- 7 વર્ષ બાદ ભારત-ચીન નજીક આવ્યા, PM મોદી-શી જિનપિંગ વચ્ચે 7 મુદ્દાઓ પર મોટી સહમતિ
- ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું, બાબર આઝમે કહ્યું- ટીમમાં ભૂલો સુધારવા ચર્ચા જરૂરી
- મોદીના બાળપણના મિત્રની જમીન પર કબજાનો આરોપ, CBI તપાસની માગ સાથે PM મોદીને મળ્યા
- BRICS સમિટમાં મોદીનો સંદેશ: કોઈની વિરુદ્ધ નહીં, વૈશ્વિક શાસનમાં સુધારા અને સરહદે શાંતિ જરૂરી
- 18મું BRICS સંમેલન પૂર્ણ: PM મોદીએ કહ્યું- હવે દુનિયાને વિચાર નહીં, ઠોસ પરિણામોની આશા
- કેજરીવાલની મોટી જાહેરાત: ગોવામાં ‘ગોવા ફર્સ્ટ’ ગઠબંધન ભાજપ-કોંગ્રેસનો મજબૂત વિકલ્પ
- હેમંત ખવાએ સરકારને ઘેરી: સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય આપવાની માંગ
- Railway Board Chairman Satish Kumar visited DFCCIL and emphasized safety and technology.
Author: garvigujrat
પ્રક્રિયા વગર તોડફોડ કરી તો આપવું પડશે નવું ઘર સુરતમાં રાતોરાત મકાનો તોડવા મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ ગત ૩૦ મે, ૨૦૨૬ના રોજ સુરત મનપાના સત્તાવાળાઓ અને અધિકારીઓએ ભારે મનસ્વી વલણ અપનાવ્યું હતું સુરતના નાસીરનગરના રાતોરાત ડિમોલિશનના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સુરત મહાનગરપાલિકા સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી છે. હાઇકોર્ટે સાથે સાથે એવી પણ ટકોર કરી હતી કે, એકપણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વિના તોડી શકાય નહીં.જાે સુરત મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ ડિમોલિશન કરવામાં આવ્યું હશે, તો તેની સીધી જવાબદારી મનપા અને તેના સંબંધિત અધિકારીઓની…
વેપારીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી ઝીપ ફાઇલના કારણે રિયલ એસ્ટેટના વેપારીને ૧.૫૦ કરોડનો ચૂનો લાગ્યો RBI ની નોટિસના નામે આવેલી ફાઇલ એકાઉન્ટન્ટે ડાઉનલોડ કરતા ઓફિસનું કમ્પ્યૂટર હેક થયું બોડકદેવના એક વેપારીને ગઠિયાઓએ એક ઝીપ ફાઇલ મોકલી તેમના ફોનના તમામ રાઇન્ટ પોતાની પાસે લઇને રૂપિયા ૧.૫૦ કરોડ ટ્રાન્સફર કરાવી દીધા હતા. જે અંગે વેપારીએ સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે. વેપારી પોતાના એકાઉન્ટન્ટને ઇનકમ ટેક્સના નોટિસના નામે આવેલી ફાઇલ ટ્રાન્સફર કરી હતી. જેને આધારે ગઠિયાઓએ ખેલ પાડી દીધો.રિયલ એસ્ટેટમાં વ્યવસાય કરતા બોડકદેવના વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેેલી ફરિયાદ મુજબ ૨૩ જૂનના રોજ તેમના મોબાઇલ ફોન…
દેશની ભાવિ પેઢી ઈતિહાસ વિશે જાણશે NCERT ધો-૯ના પાઠ્યપુસ્તકમાં ઈમરજન્સીના પ્રકરણનો સમાવેશ કર્યાે ૨૫ જૂન, ૧૯૭૫માં સરકાર દ્વારા આંતરીક અરાજકતાનું કારણ આપી દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી હતી એનસીઈઆરટીએ ધોરણ-૯ના અભ્યાસક્રમમાં ઈમરજન્સીના એક પ્રકરણનો સમાવેશ કર્યાે છે. જેમાં કટોકટીને ભારતીય લોકશાહીના સૌથી મોટાં પડકારો પૈકીનો એક ગણાવાયો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પગલાંને આવકારતાં જણાવ્યું હતું કે, તેનાથી દેશની ભાવિ પેઢીને ભૂતકાળના કાળા કરતૂતો વિશે જાણકારી મળશે.અગાઉ ૨૦૦૭માં યુપીએના કાર્યકાળ દરમિયાન આ પ્રકરણને ધોરણ-૧૨ના અભ્યાસક્રમમાં સમાવાયો હતો. આ વખતે પ્રથમ વખત ધોરણ-૯ના અભ્યાસક્રમમાં તેનો સમાવેશ કરાયો છે. સમાજ વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તક ‘અંડરસ્ટેન્ડિંગ સોસાયટી: ઈન્ડિયા એન્ડ બિયોન્ડ’માં સમાવેશ આ…
સ્ટોર, હોટેલ્સમાં બંદૂક લઈ જવા મંજૂરી લેવાનો કાયદો સુપ્રીમે રદ કર્યાે ટ્રમ્પ સરકારની આકરી ઇમિગ્રેશન નીતિ પુન:જીવિત કરવા સુપ્રીમની લીલી ઝંડી અમેરિકા-મેક્સિકો સરહદે શરણાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાની નીતિ ફરી લાગુ થશે વોશિંગ્ટન દેશમાંથી શરણાર્થીઓ અને ગેરકાયદે વસાહતીઓની સંખ્યા ઘટાડવાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોને સમર્થન આપતાં એક ચુકાદામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે, અમેરિકા-મેક્સિકોની સરહદ પરથી શરણાર્થીઓને પાછા ધકેલવા માટે ઉપયોગમાં લેવાતી ઈમિગ્રેશન પોલિસીને પુન:જીવિત કરવાનો માર્ગ મોકળો કર્યાે છે. અગાઉની ઓબામા સરકાર અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, સરહદ પર દરરોજ આશ્રય માટે અરજી કરનારા લોકોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી હતી. નીચલી અદાલતે આ પ્રક્રિયા પર રોક લગાવી દીધી…
ઘણા સાંસદો વધુ લશ્કરી કાર્યવાહીનો વિરોધ કર્યો ઇરાન યુદ્ધ, અમેરિકી ખેડૂતોને સહાય અને ઇબોલા માટે ટ્રમ્પે કોંગ્રેસ પાસે ૮૭.૬ બિલિયન ડોલર માગ્યા ઇરાન યુદ્ધ, અમેરિકી ખેડૂતોને સહાય અને ઇબોલા માટે ટ્રમ્પે કોંગ્રેસ પાસે ૮૭.૬ બિલિયન ડોલર માગ્યા ‘ઓપરેશન એમિક ફ્યુરી’ ઉપર કેન્દ્રિત હતી સાથે અમેરિકાના કૃષિકારને સહાય માટેની રકમ પણ તેમાં આવરી લેવાઈ હતી વોશિંગ્ટનમાં, પેન્ટાગોને ઇરાન સામે યુદ્ધ ખર્ચ, ખેડૂતોને સહાય અને ઇબોલા કટોકટી માટે કોંગ્રેસ સમક્ષ ૮૭.૬ બિલિયન માંગ્યા છે. આ માંગણી મુશ્કેલ છે કારણ કે ઘણા સાંસદો વધુ લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરે છે. ટ્રમ્પે રિપબ્લિકન સેનેટર્સ સાથે લંચ દરમિયાન આ મુદ્દે ગરમાગરમી અને રાડારાડી કરી હતી.ડૉનાલ્ડ ટ્રમ્પે…
આજરોજ સાણંદના ડરણ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા, જ્યાં ખેડૂતોની વહારે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી પણ પહોંચ્યા હતા. આ તકે ખેડૂતોને સંબોધન કરતા ’આપ’ યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ખેડૂતોએ સરકાર સામે છેક સુધી લડી લેવાનું છે. અગાઉ પણ જસદણ વિસ્તારમાં ગેરકાયદેસર વીજ થાંભલા નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે અમે પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓ સામે લડત આપતા આજે છ દિવસથી એ કામ અટકી ગયું છે. હવે આપણે સૌએ પણ એક થવાની અને સંગઠિત થવાની જરૂર છે. કારણ કે આ દેશનો ઇતિહાસ કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશમાં…
આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ વિડીયોના માધ્યમથી ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, મનસુખ વસાવા મીડિયામાં આવીને ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરી રહ્યા છે, તે તદ્દન પાયાવિહોણા છે. એમને હું એટલું જ કહેવા માગું છું કે ચૈતરભાઈ વસાવા સાડા ત્રણ વર્ષથી ધારાસભ્ય છે અને તેમણે અત્યાર સુધી જીઆઇડીસીના પ્રશ્નના મુદ્દે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રશ્નના મુદ્દે, શિક્ષણના પ્રશ્નના મુદ્દે, આરોગ્યના પ્રશ્નના મુદ્દે, શિષ્યવૃત્તિના પ્રશ્નના મુદ્દે, કોરિડોરના પ્રશ્નના મુદ્દે કે પછી સનદની જમીનના પ્રશ્નના મુદ્દા સહિત બીજા અનેક મુદ્દાઓ પર તેઓ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત રાજ્ય સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બની ટોક ઓફ ધ ટાઉન બનેલા સુરતના નાસિર નગર ડિમોલિશન મામલામાં સત્તાધારીઓએ મનમાની કરી ગરીબોને ઘરથી બેઘર કરતા હવે હાઇકોર્ટે આકરું વલણ અપનાવતા SMC સહિત પોલીસ ખાતામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. ગુજરાત હાઇકોર્ટે વેધક સવાલ કરતાં જણાવ્યું કે ડિમોલિશન અંગે સુરત પોલીસ કમિશનરે ફરિયાદ કેમ ન લીધી? આ ગંભીર બાબત માટે રાજ્ય સરકાર પણ જવાબદાર બને છે. સાથે ટોરેન્ટ પાવર અને DCP નકુમ પણ એટલા જ જવાબદાર છે. નાસિનગર ડિમોલિશન મામલે 26 અરજદારો ધ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં રાજ્ય,SMC, સુરત પોલીસ કમિશનર, SOG ના DCP રાજદીપસિંહ નકુમ,પોલીસ…
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. દેશમાં રોજ સવાર પડે અને પ્રજાનું ટેન્શન વધે છે કારણ કે ભાજપ સરકારના રાજમાં રોજ નવા નવા ગતકડા પેદા થતા દેશના નાગરિક હવે ગર્ભિત ભયથી જાણે કે પીડાઈ રહ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે સરકારી સૂત્રોએ ગુરુવારે PTI ને જણાવ્યું કે, પાસપોર્ટ ક્યારેય નાગરિકતા નો પુરાવો રહ્યો નથી. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ એક પ્રેસ બ્રિફિંગમાં આ જ વાત કહી હતી. પાસપોર્ટ એક્ટ 1967 મુજબ, પાસપોર્ટ બિન- નાગરિકોને પણ આપી શકાય છે. સૂત્રોએ જણાવ્યું કે ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યુ ન હતું કે પાસપોર્ટ નાગરિકતા નો પુરાવો નથી. છેલ્લા બાર વર્ષમાં પણ એવું નક્કી…
મેડિસન સ્ક્વેરમાં ૧ હજારથી વધુ VVIP મહેમાનો આપશે હાજરી ૧૮ હજાર કરોડની નેટવર્થ ધરાવતી ટેલર સ્વિફ્ટના લગ્નની તડામાર તૈયારીઓ! મેડિસન સ્ક્વેર ગાર્ડનની આસપાસના કેટલાક રસ્તાઓને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે વિશ્વભરના લોકપ્રિય પોપ સિંગર્સમાંની એક સિંગર ટેલર સ્વિફ્ટ વર્તમાન સમયમાં પોતાના લગ્નના સમાચારોને લઈને ભારે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, ટેલર સ્વિફ્ટ અને તેમના મંગેતર ટ્રેવિસ કેલ્સ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અહેવાલો મુજબ, સિંગર ટૂંક સમયમાં ન્યૂયોર્કના પ્રખ્યાત મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં પોતાના વેડિંગ ફંક્શન્સ સેલિબ્રેટ કરતી જાેવા મળી શકે છે. આ કોઈ સામાન્ય લગ્ન નહીં હોય, પરંતુ કેટલાય દિવસો સુધી ચાલનારું એક ગ્રાન્ડ…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


