- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) દેશભરની જેલોમાં જેલની ક્ષમતા કરતાં વધુ કેદીઓની સંખ્યા અને અમાનવીય સ્થિતિ અંગે કડક વલણ અપનાવી ને સુપ્રીમ કોર્ટે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૧૮ મે,૨૦૨૬ સુધી જેલો અંગેની સર્વગ્રાહી તાજી માહિતી સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે મહિલા જેલોની સંખ્યા અને તેમના માટે ઉપલબ્ધ સુવિધા અંગેની પણ માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટે જેલોમાં અમાનવીય સ્થિતિ અંગે સુઓ-મોટો કેસની સુનાવણી કરતાં આ આદેશ જારી કર્યો હતો. આ કેસમાં એમિકલ ક્યુરી( ભાવનાત્મક ઉપચાર, ભાવનાત્મક તણાવ, ચિંતા અથવા ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે થાય છે.) તરીકે કોર્ટને મદદ કરી રહેલા સિનિયર એડવોકેટ ગૌરવ અગ્રવાલે ધ્યાન દોર્યું હતું કે…
સોનાના વાયદામાં રૂ.2095, ચાંદીના વાયદામાં રૂ.2597 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.202ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.30485.88 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.67504.78 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22627.92 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 34433 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.97992.94 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.30485.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.67504.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 34433 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2684.62 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22627.92 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.140287ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.142800 અને નીચામાં…
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે જુનાગઢ ખાતે કલેકટરની અધ્યક્ષતામાં આયોજિત જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી. આ બેઠકમાં ભેંસાણની સહકારી મંડળીઓ સહિતના અનેક મુદ્દે રજૂઆત કરવામાં આવી. જે ખેડૂતોને લોન મળવા પાત્ર નથી એ ખેડૂતોના ખાતામાં મોટા રૂપિયા નાખવામાં આવ્યા તો તેની તપાસ ક્યાં સુધી પહોંચી અને FIR થઈ છે કે નહીં અને કોર્ટમાં કેસ ક્યાં સુધી પહોંચ્યો એ મુદ્દે પણ ચર્ચા થઈ. જે ખેડૂતોએ મંડળીઓમાં થાપાણો જમા કરાવી છે એ પાછી ક્યારે…
અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભામાં ભાજપના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ઇન્ડિયા કોલોની વોર્ડના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તેમજ જનરલ બોડીના મંત્રી મનીષાબેન મુરારકા અને સામાજિક આગેવાન ગોવિંદભાઈ ગોસ્વામી આજે 200થી વધુ મહિલા કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યુ હતુ. આથી પરિવર્તનની આ લહેર હવે અટકશે નહીં તેવી પ્રબળ રાજકીય સંકેત મળ્યો છે. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપે ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકો તથા કાર્યકરોના સપનાઓને તોડી નાખ્યા છે. કોઈપણ કાર્યકર જ્યારે…
આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, ઇસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા, ઇસ્ટ ઝોન સંગઠન મંત્રી નરેશ બારીયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દાહોદ તથા આસપાસના વિસ્તારના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં તમામ જાતિ-ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા…
એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર.૨૯ માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-૨ પરથી ઉડાન ભરશે.એરલાઈનની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન તો અગાઉથી જ ટર્મિનલ-૨ પરથી થઈ રહ્યું છે.એર ઈન્ડિયાએ આજે(૨૭ માર્ચ) જાહેરાત કરી છે કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કામગીરી ૨૯ માર્ચ, ૨૦૨૬થી ટર્મિનલ-૧ પરથી ટર્મિનલ-૨ પર સ્થાનાંતરિત કરવામાં આવશે. આ ફેરફારમાં અમદાવાદથી આવતી-જતી એર ઈન્ડિયાની સાપ્તાહિક ૨૧૦ ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, એરલાઈનની ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનું સંચાલન તો અગાઉથી જ ટર્મિનલ-૨ પરથી થઈ રહ્યું છે, હવે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ ત્યાંથી જ ઓપરેટ થશે. ૨૯ માર્ચથી એર ઈન્ડિયાની તમામ ફ્લાઈટ્સનું આગમન અને પ્રસ્થાન ફક્ત…
સુરત મ્યુનિ. કમિશનર રસ્તા પર ઉતર્યા.BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકોને પાઠ ભણાવ્યો.મ્યુનિ. કમિશનરે સ્થળ પર જ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત વાહનચાલકોને રોકી ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવી પાઠ ભણાવ્યો.સુરત મ્યુનિ. કમિશનર દ્વારા વિવિધ ઝોનમાં સરપ્રાઈઝ વિઝીટ કરી સફાઈ અભિયાન કરી રહ્યાં છે તે દરમિયાન માટે પર્વત પાટિયાથી પુણા કેનાલ રોડ સુધીના BRTS કોરિડોરમાં કેટલાક વાહનો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા જાેવા મળ્યા હતા. મ્યુનિ. કમિશનરે સ્થળ પર જ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંબંધિત વાહનચાલકોને રોકી ટ્રાફિક શિસ્તનું મહત્વ સમજાવી પાઠ ભણાવ્યો હતો. BRTS કોરિડોરમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાથી જાહેર પરિવહન વ્યવસ્થામાં અવરોધ ઊભો થાય છે અને અકસ્માતની શક્યતા વધે છે. હવે પછી જાે…
સૂતેલા લોકો પર હુમલો કરી કાન કાપી લેતા.ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ.આ પ્રકારની ઘટનાઓને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જાેવા મળતો હતો.અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા આઠ મહિનાથી રાત્રિના સમયે ખેતરોમાં રખેવાળી કરતા શ્રમિકો અને ખેડૂતો માટે કાળ સમાન બનેલી ગેંગને ઝડપી પાડવામાં અમદાવાદ ગ્રામ્ય પંથકમાં મોટી સફળતા મળી છે. ઊંઘતા લોકોના કાન કાપીને સોનાના દાગીનાની લૂંટ ચલાવતી ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. મળતી માહિતી અનુસાર, સાણંદ, ચાંગોદર અને કેરાળા GIDC, જેવા વિસ્તારોમાં ખેતરોમાં પાકની રખેવાળી કરવા સૂતેલા ખેડૂતો અને મહિલાઓ પર આ ગેંગ ત્રાટકતી હતી. લૂંટારુઓ એટલા…
શિખરને સ્થાને ત્રિશૂળ બનશે નવી ઓળખ.સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો ૭૭ વર્ષે બદલાયો.ટ્રસ્ટનો નવો લોગો ૧ એપ્રિલથી અમલમાં આવશ.પ્રથમ જ્યોતિર્લિંગ અને વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો બદલવામાં આવ્યો છે. ટ્રસ્ટે સ્થાપનાને ૭૭ વર્ષ બાદ લોગો બદલવાનો ર્નિણય કર્યો છે. નવા લોગોમાં ત્રિશૂળને પ્રતિત કરવામાં આવ્યું છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે સ્થાપના આટલાં વર્ષો બાદ પ્રથમ વખત લોકો બદલ્યો છે. ટ્રસ્ટનો નવો લોગો આગામી ૧ એપ્રિલથી સત્તાવાર રીતે અમલમાં આવશે. અગાઉના લોગોમાં મંદિરનું શિખર દર્શાવવાની સાથે તેમાં જય સોમનાથ લખેલુ હતું. જ્યારે હવે નવા લોગોમાં વાદળી કલરના બેકગ્રાઉન્ડ પર ત્રિશૂળ દર્શાવવામાં આવ્યું છે અને તેની નીચે સોમનાથ લખ્યું છે. ટ્રસ્ટના વિવિધ…
DAC એ આપી મંજૂરી.ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ.રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી ડિફેન્સ સિસ્ટમની વધારાની બેટરી ખરીદવાની મંજૂરી આપી.ભારત તેના સંરક્ષણ સાધનોનું મોટા પાયે અપગ્રેડ કરી રહ્યું છે. ૨૭ માર્ચ, ૨૦૨૬ ના રોજ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આશરે રૂ.૨.૩૮ લાખ કરોડના અંદાજિત ખર્ચ સાથે વિવિધ દરખાસ્તો માટે સ્વીકૃતિની આવશ્યકતા (AoN) મંજૂર કરવામાં આવી. રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના માટે રશિયા પાસેથી જી-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમની વધારાની બેટરી ખરીદવાની મંજૂરી આપી છે. રક્ષા મંત્રાલયની ડિફેન્સ એક્યુજેશન કાઉન્સિલ (DAC) એ આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં આ પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


