Author: Garvi Gujarat

‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ નાથદ્વારામાં શ્રીનાથજી દર્શન કર્યા મુકેશ અંબાણીએ રૂ.૧૫ કરોડનું દાન આપ્યું : નવા તૈયાર થનારા “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”માં ૧૦૦થી વધુ રૂમ હશે પવિત્ર નગરી નાથદ્વારામાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો હતો અને ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી અને શ્રીનાથદ્વારા મંદિરને રૂ.૧૫ કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”માં ૧૦૦થી વધુ રૂમ હશે. જે વૃદ્ધ વૈષ્ણવો અને આગંતુક…

Read More

ભારતીય ચાહકો માટે ખૂબ જ ખરાબ સમાચાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારને ગંભીર ઈજા થઈ પાટીદાર ચાર મહિના માટે સાઇડલાઇન થઈ ગયો છે ભારતીય ખેલાડીએ ભારત છ માટે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યા બાદ મુખ્ય ટીમમાં વાપસી માટે મજબૂત દાવો રજૂ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં તેને તક મળવાની શક્યતા હતી, પરંતુ પસંદગીકારોએ તેને તક આપી નહોતી. હવે, એક મોટી અપડેટ સામે આવી છે. ભારત માટે રમતી વખતે ખેલાડીને ઈજા થઈ હતી જેના કારણે તે લગભગ ચાર મહિના માટે ક્રિકેટથી દૂર થઈ ગયો છે. આ સમાચારે વર્તમાન IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પણ મોટી મુશ્કેલી ઉભી કરી…

Read More

મોહન ભાગવતનું મોટું નિવેદન પાકિસ્તાન વારંવાર માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે મોહન ભાગવતે કહ્યું કે, ‘ભારત હંમેશા પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાન તેની કદર કરતું નથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધો વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભારત હંમેશા શાંતિ માટે પહેલ કરે છે, પરંતુ પાકિસ્તાન વારંવાર માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે. બેંગલુરુમાં ‘૧૦૦ સાલ કી સંઘ યાત્રા – નયે ક્ષિતિજ’ કાર્યક્રમમાં સંબોધતી વખતે ભાગવતે પાકિસ્તાનને ચેતવણી આપી કે, ભારત દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, ‘ભારત હંમેશા પાકિસ્તાન…

Read More

કૃષિ વિભાગની તૈયારીઓ પૂર્ણ રાજ્યમાં આજથી ૯૭ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ રાજ્યના કુલ ૩૦૦ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે, જેથી રાજ્યના વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે રાજ્યમાં આજથી (રવિવારથી) ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ થવા જઈ રહ્યો છે. શરૂઆતમાં, રાજ્યભરમાં કુલ ૯૭ કેન્દ્રો પરથી ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ખરીદી પ્રક્રિયા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારની એક મહત્વની પહેલ છે. આ ૯૭ કેન્દ્રો પર પ્રારંભિક ખરીદી બાદ, સોમવારથી રાજ્યના કુલ ૩૦૦ કેન્દ્રો પરથી ટેકાના…

Read More

મનપા એ ૨ શાળાઓને મર્જ કરવાની ફરજ પડી છે અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત ૯૩ શાળાને લાગ્યા તાળા છેલ્લા ૫ વર્ષમાં પડી હોય તો ૨૦ જેટલી શાળાઓ એવી છે કે જેને છેલ્લા ૫ વર્ષમાં મર્જ કરવાની ફરજ પડી હોય વિધાર્થીઓની સંખ્યા મનપા સંચાલિત શાળામાં વધી રહી છે ત્યારે હકીકત સામે આવી છે કે, જેનાથી અવાક બની જશો કારણ કે શહેરમાં ૪૦૦ પૈકી ૯૩ શાળાને તાળા લાગી ગયા છે અને હવે એ શાળામાં મનપા આંગણવાડી શરુ કરી ૧૦૦ કરોડનો ફાયદો મેળવશે, આમ અલગ અલગ કારણોસર મનપા સંચાલિત ૯૩ શાળા બંધ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. એક…

Read More

વડોદરામાં મંગળ બજાર પદ્માવતી શોપિંગ સેન્ટર અને ચાંપાનેર ખાતેથી હંગામી દબાણો દૂર કરાયા બે ટ્રક જેટલો સામાન કબજે લેવા સાથે રૂપિયા ૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી હતી વડોદરા પાલિકાની વોર્ડ નંબર ૧૪ની કચેરી દ્વારા ચાર દરવાજા વિસ્તારમાં નડતરરૂપ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં બે ટ્રક જેટલો સામાન કબજે લેવા સાથે રૂપિયા ૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી હતી. વડોદરા શહેરની મધ્યમાં આવેલ મંગળ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર પાસે તથા ચાંપાનેર દરવાજાને અડીને આડેધડ હંગામી દબાણ કરતા પોતાના લારી, ગલ્લા, પથારા લગાવી દેતા હોય છે. જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થાય છે. ખાસ કરીને સાંજના સમયે તો…

Read More

રાતના અંધારામાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા મધદરિયે સુરત-ઘોઘા રો-રો ફેરીનું એન્જિન ઠપ થયું સ્થિતિ વણસતી જાેઈને ફેરીના પાયલટે કેબિન અંદરથી બંધ કરી દીધી હતી. કેટલોક સ્ટાફ તો બોટમાં લોડ કરાયેલા ટ્રકોની પાછળ છુપાઈ ગયો હતો સુરતથી ઘોઘા તરફ જતી રો-રો ફેરી માં મોટો ટેક્નિકલ ફોલ્ટ સર્જાતા પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. શુક્રવારે રાતના અંધારામાં મધદરિયે અચાનક ફેરીનું એન્જિન ઠપ થઈ જતાં બોટ ખોટવાઈ ગઈ હતી, જેના કારણે તેમાં સવાર પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. રો-રો ફેરી એકાએક બંધ થઈ જવાની ઘટનાને પગલે પ્રવાસીઓમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. મુસાફરોએ સ્ટાફની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતાં વાતાવરણ તંગ બની ગયું…

Read More

સહાય પેકેજથી ખેડૂતોમાં નારજગી ઉપલેટા તાલુકાના તેલંગણા ગામમાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન તેનાં માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું પણ માલધારીઓ પશુ પાલનો માટે કોઈ સહાય પેકેજ જાહેર કર્યું નથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તેલંગણા ગામમાં કમોસમી વરસાદથી થયેલા પાકોનેં ભારે નુકસાનીનું સરકાર દ્વારા સહાય પેકેજથી તલંગણા ગામનાં ખેડૂતો અસંતોષ જાેવા મળ્યો. ખેડૂતોએ સહાય પેકેજને લોલીપોપ ગણાવી. આ પેકેજથી તેમને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો તેમ ખેડૂતોએ જણાવ્યું. ખેડૂતોને પાકો માં નુકસાન થયું છે તેનાં માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું પણ માલધારીઓ પશુ પાલનો માટે કોઈ સહાય પેકેજ જાહેર કર્યું નથી. સૌરાષ્ટ્ર ગુજરાત માં કમોસમી વરસાદથી પાકોનેં…

Read More

દારૂની હેરાફેરીનો પર્દાફાશ વાડોદર પાસે નાકાબંધી કરી ૭૭ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો ટ્રકની તલાશી લેતા ૯૦ મગફળીની બોરીઓ નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોરવા તાલુકાના વાડોદર ગામેથી એક મોટી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ન્ઝ્રમ્ એ ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી મગફળીની બોરીઓ નીચે છુપાવેલો વિદેશી દારૂનો વિપુલ જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે રૂ. ૭૭.૧૬ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પંચમહાલ LCB બાતમી મળી હતી કે, એક ટાટા ટ્રક (નંબર જી.જે.૨૩ વી. ૮૨૫૮) માં અલગ ખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. આ ટ્રકનું…

Read More

RSSના વડા મોહન ભાગવતનું નિવેદન સમાજ માત્ર કાયદાથી નહીં, સંવેદનાથી ચાલે છે શતાબ્દી વર્ષના પ્રસંગે ભાગવતે કહ્યું કે, ભારત ત્યારે જ વિશ્વ ગુરુ બનશે જ્યારે તે દુનિયાને આ પોતાનાપણાનો સિદ્ધાંત શીખવશે કર્ણાટકના બેંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના કાર્યક્રમમાં આજે(શનિવાર) સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે સંઘને આખા વિશ્વનું સૌથી અનોખુ સંગઠન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આજે સંઘ ભારત સહિત કેટલાક દેશોમાં સમાજસેવાના કાર્ય કરી રહ્યું છે. શતાબ્દી વર્ષના પ્રસંગે મોહન ભાગવતે કહ્યું કે, ભારત ત્યારે જ વિશ્વ ગુરુ બનશે જ્યારે તે દુનિયાને આ પોતાનાપણાનો સિદ્ધાંત શીખવશે. તેમણે પ્રાચીન ભારતીય જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સમાનતાઓ…

Read More