- Q Bet Casino account verification guide for UK players
- Q Bet Casino account verification guide for UK players
- Q Bet app and mobile guide for UK players
- QBet Online Casino Bonus Guide – UK Welcome Offer Details and Wagering Explained
- QBet app bonus guide: UK welcome offers explained
- NineWin No Deposit Bonus: Payment Methods, Withdrawal Speed & How UK Players Can Claim
- NineWin Casino Guide for UK Players – Bonuses, Payments, Mobile App & Security
- NineWin login & registration steps for UK players – Full guide
Author: garvigujrat
સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફર.અમદાવાદ એરપોર્ટ પર ૬.૮ કિલો હેરોઇન ઝડપાયું.મલેશિયાથી અમદાવાદ આવતો એક વ્યક્તિ પ્રતિબંધિત હેરોઇન લાવ્યો હતો.અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર માદક પદાર્થ લાવનાર એક વ્યક્તિ ઝડપાયો છે. મલેશિયાથી અમદાવાદ આવતો એક વ્યક્તિ પ્રતિબંધિત હેરોઇન લાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પર ૬.૮ કિલો હેરોઇન સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. એર એશિયા ફ્લાઇટ નંબર છદ્ભ-૯૧દ્વારા કુઆલાંલપુરથી આવતા એક પુરૂષને અટકાવી તપાસ કરતા હેરોઇન મળી આવ્યું હતું. એરપોર્ટ પર મુસાફરની તપાસ કરતા પ્રતિબંધિત માદક પદાર્થના ૨૯ પેકેટ મળી આવ્યા હતા. આ હેરોઇન ૬.૮ કિલો હોવાનું સામે આવ્યું…
લોકસભામાં સરકારને ઘેરી ધારદાર સવાલો કર્યા.લોકસભામાં અખિલેશ યાદવે ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ.સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે આ ડીલ બાદ ખેડૂતોનું શું થશે? .લોકસભામાં હાલ ભારે હંગામો ચાલી રહ્યો છે. એક તરફ કોંગ્રેસે સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ જાહેર કરી છે. બીજી તરફ સત્તાપક્ષ તરફથી સંસદીય કાર્યમંત્રી કીરેન રિજુજુએ ફ્લોર લીડર્સ સાથે બેઠક કરી છે. સંસદ શરૂ થતાં જ આઠ કોંગ્રેસના સાંસદોના સસ્પેન્સન મુદ્દે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો. તેવામાં બપોરે ૧૨ વાગ્યા સુધી તે બાદ ૨ વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. બાદમાં સપા સાંસદ અને પ્રમુખ…
કેદારનાથ જનારાં માટે મહત્વના સમાચા.ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર ઉડાન પર પ્રતિબંધ લગાવાયો.સુરક્ષિત લેન્ડિંગ અને ઉડાન સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવશે.ઉત્તરાખંડમાં આગામી એપ્રિલ ૨૦૨૬થી શરૂ થનારી ચાર ધામ યાત્રા માટે તંત્રએ અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાસ કરીને કેદારનાથ ધામ માટેની હેલિકોપ્ટર સેવાઓને લઈને ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UKADA) એ મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ વખતે યાત્રાળુઓની સુરક્ષા અને હવામાનની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. UKADAના CEO આશિષ ચૌહાણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૩માં શરૂ થયેલી હેલિકોપ્ટર કંપનીઓની મુદત ૨૦૨૫માં પૂર્ણ થઈ રહી છે. આથી, ૨૦૨૬ની યાત્રા…
સ્પીકર ઓમ બિરલાનો મોટો ર્નિણય.અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે.વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર ર્નિણય ન આવે ત્યાં સુધી ગૃહમાં હાજરી ન આપવાનો ર્નિણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને હટાવવાના પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા અને ર્નિણય ન લેવાય ત્યાં સુધી તેઓ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. જાેકે સંસદીય નિયમો હેઠળ આવી કોઈ જવાબદારી નથી, ઓમ બિરલાએ ગૃહમાં હાજરી આપવાનું ટાળવાનો ર્નિણય લીધો છે. સૂત્રો કહે છે કે સરકાર અથવા…
કેન્દ્રએ જાહેર કર્યા નિયમ.AI થી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી ૩ કલાકમાં હટાવવા પડશે.AI દ્વારા ડીપફેક અને નકલી ઓડિયો-વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે, જેના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચે છે.આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો દુરુપયોગ અને સદઉપયોગ ખૂબ વધી રહ્યો છે. ઘણીવાર AI દ્વારા ડીપફેક અને નકલી ઓડિયો-વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવે છે, જેના કારણે લોકો સુધી ખોટી માહિતી પહોંચે છે, ત્યારે સરકારે AI થી બનેલા કન્ટેન્ટને લઈને નવા નિયમો જાહેર કર્યા છે, જેની સીધી અસર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ કંપનીઓ પર પડશે. નવા નિયમ મુજબ હવે ઈન્ટરનેટ પરનું કોઈપણ કન્ટેન્ટ AI ટુલ્સથી બનેલું હશે…
માનસિક તણાવને દૂર કરવા માટે આ પહેલ કરવામાં આવી.ધો. ૧૦ અને ૧૨ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર.એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ આપશે સીધું માર્ગદર્શન, ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતી ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે બોર્ડ સજ્જ.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અત્યંત રાહતરૂપ અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી ૨૬ February, 2026 થી શરૂ થઈ રહેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની મુખ્ય જાહેર પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે વિશેષ ‘હેલ્પલાઇન સેવા‘શરૂ કરવાનો સંવેદનશીલ ર્નિણય લીધો છે. પરીક્ષાના દિવસો નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં જાેવા મળતા સ્વાભાવિક ‘પરીક્ષાના ડર‘ અને માનસિક તણાવને દૂર…
જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં યોજાશે ભવ્ય ડમરુ યાત્રા.યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો‘ યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. ૧૧ ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય…
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬.આખરે પાકિસ્તાન ઝૂક્યું, ભારત સામે મેચ રમવા રાજી.ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ક્રિકેટ જગતનો સૌથી મોટી અને કમાણી કરનારો હોય છે.ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ના સૌથી હાઈ પ્રોફાઈલ મેચના વિવાદનો અંત આવી ગયો છે. હવે ભારત પાકિસ્તાનની મેચ નક્કી થયેલા કાર્યક્રમ મુજબ ૧૫ ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં રમાશે. રવિવારે લાહોરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC), પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં ICC ની કૂટનૈતિક જીત થઈ છે. પાકિસ્તાન ભારત સામે રમવા માટે રાજી થઈ ગયું છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ આ વાતની સત્તાવાર ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.બીજીતરફ ક્રિકબઝના રિપોર્ટ મુજબ, પાકિસ્તાને ભારત…
સનાતન પરંપરામાં દખલગીરી ન કરવા સંતોની ચેતવણી.ગિરનારના ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવવા બદલ બે સામે ગુનો નોંધાયો.નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક પર બનેલી આ ઘટનાને પગલે સાધુ સંતોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ભવનાથ પોલીસ મથકે બે અજાણ્યા શખસો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક પર બનેલી આ ઘટનાને પગલે સાધુ સંતોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. શ્રીનાથજીના દલિચાના મહંત પીર યોગી સોમનાથજી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ અંદાજે ચાર દિવસ પહેલાં સફેદ…
આવકવેરાના નવા નિયમોના મુસદ્દા ઘડાયા.રૂ.૧૦ લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા કે ઉપાડવા માટે PAN ફરજિયાત રહેશે.રોકડ વ્યવહાર, વાહન ખરીદી અને અન્યો માટે પાન દર્શાવવા માટેની મર્યાદા વધારવાની દરખાસ્ત.આવકવેરાના ડ્રાફ્ટ નિયમોમાં બેંકોમાં રોકડ જમા/ઉપાડ, મોટર વાહનો અને મિલકતની ખરીદી, તથા હોટલના બિલની ચુકવણી માટે PAN (પાન કાર્ડ) દર્શાવવા માટેની વ્યવહાર મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ નવા નિયમો ૧ એપ્રિલથી અમલમાં આવશે. એક નાણાકીય વર્ષમાં એક વ્યક્તિના એક અથવા વધુ ખાતાઓમાં કુલ રૂ. ૧૦ લાખ કે તેથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે PAN ફરજિયાત રહેશે. હાલમાં, બેંકમાં એક દિવસમાં ૫૦,૦૦૦થી વધુની રોકડ જમા કરવા…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


