Author: garvigujrat

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે જહાજાે સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે કોઈ કાયમી સમજૂતી થઈ નથી જયશંકરની મધ્યસ્થીથી હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતીય જહાજાે સુરક્ષિત પસાર થયા છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો છે કે, ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે ભારતીય જહાજાે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના…

Read More

ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો ટ્રાયલ અથવા જામીનની સુનાવણી દરમિયાન પીડિત સગીર બાળકીઓને વારંવાર કોર્ટમાં બોલાવવું યોગ્ય નથી દિલ્હી હાઈકોર્ટે પોક્સો કેસના પીડિતોને વારંવાર કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં નીચલી અદાલતોના વલણ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમને ફટકાર લગાવી છે. હાઈકોર્ટના જજ સ્વર્ણ કાંત શર્માની કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ટ્રાયલ અથવા જામીનની સુનાવણી દરમિયાન પીડિત સગીર બાળકીઓને વારંવાર કોર્ટમાં બોલાવવું યોગ્ય નથી. આમ કરવાથી બાળકોને માનસિક વેદના અને ફરીથી ટ્રોમાનો સામનો કરવો પડી શકે છે. આ કેસ ૨૦૨૨ના યૌન શોષણના કેસ સાથે સંબંધિત છે, જેમાં સગીર પીડિતાને ટ્રાયલ…

Read More

દેશમાં CNG-LPG પૂરતો જથ્થો : સરકારનું નિવેદન ૪૪ હજાર મેટ્રિક ટન ન્ઁય્ લઈને શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના સંકટ વચ્ચે ભારત સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે અને LPG-CNG પુરવઠો પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં.…

Read More

સોનાના વાયદામાં રૂ.2263 અને ચાંદીના વાયદામાં રૂ.6835ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.39 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.33765.42 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.257137.85 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22416.91 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 38122 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.290904.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.33765.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.257137.85 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 38122 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.4937.22 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 22416.91 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.157347ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.157523 અને…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે દરેક વ્યવસાય કરનાર વ્યક્તિ પાસે એના ધંધા-રોજગાર કરવા માટેનું એક લાયસન્સ હોય છે. અને એ લાયસન્સ સરકારની જુદી જુદી એજન્સીઓ ધ્વારા આપવામાં આવતું હોય છે. જેમકે ડેરીનું લાયસન્સ ફૂડ ખાતા ધ્વારા, દવાનું લાયસન્સ મેડિકલ બોર્ડ અને વાહનનું લાયસન્સ RTO ધ્વારા આપવામાં આવતું હોય છે. ત્યારે બિલ્ડર લોકોને સરકાર તરફથી કે કલેક્ટર કચેરી અથવા કોઈ અન્ય સરકારી કચેરી ધ્વારા આ પ્રમાણે લાયસન્સ આપવામાં આવતું નથી. આજે શહેરમાં તો એ પરિસ્થિતિ છે કે કેટલાક નાના-મોટા બાંધકામોમાં કડિયા કામ કરતાં કરતાં બાંધકામોનાં કોન્ટ્રાક્ટ લઈને બિલ્ડરો બનેલા પણ છે. જેઓ કોઈ જન્મજાત બિલ્ડર હોતા…

Read More

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણે ત્યાં અનેક લોકો વ્યક્તિગત રીતે તેમજ સંસ્થાગત રીતે સામાજિક સુધારણા ના કામો કરે છે. કોઈ શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે, કોઈ આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે, કોઈ અંધશ્રદ્ધા નિવારણ નું કામ કરે છે, કોઈ સમાજના કુરિવાજો નિવારવાનું કામ કરે છે, કોઈ પર્યાવરણની રક્ષાનું કામ કરે છે, કોઈ બાળ અધિકાર માટે તો કોઈ મહિલા અધિકાર માટે તો કોઈ માનવ અધિકાર માટે કામ કરે છે. આ બધી વ્યક્તિઓનું કે સંસ્થાઓનું યોગ્ય સંકલન કરવું જરૂરી છે. એક વિશાળ સામાજિક સુધારણા આંદોલન માટે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. જુદા જુદા વ્યાવસાયિક મંડળો પણ એમની સમસ્યાઓ બાબતે આંદોલનો…

Read More

જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નરોડામાં જમીન દલાલીની અદાવતમાં યુવક પર છરીથી જીવલેણ હુમલો મુઠિયા ટોલટેક્લ પાસેની ઓફિસમાં ઘૂસી ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો; વચ્ચે પડેલા મિત્રને પણ માર માર્યાે નરોડા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં જમીન દલાલીની જૂની અદાવત રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી યુવકને છરીના ઘા ઝીંકી દીધા હોવાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેના હાથમાં ગંભીર ઇજા થતા ટાંકા લેવા પડ્યા છે. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીનો વ્યવસાય કરતા હાર્દિક મહેન્દ્રભાઈ પટેલ ગત ૧૩…

Read More

ચાલક-કંડક્ટર કેબિનમાં ફસાઈ જતાં ફાયર ટીમે બંનેના મૃતદેહો બહાર કાઢ્યા પ્રાંતિજના સાદોલીયા બ્રિજ પાસે ડમ્પર ઉપર ગડર પડી : બેનાં મોત ગડરને ટકરાયેલા ડમ્પરની પાછળ આવી રહેલી અન્ય એક ટ્રક ડમ્પરની પાછળ અથડાતાં વિચિત્ર અકસ્માત સર્જાયોે પ્રાંતિજ તાલુકાના સાદોલિયા ગામે આવેલા પુલના છેડે રાત્રિના સમયે ગડરમાં ડમ્પર ઘૂસી જતાં ડમ્પરના ડ્રાઇવર અને કંડક્ટર બંનેનાં મોત નીપજ્યા હતા. મળતી માહિતી મુજબ, પ્રાંતિજ-મહેસાણાને જાડતા સાદોલિયા ગામેથી પસાર થતી સાબરમતી નદી ઉપર બનેલ પુલ પર ઓવરલોડ અને ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવાથી પુલના બન્ને છેડે લોખંડની હેવી ગડર લગાડવામાં આવી છે. જ્યાં શનિવારે મોડી રાત્રે પ્રાંતિજ તરફથી કપચી ભરીને જઈ રહેલું ડમ્પર બાબરીયા…

Read More

ઈરાને હુમલા વ્યાપક બનાવતા ખાડી દેશો ચિંતિત હોર્મુઝ ખાડી માટે યુદ્ધ જહાજાે મોકલવા ટ્રમ્પની હાકલનું સૂરસુરિયું વાટાઘાટોની સાથે જ અમેરિકા-ઈઝરાયેલે હુમલા કર્યા, હવે અમેરિકા સાથે વાટાઘાટો કરવાનું કોઈ કારણ નથી: ઈરાન હોર્મુઝની ખાડીને ‘ખુલ્લી તથા સલામત’ રાખવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા બ્રિટન સહિત અનેક દેશોને યુદ્ધ જહાજાે મોકલવા હાકલ કરી હતી. ઓઈલની કિંમતોમાં ભડકો વૈશ્વિક અર્થતંત્રને દઝાડી રહ્યો છે ત્યારે આ યુદ્ધમાં ઝુકાવવા મોટાભાગના દેશો આનાકાની કરી રહ્યા છે. યુએસ એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટના જણાવ્યા મુજબ, કેટલાક દેશો સાથે સંવાદ ચાલી રહ્યો છે અને ચીન હકારાત્મક ભાગીદાર બનશે તેવી અપેક્ષા હતી. જાે કે હજુ…

Read More

ટ્રમ્પનો દાવો – ‘ઈરાનની શક્તિ ખતમ કરી દીધી’ દુબઈ એરપોર્ટ પાસે ઈરાની ડ્રોન હુમલાથી ભીષણ આગ, ફ્લાઇટ્સ રદ્દ કુવૈત નેશનલ ગાર્ડના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં તેમણે તેમની સરહદમાં ઘૂસેલા બે ડ્રોનને તોડી પાડ્યા છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલા ફ્યુઅલ ટેન્ક પર ડ્રોન હુમલો થતા આગ લાગી હતી. સદનસીબે, સિવિલ ડિફેન્સ ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જાેકે, સુરક્ષાના કારણોસર દુબઈ એરપોર્ટ પર ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. દુબઈમાં ડ્રોન હુમલા બાદ ચાલી રહેલી ઈમરજન્સી કામગીરીને પગલે સુરક્ષાના કારણોસર દુબઈ પોલીસે એરપોર્ટ રોડ અને એરપોર્ટ ટનલને કામચલાઉ ધોરણે બંધ કરી…

Read More