- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
જિલ્લા ક્રિકેટ એસોસિએશને મદ્રાસ હાઈકોર્ટનો હુકમ પડકાર્યો હતા.સ્પોર્ટ્સનું હિત જાળવવા જિલ્લા ક્રિકેટ એસો.માં પારદર્શિતા જરૂરી: સુપ્રીમ.થોડા લોકોનો વિશેષાધિકાર બનવાના બદલે સમાજમાં બંધુત્વ મજબૂત બનાવવાના માધ્યમ તરીકે સ્પોર્ટ્સને સ્થાન આપવું જાેઈએ.સ્પોર્ટ્સ ક્ષેત્રના ઉમદા હિતને જાળવવા માટે રાજ્ય ક્રિકેટ એસોસિએન્સે જિલ્લા એસોસિએશન્સમાં પ્રોફશનાલિઝમ, પારદર્શિતા અને સુધારા શરૂ કરવાની જરૂરિયાત હોવાની ટકોર સુપ્રીમ કોર્ટે કરી હતી. ખેલાડીઓની પસંદગીથી માંડી કરારોના અમલ સુધીના તબક્કામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની બાબતનો સુધારામાં સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટે સૂચન કર્યુ હતું. જસ્ટિસ પી એસ નરસિમ્હા અને અલોક અરાધેની બેંચે જણાવ્યું હતું કે, ડિસ્ટ્રિક્ટ એસોસિએશન્સ પ્રોફેશનલ અને પારદર્શક રહી રમતના હિતમાં કાર્ય કરી શકે તે માટે સુધારા કરવા સ્ટેટ એસોસિએશન્સને…
ડેમોક્રેટ સેનેટરે ત્રીજા દેશમાં દેશનિકાલની કાર્યવાહીને ખર્ચાળ, નકામી, અવિચારી ગણાવી.૩૦૦ ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ માટે અમેરિકાએ રૂ.૩૬૦ કરોડ ખર્ચ્યા.ગયા વર્ષે માર્ચમાં અલ સાલ્વાડોરમાં ૨૫૦ વેનેઝુએલાના ૨૫૦ નાગરિકોને મોકલવામાં આવ્યા હતાં, જ્યારે બીજા દેશોમાં આ સંખ્યા ઘણી ઓછી હતી.અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે આશરે ૩૦૦ ઇમિગ્રન્ટ્સને તેમના પોતાના દેશો સિવાયના કોઇ ત્રીજા દેશમાં દેશનિકાલ કરવા માટે આશરે રૂ.૩૬૦ કરોડ (૪ કરોડ ડોલર)નો જંગી ખર્ચ કર્યાે હતો. અમેરિકામાં ગેરકાયદે વિદેશીઓને ઝડપથી તગેડી મૂકવાના ટ્રમ્પના આદેશનું ગયા વર્ષથી ઇમિગ્રેશન અધિકારીઓ પાલન કરી રહ્યાં છે, પરંતુ તેનાથી સરકારને જંગી ખર્ચ પણ થઈ રહ્યો છે, એમ સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના ડેમોક્રેટિક સ્ટાફે તૈયાર કરેલા એક અહેવાલમાં જણાવાયું હતું. સેનેટર…
ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાનને છેલ્લું અલ્ટીમેટમ.એક મહિનામાં પરમાણુ કરાર ન કર્યાે તો હુમલો થશે : ડોનાલ્ડ ટ્રમ્પખાડી દેશો અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ચેતવણી આપી ચૂક્યા છે કે તે યુદ્ધનો વિકલ્પ પસંદ ન કરે, નહીં તો આખું મધ્યપૂર્વ ભડકે બળે તેવી સ્થિતિ આવી શકે છે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને એક મહિનાની અંદર જ પરમાણુ સમજૂતી કરવાની ચેતવણી આપી છે અને જાે એક મહિનામાં સમજૂતી ન થઈ તો અમેરિકાનો હુમલો સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી છે. આ હુમલો ફેઝ-૨ હશે અને તે અગાઉ કરવામાં આવેલા હુમલા કરતાં પણ ઘણો ખતરનાક હશે એમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત કરી આમ જણાવ્યું…
પિતા રિલેશનશિપના વિરોધમાં છે :નિક્કી.ટીવી શૉમાં અરબાઝને પ્રપોઝ કરી રડી પડી નિક્કી તંબોલી.નિક્કીએ પ્રપોઝના ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જેમાં જાેવા મળે છે કે, અરબાઝ નિક્કીને સ્ટેજ પર લાવે છે.ધ ૫૦ના છેલ્લા એપિશોડમાં નિયા શર્મા અને ઉર્ફી જાવેદ મહેમાન બનીને પહોંચ્યા હતા. બંનેએ કન્ટેસ્ટન્ટ્સ પાસે જાેરદાર ટાસ્ક કરાવ્યા છે. જેમાં છોકરીઓને ઈમ્પ્રેસ કરવાની જવાબદારી છોકરાઓને સોંપવામાં આવી છે. આ ટાસ્ક દરમિયાન અરબાઝ પટેલે તેની ગર્લફ્રેન્ડ નિક્કી તંબોલીને નેશનલ ટીવી શૉ પર પ્રપોઝ કર્યુ હતું. અરબાઝે કહ્યું કે, ‘નિક્કીને કલર્સના શૉ પર જ મળ્યો હતો અને હવે કલર્સના શૉમાં જ પ્રપોઝ કરુ છું.’ અરબાઝે પ્રપોઝ કરતાં નિક્કી ઈમોશનલ થઈ ગઈ…
ચાર ભાગની ધી બીટલ્સ ફિલ્મ સાઈન કરી.ફરહાનની હોલિવુડમાં એન્ટ્રી, પંડિત રવિશંકરનો રોલ ભજવશે.અગાઉ પંડિત રવિ શંકર જ્યોર્ડ હેરિસનને મળ્યા હતા અને તેને ભારતીય શાસ્ત્રીય સંગીતનો પરિચય કરાવ્યો હતો.ફરહાન અખ્તરને હોલિવુડની ફિલ્મમાં પણ તક મળી છે. તે સેમ મેન્ડિઝની ફિલ્મ ‘ધી બીટલ્સ’માં ભારતના લિજન્ડરી સંગીતકાર પંડિત રવિશંકરની ભૂમિકા ભજવવાનો છે આ ફિલ્મ કુલ ચાર ભાગમાં બનવાની છે અને તેના ચારેય ભાગ એપ્રિલ ૨૦૨૮માં રીલિઝ કરવાનું આયોજન હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં બ્રિટિશ રોક મ્યુઝિક અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સંગમને દર્શાવાશે. ૧૯૬૦ના દાયકામાં પંડિત રવિ શંકર જ્યોર્ડ હેરિસનને મળ્યા હતા અને તેને ભારતીય શાસ્ત્રીય સંગીતનો પરિચય કરાવ્યો હતો. તેમણે બંનેએ કોલબરેશન કરી…
આદિત્ય ચોપરાએ વચ્ચે સુલેહ માટે મધ્યસ્થી કરવી પડી.આલ્ફાના સેટ પર બોબી દેઓલ અને આલિયા ભટ્ટ ઝઘડી પડયાં.બંને એટલી હદે ઝઘડયાં હતાં કે છેવટે નિર્માતા આદિત્ય ચોપરાએ બંને વચ્ચે સુલેહ માટે મધ્યસ્થી કરવી પડી હોવાનું કહેવાય છે.આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની લેડીઝ સ્પાય પરની ફિલ્મ ‘આલ્ફા’ના સેટ પર આલિયા ભટ્ટ અને બોબી દેઓલ ઝઘડી પડયાં હોવાનું કહેવાય છે. ચર્ચા મુજબ શૂટિંગ દરમિયાન એક સીનમાં આલિયાએ જાતભાતનાં સલાહસૂચન આપ્યાં હતાં. તેના કારણે બોબી દેઓલ બહુ ઉશ્કેરાઈ ગયો હતો. બંને એટલી હદે ઝઘડયાં હતાં કે છેવટે નિર્માતા આદિત્ય ચોપરાએ બંને વચ્ચે સુલેહ માટે મધ્યસ્થી કરવી પડી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આમ પણ…
‘મેં પૈસા લીધા નથી’.જેલમાં કેદ રાજપાલ યાદવના ઇન્ટવ્યુનો એક વીડિયો વાયરલ.રાજપાલ યાદવ પર ૨૦૧૨ માં આવેલી ફિલ્મ “અતા પતા લપતા” બનાવવા માટે ૫ાંચ કરોડ રૂપિયા લેવાનો આરોપ છે.રાજપાલ યાદવે પોતાની અનેક કોમિક ભૂમિકાઓથી દર્શકોનું મનોરંજન કર્યું છે. આ અભિનેતા હાલમાં ચેક બાઉન્સ કેસને કારણે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. આ દરમિયાન, તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સમગ્ર મામલાની ચર્ચા કરતા જાેવા મળે છે. વીડિયોમાં, તેમણે ફિલ્મ બનાવવા માટે પૈસા લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યાે છે અને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.લલ્લાન્ટોપ સાથેના એક ઇન્ટરવ્યુમાં, રાજપાલ યાદવને પૂછવામાં આવ્યું કે, શું તેમણે ફિલ્મ બનાવવા…
સોના-ચાંદીના વાયદામાં સાપ્તાહિક ધોરણે સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.765 તેજ, ચાંદીનો વાયદો રૂ.7380 ગબડ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.275929.11 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1618962.23 કરોડનું સાપ્તાહિક ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 208470.65 કરોડનાં સાપ્તાહિક કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39262 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 6થી 12 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.1894910.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.275929.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.1618962.23 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 39262 પોઇન્ટના સ્તરે બંધ થયો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.43576.82 કરોડનું થયું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 208470.65 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.149396ના ભાવે ખૂલી, સપ્તાહ…
આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ ટ્રેડ ડીલ મુદ્દે રાજ્યપાલને મળવા માટે પહોંચ્યુ હતું પરંતુ રાજ્યપાલે મળવાનો સમય આપ્યો ન હતો. આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટી વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ભારત સરકારે અમેરિકા સાથે કરેલી ટ્રેડ ડીલના મુદ્દે ગુજરાતના માનનીય રાજ્યપાલને મળવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ડેલિગેશન દ્વારા સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ સમય આપવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે સરકારે રાજ્યપાલ ભવનનું નામ બદલીને “લોકભવન” રાખ્યું છે, પરંતુ માત્ર નામ બદલવાથી માનસિકતા બદલાતી નથી. જો રાજ્યપાલ ભવન ખરેખર લોકભવન છે, તો લોકોના પ્રતિનિધિઓને રાજ્યપાલને મળવાનો સમય મળવો જોઈએ.આમ આદમી પાર્ટીના ડેલિગેશન દ્વારા એક…
ઇસુદાન ગઢવીનો રાજ્યપાલ મુલાકાત મુદ્દે વિરોધ, અમેરિકા ટ્રેડ ડીલ પર સવાલો અને ખેડૂતો-પશુપાલકો માટે લડત
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ મહામંત્રી સામત ગઢવી, મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ તથા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ સહિત પ્રદેશના પદાધિકારીઓ આજે રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. તે પહેલાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા મીડિયાને સંબોધિત કરતા AAP નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે અને પાંચ ધારાસભ્યો સાથે સતત જનતા વચ્ચે રહી લોકોના મુદ્દાઓ ઉઠાવી રહી છે તેમ છતાં રાજ્યપાલને મળવા માટે સમય આપવામાં આવતો નથી.…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



