- ૯ વર્ષ સુધી લગ્નનો પ્રસ્તાવ ન મળ્યો, કન્ઝ્યુમર કોર્ટે મેરેજ બ્યૂરોને ફી-વળતર ચૂકવવાનો આદેશ આપ્યો
- જાહેર સ્થળે ધૂમ્રપાન: કાયદાની ઐસી તૈસી, નિર્દોષોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ
- શ્રી ગણેશ વિસર્જનનું પૌરાણિક, આધ્યાત્મિક અને દાર્શનિક રહસ્ય: સાકારથી નિરાકારની યાત્રા
- Ярд Казино – виды бонусов и программа лояльности для игроков
- હર્ષ સંઘવીનો મોટો ઈશારો: આ વર્ષે પણ નવરાત્રીમાં આખી રાત ગરબા રમવાની છૂટ મળશે?
- BRICSમાં પાકિસ્તાનની એન્ટ્રી પર ભારતનો બ્રેક! વીટો પાવરથી વર્ષોથી અટવાઈ પાકિસ્તાનની અરજી
- BRICS મંચ પર મોદી-પુતિન-શી જિનપિંગની પાવરફુલ તસવીર, દુનિયાભરમાં ચર્ચા અને કૂટનીતિક હલચલ
- વિજય માલ્યાએ ₹14,131 કરોડ ચૂકવ્યા છતાં મની લોન્ડરિંગ કેસ ચાલુ રહેશે: EDની હાઈકોર્ટમાં રજૂઆત
Author: garvigujrat
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ શનિચરા બોટે નામના વ્યક્તિ માટે, ડિસેમ્બર ૨૦૧૨ માં દુ:સ્વપન શરૂ થયું જ્યારે ઘુરબે નામના એક બદમાશ હાથીએ નેપાળના ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાન નજીકના માડી શહેરમાં તેના માતા- પિતાને જીવલેણ રીતે કચડી નાંખ્યા હતા. બોટેએ ભયના કારણે તેના પરિવારને લઈને લગભગ નવ માઈલ દૂર રાપ્તિ નદી પાર કરીને જગતપુરમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. વર્ષોથી પરિવાર માનતો હતો કે તેઓ ભાગી ગયા છે. પરંતુ આ મહિનાની શરૂઆતમાં ફરી એક દુર્ઘટના બની. આ ઘુરબે નામના હાથીએ જગતપુરમાં પરિવારના ઘરમાં ઘૂસીને બોટેની પુત્રવધુ ૨૫ વર્ષીય આશિકા બોટે અને તેમના ચાર વર્ષના પૌત્ર ભરત બોટેને મારી નાંખ્યા. બોટેએ…
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરીયા પોતાની ટીમ સાથે આજે દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા હતા. જંતર મંતર પર પાયલ સાકરીયાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે નીટનું પેપર વારંવાર લીક થઈ રહ્યું છે અને આ રીતે દેશમાં બીજા અનેક પેપર લીક થયા છે તો પછી પરીક્ષાનો શું મતલબ અને આ આખી વ્યવસ્થાનો શું મતલબ? દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એ લોકો પોતાના લોકોના ફાયદા માટે કામ કરી રહ્યા છે. જેના કારણે આજે અહીંયા જંતર મંતર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ ખૂબ જ દુઃખની બાબત છે કે…
અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલયમાં અયોધ્યાના શ્રી રામ મંદિરમાં થયેલી દાન ચોરીની ઘટનાને લઈને હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનાર દોષિતોને કડકમાં કડક સજા મળે અને આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગુજરાતના સહ પ્રભારી પવન શર્મા, પ્રદેશ મંત્રી અનુપ શર્મા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકોએ સાથે મળીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ ગયા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ…
ગુજરાતમાં આતંકવાદી નેટવર્ક ઊભું કરવાના એક મોટા દેશવિરોધી કાવતરાનો પર્દાફાશ કરીને ગુજરાત એટીએસ (ATS) દ્વારા વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર તપાસમાં સૌથી ચોંકાવનારું ‘ભરૂચ કનેક્શન’ સામે આવ્યું છે, જ્યાં એક સ્થાનિક મદ્રેસાના બે યુવાનો પ્રતિબંધિત આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચની દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસાના ૨ યુવકોની અટકાયત ATS દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધક કાયદા (UAPA) હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ભરૂચની દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસામાં અભ્યાસ કરતા બે યુવાનોની સીધી સંડોવણી ખુલી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ છે: મોહમ્મદ ઐયુબ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખળી (ઉંમર ૨૦ વર્ષ) – (ભરૂચ માટલીવાલા મદ્રેસા સાથે…
રીલ્સ બનાવો અને ૩ લાખ મેળવો! બિહાર ટુરિઝમ વિભાગે ઈન્ફ્લુએન્સર માટે લોન્ચ કરી અનોખી સ્પર્ધા સ્પર્ધા માટે બનાવવામાં આવનાર વીડિયો અથવા રીલ્સનો સમયગાળો ૩૦ સેકન્ડથી લઈને ૨ મિનિટ વચ્ચેનો હોવો જાેઈએ બિહારના પ્રખ્યાત અને ઐતિહાસિક શ્રાવણી મેળાને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ આપવા માટે બિહાર ટુરિઝમ વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ વર્ષે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મેળાની ભવ્યતાને લોકો સુધી પહોંચાડવા માટે દેશભરના સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે એક રાષ્ટ્રવ્યાપી વીડિયો મેકિંગ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે.આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય કાવડિયા પરંપરા અને શ્રાવણી મેળાની આધ્યાત્મિક સુંદરતાને સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા પાયે લોકો સમક્ષ રજૂ કરવાનો…
ટ્રમ્પનો નવો વિવાદિત પ્લાન અમેરિકામાં ૧.૫ લાખ ભારતીય ટ્રક ડ્રાઇવરોની નોકરી પર સંકટ સેનામાં ભારે વાહનો ચલાવવાનો અનુભવ ધરાવતા અમેરિકી નાગરિકોને કોઈ પણ ઝંઝટ વિના કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ અપાશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રવાસીઓને લઈને એક નવો અને અત્યંત વિવાદિત પ્રસ્તાવ રજૂ કર્યાે છે, જેની સીધી અસર ત્યાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓ પર પડશે. પૅન્સિલવેનિયામાં આયોજિત ‘મિલિટરી ઇન્વેસ્ટમેન્ટ સમિટ’માં સંબોધન કરતાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની સરકાર પ્રવાસી ટ્રક ડ્રાઇવરોને હટાવીને તેમની જગ્યાએ અમેરિકન સેનાના નિવૃત્ત સૈનિકોને તૈનાત કરશે. આ પ્રસ્તાવ હેઠળ, સેનામાં ભારે વાહનો ચલાવવાનો અનુભવ ધરાવતા અમેરિકી નાગરિકોને કોઈ પણ ઝંઝટ વિના સીધું જ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ…
પોડકાસ્ટ દરમિયાન પ્રિયંકા અને નિકની લવસ્ટોરીની પણ ચર્ચા થઈ નિક જાેનાસને મારા કરતાં પણ વધુ બોલિવૂડ ગોસિપની ખબર હોય છે : પ્રિયંકા ચોપરા બંનેએ પહેલી વખત એકબીજા વર્ષ ૨૦૧૬માં સંપર્કમાં આવ્યાં હતાં, જ્યારે નિકે પ્રિયંકાને એક્સ પહેલાં ટ્વિટર પર ડાયરેક્ટ મેસેજ મોકલ્યો હતો ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ એક રસપ્રદ ખુલાસો કરતાં જણાવ્યું છે કે તેનાં પતિ અને ગાયક નિક જાેનાસને બોલિવૂડની ગોસિપ વિશે તેનાં કરતાં પણ વધુ માહિતી હોય છે. પ્રિયંકાએ આ વાત જાેનાસ બ્રધર્સના પોડકાસ્ટ ‘હે જાેનાસ’ દરમિયાન નિક, જાે જાેનાસ અને કેવિન જાેનાસ સાથેની વાતચીતમાં કરી હતી.વાતચીત દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું કે નિક નિયમિત રીતે સેલિબ્રિટીઓના સંબંધો અને મનોરંજન…
“દરેક મિત્રતાને પ્રેમનો રંગ આપવો જરૂરી નથી” અર્જુન બિજલાનીએ મૌની રોય સાથેના ડેટિંગની વાતને અફવા ગણાવી અર્જુને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને કેટલાંક ક્લિકબેઇટ પેજ અને ગોસિપ ફેલાવનારાઓની ટીકા કરી ટેલિવિઝન એક્ટર અર્જુન બિજલાનીએ મૌની રોય સાથે જાેડાયેલી ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર બંને ડિનર માટે સાથે જાેવા મળ્યા બાદ તેમનાં સંબંધોને લઈને અનેક અટકળો શરૂ થઈ હતી. જાેકે અર્જુને આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે લાંબા સમયની મિત્રતાને પ્રેમ સંબંધ તરીકે રજૂ કરવું યોગ્ય નથી.અર્જુને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરીને કેટલાંક ક્લિકબેઇટ પેજ અને ગોસિપ ફેલાવનારાઓની…
રિયાલિટી શોમાં જણાવી આપવીતી બાળપણમાં જાતીય સતામણીનો શિકાર થયો હતો સોહેલ ખાન! પોતાની કોઈ ભૂલ ન હોવા છતાં આ ઘટના વિશે જણાવવામાં તે સમયે મને શરમ અનુભવાતી હતી : સોહેલ સલમાન ખાનનો નાના ભાઈ અને એક્ટર સોહેલ ખાને તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું કે બાળપણમાં હું જાતીય સતામણીનો શિકાર બન્યો હતો. પરંતુ તેણે ઘણા વર્ષાે સુધી આ અંગે કોઈની સાથે વાત નહોતી કરી. તેણે રિયાલિટી શો ‘અલાયન્સ’માં આ વાતનો ખુલાસો કર્યાે.શોમાં આ અઠવાડિયે સોહેલ ખાનની ટીમ લીડરબોર્ડમાં ટોપ પર રહી હતી. જીતના જશ્ન અને હળવા માહોલ વચ્ચે તેણે બીજા કન્ટેસ્ટન્ટ અર્સલાન ગોની, રૂહી દોસાની અને અલી ગોની…
પરેશ રાવલ અગાઉ લોકસભાની ચૂંટણીમાં જીત્યા હતા પરેશ રાવલે રાજકારણ કેમ છોડ્યું તે વિશે ખુલાસો કર્યાે રાવલે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થયેલા મીડિયા કવરેજ અંગે તાજેતરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી પરેશ રાવલે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ થયેલા મીડિયા કવરેજ અંગે તાજેતરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તે સમય દરમિયાન જે રીતે આ કેસને સતત ટીવી ચેનલો પર રજૂ કરવામાં આવ્યો હતો, તે તેમને બિલકુલ પસંદ નહોતું. સાથે જ તેમણે રાજકારણ છોડવા પાછળનું કારણ પણ વિગતવાર સમજાવ્યું.એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન પરેશ રાવલે જણાવ્યું કે કોરોના મહામારી દરમિયાન તેમણે સમાચાર ચેનલો જાેવાનું લગભગ બંધ કરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


