Author: garvigujrat

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સામાન્ય રીતે સહકારી બેન્કો સહેલાઈથી સભાસદોને નાણાંકીય સગવડ મળી રહે તેવી ભાવનાથી શરૂ કરવામાં આવે છે. એમ જાહેરમાં ચર્ચાતું હોય છે. પરંતુ વાસ્તવિકતા કંઈ જુદી જ હોય છે.સહકારી બેન્કોએ સરકારી અને RBI ના નક્કી કરેલા નિયમો અને કાયદાઓનું ચુસ્ત પણે પાલન કરવાનું હોય છે. પરંતુ તેનું પાલન ભાગ્યે જ કોઈ બેન્ક કરતી હોય છે. અને સહકારી બેન્કોમાં પણ ભ્રષ્ટાચાર અને ગેર વહીવટ આચરવામાં આવી રહેલ છે. આવી બેન્કોને RBI ધ્વારા જે દંડ કરવામાં આવે છે તેના ઉપરથી ખ્યાલ આવે છે કે જેટલો વધુ દંડ એટલા ગોટાળા વધુ. સહકારી બેન્કોના વહીવટ કરનારાઓની વહીવટી નિષ્ફળતાઓના કારણે બેન્કોને આવા…

Read More

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.215નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.543 અને ચાંદીમાં રૂ.262ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.25923.38 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.350140.55 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16012.51 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38400 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.376064.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.25923.38 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.350140.55 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 38400 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4305.33 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16012.51 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.156891ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.157580 અને…

Read More

આમ આદમી પાર્ટીના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે ગત રોજ અમરાવાડી પોલીસે સચિન રાજપૂત નામના વ્યક્તિને દસ લિટર દારૂ સાથે ધરપકડ કરી છે, જે એક સારી બાબત છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ કાર્યવાહી ખરેખર દારૂબંધીના અમલ માટે કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટીની છબી ખરાબ કરવા માટે? મીડિયામાં ચાલી રહ્યું છે કે “આમ આદમી પાર્ટીના નેતા સચિન રાજપૂત દસ લિટર દારૂ સાથે ઝડપાયા.” આ બાબતે હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે સચિન રાજપૂત આમ આદમી પાર્ટીના કોઈપણ પ્રકારના હોદ્દેદાર નથી અને સક્રિય કાર્યકર પણ નથી. બેઠક અને રિક્વિઝિશન બાદ જે ચૂંટણી યોજાઈ…

Read More

બેંગલુરુના કાફેએ હદ કરી! લીંબુ પાણીના બિલમાં ‘ગેસ ક્રાઈસિસ ચાર્જ’ વસૂલતા વિવાદ એક્સ’(ટ્વિટર) અને રેડિટ પર વાયરલ થઈ રહેલી આ રસીદે લોકો વચ્ચે ચર્ચા જગાવી છે મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ઈંધણ સંકટની અસર આખી દુનિયામાં જાેવા મળી રહી છે. ભારતમાં પણ ગેસને લઈને હોબાળો મચ્યો છે. ગેસની અછતને કારણે ઘણા રેસ્ટોરન્ટ્સ બંધ છે તો કેટલાક હવે બિલમાં ‘ગેસ ક્રાઈસિસ ચાર્જ’ ઉમેરવા લાગ્યા છે. હાલમાં જ એક કાફેના બિલમાં ‘ગેસ ક્રાઈસીસ ચાર્જ’ ઉમેરવાનો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ‘એક્સ’(ટ્વિટર) અને રેડિટ પર વાયરલ થઈ રહેલી આ રસીદે લોકો વચ્ચે ચર્ચા જગાવી છે.બેંગલુરુના થિયો કાફેએ ગ્રાહકને…

Read More

અન્ય દેશોએ હોર્મુઝ ખાડીમાં યુદ્ધ જહાજ ન મોકલવા ટ્રમ્પના સૂર બદલાયા ટ્રમ્પ યુદ્ધમાં એકલા પડ્યા, મદદ નહીં કરનાર દેશોને ધમકી આપી ઈરાને યુદ્ધમાં પ્રથમ વખત ૨૦૦૦-૨૫૦૦ કિમીની રેન્જ ધરાવતી સેજિલ બેલાસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યાે ત્રીજા અઠવાડિયામાં પહોંચેલું ઈરાન-યુએસ-ઈઝરાયેલનું યુદ્ધ વિરામ લેવાના બદલે સતત નવા મોરચા ખોલી રહ્યું છે. સમગ્ર વિશ્વના અર્થતંત્રને હચમચાવી દેનારા આ યુદ્ધના કારણે નિષ્પક્ષ રહેલા દેશોમાં ચિંતા ઘેરી બની રહી છે ત્યારે ઈરાન અને અમેરિકા સહેજ પણ મચક આપવા તૈયાર નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘાચીએ કહ્યું હતું કે, વાટાઘાટો દ્વારા યુદ્ધ પૂરું કરવાની મથામણ હવે મિથ્યા લાગે છે. ઈરાનને હવે સંધિ સંવાદ કે સંધિ નથી જાેઈતા.…

Read More

એલપીજીમાં વર્ષે રૂ.૩૨૮ અબજની ખોટ જવાનું જાેખમ એક્સાઈઝ ડ્યુટી વધુ હોવાથી ક્રૂડ $૧૧૦ થાય ત્યાં સુધી ઈંધણ મોંઘું નહીં થાય પેટ્રોલ પર લિટર દીઠ રૂ.૧૯.૯ અને ડીઝલ પર રૂ.૧૫.૮ એક્સાઈઝ ડ્યુટી વસૂલાતી હોવાથી ક્રૂડના આંચકા હળવા બનશે ઈરાન-યુએસ યુદ્ધના કારણે ક્રૂડની કિંમતો વધી રહી છે, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ક્રૂડના આંચકાને હળવા બનાવી રહ્યા છે. પેટ્રોલ પર લિટર દીઠ રૂ.૧૯.૯ અને ડીઝલ પર રૂ.૧૫.૮ એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવે છે. ક્રૂડની કિંમતો ૧૧૦ ડોલર પ્રતિ બેરલને પાર ન કરે ત્યાં સુધી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને નાગરિકોને રાહત મળી શકે છે. એલારા કેપિટલના રિપોર્ટ મુજબ, ક્રૂડની કિંમતો ૧૧૦ ડોલર રહે ત્યાં…

Read More

ભારતમાં આતંકવાદી કાવતરું NIA એ છ યુક્રેનિયન સહિત એક અમેરિકન નાગરિકની કરી ધરપકડ અમેરિકા અને બ્રિટન સહિતના વિદેશી નાગરિકો મિઝોરમ થઈને મ્યાનમાર જઈ રહ્યા છે : મુખ્યમંત્રી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ભારત સામે આતંકી કૃત્યો કરવાનું કાવતરું ઘડવાના આરોપ સર મોટી સફળતા મળવી છે. એજન્સીએ અલગ-અલગ એરપોર્ટ પરથી સાત વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે, જેમાં છ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકનો સમાવેશ થાય છે. આ શંકાસ્પદોની દિલ્હી, લખનઉ અને કોલકાતા એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી હતી.અહેવાલો અનુસાર, આ મામલે મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાએ પણ વિધાનસભામાં ગંભીર વિગતો આપી હતી. તેમણે પુષ્ટિ કરી છે કે અમેરિકા અને બ્રિટન સહિતના વિદેશી નાગરિકો મિઝોરમ…

Read More

૪૦૦ લોકોના મોતનો દાવો અફઘાનિસ્તાન પર ફરી પાકિસ્તાનની એરસ્ટ્રાઈક: હોસ્પિટલ પર બોમ્બવર્ષા કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર તરીકે ઉપયોગમાં લેવાતી એક હોસ્પિટલ પર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં અનેક નિર્દાેષોના જીવ ગયા છે. એક તરફ ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભારતના પડોશમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંઘર્ષ સતત વધી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા કરી રહ્યું છે. એવામાં હવે અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાને કાબુલમાં એક હોસ્પિટલ સહિત રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાનના આ હુમલામાં ૪૦૦ લોકોના મોત થયા છે. જ્યારે ૨૫૦થી વધુ ઈજાગ્રસ્ત છે. અફઘાનિસ્તાનના આરોગ્ય વિભાગના પ્રવક્તા શરાફત…

Read More

૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે બે દાયકા બાદ ‘ખોસલા કા ધોસલા’ પાર્ટ-૨ આવી રહી છે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં અનુપમ ખેરે પોતાના લાંબી ફિલ્મી સફરની યાદો તાજી કરી હતી ફિલ્મ ખોસલા કા ઘોસલાની સીક્વલ ખોસલા કા ઘોસલા ૨ની રિલીઝ ડેટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ લોકપ્રિય કલ્ટ કોમેડી ફિલ્મની સીક્વલ હવે ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.ફિલ્મના નિર્માતાઓએ પોસ્ટર જાહેર કરીને આ જાહેરાત કરી હતી. લગભગ બે દાયકાઓ બાદ આ લોકપ્રિય ળેન્ચાઇઝનો નવો ભાગ આવી રહ્યો છે, જેને કારણે દર્શકોમાં ખાસ ઉત્સુકતા પણ છે. આ સિક્વલનું ડિરેક્શન પ્રશાંત ભગિયા કરી રહ્યા છે. ફિલ્મનું…

Read More

ફૈઝલ પંચાયત સીરિઝથી ભારે લોકપ્રિય રણબીરની રામાયણ ફિલ્મમાં ફૈઝલ મલિક કુંભકર્ણના રોલમાં ફૈઝલ ફિલ્મના બીજા ભાગમાં ફાઈટના સીન માટે શૂટિંગ કરશે : જાેકે, સત્તાવાર પુષ્ટિ બાકી ‘પંચાયત’ વેબ સીરિઝમાં પ્રહલાદ ચાચાના રોલમાં લોકપ્રિય બનેલો ફૈઝલ ખાન રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘રામાયણ’માં કુંભકર્ણનો રોલ ભજવવાનો હોવાનું કહેવાય છે. એક તબક્કે બોબી દેઓલને આ રોલ સોંપાયો હોવાનું કહેવાતું હતું. પરંતુ, હવે એક અપડેટ પ્રમાણે આ રોલ માટે ફૈઝલને સિલેક્ટ કરાયો છે. ફૈઝલે પોતાના ઈન્ટ્રોડ્ક્શન સીનનું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ કર્યું હતું. જાેકે, તેને બીજા ભાગમાં વધુ સ્ક્રીન ટાઈમ મળશે. આ માટે તે કેટલાક એક્શન દ્રશ્યોનું પણ શૂટિંગ કરવાનો છે. આશ્ચર્યની વાત…

Read More