિલા મુસાફર વિરુદ્ધ કસ્ટમ્સ એક્ટ હેઠળ દાણચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર દાણચોરીના સોનાની જપ્તીનો સિલસિલો યથાવત્ ચાલુ છે.આજે વહેલી સવારે મલેશિયાના કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ અત્યંત જાેખમી અને અસામાન્ય રીતે છુપાવેલું ૫૫૩.૦૭ ગ્રામ (૨૪ કેરેટ) સોનું ઝડપી પાડ્યું છે. આ સોનાની અંદાજિત બજાર કિંમત ૮૩ લાખ રૂપિયાથી વધુ છે. મળતી માહિતી અનુસાર, કુઆલાલમ્પુરથી આવેલી ફ્લાઇટમાં આવેલી આ મહિલા મુસાફરની હિલચાલ કસ્ટમ્સના અધિકારીઓને શંકાસ્પદ લાગી. તેમની વર્તણૂક અને શારીરિક હાલત…
ફોર્મ-૬ના કારણે ઉભો થયો વિવાદ બંગાળ ચૂંટણી : ફોર્મ-૬ વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ સ્થિતિ તંગ થયા બાદ પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ વણસી ગઈ હતી પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફોર્મ-૬ મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. રિપોર્ટ મુજબ, આજે (૩૧ માર્ચ) કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર ભાજપ-ટીએમસી વચ્ચે જાેરદાર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ જાેતજાેતામાં બંને પક્ષના કાર્યકર્તાઓ હિંસક મારમારી પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને કેન્દ્રીય સુરક્ષાદળની ટીમ તહેનાત કરી દેવાઈ છે. વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થિતિનો તાક…
એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ લખનૌમાં કેબિનમાંથી નીકળતા ધુમાડા વચ્ચે સુરક્ષિત લેન્ડિંગ બાગડોગરાથી દિલ્હી જતી ફ્લાઇટમાં ધુમાડો જાેવા મળતાં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને તાત્કાલિક લખનૌ વાળવામાં આવ્યું સોમવારે સાંજે લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હંગામો મચી ગયો હતો જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટે મિડ-એર મેડે કોલ આપ્યો હતો. બાગડોગરાથી દિલ્હી જતી ફ્લાઇટમાં ધુમાડો જાેવા મળતાં કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને તાત્કાલિક લખનૌ વાળવામાં આવ્યું હતું. જાેકે, રાહતની વાત એ હતી કે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને બધા મુસાફરો સુરક્ષિત છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સેવા પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX…
હકવિઝન, ડેહુઆ, ટીપી લિંક જેવી મોટી કંપનીઓને અસર થશે દેશમાં ચીનની કંપનીઓના સીસીટીવી કેમેરાના વેચાણ પર પ્રતિબંધ સીસીટીવી વેચતી કંપનીઓ માટે સ્ટાન્ડર્ડાઈઝેશન ટેસ્ટિંગ ક્વોલિટી સર્ટિફિકેટ ફરજિયાત થતાં ચીની કંપનીઓને ફટકો પડશે કેન્દ્ર સરકારે સીસીટીવી કેમેરા માટે ૨૦૨૪માં નવો નિયમ બનાવ્યો હતો. એ વખતે સીસીટીવી કેમેરા વેચતી દરેક કંપનીને બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયગાળામાં દરેક કંપનીએ સર્ટિફાઈડ લેબમાંથી સ્ટાન્ડર્ડાઈઝેશન ટેસ્ટિંગ ક્વોલિટી સર્ટિફિકેટ લેવું જરૂરી હતું. ભારતમાં સીસીટીવી વેચતી ચીનની ટોચની કંપનીઓ આ માપદંડમાં ખરી ઉતરતી ન હોવાથી ૧લી એપ્રિલથી એ કંપનીઓનું સીસીટીવીનું વેચાણ બંધ થઈ જશે. નવા માપદંડ પ્રમાણે સીસીટીવી બનાવતી કંપનીઓએ સરકારને એ દર્શાવવું જરૂરી છે કે…
૨૦૦૦ પાઉન્ડના બંકર-બસ્ટર બોમ્બ ફેંકાયા અમેરિકી સેનાએ ઈરાનના પરમાણુ કેન્દ્રને બનાવ્યું નિશાન આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ અને દારૂગોળાના ડેપોને નષ્ટ કરવાનો હતો મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયો છે. મંગળવારે, ૩૧ માર્ચ ૨૦૨૬ના રોજ, અમેરિકી સેનાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વના શહેર ઈસ્ફહાન પર મોટો હવાઈ હુમલો કર્યો છે.મીડિયા રિપોર્ટના અહેવાલો અનુસાર, આ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ અને દારૂગોળાના ડેપોને નષ્ટ કરવાનો હતો. આ હુમલાની સૌથી ભયાનક બાબત તેમાં વપરાયેલા હથિયારો છે. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈસ્ફહાન પર આશરે ૨૦૦૦ પાઉન્ડ (૯૦૭ કિલોગ્રામ) વજનના શક્તિશાળી બંકર-બસ્ટર બોમ્બ ફેંકવામાં…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


