- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
વધતી માગને કારણે કારીગરોને અત્યારે સારો ધંધો મળી રહ્યો છે.કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ધંધાર્થીઓ કોલસાની સગડી તરફ વળ્યા.શહેરમાં વેલ્ડિંગ સહિતનું કામ કરતાં કારીગરો પાસે સગડી બનાવડાવવા માટે ધંધાર્થીઓની લાઈનો લાગી રહી છે.ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિને કારણે ભુજમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતાં શહેરના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ અને ચાની કેબિનો ચલાવતા વેપારીઓ માટે રસોઈ ગેસ વિના વ્યવસાય ચલાવવો કઠિન બની રહ્યો છે. અનેક સ્થળોએ ગેસ સિલિન્ડર સમયસર ન મળતાં શટર ડાઉન કરવાની ફરજ પડી રહી છે, જેના કારણે રોજગારમાં પણ તેની સીધી અસર જાેવા મળી રહી છે. ત્યારે ગેસની અછત વચ્ચે વેપારીઓએ હવે વિકલ્પ તરીકે…
અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવાનું પ્રમાણ.ગુજરાતમાં દારૂનો દરિયો, એક જ વર્ષમાં ૨૩૧ કરોડનો વિદેશી દારૂ પકડાયો.ગુજરાતમાં કહેવાતી નશાબંધી વચ્ચે દારૂ અને ડ્રગ્સની હેરાફેરીના જે આંકડા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં કહેવાતી નશાબંધી વચ્ચે દારૂ અને ડ્રગ્સની હેરાફેરીના જે આંકડા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે, તે ચોંકાવનારા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સંકલિત માહિતી મુજબ, રાજ્યમાં માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ, બિયર અને ઘાતક ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. આ આંકડા સાબિત કરે છે કે બુટલેગરો અને ડ્રગ માફિયાઓ પોલીસના ડર વગર રાજ્યમાં નશાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. વિધાનસભામાં રજૂ થયેલી વિગતો અનુસાર, છેલ્લા એક…
ટૂંક સમયમાં દોડશે નવી ટ્રેન.ખેડબ્રહ્મા-અસારવા રેલવે લાઈન પર ટ્રાયલ રન સફળ.તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા આ રૂટ પર ઈન્સ્પેક્શન ટ્રેન એન્જિન સાથેનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું છે.ઉત્તર ગુજરાતના રેલવે મુસાફરો અને લાખો શ્રદ્ધાળુઓ માટે મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્માથી અમદાવાદના અસારવા સુધી વાયા હિંમતનગર નવી ઈલેક્ટ્રિક રેલવે સેવા શરૂ થવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા આ રૂટ પર ઈન્સ્પેક્શન ટ્રેન એન્જિન સાથેનું સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના મીટરગેજ ટ્રેકને ઈલેક્ટ્રિક બ્રોડગેજમાં રૂપાંતરિત કર્યા બાદ, હવે ટ્રેન દોડાવવા માટેનું પરીક્ષણ તેજ કરવામાં આવ્યું છે.…
૧૯ વર્ષથી હિસાબ જ નથી આપ્યો: CAG.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકાર.આ બોર્ડે વર્ષ ૨૦૦૬-૦૭ થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી.રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા ૧૯ વર્ષથી પોતાનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે. ઝ્રછય્ ના અહેવાલો મુજબ, આ બોર્ડે વર્ષ ૨૦૦૬-૦૭ થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી. સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના કુલ ૧૯ વાર્ષિક અહેવાલો બાકી બોલે છે. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીની સ્થિતિએ, આ સંસ્થાએ…
દહેજ અને અત્યાચારના કિસ્સાઓમાં વધારો!.રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના ચિંતાજનક આંકડા જાહેર.વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૪ કેસ, ૨૦૨૧-૨૨માં ૭૨ કેસ અને ૨૦૨૨-૨૩માં ૫૨ કેસ નોંધાયા હતા.ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે આજે ગૃહમાં અતરાંકિત પ્રશ્નો ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અંગેના અધિકૃત આંકડાઓ સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં દહેજને કારણે થતા આપઘાત અને અનુસૂચિત જાતિની મહિલાઓ પર થતા અત્યાચારોની ઘટનાઓમાં નોંધપાત્ર સંખ્યા જાેવા મળી છે. જે મુજબ દહેજ પ્રથાનો ભોગ બનતી મહિલાઓ આંકડા સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન દહેજને કારણે મહિલાઓના આપઘાતના અનેક કિસ્સાઓ નોંધાયા છે. વર્ષ…
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો.જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર ર્નિભર નથી.અદાલતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી.સુપ્રીમ કોર્ટે જમીન સંપાદનના કેસમાં ખેડૂતો અને જમીન માલિકોના હિતમાં મહત્વનો ર્નિણય સંભળાવતા સ્પષ્ટ કહ્યું છે કે, વળતરની બંધારણીય ગેરંટી સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં. અદાલતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે, વળતર અને વ્યાજની રકમ કેટલી મોટી છે અથવા તેનાથી કેટલો નાણાકીય બોજ પડશે તેના આધારે ન્યાયના સિદ્ધાંતો બદલાઈ શકે નહીં. આ સમગ્ર વિવાદ એનએચએઆઈ દ્વારા ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ આપવામાં…
કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કંપનીઓને તેમના પ્લાનમાં ૩૦-દિવસની વેલિડિટી વિકલ્પ ઓફર કરવાની જરૂર રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં આ મુદ્દો જાેરદાર રીતે ઉઠાવ્યો હતો ભારતમાં મોબાઇલ રિચાર્જ પ્લાન પર લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા હવે સરકારી સ્તરે પહોંચી ગઈ છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર ટેલિકોમ કંપનીઓને ૩૦-દિવસની વેલિડિટીવાળા પ્લાન વધુ સ્પષ્ટ રીતે ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ૨૮-દિવસના પ્લાનમાં સમસ્યા અનુભવી રહેલા વપરાશકર્તાઓ તરફથી વધતી ફરિયાદોને પગલે આ પગલું લેવામાં આવી રહ્યું છે. રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં રાજ્યસભામાં આ મુદ્દો જાેરદાર રીતે ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન પ્લાન હેઠળ, જાે વપરાશકર્તાઓને પૂરા પાડવામાં આવતા દૈનિક ડેટાનો સંપૂર્ણ…
કોંગ્રેસ સરકાર પાસેથી કામચલાઉ મુદત માંગી શકે છે કોંગ્રેસને દિલ્હીની વર્ષો જુની પાર્ટી ઓફિસ ખાલી કરવા મળી નૉટિસ કોંગ્રેસ પાર્ટીને રાષ્ટ્રીય મુખ્યાલય, ૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પરથી ખાલી કરાવવાની નોટિસ મળી કોંગ્રેસ અને ગાંધી પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસ પાર્ટીને દિલ્હીમાં તેના રાષ્ટ્રીય મુખ્યાલય, ૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પરથી ખાલી કરાવવાની નોટિસ મળી છે. બંને જગ્યાઓ ખાલી કરવાની અંતિમ તારીખ ૨૮ માર્ચ નક્કી કરવામાં આવી છે. ૨૪ અકબર રોડ અને ૫ રાયસીના રોડ પરની જગ્યા ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ, કોંગ્રેસ કાનૂની વિકલ્પો શોધી રહી હોવાનું કહેવાય…
૧૦ વર્ષની જેલ થઈ શકે અમેરિકામાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે ભેગા થયેલા નાણાંનો અંગત મોજશોખ અને કારના હપ્તા ભરવા ઉપયોગ કર્યો હતો અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય મૂળના જાણીતા જજ કેપી જ્યોર્જને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ફોર્ટ બેન્ડ કાઉન્ટીની અદાલતમાં એક સપ્તાહ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ જ્યુરીએ તેમને ચૂંટણી ફંડના દુરુપયોગ સાથે જાેડાયેલા બે કેસમાં ગુનેગાર માન્યા છે. આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે ભેગા થયેલા નાણાંનો અંગત મોજશોખ અને કારના હપ્તા ભરવા માટે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં હવે ૧૬ જૂનથી સજાની…
ટ્રમ્પનો ફરી મોટો દાવો ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત પત્રકારો સાથે વાત કરતા યુએસ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હવે અમેરિકા સાથે કરાર કરવા માટે આતુર છે મિડલ ઈસ્ટના ભીષણ જંગ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર અચાનક બદલાયા છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હવે અમેરિકા સાથે કરાર કરવા માટે આતુર છે અને તેણે ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયાર ન રાખવાની તૈયારી દર્શાવી છે. જાેકે, ઈરાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ટ્રમ્પે રહસ્યમય રીતે જણાવ્યું કે ઈરાની નેતૃત્વએ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


