- બ્રિટિશ યોટ પર રશિયાનું ચેતવણી ફાયરિંગ, ભારતીય કેપ્ટનની ધરપકડ બાદ તણાવ વધ્યો
- CJI સૂર્યકાંતની વધુ એક ટિપ્પણી વિવાદમાં, સાયબર ફ્રોડ આરોપીને કહ્યું ‘પરજીવી’
- ઈ-ચલણ ન ભરનાર વાહનો બ્લોક થશે, ટ્રાફિક નિયમ ભંગ પર કેન્દ્ર સરકારના કડક નવા નિયમો
- ઓપી રાજભરનો દાવો: સપાના અનેક નેતા ભાજપમાં જવા તૈયાર, તપાસથી નેતાઓ બેચેન
- અખિલેશ યાદવનો ભાજપ પર પ્રહાર, કહ્યું—ટક્કર માટે પક્ષમાં બહાદુર ટીમ જરૂરી
- વર્લ્ડ કપ 2026માં ફ્રાન્સની ધમાકેદાર શરૂઆત, સેનેગલને 3-1થી હરાવી એમબાપ્પેનો ડબલ ગોલ
- ક્રૂડ ઓઇલના ભાવમાં 4 દિવસમાં 16%નો કડાકો, ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા વધી
- ગુજરાત SEZની 12 વર્ષની પ્રગતિ પર આઉટરીચ કાર્યક્રમ, નિકાસ ₹4.41 લાખ કરોડથી ₹8.63 લાખ કરોડ સુધી
Author: Garvi Gujarat
SIR નો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ.આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ? CJI સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચ દ્વારા સુનાવણીસુપ્રીમ કોર્ટે SIR પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શું ઘૂસણખોર વ્યક્તિને માત્ર આધાર કાર્ડના આધારે મત આપવાનો અધિકાર આપી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ કાયદેસર દસ્તાવેજ છે, જે ખાસ કાયદા હેઠળ સરકારી સુવિધાઓ (જેમ કે સબસિડીવાળું રાશન) માટે અપાય છે પરંતુ શું તેનાથી મતદાર બનાવવાનો હક મળે? CJI જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બાગચીની બેન્ચે ૨૬ નવેમ્બરના રોજ SIR ની બંધારણીય માન્યતા પર સુનાવણી કરી. આ અરજી પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ…
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન.અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા-વિચારણા કરીશું.કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને બેંગલુરુથી દિલ્હી સુધી જે રાજકીય ગરમાગરમી હાલમાં ચાલી રહી છે.કર્ણાટકમાં સત્તા પરિવર્તનની માંગ જાેર પકડી ચૂકી છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના જૂથે અઢી-અઢી વર્ષના ફોર્મ્યુલા સાથે બેંગલુરુથી દિલ્હી સુધી મોરચો ખોલી દીધો છે. આ જૂથના નેતાઓ અને ધારાસભ્યો દિલ્હીમાં ધામા નાખીને કોંગ્રેસ નેતૃત્વ પર ર્નિણય લેવા દબાણ વધારી રહ્યા છે. બીજી તરફ સીએમ સિદ્ધારમૈયા પણ ખુરશી બચાવવા માટે એક્ટિવ મોડમાં આવી ગયા છે અને તેમણે લોબિંગ શરૂ કર્યું છે. ગુરુવારે, સીએમએ તેમના નજીકના નેતાઓ, જેમાં ગૃહમંત્રી જી. પરમેશ્વરા અને સતીશ જરકીહોલી સામેલ હતા, તેમની સાથે બેઠક…
પશ્ચિમ બંગાળની તૈયારીઓમાં લાગ્યો ભાજપ.બિહારમાં પ્રચંડ જીત બાદ હવે બંગાળનો વારો! ભાજપનો નવો નારો જહાં કમ વહાં હમ.બિહારમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે અને તેના માટે રણનીતિ તૈયાર થઈ રહી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ચાણક્ય તરીકે ઓળખાય છે. તેની પાછળ તેમની રાજનીતિક સમજ અને કૂટનીતિ છે. તેઓ પોતાની રાજનીતિક સમજથી સતત પાર્ટીને વધુ આગળ લઈ જઈ રહ્યા છે. બિહારમાં હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બંપર જીત બાદ હવે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે. બંગાળમાં પણ મોટું પરિવર્તન કરવા માટે પાર્ટી દિવસ રાત મહેનત કરી રહી છે. પાર્ટીન ચાણક્ય અમિત શાહે ભાજપ અધ્યક્ષ જે પી…
સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો.OTT પ્લેટફોર્મ ઉપર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરાઈ.સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટના નિયમો અંગે સરકારને ૪ અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું હતું.સુપ્રીમ કોર્ટે આજે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે. સુનાવણી દરમિયાન, આવા કન્ટેન્ટના પ્રસારણને કારણે સમાજ પર તેની અસર વિશે વિચારણા કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ મુદ્દે વિગતવાર સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે,…
મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના.પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ.કોલેજ છોડી ભાગી ગયેલા અધ્યાપકની તપાસ કરવા અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલે આપી.મોડાસાની સહકારી ઈજનેરી કોલેજના એક અધ્યાપક દ્વારા કોલેજની ત્રણ વિદ્યાર્થિનીઓને વોટસએપ દ્વારા બિભત્સ મેસેજ કર્યાે હોવાના વિવાદને પગલે કોલેજના છાત્રો-છાત્રાઓએ ભારે હલ્લાબોલ મચાવ્યો હતો અને વી વોન્ટ જસ્ટીસનો સૂત્રોચ્ચાર કરી આ અધ્યાપકને સામે લાવવા અને યોગ્ય શિક્ષા કરવાની માંગને ઉગ્ર બનાવી હતી. હાલ કોલેજ છોડી ભાગી ગયેલા આ અધ્યાપકની તપાસ કરવા અને તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલે આપી હતી. જાે કે, વણસતી જતી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી…
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારત પર આક્ષેપ કર્યા.પાકિસ્તાને રામમંદિરમાં મોદી હસ્તે થયેલાં ધ્વજારોહણનો વિરોધ કર્યો.લઘુમતીઓ પર અત્યાચારનો ખરાબ ટ્રેક રેકોર્ડ ધરાવતા પાકિસ્તાને ઉપદેશ આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી : ભારતીય વિદેશ મંત્રાલય.પાકિસ્તાને અયોધ્યાના રામમંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા ધ્વજારોહણ પર વિરોધ નોધાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ પર વધી રહેલા દબાણ અને મુસ્લિમ વારસાને ભૂંસવાના પ્રયાસનો ભાગ છે. પાકિસ્તાને દાવો કરીને કહ્યું કે, જે સ્થાને પહેલા બાબરી મસ્જિદ હતી, ત્યાં હવે રામમંદિર બનાવવામાં આવ્યું છે. બાબરી મસ્જિદ સદીઓ જૂનું ધાર્મિક સ્થળ હતું.૬ ડિસેમ્બર ૧૯૯૨એ આ મસ્જિદને ટોળાએ તોડી પાડી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ…
આરોપી ઉધવાનીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી.વિદેશ ભાગેલાં આરોપીને પરત લાવવો દેશનો સંપૂર્ણ અધિકાર છે: સુપ્રીમ કોટ.ઉધવાની જુલાઈ ૨૦૨૨માં દુબઈ ગયો હતો, ત્યાર પછી ભારત પરત ફર્યો નથી. તેની સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરાઈ સુપ્રીમ કોર્ટે વિદેશમાં ભાગે ગયેલા આરોપીઓને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, કાયદાથી બચવા માટે વિદેશ ભાગેલા આરોપીઓને પરત લાવવો એ દેશનો સંપૂર્ણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટે દુબઈમાં રહેતા વિજય મુરલીધર ઉધવાનીની અરજી પર સુનાવણી કરવાની મનાઈ કરી દીધી. એમાં ઉધવાનીએ વકીલ મારફતે યુએઈથી પરત લાવવા માટે ભારતની વિનંતી હટાવવાની માંગ કરાઈ હતી.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે…
અત્યાર સુધીમાં ૪૪ના મોત, ૩૦૦ ગુમ.હોંગકોંગમાં ભીષણ આગ, અનેક બિલ્ડિંગ્સ સળગી ઉઠી.બિલ્ડિંગની બહારની દિવાલો પર સમારકામ માટેના વાંસના લાકડા બાંધેલા હોવાથી આગ વધુ વિકરાળ બની હતી.હોંગકોંગના તાઈ પો જિલ્લામાં સ્થિત એક બહુમાળી રહેણાંક સંકુલમાં બુધવાર (૨૬ નવેમ્બર) બપોરે ભીષણ આગ લાગતા કુલ ૪૪ લોકોના મોત થયા છે, જ્યારે ૨૮ લોકો દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે અંદાજિત ૩૦૦ લોકો ગુમ છે. મૃતકોમાં એક ફાયરફાઇટરનો પણ સમાવેશ થાય છે. આ ઘટના બાદ લગભગ ૭૦૦ જેટલા રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને મૃત્યુઆંક વધવાની સંભાવના છે.મીડિયા અહેવાલો મુજબ, બપોરે ૨.૫૧…
નેશનલ ગાર્ડના બે જવાન ઘાયલ થયાં.અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર, શંકાસ્પદ શખ્સ પકડાયો.આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે ૨:૩૦ વાગ્યે થઈ હતી, ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં રહે છે, તેનાથી ફક્ત થોડા અંતર પર જ ગોળીબારની ઘટના સામે આવી છે. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડા જ દૂર ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્ય પણ સામેલ છે. આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે ૨:૩૦ વાગ્યે થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વેસ્ટ વર્જીનિયાના ગવર્નર પૈટ્રિક મૉરિસી…
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસમાં અમદાવાદથી વલસાડ સુધીની મુસાફરી કરી.ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદથી વલસાડ સુધી પોતાના મંત્રીમંડળ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસ કર્યો. મુખ્યમંત્રી એ દેશની સૌથી લોકપ્રિય પ્રીમિયમ ટ્રેન સેવાઓમાંની એક, વંદે ભારત એક્સપ્રેસની કાર્યપદ્ધતિ, આધુનિક સુવિધાઓ, ઝડપ તેમજ સંપૂર્ણ યાત્રા અનુભવનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. હાલ ભારતીય રેલવે નેટવર્ક પર 164 વંદે ભારત ટ્રેનો સંચાલિત છે, જેમાંથી 05 ગુજરાતમાં સંચાલિત થાય છે. ગુજરાતમાં ચાલનારી વંદે ભારત ટ્રેનોમાં 100% થી વધુ ઓક્યુપેન્સી નોંધાઈ રહી છે, જે તેની વધતી લોકપ્રિયતા અને મુસાફરોના ઊંડા વિશ્વાસને દર્શાવે છે. યાત્રા દરમિયાન મુખ્યમંત્રી એ સહપ્રવાસીઓ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



