- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
જીગરાએ શેર કરી પોસ્ટ.૧૦ વર્ષની યાદગાર સફર બાદ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર.‘જીગરા’ તરીકે લોકપ્રિય જિગરદાન ગઢવીની અચાનક નિવૃત્તિથી ફેન્સમાં આશ્ચર્ય અને નિરાશાનો માહોલ.ગુજરાતી પ્લેબેક સિંગર, ગીતકાર અને સંગીતકાર જિગરદાન ગઢવીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષની સફળ સફર બાદ પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની આશ્ચર્યજનક જાહેરાત કરી છે. સિંગરે રામ નવમીના દિવસે કરેલી આ જાહેરાતથી ગુજરાતી ઈન્ડસ્ટ્રી અને ફેન્સ ચોંકી ગયા છે. જાેકે તેઓ સ્વતંત્ર સંગીત અને લાઈવ શોમાં સક્રિય રહી શકે છે. જિગરદાનની પોસ્ટમાં આદિત્ય ગઢવી, મલ્હાર ઠાકર અને સિદ્ધાર્થ અમિત ભાવસાર જેવા જાણીતા કલાકારોએ પણ પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસ આરોહી પટેલે કોમેન્ટમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દુસરો કે લિયે ગાના ગાને…
મેકર્સે બુધવારે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી.અનન્યાની ‘ચાંદ મેરા દિલ’ મુલતવી, હવે ૨૨ મેએ રિલીઝ માટે તૈયાર.૨૦૨૪માં, કરણ જાેહરે ફિલ્મનાં ફર્સ્ટ-લૂક પોસ્ટર્સ શેર કર્યાં હતાં અને લખ્યું હતું કે આ એક જુદા જ પ્રકારની પેશેનટ લવ સ્ટોરી હશે.એક તરફ અનન્યા પાંડેની વેબ સિરીઝની ચર્ચા છે, તો બીજી તરફ તેની ફિલ્મ ચાંદ મેરા દિલની રિલીઝ પાઠી ઠેલાઈ છે. જેમાં તેની સાથે લક્ષ્ય મુખ્ય ભૂમિકામાં છે. ધર્મા પ્રોડક્શન દ્વારા બનેલી આ રોમેન્ટિક ફિલ્મ હવે ૧૦ એપ્રિલની જગ્યાએ ૨૨ મેના રોજ સિનેમાઘરોમાં આવશે. મેકર્સે બુધવારે સોશિયલ મીડિયા દ્વારા આ ફેરફારની જાહેરાત કરી હતી.આ ફિલ્મનું ડિરેક્શન વિવેક સોનીએ કર્યું છે, જેમણે અગાઉ મીનાક્ષી સુંદરેશ્વર…
પ્રતિબંધ હોવા છતાં કુરિવાજથી હજારો મહિલાઓના અકુદરતી મોત થાય છે.દહેજને કારણે થતાં મૃત્યુ સમાજ પર ગંભીર કલંક : સુપ્રીમ કોર્ટ.દહેજને કારણે મૃત્યુ જેવા ખૂબ જ ગંભીર ગુનામાં હાઈકોર્ટે પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જાેઈતી હતી.દહેજના કારણે થતાં મૃત્યુને સમાજ માટે ગંભીર કલંક ગણાવી સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કાયદામાં દહેજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતા આ સામાજિક કુરિવાજને કારણે હજારો મહિલાઓના અકુદરતી મોત થઈ રહ્યાં છે. દહેજ મૃત્યુ કેસમાં એક પુરુષના જામીન રદ કરતા ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને વિજય બિશ્નોઈની બનેલી ખંઠપીઠે અવલોકન કર્યું હતું કે આરોપીને જામીન પર મુક્ત કરવાનો પટણા હાઈકોર્ટનો આદેશ સંપૂર્ણપણે અયોગ્ય…
૨૫ થી ૨૯ વર્ષના ૨૦ ટકા ગ્રેજ્યુએટ્સ બેકાર.ભારતમાં ૪૦% યુવા ગ્રેજ્યુએટ્સ પાસે કોઈ નોકરી નથી.દેશમાં દર વર્ષે એવરેજ ૫૦ લાખ ગ્રેજ્યુએટ્સ ઉમેરાય છે, જેમાંથી માત્ર ૨૮ લાખ જ નોકરી મેળવી શકે છે.દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોની સંખ્યા ઝડપથી વધી રહી છે પરંતુ, તેમના માટે નોકરીઓ ઉપલબ્ધ નથી. જેના કારણે દેશમાં ગ્રેજ્યુએટ બેરોજગારોની સંખ્યામાં વધારો થયો છે. તાજેતરના રિપોર્ટમાં આ ચિંતાજનક હકીકત સામે આવી છે. રિપોર્ટ મુજબ, દેશમાં ૨૦૦૪થી ૨૦૨૩ દરમિયાન દર વર્ષે સરેરાશ ૫૦ લાખ ગ્રેજ્યુએટ્સ ઉમેરાયા પરંતુ, તેની સામે નોકરી ફક્ત ૨૮ લાખને જ મળી. દેશમાં ૨૫ વર્ષ સુધીની ઉંમરના ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર આશરે ૪૦ ટકા જેટલો છે. ૨૫થી…
શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક.સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ!.વન-પર્યાવરણ, પુરવઠા, ગૃહ, માર્ગ મકાન સહિત અન્ય સરકારી વિભાગોમાં ગોઠવણિયા રાજ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.એક તરફ, રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે, સરકારી વિભાગોમાં ભરતી કરીને શિક્ષિત યુવાઓને તક આપવામાં આવી રહી છે. વાસ્તવમાં આજે પણ સરકારી વિભાગોમાં નિવૃત્તિ પછી પણ કરાર આધારિત નોકરી આપવાનો ક્રમ જારી રહ્યો છે. ૫૮ વર્ષ નિવૃત્તિ પછી પણ સરકારના માનીતા અધિકારીઓને પુન: તક આપી નોકરીમાં ગોઠવી દેવાયા છે. પરિણામે સચિવાલય, બોર્ડ-નિગમો જાણે ઘરડાઘરમાં તબદીલ થયું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.વન-પર્યાવરણ, પુરવઠા, ગૃહ, માર્ગ મકાન સહિત અન્ય સરકારી વિભાગોમાં ગોઠવણિયા રાજ ચાલી રહ્યું…
મિડલ ઈસ્ટ યુદ્ધમાં મોટી રાહત.ટ્રમ્પે ઈરાનના ઊર્જા મથકો પરના હુમલા ૧૦ દિવસ અટકાવ્યાં.છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનના તેલ અને ઉર્જા કેન્દ્રો પર ભીષણ હુમલા કરી રહ્યા હતા, જેનો હેતુ ઈરાનની આર્થિક કમર તોડવાનો હતો.અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પ્રથમ વખત નરમાશ જાેવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના ઊર્જા મથકો પર થનારા હુમલાઓને આગામી ૧૦ દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. ટ્રમ્પના મતે, ઈરાન સરકારના અનુરોધ પર આ ર્નિણય લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવાની તક મળી શકે.ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા…
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા.ગીર સોમનાથમાં ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ; ત્રણ ઝબ્બે.નવાબંદર મરીન પોલીસે ત્રણ વાહનમાંથી ૮૮૦૦ લિટર શંકાસ્પદ ડીઝલ અને રૂ.૨૫ લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગીર સોમનાથમાં ૮૮૦૦ લિટર જેટલું ડીઝલ જપ્ત કરી પોલીસે શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. નવાબંદર મરીન પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરી કરતા ત્રણ શખ્સોને રંગેહાથ પકડી પાડ્યા છે અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે આટલી મોટી માત્રામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો જપ્ત થતા આ મામલે હાલ ગીર સોમનાથ પંથકમાં ચકચાર મચી છે. વિગતે વાત કરીએ તો, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની…
ઇમરજન્સી વોર્ડમાં હાલાકીની પરાકાષ્ઠા.નવસારી: સિવિલમાં ફરી વળ્યા ગટરના પાણી.હોસ્પિટલની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સીધા ઇમરજન્સી વોર્ડમાં ફરી વળ્યા છે.દક્ષિણ ગુજરાતની મહત્વની ગણાતી નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલના વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે દર્દીઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતાં ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી સીધા ઇમરજન્સી વોર્ડમાં ફરી વળ્યા છે. નવસારી સિવિલના જે ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોય છે, ત્યાં અત્યારે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. ડ્રેનેજ લાઇન ઉભરાતા ગંદુ પાણી વોર્ડની અંદર…
૬૫૦થી વધુ ખેલાડીઓ લેશે ભાગમાધવપુર ઘેડના મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે.આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, ૧૦૦ મીટર દોડ, નાળીયેર ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના પોરબંદર નજીક માધવપુર ઘેડનો મેળો યોજાય છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર ‘બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ‘નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે ૨૭ માર્ચથી ૩૦ માર્ચ…
મધ્ય પૂર્વ યુદ્ધ અંગે પુતિનની ભવિષ્યવાણી.શું થશે તે કોઈને ખબર નથી, કોરોના જેવું ગંભીર પરિણામ આવશે.પુતિને કહ્યું કે આ યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન અને સપ્લાય ચેઈન પહેલેથી જ ખોરવાઈ ગઈ છે.રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને કહ્યું કે મધ્ય પૂર્વના યુદ્ધમાં આગળ શું થશે તે કોઈ કહી શકતું નથી. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાન યુદ્ધના પરિણામો કોવિડ-૧૯ મહામારી જેટલા જ ગંભીર હોઈ શકે છે. મોસ્કોમાં બિઝનેસ ફોરમને સંબોધતા પુતિને કહ્યું કે આ યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન અને સપ્લાય ચેઈન પહેલેથી જ ખોરવાઈ ગઈ છે. આ સાથે હાઈડ્રોકાર્બન, મેટલ અને ફર્ટિલાઈઝર સેક્ટર પર પણ દબાણ વધ્યું છે. પુતિને કહ્યું કે, યુદ્ધમાં સામેલ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


