- બિહારમાં મોબાઇલ ચોર ટ્રેનની બારીમાં ઝડપાયો, 8-9 કિમી સુધી લટક્યો બાદ પોલીસે ઝડપી લીધો
- નવા મતદારો માટે ફોર્મ-6માં માતા-પિતાની SIR વિગતો આપવી ફરજિયાત
- લોર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક વિજય, ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું
- પંકજ રાણસરીયાનો આરોપ: ખેડૂતોના અવાજને દબાવવા ભાજપ તંત્રનો ઉપયોગ કરે છે
- નિરંજન વસાવાનો આરોપ: કામદારોના મુદ્દે બોલનાર આપ નેતાઓ પર ખોટા કેસ કરાયા
- ગોપાલ ઇટાલિયાનો પાટીદાર આંદોલન મુદ્દે આરોપ: ‘જનરલ ડાયર’ને સજા કરવાની માંગ
- ઈસુદાન ગઢવીનો આરોપ: ખેડૂતોના સમર્થકો પર કાર્યવાહી, ભાજપ કંપનીઓ માટે કામ કરે છે
- Report Against Ahmedabad IT Officers for Alleged Failure to Act on Tax Evasion Evidence
Author: garvigujrat
તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા ‘તંત્રની ‘ઘોર’ બેદરકારી : સુરતમાં એક જ મતદાર પાંચ-પાંચ વાર ‘નોંધાયો’ સીસ્ટમનો લોચો કે અધિકારીઓની આળસ? અશોક ચૌધરીએ પાંચ વાર ફોર્મ ભર્યાં, પાંચેય વાર મંજૂર થઈ ગયા! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને ચૂંટણી શાખાની એક ગંભીર બેદરકારી સામે આવી છે. મગદલ્લા વોર્ડ નંબર ૨૨ની મતદારયાદીમાં એક જ વ્યક્તિનું નામ પાંચ અલગ-અલગ જગ્યાએ નોંધાયેલું જાેવા મળતા સમગ્ર તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ERO કક્ષાએ થયેલી આ પાંચ ગણી ભૂલને સુધારવાને બદલે પાલિકાના અધિકારીઓએ પણ આંખ આડા કાન કરીને તેને યથાવત રાખી છે. પરિણામે, વોર્ડ નંબર…
પત્નીએ માંગણી ન કરી હોવા છતાં કોર્ટે પતિને ૫૦ લાખ ચૂકવવા આદેશ કર્યાે છૂટાછેડાના કેસ શરૂ થતાં જ સૌ બેરોજગાર બની જાય છે : સુપ્રીમ અદાલતમાં જ્યારે છૂટાછેડાના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે પતિએ વારંવાર કહ્યું કે તેને છૂટાછેડા મંજૂર નથી સુપ્રીમ કોર્ટમાં દરરોજ વિવિધ કેસોની સુનાવણી થતી હોય છે, પરંતુ ઘણીવાર ન્યાયાધીશોની ટિપ્પણીઓ કે કેસની ગંભીરતાને કારણે તે ચર્ચાનું કેન્દ્ર બને છે. આવો જ એક છૂટાછેડા સાથે જાેડાયેલો કિસ્સો શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો, જેમાં જજે અત્યંત મહત્વની ટિપ્પણી કરી હતી. આ મામલામાં પત્નીએ છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી, જાેકે સુનાવણી દરમિયાન પતિએ દલીલ કરી હતી કે…
બંને દેશો વચ્ચે યુદ્ધ અંગે બીજા તબક્કાની વાટાઘાટો થશે ટ્રમ્પે વિટફોક, ઇરાને અરાઘચીને વાટાઘાટો માટે પાકિસ્તાન રવાના કર્યા પ્રાથમિક વાટાઘાટોમાં સકારાત્મક પરિણામ દેખાશે તો યુએસ ઉપ પ્રમુખ વેન્સ પણ પાકિસ્તાન પહોંચશે યુએસ-ઈરાન વચ્ચે તણાવયુક્ત યુદ્ધ વિરામની વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી પોતાના પ્રતિનિધિ મંડળ સાથે પાકિસ્તાન રવાના થયા હતા અને મોડી રાત્રે પહોંચી ગયા હતા. અરાઘચીએ પાકિસ્તાનની વાટ પકડ્યાના થોડા કલાકો બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જમાઈ જેરેડ કુશનરને પણ પાકિસ્તાન જવા રવાના કર્યા છે. પાકિસ્તાનમાં યુએસ-ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા અને સંધિની શરતો નક્કી કરવા બીજા તબક્કાની વાટાઘાટો હાથ ધરવામાં આવશે. યુએસ ઉપ પ્રમુખ…
કોલેસ્ટ્રોલની મહિનાની દવા ૫૩૭ ડોલરના બદલે હવે માત્ર ૨૨૫ ડોલરમાં મળશે અમેરિકાના ઈતિહાસમાં દવા કિંમતમાં સૌથી મોટો ઘટાડો: ટ્રમ્પ વિશ્વના બ્રાન્ડેડ દવા બજારમાં ૮૦ ટકા હિસ્સો ધરાવતી ૧૭ મોટી કંપનીઓએ અમેરિકાના દર્દીઓને વિશ્વમાં સૌથી વધી નીચા ભાવે દવા આપવા સંમતિ દર્શાવી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની અગ્રણી ફાર્મા કંપનીઓ સાથે કરાર કર્યા છે અને તેના કારણે અમેરિકાના ઈતિહાસમાં દવાની કિંમતમાં સૌથી વધુ કાપ મૂકાવાની અને વિશ્વમાં સૌથી વધુ સસ્તી દવા યુએસમાં મળવાનો દાવો કર્યાે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અગ્રણી ફાર્મા કંપનીઓ પૈકીની એક રીજેનેરોને ‘મોસ્ટ ફેવર્ડ નેશન પ્રાઈઝ’ સાથે યુએસને દવાઓ આપવા સંમતિ બતાવી છે. અગાઉ કોઈએ ક્યારેય નહીં…
શબ્દોની પસંદગીમાં ભૂલ થઈ: અનુ કપૂર તમન્ના ભાટિયાને ‘દૂધિયા બદન’ કહેવા પાછળ શું હતી અનુ કપૂરની અસલી મનશા ? જાે મેં ‘દૂધિયા બદન’ ને બદલે ‘મિલ્કી બોડી’કહ્યું હોત, તો કદાચ કોઈ મુસીબત ન આવી હોત.”: અનુ કપૂર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુ કપૂર હાલમાં પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલા તેમણે અભિનેત્રી તમન્ના ભાટિયા માટે ‘દૂધિયા બદન’ જેવા શબ્દનો ઉપયોગ કર્યાે હતો. એવામાં અનુ કપૂરે પોતાની અસલી મનશા જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.તમન્ના ભાટિયાને ‘દૂધિયા બદન’ કહેવા પાછળ શું હતી અનુ કપૂરની અસલી મનશા ? ખુલ્લેઆમ કરી નાખી ‘મનની વાત’બોલિવૂડ અભિનેતા અનુ કપૂરે થોડા મહિના પહેલા…
‘તે માત્ર એક વ્યવસાયિક ર્નિણય હતો’ કાજાેલે ‘કિસ’ ન કરવાની પોલીસી તોડવાનો શું ખુલાસો કર્યાે ? કાજાેલે ત્રણ દાયકાની કારકીર્દી પછી ‘કિસ’ માટેનો નિયમ ‘ધ ટ્રાયલ’ વેબસીરીઝ માટે તોડયો હતો કાજાેલે આખરે ’ધ ટ્રાયલ’ વેબ સિરીઝમાં પડદા પર કિસ ન કરવાના તેના જૂના નિયમને તોડવા વિશે ખુલીને વાત કરી છે. તેણે સંકેત આપ્યો કે આ ર્નિણય તેના પાત્ર સાથે ઊંડો જાેડાયેલો હતો, જે પાત્ર જીશુ સેનગુપ્તાની સામે હતું.પોતાની કારકિર્દીના લગભગ ત્રણ દાયકા પછી, કાજાેલે આ નિયમ તોડવા પાછળનું કારણ સમજાવતા કહ્યું કે, આ ર્નિણય સ્ક્રિપ્ટ અને પાત્રની માંગને કારણે લેવામાં આવ્યો હતો.કાજાેલે ૨૦૨૩ માં ‘ધ ટ્રાયલ – પ્યાર, કાનૂન, ધોખા’દ્વારા…
નયનતારા સાથેની ફિલ્મ ઈદ વખતે રીલિઝ કરાશે હિટ ફિલ્મ ખાતર સલમાન ફરી ઈદ વખતે નસીબ અજમાવશે ફલ્મ સાઉથના ડિરેક્ટર વામશી પેડિપલ્લી ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ હજુ તાજેતરમાં જ શરુ કરાયું છેલ્લાં કેટલાંય વર્ષાેથી કોઈ મોટી હિટ ફિલ્મ નહિ આપી શકેલો સલમાન ખાન આવતાં વર્ષે ફરી ઈદ વખતે નસીબ અજમાવશે. તેની નયનતારા સાથેની આગામી ફિલ્મ ઈદ વખતે રીલિઝ કરવાની જાહેરાત થઈ છે. વર્ષાે અગાઉ સલમાનની ફિલ્મ ઈદ વખતે રીલિઝ થાય એટલે હિટ જ થાય તેમ મનાતું હતું. પરંતુ, તાજેતરનાં વર્ષાેમાં આ માન્યતા પણ ખોટી સાબિત થઈ છે. સલમાન છેલ્લાં કેટલાંય વર્ષાેથી સાવ બેકાર સ્ક્રિપ્ટ પસંદ કરી રહ્યો છે અને…
શાહરૂખનાં ઘર પાસે જ ફલેટની ખરીદી શાહરૂખની મેનેજર પૂજાએ ૩૮ કરોડમાં ત્રણ ફલેટ લીધા પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે, જ્યારે બીજાે ફલેટ પતિ તથા ત્રીજાે ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ મુંબઇના બાંદરામાં ત્રણ ફલેટ ૩૮.૨૧ કરોડમાં ખરીદ્યા છે. આ બિલ્ડિંગનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે. તેને ડિસેમ્બર ૨૦૨૮માં પઝેશન મળી શકે છે. પૂજાએ એક ફલેટ પોતાના નામે લીધો છે. જ્યારે બીજાે ફલેટ પતિ તથા ત્રીજાે ફલેટ પિતાના નામે બૂક કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખનો મન્નત બંગલો પણ બાંદરા વિસ્તારમાં જ છે. જાેકે, શાહરુખે હાલ મન્નતમાં વધુ બે ફલોરનાં એક્ટેન્શનનું કામ શરુ કરાવ્યું…
ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ.સ્કાયરૂટના વિક્રમ-૧ને તેલંગાણાના મુખ્યપ્રધાને શ્રીહરિકોટા માટે રવાના કર્યું.આ રોકેટ હવે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ સાઇટ માટે સત્તાવાર રીતે પ્રસ્થાન કરી ચૂક્યું છે.ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-૧’ને આજે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા હૈદરાબાદ સ્થિત કંપનીના મેક્સ-ક્યૂ કેમ્પસમાંથી વિધિવત રીતે રવાના કરવામાં આવ્યું હતું. આ રોકેટ હવે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ સાઇટ માટે સત્તાવાર રીતે પ્રસ્થાન કરી ચૂક્યું છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રોકેટના સ્પેસ-રેડી ‘પેલોડ ફેરિંગ‘ને લીલી ઝંડી બતાવી હતી. પેલોડ ફેરિંગ એવું માળખું છે જે ઉડાન દરમિયાન રોકેટની અંદર રહેલા ઉપગ્રહોને સુરક્ષિત રાખે છે. સ્કાયરૂટના કર્મચારીઓને સંબોધતા તેલંગાણાના મુખ્યમંત્રીએ…
કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ.સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજાે છોડવો પડ્યો.મિશ્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી છે.આમ આદમી પાર્ટીના ૭ રાજ્યસભા સાંસદોએ પક્ષ છોડીને ભાજપમાં જાેડાવાની જાહેરાત કરતા દિલ્હીના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. આ ઘટનાક્રમ બાદ ભાજપના નેતા કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલ પર જાેરદાર નિશાન સાધ્યું છે. મિશ્રાએ કટાક્ષ કરતા કહ્યું કે, જે સાંસદના ઘરે કેજરીવાલ ડેરો નાખીને બેઠા હતા, તેમણે જ પાર્ટી છોડી દીધી છે. કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું કે, સૌથી રમુજી વાત એ છે કે કેજરીવાલ આજે સવાર સુધી અશોક…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



