- બિહારમાં મોબાઇલ ચોર ટ્રેનની બારીમાં ઝડપાયો, 8-9 કિમી સુધી લટક્યો બાદ પોલીસે ઝડપી લીધો
- નવા મતદારો માટે ફોર્મ-6માં માતા-પિતાની SIR વિગતો આપવી ફરજિયાત
- લોર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક વિજય, ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું
- પંકજ રાણસરીયાનો આરોપ: ખેડૂતોના અવાજને દબાવવા ભાજપ તંત્રનો ઉપયોગ કરે છે
- નિરંજન વસાવાનો આરોપ: કામદારોના મુદ્દે બોલનાર આપ નેતાઓ પર ખોટા કેસ કરાયા
- ગોપાલ ઇટાલિયાનો પાટીદાર આંદોલન મુદ્દે આરોપ: ‘જનરલ ડાયર’ને સજા કરવાની માંગ
- ઈસુદાન ગઢવીનો આરોપ: ખેડૂતોના સમર્થકો પર કાર્યવાહી, ભાજપ કંપનીઓ માટે કામ કરે છે
- Report Against Ahmedabad IT Officers for Alleged Failure to Act on Tax Evasion Evidence
Author: garvigujrat
અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.સોલા સિવિલમાં હિટસ્ટ્રોકના દર્દીઓ વધ્યા, રોજના ૮થી ૧૦ કેસ નોંધાયા.હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં ૪૪ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા લોકોના સ્વાસ્થ્ય પર અસર થવા પામી છે. ગરમીમાં હિટ સ્ટ્રોક અને લૂ લાગવા સહિતના બનાવો સામે આવી રહ્યાં છે. આરોગ્ય તંત્ર દ્વારા હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગરમીને કારણે રોડ પર પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન થયાં છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલના RMO ડૉ દેવાંગ શાહે જણાવ્યુ…
ઈરાન માટે “કરો કે મરો” જેવી સ્થિતિ.ઓઇલ સ્ટોક કરવા માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહ્યું.નિકાસ ન થતા ઓઇલનો જથ્થો એટલી હદે વધી ગયો છે કે હવે તેને રાખવા માટે ઈરાન પાસે જગ્યા બચી નથી.વિશ્વના સૌથી મોટા ઓઇલ ઉત્પાદક દેશોમાંના એક ઈરાન માટે અત્યારે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વધતા તણાવ અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાનનું ઓઇલ નિકાસ થઈ રહ્યું નથી. પરિણામે, ઓઇલનો જથ્થો એટલી હદે વધી ગયો છે કે હવે તેને રાખવા માટે ઈરાન પાસે જગ્યા બચી નથી. ઈરાનનું ૯૦%થી વધુ ઓઇલ ઉત્પાદન અને નિકાસ ખાર્ગ આઇલૅન્ડ પરથી થાય છે. અહીં ૩૦ મિલિયન…
રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર.‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’.રાહુલે કેજરીવાલ પર કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું હોવાનો, ભ્રષ્ટાચાર કર્યો હોવાનો, દિલ્હીમાં પ્રદૂષણ વધાર્યું હોવાનો આક્ષેપ કર્યો.કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી રેલીમાં શીશમહેલનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોલકાતામાં રેલીને સંબોધન કરીને કહ્યું કે, કેજરીવાલે જુદા રાજકારણનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પોતાની નાની ગાડીમાં આવ્યા અને કરોડો રૂપિયાના શીશમહેલમાં જતા રહ્યા. દિલ્હીમાં ૨૦૧૩ પહેલા કોંગ્રેસની સત્તાને યાદ કરીને રાહુલ ગાંધીએ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના કહેવા મુજબ ૨૦૧૧માં અન્ના હજારે આંદોલન થયું હતું, ત્યારે…
૧૨૩ ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી.ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો.આ ર્નિણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છ.વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અમેરિકા તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો આવ્યો છે. અમેરિકાએ ભારતીય સોલર સેલ અને મોડ્યુલ્સની આયાત પર ૧૨૩.૦૪ ટકા જેટલી પ્રાથમિક એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ર્નિણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છે. ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને હવેની…
૬ મહિના સુધી છૂટ મળી.મરાઠી નહીં આવડતું હોય તો પણ મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ચલાવી શકશો.સરકારનો ઉદ્દેશ્ય એ ખાતરી કરવાનો છે કે જે ડ્રાઈવર બહારના રાજ્યોમાંથી આવે છે, તે સ્થાનિક યાત્રીઓ સાથે સારી રીતે સંવાદ કરી શકે.મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કામ કરી રહેલા ઓટો અને ટેક્સી ડ્રાઈવરો માટે ભાષા સંબંધિત નિયમોને લઈને એક મહત્ત્વની ઘોષણા કરી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસની સરકારે તમામ ડ્રાઈવરોને મરાઠી ભાષા શીખવા માટે ૬ મહિનાનો વધારાનો સમય આપ્યો છે. નવા દિશા નિર્દેશ અનુસાર, ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધી તમામ બિન મરાઠી ડ્રાઈવરોને પાયાની મરાઠી ભાષાનું જ્ઞાન હોવું જરુરી છે. આ રાહત ગાળાની સૌથી મોટી વાત એ છે કે આગામી ૧૫…
ભાજપની રાજ્યસભામાં સંખ્યા વધીને ૧૧૩ થઈ.છછઁને ઝટકો, ૭ બળવાખોર સાંસદોના વિલયને મંજૂરી.રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશન જારી કર્યું.આમ આદમી પાર્ટી છોડનાર રાજ્યસભાના ૭ સાંસદોને ભાજપમાં વિલય કરવાને મંજૂરી મળી ગઈ છે. આ સાથે ભાજપની રાજ્યસભા સાંસદોની સંખ્યા ૧૧૩ થઈ ગઈ છે. ઈતિહાસમાં પ્રથમવાર ભાજપ આ આંકડા પર પહોંચ્યું છે. તો આમ આદમી પાર્ટી માટે આ મોટો ઝટકો છે અને તેના ઉપલા ગૃહમાં હવે માત્ર ત્રણ સાંસદો વધ્યા છે. રાજ્યસભા સચિવાલયે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયેલા બધા સાંસદોને લઈને નોટિફિકેશન જારી કર્યું છે. તેમને ભાજપના સભ્યો ગણાવવામાં આવ્યા છે. હવે સંસદના ઉપલા ગૃહમાં…
અમદાવાદના મતગણતરી કેન્દ્ર પર થ્રી લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.અમદાવાદમાં મતગણતરી માટે ગુજરાત કોલેજ ખાતે તમામ તૈયારીઓ પરિપૂર્ણ.અમદાવાદ ખાતે યોજાનાર મતગણતરી સેન્ટરમાં એક કંટ્રોલ રૂમ પણ રહેશે જેનાથી આખા કમ્પાઉન્ડની સિક્યોરિટી પર નજર રાખવામાં આવશે.રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે ૧૧ નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે ૨૬મી એપ્રિલના રોજ મતદાન થયું હતું. જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. હવે આવતીકાલે એટલે ૨૮મી એપ્રિલના રોજ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તારીખ ૨૮મીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. શહેરના ૨૧ વોર્ડના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી માટે શહેરની…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરતમાં કાળઝાળ ગરમી અને ફાટફાટ થતી મોંઘવારીના મારથી પીસાઈ રહેલી પ્રજા તેલ, ગેસ, દૂધ, અનાજ સહિતની જીવનજરૂરી ચીજોની સર્જાયેલી અછત અને વધેલા ભાવોથી ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે એવા સમયે જ આવેલી સ્વાયત સંસ્થાઓ નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં કોનું પલ્લું ભારે કરે છે એ સમજવું જરા અઘરું છે. કારણકે આ ચૂંટણીમાં ભાજપ માટે લોઢાના ચણા ચાવવા પડે તો નવાઈ નહીં. ઉપરાંત ઘરેલુ ચીજો ના વધેલા ભાવ વધારાની સાથે જ સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન સત્તાપક્ષ સામે જે રીતે ઠેર-ઠેર વિરોધ જોવા મળ્યો ખાસ કરીને જે વિસ્તારો ભાજપના ગઢ સમાન છે તેવા વિસ્તારોમાં…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. રાજયમાં પૂરી થયેલી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની નગર પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓમાં ભર ગરમીમાં પણ જ્યારે મતદારો એ મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી છે ત્યારે જે પ્રમાણે ચોક્કસ સમાજના વિસ્તારોમાં થયેલા ઊંચા મતદાનથી કોને ફાયદો થશે? અને કોને નુકશાન થશે? એની ગણતરી સત્તાધારી પક્ષથી લઈને આમ આદમી અને કોંગ્રેસ પાર્ટીમાં પણ શરૂ થઈ ગઈ છે. આમ જોવા જઈએતો સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીઓ મૂળતો પાયાની જરૂરિયાતો ઉપર નિર્ભર છે. જેમકે ડ્રેનેજ(ગટર), પીવાનું પાણી, રોડ, રસ્તા, લાઇટ, શૌચાલય,ગેરકાયદે બાંધકામો વિગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને લડાવી જોઈએ. પરંતુ મૂળ મુદ્દાનું તો જાણે શાસક પક્ષે કાસળ કાઢયુ…
હાર્ડ કોપી વગર અનેક લોકો મતદાનથી વંચિત રહ્યા.ડિજિટલ વોટર કાર્ડને લઈને મતદાન મથકો પર ભારે વિવાદ.મોબાઈલમાં દર્શાવેલા ડિજિટલ કાર્ડને અમાન્ય રાખતા અનેક મતદારોએ રોષ સાથે ઘરે પરત ફરવું પડ્યું હતું.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આજે કાળઝાળ ગરમી વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરીજનો ઉત્સાહપૂર્વક મતદાન મથકો પર પહોંચ્યા હતા, પરંતુ કેટલાક કેન્દ્રો પર ચૂંટણી કાર્ડની સોફ્ટ કોપી (ડિજિટલ કાર્ડ) ને લઈને વિવાદ સર્જાયો હતો. પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ મોબાઈલમાં દર્શાવેલા ડિજિટલ કાર્ડને અમાન્ય રાખતા અનેક મતદારોએ રોષ સાથે ઘરે પરત ફરવું પડ્યું હતું. શહેરના અનેક મતદાન મથકો પર એવા કિસ્સાઓ બન્યા જેમાં મતદારો પાસે ઓરિજિનલ મતદાન કાર્ડ કે…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



