- સ્ટ્રેસ દૂર કરવા મહિલાએ ₹258 કરોડની ઓનલાઈન શોપિંગ કરી, 2,000 ઓર્ડર કેન્સલ કરતાં જેલ
- મહિલા અનામત કાયદા પર રિજિજુ-રાહુલ આમને-સામને, રાહુલનો સવાલ: ‘3 વર્ષથી બિલ કેમ લાગુ નથી?’
- ફ્રાન્સ સાથે ભારતની મોટી ડીલ! છઠ્ઠી પેઢીના ફાઈટર જેટ માટે FCASમાં જોડાવાની તૈયારી
- ગુજરાતમાં 14 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ, 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ગોપાલ ઇટાલિયાનો સી.આર. પાટીલને પડકાર: ‘સુરતની દેશની શ્રેષ્ઠ 50 સરકારી શાળાઓનું લિસ્ટ જાહેર કરો’
- ખેડૂત નેતા પિયૂષ પરમાર પર 9મી FIRનો દાવો, કહ્યું: ‘ખેડૂતો માટે લડતો રહીશ, ડરવાનો નથી’
- ખેડૂત નેતા પિયુષ પરમાર સામે ફરિયાદ મામલે AAPનો વિરોધ, પ્રવીણ રામે ભાજપ પર સાધ્યું નિશાન
- અમદાવાદમાં રાષ્ટ્રીય હથકરઘા દિવસની ઉજવણી, 280 સહભાગીઓની હાજરીમાં વણકરોને રાજ્ય હથકરઘા પુરસ્કાર એનાયત
Author: garvigujrat
ગૌ-હત્યા સામે સરકારની કડક કાર્યવાહી દુધરેજ ધામમાં હોળી મહોત્સવની ભવ્ય ઉજવણી આ મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી. સુરેન્દ્રનગરના દુધરેજ ધામ ખાતે વડવાળા મંદિરના આંગણે ભવ્ય ‘હોળી મહોત્સવ‘નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી. તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા પૂજ્ય કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસથી જ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો છે. તેમણે ગૌરવભેર ઉમેર્યું કે, “રાજ્ય સરકાર…
શાંતિ માટે કરી ચર્ચા PM મોદીની ઓમાન-કુવૈતના નેતાઓ સાથે વાતચીત કરી પીએમ મોદીએ આ દેશો પર થઈ રહેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી, ખાસ કરીને ત્યાં વસતા લાખો ભારતીયોની સલામતી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને પગલે પશ્ચિમ એશિયાની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિડલ ઈસ્ટના પ્રમુખ દેશોના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ ટેલિફોનિક વાતચીત કરીને શાંતિ અને ભારતીય સમુદાયની સુરક્ષા અંગે ચર્ચા કરી છે.વડાપ્રધાન મોદીએ આજે (૩ માર્ચે) ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા અલ-ખાલિદ સાથે અલગ-અલગ વાતચીત કરી…
બિહારથી આવ્યા મોટા સમાચાર નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકારણમાં એન્ટ્રી નક્કી સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે નિશાંત કુમારને રાજ્યસભા મોકલવાની તૈયારી ચાલી રહી છે. જ્યારે વિધાનસભા ચૂંટણી આવી ત્યારે તે રસ્તો, જ્યારે ચૂંટણી પૂરી થઈ ત્યારે વિધાન પરિષદના રસ્તે જવાની વાત આવી. હવે રાજ્યસભા ચૂંટણીનો સમય આવ્યો છે, ત્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની રાજકીય એન્ટ્રીનો રસ્તો પાકો માનવામાં આવી રહ્યો છે. અગાઉની જેમ જ જનતા દળ યુનાઈટેડ ના મંત્રીઓએ જ આ જાણકારી આપી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે નીતિશ કુમારે સહમતી આપી દીધી છે. તેમને નીતિશ કુમાર બાદ JDU…
બારાબંકીથી મધ્ય-પૂર્વ સુધી અહમદ ‘હિન્દી‘ની રસપ્રદ યાત્રા ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું ઈન્ડિયા કનેક્શન ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિનું નેતૃત્વ કરીને રૂહોલ્લાહ ખોમેનીએ ઈરાનની રાજકીય વ્યવસ્થાને જડમૂળથી બદલી નાખી હતી મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના શરૂઆતના તબક્કામાં જ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈનું મૃત્યુ થયું. ઈરાનના સર્વોચ્ચ સત્તા પાસે રાજકીય, ધાર્મિક અને સૈન્યના સંપૂર્ણ અધિકાર હોય છે. ‘સુપ્રીમ લીડર’નું જે પદ ખામેનેઈ ભોગવતા હતા, તેની શરૂઆત આયતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ કરી હતી. ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિનું નેતૃત્વ કરીને રૂહોલ્લાહ ખોમેનીએ ઈરાનની રાજકીય વ્યવસ્થાને જડમૂળથી બદલી નાખી હતી. રસપ્રદ વાત એ છે કે ખોમેનીના પારિવારિક મૂળિયાં ભારતમાં છે. હા, ખોમેનીના પરદાદા ઉત્તર પ્રદેશમાં જન્મ્યા…
હુમલાખોરે અંધાધૂધ ગોળીબાર કરી અમેરિકાના ટેક્સાસમાં એક ભયાનક ગોળીબારની ઘટના બની ૨૧ વર્ષીય ભારતીય મૂળની વિદ્યાર્થિની સવિતા શાન અને અન્ય એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અમેરિકાના ટેક્સાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં રવિવારે વહેલી સવારે એક ભયાનક ગોળીબારની ઘટના બની, જેમાં ૨૧ વર્ષીય ભારતીય મૂળની વિદ્યાર્થિની સવિતા શાન અને અન્ય એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ હુમલામાં ૧૪ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાએ સમગ્ર અમેરિકામાં વસતા ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓમાં ફાળ પાડી દીધી છે. પોલીસ અહેવાલ અનુસાર, હુમલાખોરની ઓળખ ૫૩ વર્ષીય સેનેગાલીઝ ઇમિગ્રન્ટ ન્ડિયાગા ડાયગ્ને તરીકે થઈ છે. તેણે શહેરના એક વ્યસ્ત બીયર ગાર્ડન પાસે પોતાની…
ખામેનેઈના મોત પછી ઈરાનના વળતા પ્રહાર ઈરાનના રાષ્ટ્રપતિ ભવન પર ઈઝરાયલનો ભીષણ હુમલો ઈઝરાયલ દ્વારા ૧૩૧થી વધુ શહેરોમાં થયેલા હુમલામાં અત્યાર સુધી ૭૮૭ લોકોના મોત થયા છે, ઈરાને ‘ઝાયોનિસ્ટ-અમેરિકન આતંકવાદી હુમલો‘ ગણાવ્યો છે ઈઝરાયલે ઈરાન સામે કરેલું યુદ્ધ ભીષણ તબક્કામાં પહોંચી ચૂક્યું છે. ઈઝરાયલના સુરક્ષા દળોઅ (IDF) ૩ માર્ચે કબૂલ્યું હતું કે, ‘અમે ઈરાનના રાષ્ટ્રપતિ ભવન સહિતના મુખ્ય મથકો પર એર સ્ટ્રાઈક કરી છે.’ ઈઝરાયલે આ સ્થળને ઈરાની શાસનનું ‘સૌથી મહત્ત્વનું અને કેન્દ્રીય મુખ્યાલય‘ ગણાવ્યું હતું. બીજી તરફ ઈરાનની સરકારી મીડિયાના દાવા મુજબ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ૧૩૧થી વધુ શહેરોમાં થયેલા હુમલામાં અત્યાર સુધી ૭૮૭ લોકોના મોત થયા છે. ઈરાને…
સમય અને જરૂરિયાત મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે : ટ્રમ્પ ઈરાન ઓપરેશનમાં હથિયારોના ખાત્મો નક્કી, લોકશાહી સ્થાપવાની લડાઈ નથી: યુએસ અમેરિકા માત્ર વિજય માટે લડે છે અને તેમાં સમય કે માનવજીવન બરબાદ કરવામાં નહીં આવે ઈરાન સામે ચાલી રહેલી સૈન્ય કાર્યવાહીને અમેરિકાએ અસિમિત સમયનું યુદ્ધ કહેવાના બદલે ઓપરેશન તરીકે ઓળખાવી છે. ઈરાનની મિસાઈલ, નેવી તથા અન્ય સિક્યુરિટી ઈન્ળાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાના ઉદ્દેશથી કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેઠે કહ્યું હતું. પીટનાજણાવ્યા મુજબ, ઓપરેશન અંતર્ગત સ્પષ્ટતા સાથે નિર્ણાયક અને વિનાશક મિશન હાથ ધરાયું છે. ઈરાનની મિસાઈલ ધમકી, પરમાણુ જાેખમ અને નૌકાદળનો ખાત્મો એક માત્ર લક્ષ્ય છે. રેજિમ ચેન્જ કરવાનો…
વિદેશ નીતિ અને વ્યૂહનીતિ પર પ્રહાર ખામેનેઈના મોત અંગે મોદી સરકારના મૌન પર સોનિયા ગાંધીનો પ્રહાર સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે ભારત સરકારે ન તો આ હત્યાની નિંદા કરી છે અને ન તો ઈરાનની સંપ્રભુતાના ઉલ્લંઘન પર કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈરાનના સર્વાેચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈની ટાર્ગેટેડ હત્યાના મામલે મોદી સરકારની ચુપકીદી સામે આકરા પ્રહારો કર્યા છે. એક અખબારમાં લખેલા લેખમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, સરકારનું આ મૌન કોઈ તટસ્થતા નથી, પરંતુ જવાબદારીમાંથી પીછેહઠ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ઘટનાથી ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નો ઉભા…
આ મામલે સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ આપી AI જનરેટેડ પુરાવાના આધારે ચુકાદો લખવો એ બિલકુલ ખોટું છે: સુપ્રીમ ગયા વર્ષે ઓગસ્ટમાં આંધ્રપ્રદેશની એક ટ્રાયલ કોર્ટે વિવાદિત મિલકતના કેસમાં એઆઈ દ્વારા નિર્મિત તસવીરના આધારે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોમવારે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધની એક અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ)ની મદદથી તૈયાર કરાયેલા પુરાવાઓના આધારે ચુકાદો લખવો એ એક ‘ખોટું કાર્ય’ છે. કોર્ટે ભારપૂર્વક કહ્યું કે આ કોઈ ભૂલથી થયેલું કામ નથી.જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને આલોક અરાધેની બેંચે જણાવ્યું કે તેઓ આના પરિણામો અને જવાબદારીની તપાસ કરવા માંગે છે, કારણ કે તેની સીધી અસર…
સ્ટાઈલિશના ઘટસ્ફોટ બાદ હોલિવૂડ ફેન્સ ચોંક્યા ‘સ્પાઈડરમેન’ ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના સિક્રેટ વેડિંગ! ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ હજું સુધી આ મુદ્દે કોઈ ઓફિશિયલ અનાઉસમેન્ટ અથવા પોસ્ટ કરી નથી. ભારતમાં લગ્નની સીઝન પૂરજાેશમાં ચાલી રહી છે. લાંબા સમયથી એક-બીજાને ડેટ કરી રહેલા સાઉથ સ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ત્યારે આ વચ્ચે હવે હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાના સિક્રેટ વેડિંગે ચાહકોને ચોંકાવી દીધા છે. ટોમ હોલેન્ડ અને ઝેન્ડયા જે માર્વેલની ‘સ્પાઈડરમેન’ના પોપ્યુલર પીટર અને એમજે છે, તેમના ફાઈનલી લગ્ન થઈ ચૂક્યા છે. તેમના લગ્નનો ઘટસ્ફોટ એક્ટ્રેસના સ્ટાઈલિસ્ટ લૉ રોચે લોસ એન્જલસમાં આયોજિત ૨૦૨૬ એક્ટર્સ એવોર્ડ્સ…




