- મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એરપોર્ટ બંધ, રશિયાનો 180 ડ્રોન તોડી પાડવાનો દાવો
- શહબાઝ શરીફનો દાવો: અમેરિકા–ઈરાન શાંતિ કરારમાં પાકિસ્તાને મધ્યસ્થતા કરી હોવાનો claim, અનેક દેશોનો આભાર વ્યક્ત કર્યો
- રોહિત પવારે મોટો દાવો: શિવસેના UBTના સાંસદોને ₹110 કરોડમાં ખરીદાયા, રાજકીય ગરમાવો વધ્યો
- મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો: પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા પદનો વિવાદ યથાવત
- મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બાલાસિનોરમાં સૌથી વધુ 5.79 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો જળબંબોળ
- મોદી–ટ્રમ્પ મુલાકાત પહેલા અમેરિકા દ્વારા ભારતના નકશા અને ‘ઇન્ડો-પેસિફિક’ કમાન્ડના નામમાં ફેરફાર, ભારત-અમેરિકા સંબંધોમાં ચર્ચા ગરમાઈ
- અમેરિકા–ઈરાન વચ્ચે યુદ્ધ અંતનો દાવો: ટ્રમ્પ અને પેઝેશ્કિયાને MoU પર સહી, શાંતિ કરાર લાગુ
- પંકજ ત્રિપાઠીની નવી પહેલ ‘તુલો’: હેન્ડલૂમ કારીગરોને સશક્ત બનાવવા અનોખું વેન્ચર
Author: Garvi Gujarat
વિદેશી છોકરાઓએ ફરિયાદ કરી તો બ્લોક કરાઈડેટિંગ એપ પર પ્રેમ શોધવા અભિનેત્રી દીપશિખાએ પ્રોફાઈલ બનાવી૪૮ વર્ષીય અભિનેત્રી દીપશિખા નાગપાલના બે વાર લગ્ન થયા છે, પરંતુ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં૪૮ વર્ષીય અભિનેત્રી દીપશિખા નાગપાલ જીવનસાથી શોધી રહી છે. તેના બે વાર લગ્ન થયા છે, પરંતુ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. દીપશિખાનું કહેવું છે કે, તેણે હાર નથી માની. તે હજુ પણ પ્રેમની શોધમાં છે. તેની પુત્રી પણ તેને આમાં મદદ કરી રહી છે. દીપશિખાએ ડેટિંગ એપ પર તેના માટે એક પ્રોફાઇલ પણ બનાવી છે. જાેકે દીપશિખાના કહેવા પ્રમાણે હાલમાં તેને ડેટિંગ એપ પર બ્લોક કરવામાં આવી…
મેં સીટ ખાલી કરી તેથી મારો આભાર માનો…!નવા બનેલા મંત્રીને ગેનીબેને હસતા હસતા સંભળાવી દીધુંસરકારમાં મંત્રી બનતાં વતન ભાભર પહોંચતાં સ્વરૂપજી ઠાકોરનું ફુલહારથી ગેનીબેન ઠાકોરે કર્યું અભિવાદનબનાસકાંઠામાં ૬ મહિના પહેલા જ નવા બનેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ મળી જતા ઠાકોર સમાજમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે ભાભરમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું હતું. જાેકે, આ સમયે ગેનીબેને એવી વાત કરી હતી કે, માહોલ હળવો બન્યો હતો, અને લોકો હસી પડ્યા હતા. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા તેમના પરિવાર અને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે ભાભરમાં આજે સ્વરૂપજી ઠાકોરનું ભવ્ય સ્વાગત કરાયું હતુ. આ…
૫૪ વર્ષ બાદ મંદિરના ખજાનાનો રૂમ ખોલાયોમથુરાના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરના ખજાનાનો રૂમ ખોલાયોરુમને ખોલવામાં આવ્યો હતો અને કેટલાક લોકો સાથે અંદર ગયા હતાં : આ રુમમા પાણીના ખાબોચિયા ભરેલા જાેવા મળ્યા હતાંમથુરાના વિશ્વ પ્રસિધ્ધ બાંકેબિહારીના મંદિરમાં ૫૪ વર્ષ બાદ ખજાનાનો રુમ આજે ધનતેરસના દિવસે ખોલવામાં આવ્યો છે.મંદિર પરિસરમા ભારે પોલિસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.શ્રધ્ધાળુઓ અને સ્થાનિક લોકોમાં ઉસ્સુકતા અને ઉત્સાહનો માહોલ છે, કેમ કે આ રૂમ અડધી સદી સુધી બંધ હતો.તેને મંદિરનો ખજાનો માનવામાં આવે છે. મંદિરમા ઉપસ્થિત સેવારત આભાસ ગોસ્વામી એ જણાવ્યું કે મંદિરના ગર્ભગૃહની બરાબર સ્થિત આ રુમ…
પાક.ને સમર્થન આપવું બે દેશોને ભારે પડ્યુંતૂર્કિયે અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડોઆ બંને દેશોએ આ સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો, જેના કારણે ભારતમાં રોષ અને બહિષ્કારની લાગણી વધીભારત-પાકિસ્તાન તણાવના પરિણામે મે ૨૦૨૫માં થયેલા ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયે અને અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડો એટલા માટે થયો કે આ બંને દેશોએ આ સંઘર્ષમાં પાકિસ્તાનને ટેકો આપ્યો, જેના કારણે ભારતમાં રોષ અને બહિષ્કારની લાગણી વધી, જેની સીધી અસર પ્રવાસન ક્ષેત્રે જાેવા મળી. ખાસ કરીને, મે થી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન, અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓના આગમનમાં ૫૬% અને તૂર્કિયેમાં ૩૩.૩%નો ઘટાડો નોંધાયો હતો. અગાઉ એટલે કે ૨૦૨૪માં, અઝરબૈજાનમાં ૨.૪૪…
કોઈ ભેંસ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યતેજપ્રતાપની યાદવની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજધર્મેન્દ્ર કુમાર ક્રાંતિકારી ઉમેદવારી નોંધાવવા માટે જેલમાંથી સીધા હાથકડી પહેરીને કલેક્ટર કચેરી પહોંચ્યાબિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રાજકીય નેતાઓ અને તેમના પ્રચારની સાથે સાથે ઉમેદવારી નોંધાવવાના અનોખો અંદાજથી પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની પાર્ટી જનશક્તિ જનતા દળના બે ઉમેદવારોની નાટકીય એન્ટ્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ગોપાલગંજના બરૌલી વિધાનસભા મતવિસ્તારમાંથી ધર્મેન્દ્ર કુમાર ક્રાંતિકારી ઉમેદવારી નોંધાવવા માટે જેલમાંથી સીધા હાથકડી પહેરીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. પોલીસ સુરક્ષા હેઠળ જેલ છોડ્યા બાદ ક્રાંતિકારીની આ એન્ટ્રીએ ભારે ભીડ અને કેમેરાની લાઈનો લગાવી દીધી…
વિપક્ષ પણ રસ્તા પરઅમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધલાખો રસ્તાઓ પર ઉતર્યા અને “નો કિંગ્સ”ના નારા લગાવ્યા : ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી આ ત્રીજું મોટું પ્રદર્શન૧૮ ઓક્ટોબરના રોજ વોશિંગ્ટન ડીસી, ન્યુ યોર્ક, શિકાગો અને લોસ એન્જલસ સહિત અમેરિકાના અનેક શહેરોમાં લાખો લોકો એકઠા થયા હતા અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કર્યો હતો. વિવિધ શહેરોમાં પ્રદર્શનકારીઓએ “નો કિંગ્સ” ના નારા સાથે રેલીઓ કાઢી હતી અને કૂચ કરી હતી. “નો કિંગ્સ નાઉ” નામના આ પ્રદર્શનની અસર ફક્ત અમેરિકા સુધી મર્યાદિત નહોતી, પરંતુ તેનો પડઘો કેનેડા, યુરોપ અને સમગ્ર યુરોપમાં સંભળાયો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાના સરમુખત્યારશાહી તરફના ઝડપી પગલાની વિરોધીઓએ…
અફઘાન મંત્રીની શાહબાઝ અને મુનીરને કડક ચેતવણીપાકિસ્તાની સેનાને ભારતની બોર્ડર સુધી ધકેલી દઈશુંપાકિસ્તાન બીજાઓની ઇચ્છા મુજબ કાર્ય કરે છે: ઓમારીઅફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે દોહા બેઠકમાં યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન, તાલિબાનના નાયબ ગૃહમંત્રી મૌલવી મુહમ્મદ નબી ઓમારીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું કે જાે અફઘાનિસ્તાન પાકિસ્તાની સેનાને આક્રમણખોર જાહેર કરે છે, તો તેમને ભારતીય સરહદ તરફ પાછા ધકેલી દેવામાં આવશે. ખાનગી પોર્ટલ અનુસાર, ઓમારીએ પાકિસ્તાની સેનાને સીધી ચેતવણી આપતા કહ્યું કે, જાે અફઘાન જાતિઓ અને રાષ્ટ્રો એકવાર ધાર્મિક હુકમથી તમને આક્રમણખોર જાહેર કરે છે, તો હું અલ્લાહની કસમ ખાઉં છું, તમને ભારતીય સરહદ પર…
લવ જેહાદને લઈને પ્રજ્ઞા ઠાકુરનું નિવેદનમાતાપિતાએ દીકરીઓની સંભાળ પોતે લેવી જાેઈએભૂતપૂર્વ સાંસદ અને ભાજપ નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તાજેતરમાં દીકરીના ઉછેર અને “લવ જેહાદ” અંગે એક નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. તેમણે કહ્યું કે જાે કોઈ છોકરી તેના માતાપિતાની આજ્ઞા તોડે છે અને બીજા ધર્મના પુરુષની નજીક જવાનો પ્રયાસ કરે છે, તો પરિવારે તેને રોકવી અને તેને સાચા માર્ગ પર પાછી લાવવા માટે કડક વલણ અપનાવવું જાેઈએ. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, “જાે જરૂરી હોય તો, તેનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે તેને ઠપકો આપો. જાે કોઈ છોકરી સાંભળવાનો ઇનકાર કરે છે, તો તેના પગ…
દિવાળી પર ભારતને જીત ન અપાવી શકી ટીમ ઈન્ડિયા — ઓસ્ટ્રેલિયાએ પહેલી ODI જીતી, કેપ્ટન માર્શની શાનદાર ઇનિંગ વરસાદના વિઘ્નને કારણે આ મેચ હવે ૨૬ ઓવરની થતા ડકવર્થ લ્યુઈસ નિયમના આધારે ઓસી.ને ૧૩૧ રનનો લક્ષ્યાંક મળ્યો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝની પહેલી મેચ રવિવાર, ૧૯ ઓક્ટોબરના રોજ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાની ૭ વિકેટથી જીત થઈ છે. ભારત માટે આ સીરિઝની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. અક્ષર પટેલ અને કે.એલ. રાહુલ બાદ નીતિશ રેડ્ડીએ દમદાર બેટિંગ કરતા છેલ્લી ઓવરમાં બે છગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને…
ગાઝામાં હમાસે ઇઝરાયલી સૈનિકો પર હુમલો કર્યોડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: ગાઝા પર ફરીવાર ઈઝરાયલનો હુમલોદક્ષિણ ગાઝાના રફાહમાં આતંકવાદીઓએ ઇઝરાયલી સેના પર હુમલો કર્યો છે : ઇઝરાયલ સંરક્ષણ દળે હવાઈ હુમલો કરીને જવાબ આપ્યો છેઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના તમામ દાવાઓ વચ્ચે, જે ડર હતો તે જ થયું. ટ્રમ્પે ભલે સમગ્ર વિશ્વમાં ગાઝા શાંતિ કરારનો પ્રચાર કર્યો હોય, પરંતુ તેમાંથી કંઈ બહાર આવ્યું નહીં. યુદ્ધવિરામ વચ્ચે, ગાઝામાં ફરી એકવાર વિસ્ફોટો ગુંજી ઉઠ્યા છે. દક્ષિણ ગાઝાના રફાહમાં આતંકવાદીઓએ ઇઝરાયલી સેના પર હુમલો કર્યો છે. ત્યારબાદ ઇઝરાયલ સંરક્ષણ દળે હવાઈ હુમલો કરીને જવાબ આપ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પહેલાથી જ એક અહેવાલ બહાર પાડ્યો…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



