- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મુખ્ય પ્રવક્તા પ્રિયંકા કક્કડે પંજાબને નશામુક્ત બનાવવાના મુદ્દે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપેલા નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ અને અકાલી દળની સરકારોએ જ પંજાબને નશામાં ડૂબાડ્યું હતું, પરંતુ હવે “આપ” સરકાર તે નશા તસ્કરોની કમર તોડી રહી છે. જે આંતરરાષ્ટ્રીય નશા તસ્કરોને ભાજપ-અકાલી સરકારના મંત્રીઓ પોતાના ઘરે આશરો આપતા હતા, આજે તેમનો ધંધો બરબાદ થઈ ગયો છે. તેમણે કહ્યું કે કેન્દ્રિય ગૃહમંત્રી ભાજપ શાસિત ગુજરાત અને ઉત્તર પ્રદેશ પર ધ્યાન આપે, જ્યાં ઉંદરો ડ્રગ્સ ખાઈ રહ્યા છે. “આપ” સરકાર પંજાબને તો નશામુક્ત બનાવી જ દેશે. જો અમિત શાહ નશા વિરુદ્ધ કડકાઈ…
અમેરિકાનું મોટું નિવેદન થોડા જ દિવસોમાં યુદ્ધનો અંત, હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સની વસૂલી અસ્વીકાર્ય અમેરિકાએ સંકેત આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્ધનો બોજ હવે ખાડી દેશો પર નાંખશે. ખાડી દેશો પાસેથી યુદ્ધના પૈસા વસૂલવામાં આવશે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને ૧ મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત થયા છે જ્યારે હજારો કરોડનો ખર્ચ પણ થઈ રહ્યો છે. એક તરફ જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ શાંતિની વાતો કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ઈરાનનો દાવો છે કે અમેરિકા તેના સૈનિકોને જમીન પર ઉતારવા તૈયારી કરી રહ્યું છે. જાેકે વિશ્વના અનેક દેશો આ સંઘર્ષ સમાપ્ત કરવા પણ…
બોલિવૂડના બેનર નડિયાદવાલા ગ્રાન્ડસનનું ગુજરાતી સિનેમામાં પદાર્પણ ગુજરાતી ફિલ્મ ‘ધબકારો’ ગુજરાત સ્થાપના દિને સિનેમાઘરોમાં આવશે ફિલ્મનું લેખન અને ર્નિદેશન નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અભિષેક શાહ દ્વારા કરવામાં આવ્યું ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પોતાના ભવ્ય ૭૫ વર્ષ પૂર્ણ કરી રહેલા પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ બેનર હવે પ્રથમ વખત ગુજરાતી સિનેમામાં ડગ માંડવા જઈ રહ્યું છે. ‘ધ મુવિંગ મંચ’ અને ‘હરફનમૌલા ફિલ્મ્સ’ના સહયોગમાં બનેલી આ ગુજરાતી ફિલ્મ ‘ધબકારો’ ગુજરાત દિવસ એટલે કે ૧ મે, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ ફિલ્મનું લેખન અને ર્નિદેશન નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અભિષેક શાહ દ્વારા કરવામાં આવ્યું…
ફિરોઝ ખાનની આઈકોનિક ફિલ્મ સાથેનું કનેક્શન ‘ધુરંધર’ના વિવાદ વચ્ચે ૪૬ વર્ષ જૂનો વીડિયો વાઇરલ ‘ધુરંધર’એ રિલીઝના માત્ર ૧૧ દિવસમાં જ આ ફિલ્મે ભારતમાં ૧૦૧૧.૯૫ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર ૨’ અત્યારે સિનેમાઘરોમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. રિલીઝના માત્ર ૧૧ દિવસમાં જ આ ફિલ્મે ભારતમાં ૧૦૧૧.૯૫ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે, જ્યારે વિશ્વભરમાં તેનું કુલ કલેક્શન ૧૩૬૧.૯૫ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જાેકે, આ ભવ્ય સફળતાની સાથે જ ફિલ્મ વિવાદોમાં પણ ઘેરાઈ છે. સોશિયલ મીડિયા પર એક વર્ગ આ ફિલ્મના વખાણ કરતા થાકતો નથી, તો બીજી તરફ કેટલાક લોકો…
ફિલ્મનું નિર્માણ સૈયાની ગુપ્તા મુવીઝ હેઠળ થયું છે એક્ટ્રેસ સૈયાની ગુપ્તાનું ડિરેક્શન ક્ષેત્રે પદાર્પણ ફિલ્મ બનાવવાનું સૈયાનીનું સપનું છેલ્લા ૧૭ વર્ષથી હતું, જે સમયે તેણે ફિલ્મ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો સૈયાની ગુપ્તા હવે નવી સર્જનાત્મક દિશામાં આગળ વધી રહી છે, કારણ કે તે તેની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ શોર્ટ ફિલ્મ આસમાની સાથે આવી રહી છે. આ પ્રોજેક્ટમાં તે માત્ર ડિરેક્શન જ નહીં પરંતુ લેખન અને પ્રોડક્શન પણ સંભાળી રહી છે, જેને કારણે આ ફિલ્મ તેના માટે વ્યક્તિગત રીતે પણ ઘણી મહત્વની છે. ફિલ્મમાં પીઢ એક્ટ્રેસ રેવતી મુખ્ય ભૂમિકામાં છે, સાથે જ ન્યૂકમર ડેરિયા બેદીને આ ફિલ્મ દ્વારા લોંચ કરવામાં આવી રહી છે.…
ક્રિતિએ એક કાર્યક્રમમાં તેની ટીકા કરતાં લોકો વિશે વાત કરી મિમીએ મારા માટે બધું બદલી નાખ્યું : ક્રિતિ સેનન ક્રિતિ માટે, ફિલ્મ તેની સીમાઓને આગળ ધપાવવાની અને પોતાની ક્ષમતાનો પુરાવો આપવાની તક બની દેશની ટોચની અભિનેત્રીઓમાંની એક, ક્રિતિ સેનન દરેક પ્રોજેક્ટ સાથે એક બહુમુખી કલાકાર તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરતી રહે છે. જ્યારે તેની ફિલ્મોગ્રાફી સતત વિકાસ દર્શાવે છે, ત્યારે મિમી તેની એવી ફિલ્મ છે જેને તે પોતાની સફરની એક મહત્વની ક્ષણ તરીકે માને છે.તાજેતરમાં એક ઇવેન્ટમાં વાત કરતાં, ક્રિતિએ ખુલાસો કર્યાે કે આ ફિલ્મે અભિનેત્રી તરીકે તેની દૃષ્ટિ કેવી રીતે બદલી. “મને લાગે છે કે આ મારા જીવનનો એક…
ગાંધીનગરમાં દારૂના વેચાણની છૂટ આપી વિવાદ જગાવનાર રાજ્યની ભાજપ સરકારે હવે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં પણ દારૂને આંશિક છૂટ આપતા નવા વિવાદને જન્મ આપ્યો છે. અગાઉ પરમિટ ધારકોને અન્ય શહેરોમાંથી દારૂ મેળવવો પડતો હતો, પરંતુ હવે ભાજપ સરકારની કૃપાથી કેટલીક પસંદગીની હોટલોમાં તારીખ ૧લી એપ્રિલથી દારૂનું વેચાણ શરૂ થવાનું છે. આ નિર્ણયને લઈને વિવિધ સ્તરે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પોરબંદર શહેર પ્રમુખ ડૉ. નૂતન ગોકાણીએ એક વિડિયો સંદેશ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. ડૉ. નૂતન ગોકાણીએ જણાવ્યું હતું કે હોટલોમાં દારૂ વેચવાની છૂટ આપવામાં આવી છે, જે અત્યંત શરમજનક અને ખેદજનક બાબત છે, ખાસ કરીને…
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ અને જાણીતા ખેડૂત નેતા પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે સરકાર ખેડૂતો માટે મસમોટી જાહેરાતો કરે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર તેનું અમલીકરણ થતું હોય તેવું દેખાતું નથી. તાજેતરમાં સરકારે આઈ-ખેડૂત પોર્ટલની વેબસાઈટની શરૂઆત કરી અને ખેત ઓજારો માટે ખેડૂત અરજી કરી શકે તેના માટે એક મહિનાની અવધિ આપી છે. પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા પાંચ દિવસથી શરૂ થયેલી આ વેબસાઈટ શરૂઆતના ત્રણ દિવસમાં તો ખુલી જ નહીં, એ મુદ્દે મને ઘણા…
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક વિડિઓના માધ્યમથી ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં અખબારમાં સમાચાર આવ્યા હતા કે પોલીસે પકડેલા ડ્રગ્સમાંથી અંદાજે 35 ટકા મુદ્દામાલ ગાયબ થઈ ગયો છે, જેની કિંમત અંદાજે ૨૫થી ૩૦ હજાર કરોડ રૂપિયા થાય છે. આ મામલે જ્યારે CAG દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે પોલીસે જવાબ આપ્યો કે ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા છે. સાથે જ અન્ય એક ઘટનામાં પોલીસે પકડેલું અફીણ પોલીસ સ્ટેશનમાં ઓગળી ગયું હોવાનું પણ સામે આવ્યું છે. અદાલતે જ્યારે નાશ કરવા કહ્યું ત્યારે ૩૮ કિલોમાંથી માત્ર ૨ કિલો જ અફીણ નાશ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. ગોપાલ…
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પર મને દયા આવે છે. તમે લોકો ડ્રગ્સ પકડી શકતા નથી અને બેફામપણે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઉંદર ખાઈ જાય છે અફીણને હવા ખાઈ જાય છે અને આખું ગુજરાત રામ ભરોસે ચાલી રહ્યું છે અને બીજી બાજુ તમે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર અત્યાચારની સીમા વટાવી દીધી છે. તમે ગુજરાત સંભાળી શકતા નથી અને આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જેઓ લોકો માટે અવાજ ઉઠાવે છે, લોકોના મુદ્દાઓની રજૂઆત કરે છે, તેમના પર તમે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


