Author: garvigujrat

બસ ઘરથી શૂટિંગ, એરપોર્ટ અથવા હોટેલ જઉં છું.હું છેલ્લા ૨૫ વર્ષથી જમવા માટે બહાર ગયો નથી : સલમાન ખાન. સલમાન પણ તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદાહ ખાતે ચાલી રહેલા રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યો હતો.જ્યારે એક્ટર્સ અનિયમિત સમય માટે શૂટિંગમાં ઘરથી બહાર રહેતા હોય અને અનિશ્ચિત સમય સુધી કામ કરતા હોય છે, ત્યારે સલમાન ખાને તેની જીવનશૈલી વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો કહી છે, તેણે કહ્યું કે છેલ્લા ૨૫ વર્ષમાં તે એકેય વખત બહાર જમવા માટે ગયો નથી. સલમાને કહ્યું, તે બસ “ઘરથી શૂટિંગ, એરપોર્ટ અથવા ઘરે જઉં છું.”સલમાન પણ ગુરુવારે સાઉદી અરેબિયાના જેદાહ ખાતે ચાલી રહેલા રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ…

Read More

વિકી કૌશલ બન્યો ૨૦૨૫ના વર્ષનો સૌથી સફળ હિરા.‘મસાન’થી લઇને ‘છાવા’ સુધી વિકી બન્યો એક વિશ્વાસપાત્ર અને પાવરહાઉસ એક્ટર.ફિલ્મ ‘છાવા’થી વિકીએ સાબિત કરી દીધું છે કે તે સૌથી વિશ્વાસપાત્ર અને પોતાના પાત્રની દરેક બારીકી પર ધ્યાન આપનારો કલાકાર છ.બોલિવૂડમાં હંમેશા બે પ્રકારના કલાકારોના પ્રકાર ગણાતા, એક સુપરસ્ટાર અને એક એક્ટર. પરંતુ વિકી કૌશલ એક એવો કલાકાર છે જે હિરો તરીકે જેટલો સફળ છે એટલો જ સારો એક્ટર પણ છે. આ વર્ષે આવેલી તેની રેકોર્ડતોડ ફિલ્મ ‘છાવા’થી વિકીએ સાબિત કરી દીધું છે કે તે સૌથી વિશ્વાસપાત્ર અને પોતાના પાત્રની દરેક બારીકી પર ધ્યાન આપનારો કલાકાર છે. એ પણ માત્ર કોસ્ચ્યુમ્સ કે દેખાવ…

Read More

છેલ્લે બંનેએ ૨૦૧૦માં આક્રોશમાં સાથે કામ કર્યું હતું.પંકજ ત્રિપાઠી ૧૫ વર્ષે ફરી પ્રિયદર્શન સાથે કામ કરશે.ફિલ્મમાં પંકજ ત્રિપાઠી નવા રોલમાં જાેવા મળશે, જે એક કોમેડી અને ગમી જાય એવું પાત્ર હશે.પરેશ રાવલે જ્યારે થોડા સમય માટે પ્રિયદર્શનની ‘હેરા ફેરી ૩’ છોડી દીધી હતી, ત્યારે સોશિયલ મીડિયા પર બાબુરાવના રોલ માટે પંકજ ત્રિપાઠી સારો વિકલ્પ હોવાના અહેવાલો અને ચર્ચાઓ ખુબ ચાલ્યા હતા. જાેકે, પાછળથી પરેશ રાવલ ફિલ્મ સાથે ફરી જાેડાતા આ ચર્ચાઓ અને અફવાઓ અંત આવ્યો હતો. પરંતુ પ્રિયદર્શનને આ વાત ધ્યાનમાં રહી ગઈ હતી અને તેમણે પંકજ ત્રિપાઠી સાથે એક નવી જ ફિલ્મની જાહેરાત કરી છે. તેઓ બંને ૧૫ વર્ષ…

Read More

‘માફી માગો અને કન્ટેન્ટ ડિલીટ કરો’.ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ગુજરાતમાં બલોચ સમુદાય લડી લેવાના મુડમાં.બલોચ સમુદાયએ ફિલ્મમેકર આદિત્ય ધાર અને બોલિવૂડ અભિનેતા સંજય દત્તને કાનૂની નોટિસ પાઠવી.ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનના સ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ફિલ્મમેકર આદિત્ય ધાર અને બોલિવૂડ અભિનેતા સંજય દત્તને કાનૂની નોટિસ પાઠવી છે. એડવોકેટ નબીલ બ્લોચે સંજય દત્તના પાત્ર જીઁ ચૌધરી અસલમ દ્વારા બોલાયેલા એક સંવાદ પર વાંધો ઉઠાવ્યો છે, જેમાં કહેવામાં આવે છે, ‘તુમ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં’ વકીલે ફિલ્મમાં…

Read More

૩૧ ફર્સ્ટ પહેલા બુટલેગરોના અવનવા કીમિયો.દીવમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો.તપાસ દરમિયાન કારમાંથી ગેસના બાટલા (સિલિન્ડર)માં છુપાવેલ વિદેશી દારૂની ૧૯ બોટલ મળી આવી હતી.ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવાબંદર મરીન પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે દીવથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ અંગે પોલીસે સતર્કતા દાખવીને ચેકિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન એક યુવક ફોર વ્હીલર કારમાં દારૂ લઈને જતો હોવાની શંકા પર પોલીસે વાહન રોક્યું હતું. તપાસ દરમિયાન કારમાંથી ગેસના બાટલા (સિલિન્ડર)માં છુપાવેલ વિદેશી દારૂની ૧૯ બોટલ મળી આવી હતી.યુવકે અવનવા કીમિયા અજમાવીને ગેસ સિલિન્ડરની અંદર…

Read More

ખાતરની હાજરીથી ફૂડ પોઈઝનિંગની ભીતિ.રેલવે સ્ટેશન પર ગંભીર સમસ્યા, પ્લેટફોર્મ પર ખાતરના કારણે ઘઉંનું અનલોડિંગ અટક્યું.આ ઘઉં જ્યારે બજારમાં જાય ત્યારે તેના ઉપયોગથી ફૂડ પોઈઝનિંગ (ઝેરી અસર) થવાનો ગંભીર ભય છે.ડીસા રેલવે સ્ટેશન પર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા લાવવામાં આવેલા ઘઉંના જથ્થાને ઉતારવામાં ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે, જેના કારણે ઘઉંનું અનલોડિંગ અટકાવી દેવામાં આવ્યું છે. સમસ્યા એ છે કે રેલવે પ્લેટફોર્મ પર પહેલેથી જ ખાતરનો મોટો જથ્થો ઉતારેલો છે. FCI ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ પ્લેટફોર્મ પર ઘઉં ઉતારવાની ના પાડી દીધી છે.કોન્ટ્રાક્ટરના દાવા મુજબ, ટ્રેનમાંથી ઘઉં ઉતારતી વખતે અંદાજે ૮ થી ૧૦ ટન જેટલો માલ પ્લેટફોર્મ પર…

Read More

ખાખીની આબરૂના ધજાગરા.CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ ૩૦ લાખની લાંચ લેતા ઝડપાયા!.કોલ સેન્ટર કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માંગી હતી.ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવીને CID ક્રાઇમના એક પોલીસ ઇન્સ્પેક્ટર (PI ) અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને ૩૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા બદલ આ બંને પોલીસકર્મીઓએ લાંચની માંગણી કરી હતી, જેના પગલે ACB મ્એ આ કાર્યવાહી કરી હતી. ACB સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદી અને તેમના મિત્ર વિરુદ્ધ CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ…

Read More

ડોનાલ્ડ ટ્રમ્પની નીતિથી હડકંપ.એક ઈમેલ અને અમેરિકામાં રહેતા ભારતીયોમાં અફરાતફરીનો માહોલ.આ ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે તેના ટેમ્પરરી વર્કિંગ વિઝા સાવચેતીના પગલા તરીકે રદ કરવામાં આવ્યા છ.અમેરિકામાં રહેતાં હજારો ભારતીય H-1B અને H-4 વિઝા ધારકોમાં તાજેતરમાં દૂતાવાસ તરફથી આવેલા એક ઈમેલને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઈમેલમાં જણાવવામાં આવ્યું છે કે તેના ટેમ્પરરી વર્કિંગ વિઝા સાવચેતીના પગલા તરીકે રદ કરવામાં આવ્યા છે. અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લાગુ કરાયેલી સ્કીમની જેમ અરજદારોની સોશિયલ મીડિયા ચકાસણી વધારવા માટે એક નવી સ્કીમ અમલમાં મૂકી છે, જે આ મામલાનું મૂળ કારણ હોવાનું મનાય છે. ભારતમાં H-1B વિઝાના ઇન્ટરવ્યુ પહેલાથી જ મુલતવી રાખવામાં આવ્યા…

Read More

અપશબ્દો બોલ્યો; લોકો ભડક્યા તો કહ્યું- મને ફોબિયા છે.સોહેલ ખાને હેલમેટ વિના દોડાવી ૧૭ લાખની બાઈક.એની ખૂબ જ ટીકા કરવામાં આવતાં તેણે માફી પણ માંગી.બોલિવૂડ એક્ટર સોહેલ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. એમાં તે હેલમેટ વગર બાઇક ચલાવતો જાેવા મળી રહ્યો છે. આ વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે અને એને કારણે વિવાદ થયો છે કારણ કે, તે હેલમેટ વગર બાઇક ચલાવતો જાેવા મળી રહ્યો છે. એની ખૂબ જ ટીકા કરવામાં આવતાં તેણે માફી પણ માંગી છે. સલમાન ખાન વર્ષો પહેલાં બાઇક ચલાવતો જાેવા મળતો હતો. કેટરિના કૈફ સાથેનો તેનો બાઇકનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો…

Read More

સોનાનો વાયદો ઓલ ટાઇમ હાઇ સ્તરેઃ ચાંદીના વાયદામાં રૂ.5280નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.15 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.33744.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.139977.29 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.29083.35 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 32905 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.173728.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.33744.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.139977.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 32905 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.2042.62 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.29083.35 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.134204ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.135496ના ઓલ ટાઇમ હાઇ સ્તરે અને નીચામાં રૂ.134204ના મથાળે અથડાઈ, રૂ.133622ના આગલા બંધ સામે રૂ.1548 વધી રૂ.135170 થયો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.1339 વધી રૂ.107771ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ડિસેમ્બર…

Read More