- Bella promo code steps and methods
- Bella No Deposit Bonus: Account Verification Guide for UK Players
- Bella legit: How to verify your account and stay safe in the UK
- Bella promo code steps and methods for UK players
- Bella online registration steps: How UK players join Bella Casino
- મક્કા ડ્રોન હુમલાના દાવા પર સાઉદી અરેબિયા કડક, પાકિસ્તાનની પ્રતિક્રિયા
- હાવડામાં ગણેશજી અને PM મોદીની ‘ચાય પે ચર્ચા’ થીમ સામે વિવાદ
- એશિયન ગેમ્સમાંથી વરૂણ ચક્રવર્તી બહાર: વિપરાજ નિગમ ભારતીય ટીમમાં સામેલ
Author: garvigujrat
આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય સુધીર વાઘાણી, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઇ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જામનગરના…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજના હળહળતા કળિયુગમાં સગા સંતાનો પ્રોપર્ટી, પૈસા અને દાગીના માટે સગા મા-બાપને ત્રાસ આપવાનું છોડતા નથી તો કેટલાક કિસ્સાઓમાં તો મોતને ઘાટ ઉતારવાના બનાવો પણ ન્યૂઝ ચેનલો અને અખબારોમાં ચમક્યા છે અને ચમકતા રહે છે. ત્યારે લીમડામાં એક ડાળ મીઠી જેવો કિસ્સો રાજસ્થાનના ખેરવા ગામમાં બન્યો છે. આ વાત છે રાજસ્થાનના પાલી જિલ્લામાં ખેરવા ગામમાં અનાજના એક વેપારીએ ઈમાનદારીની મિસાલ રજૂ કરી હતી.તેણે ઘઉંની બોરીમાંથી માટે મળેલા ૧૫ લાખ રૂપિયાના ઘરેણા ખેડૂતને પાછા આપ્યા હતા. વાત એમ હતી કે ધીસારામ નામના ખેડૂતે ઘરમાં ઘઉંનો પાક લણીને એની ગૂણીઓ ભરી રાખી હતી. ઘરમાં કામ ચાલતું હોય ત્યારે…
મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર થયા ખફા યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું હોવાના અહેવાલો પર થરૂર ખફા ભારતે પોતાના રાજદ્વારી સબંધોનો ઉપયોગ કરવાની જરૂર હતી મોદી સરકારની પ્રશંસા કરનારા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું હોવાના અહેવાલો પર નારાજગી વ્યક્ત કરી છે. થરૂરે કહ્યું કે, આ મામલે ભારતે શાંતિ સ્થાપિત કરવામાં આગળ રહેવું જાેઈતું હતું, પરંતુ તેવું ન થઈ શક્યું. તમને જણાવી દઈએ કે, શશી થરૂર એ અહેવાલો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં પાકિસ્તાન, તુર્કીયે અને ઈજિપ્ત જેવા દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાટાઘાટો કરાવવામાં નેતૃત્વ કરી રહ્યા છે.…
કેરલમની નર્સના કર્યા વખાણ સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક મુશ્કેલ પળમાં મને કેરલમની એક નર્સે જે રીતે સાથ આપ્યો તેનાથી ઘણું આશ્વાસન મળ્યું : રાહુલ ગાંધી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે રાત્રે પેટમાં ઈન્ફેક્શન અને તાવની ફરિયાદ બાદ તેમને દાખલ કરાયા હતા. માતાની સેવા માટે રાહુલ ગાંધી પણ હોસ્પિટલમાં જ રોકાયા હતા અને આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે. રાહુલ ગાંધીએ હોસ્પિટલમાંથી જ કેરલમની જનતાને વર્ચ્યુઅલી સંબોધિત કરતા પોતાના મનની વાત કહી. તેમણે જણાવ્યું કે, ગઈ રાત્રે…
૭૫% સુધીનું ડિસ્કાઉન્ટ અને કોને મળશે મફત ટિકિટ જવાનો અને તેમના પરિવાર કરી શકે છે આજીવન ફ્રી મુસાફરી રેલવેએ વીરતા પુરસ્કાર વિજેતા આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને તેમની વિધવાઓને આજીવન મફત ટ્રેન મુસાફરીનો વિશેષાધિકાર આપ્યો બે દિવસ પહેલા જ રેલવેએ ટિકિટ કેન્સલેશન પર એક મોટો ર્નિણય લેતા રિફંડના નવા નિયમો લાગુ કર્યા છે. રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવાના નવા નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે વધુ એક ર્નિણય લેતા રેલવેએ લાઈફ ટાઈમ મફત મુસાફરીની ભેટ આપી છે. રેલવેએ વીરતા પુરસ્કાર વિજેતા આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને તેમની વિધવાઓને આજીવન મફત ટ્રેન મુસાફરીનો વિશેષાધિકાર આપ્યો છે. ભારત…
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા ભારત પાસે ૬૦ દિવસનો પેટ્રોલ-ડીઝલનો સ્ટોક, ગભરાશો નહીં દેશમાં પેટ્રોલિયમ અને એલપીજીની સપ્લાય સંપૂર્ણ સુરક્ષિત અને નિયંત્રણમાં છે, ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે એલપીજી પુરવઠામાં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPG સપ્લાય સંપૂર્ણપણે સુરક્ષિત છે. દેશના તમામ રિટેલ ફ્યુઅલ આઉટલેટ્સ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ક્યાંય પણ અછત નથી. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફેક વીડિયો અને અફવાઓ પર ધ્યાન ન આપે. મંત્રાલયે આને “સંકલિત અને ઇરાદાપૂર્વકની મિસઇન્ફોર્મેશન કેમ્પેઈન” ગણાવ્યું છે, જે…
૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા ફેરફાર થઈ શકે ગુજરાતમાં ૫૦ ટકા જેટલી વધી જશે વિધાનસભાની બેઠકો કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશના રાજકીય નક્શામાં મોટા ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે. એટલે કે રાજ્ય વિધાનસભાથી લઈને લોકસભા સુધી યોજાનારી ચૂંટણીમાં મહિલાઓને ૧/૩ અનામત મળશે. આ પહેલાં પરિસીમન થશે અને દેશભરમાં દરેક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની સીટો વધી જશે. તેવામાં ગુજરાતમાં પણ ધારાસભ્યોની સંખ્યા વર્તમાન ૧૮૨થી વધીને ૨૭૩ થઈ શકે છે. કેન્દ્ર સરકાર મહિલા અનામત લાગૂ કરશે તો તેની…
૨૦૨૫ કરતા બમણો જથ્થો મોકલાયો યુદ્ધને કારણે LPG સંકટ વચ્ચે આજેર્ન્ટિના ભારતની મદદે આવ્યું વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રણ મહિનામાં જ આજેર્ન્ટિનાએ ભારતને ૫૦,૦૦૦ ટન LPG નિકાસ કરી છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઊભું થયું છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા અવરોધને કારણે ભારતની LPG સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે, કારણ કે ભારતની ૬૦% ગેસ આયાત આ જ માર્ગે થાય છે. આ મુશ્કેલ સમયમાં દક્ષિણ અમેરિકન દેશ આજેર્ન્ટિના ભારત માટે એક મોટા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. ૨૦,૦૦૦ કિલોમીટરનું અંતર હોવા છતાં, આજેર્ન્ટિનાએ ભારતની ઊર્જા સુરક્ષા જાળવી…
૧૦૦૦થી વધુ મેડિસિનના ભાવ વધશે ૧ એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થશે હોળીના તહેવાર બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. આગામી ૧ એપ્રિલ ૨૦૨૬થી તાવ, ઈન્ફેક્શન અને એનીમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) માં સામેલ દવાઓની કિંમતોમાં અંદાજે ૦.૬% ના વધારાને મંજૂરી આપવામાં આવી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) ના જણાવ્યા અનુસાર, હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ (WPI) માં થયેલા ફેરફારને આધારે આ વધારો કરવામાં આવ્યો છે.…
ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન ભારત સહિત ૫ મિત્ર દેશના જહાજાે હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે રણનીતિક રીતે અતિ મહત્વનો એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરાયો નથી મડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજાેને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. અરાઘચીએ સરકારી ટેલિવિઝન પર આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે યુદ્ધની…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


