- બિહારમાં મોબાઇલ ચોર ટ્રેનની બારીમાં ઝડપાયો, 8-9 કિમી સુધી લટક્યો બાદ પોલીસે ઝડપી લીધો
- નવા મતદારો માટે ફોર્મ-6માં માતા-પિતાની SIR વિગતો આપવી ફરજિયાત
- લોર્ડ્સમાં ભારતની દીકરીઓનો ઐતિહાસિક વિજય, ઈંગ્લેન્ડને 270 રને હરાવ્યું
- પંકજ રાણસરીયાનો આરોપ: ખેડૂતોના અવાજને દબાવવા ભાજપ તંત્રનો ઉપયોગ કરે છે
- નિરંજન વસાવાનો આરોપ: કામદારોના મુદ્દે બોલનાર આપ નેતાઓ પર ખોટા કેસ કરાયા
- ગોપાલ ઇટાલિયાનો પાટીદાર આંદોલન મુદ્દે આરોપ: ‘જનરલ ડાયર’ને સજા કરવાની માંગ
- ઈસુદાન ગઢવીનો આરોપ: ખેડૂતોના સમર્થકો પર કાર્યવાહી, ભાજપ કંપનીઓ માટે કામ કરે છે
- Report Against Ahmedabad IT Officers for Alleged Failure to Act on Tax Evasion Evidence
Author: garvigujrat
ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.390નો કડાકોઃ સોનાના વાયદામાં રૂ.72 અને ચાંદીના વાયદામાં રૂ.2876ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.20323.29 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.104691.37 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11801.01 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 37079 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.125015.44 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20323.29 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.104691.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 37079 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1750.95 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11801.01 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન…
અમેરિકાના પ્રતિબંધો વચ્ચે રશિયાની મોટી જાહેરાત અમે ભારતને અનલિમિટેડ ઓઇલ આપવા તૈયાર છીએ રાજદૂત અલિપોવે જણાવ્યું કે રશિયા ભારતની જરૂરિયાત મુજબ કાચું ઓઇલ અને LPG સપ્લાય કરવા તૈયાર છે વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અમેરિકાની પ્રતિબંધોની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બની રહી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ કર્યું છે કે રશિયા ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકાનું સંપૂર્ણ સમર્થન કરે છે અને કોઈપણ અવરોધ વિના ભારતની ઊર્જા તેમજ સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા કટિબદ્ધ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ છતાં રશિયાએ ભારતને ઊર્જા ક્ષેત્રે મોટી ખાતરી આપી છે. રાજદૂત અલિપોવે જણાવ્યું કે…
પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું તેહરાનમાં સ્વાગત કર્યું તેહરાનમાં ઈરાન અને પાકિસ્તાન વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જેમાં અમેરિકા સાથે તાજેતરના મેસેજની આપ-લે તેમજ અટકેલી વાટાઘાટો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે ૧૨ એપ્રિલે ઇસ્લામાબાદમાં થયેલી વાટાઘાટો કોઈ નક્કર પરિણામ આપી શકી નથી. આ કૂટનીતિક ગતિરોધ તોડવા માટે હવે નવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનું તેહરાનમાં સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને વાતચીત માટે પ્લેટફોર્મ…
પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું રસીખ સલામને બદલે જાેશ હેઝલવુડને એવોર્ડ અપાતા આકાશ ચોપડા નારાજ રસીખ સલામને બદલે માત્ર ૧ વિકેટ લેનાર જાેશ હેઝલવુડને આ એવોર્ડ અપાતા આકાશ ચોપડાએ નારાજગી વ્યક્ત કરી હતી એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026 ની ૨૩મી મેચમાં આરસીબીએ લખનૌ સુપર જાયન્ટ્સને ૫ વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. જાેકે, આ મેચ બાદ મળેલો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ચર્ચાનો વિષય બન્યો છે. ૪ વિકેટ ઝડપનાર રસીખ સલામને બદલે માત્ર ૧ વિકેટ લેનાર જાેશ હેઝલવુડને આ એવોર્ડ અપાતા પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ નારાજગી વ્યક્ત કરી છે. લખનૌ વિરુદ્ધ આરસીબીના બોલરોએ…
ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું સ્વાગત ઇઝરાયલ-લેબેનોન વચ્ચે ૩૪ વર્ષ બાદ ઐતિહાસિક મંત્રણા પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન બાદ હવે ઈઝરાયલ અને લેબેનોન પણ વાતચીત માટે રાજી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન બાદ હવે ઈઝરાયલ અને લેબેનોન પણ વાતચીત માટે રાજી થયા છે. ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે લગભગ ૩૪ વર્ષ બાદ પ્રથમ વખત ઉચ્ચ સ્તરીય સીધી વાતચીત શરૂ થવા જઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ખુશી વ્યક્ત કરતા તેને એક ‘શાનદાર’ શરૂઆત ગણાવી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ઇઝરાયલ અને લેબનાન વચ્ચે રાહત અપાવવાના પ્રયાસો કરી રહ્યો છું. બંને…
પીએમ સ્ટાર્મરે કંપનીઓને આપી ચેતવણી યુકેમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગી શકે છે સરકારે સ્વીકાર્યું છે કે કેટલીક સોશિયલ મીડિયા કંપનીઓ પહેલાથી જ કેટલાક સુરક્ષા પગલાં લઈ રહી છે બ્રિટનના પ્રધાનમંત્રી Keir Starmer એ સોશિયલ મીડિયા કંપનીઓને બાળકોની ઓનલાઈન સુરક્ષા મુદ્દે આગળ આવી જવાબદારી લેવા માટે કડક અપીલ કરી છે. ગુરુવારે Mªa, Snapchat, Google, TikTko અને X જેવી મોટી ટેક કંપનીઓના અધિકારીઓ સાથેની બેઠક પહેલાં Keir Starmer એ આ નિવેદન આપ્યું હતું. સોશિયલ મીડિયાના ઉપયોગથી હવે લોકોના મેન્ટલ હેલ્થ પર અસર પડી રહી છે. આથી દરેક દેશ સોશિયલ મીડિયાને કન્ટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે. સરકારનું કહેવું…
વડાપ્રધાન મોદીએ સંસદમાં નેતાઓને આપી ચેતવણી આજે જે વિરોધ કરશે, તેને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણે ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ, દેશને એક નવી દિશા મળશે : દેશની અડધી વસ્તી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપશે સંસદનું ત્રણ દિવસીય વિશેષ સત્ર આજે ગુરુવારથી શરૂ થયું છે. જેમાં આજે પહેલા દિવસે ત્રણ બિલ રજૂ પેશ થતાં જ ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે બિલ રજૂ થતાં જ કહ્યું હતું કે, સરકાર સંવિધાનને હાઇજેક કરવા માંગે છે. જ્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું હતું કે, જ્યાં સુધી મુસ્લિમ મહિલાઓને આરક્ષણ નહીં આપવામાં આવે, ત્યાં સુધી આનો કોઈ…
ડોક્સી ફાઇનાન્સ કૌભાંડ ૨.૦૫ કરોડની ઠગાઈના ચારેય આરોપીની આગોતરા જામીન અરજી ફગાવાઈ વિદેશી ચલણ USDT અને આંતરરાજ્ય કનેક્શનની તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી હોવાનું કોર્ટનું તારણ રોકાણકારોને ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ડોક્સી ફાઇનાન્સ કંપનીના સંચાલકો સામે કાયદાનો સકંજાે વધુ મજબૂત બન્યો છે. રૂ. ૨.૦૫ કરોડની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા ચાર મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, વિદેશી ચલણ USDT અને આંતરરાજ્ય કનેક્શનની તપાસ માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. આરોપીઓ જય બલરામ કાકવાણી, નામદેવ રાજકુમાર મીરાણી, નિખીલ તવલે અને સંજય હરિરામ હેમરાજાણીએ રોકાણકારોને લલચામણી…
૨૦૨૧-૨૨થી ૪ વર્ષ સુધી ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર US હતું ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું ચીન, અમેરિકા ૨જા ક્રમે ધકેલાયું ગત નાણાકીય વર્ષ દરમિયાન ચીનમાં ભારતની નિકાસ ૩૬.૬૬ ટકા વધી હોવા છતાં માત્ર ૧૯.૪૭ અબજ ડોલરે પહોંચી છે ભારત અને ચીનના રાજકીય સંબંધોમાં આવી રહેલા ઉતાર-ચડાવ વચ્ચે પણ વેપાર ક્ષેત્રે બંને દેશોની નિકટતા વધી રહી છે. વર્ષ ૨૦૨૫-૨૬માં અમેરિકાને બીજા ક્રમે ધકેલીને ચીને ભારતના સૌથી મોટા ટ્રેડિંગ પાર્ટનર તરીકે સ્થાન મેળવ્યું છે. ભારત-ચીનનો દ્વિપક્ષી વેપાર ૧૫૧.૧ અબજ ડોલર થયો છે, જેમાં ૧૧૨.૧૬ અબજ ડોલરની ખાધ ભારતે ભોગવી છે. વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના ચાર વર્ષ દરમિયાન અમેરિકાએ ભારતના સૌથી મોટા…
મુદત પછી ચેક રજૂ કરવો બેન્કિંગ સેવામાં ખામી ગણાય બેન્ક ગ્રાહકની એજન્ટ, સમયસર ચેક પ્રોસેસ કરવો તેની ફરજ : SC રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચના ચુકાદા સામે કેનેરા બેન્કે કરેલી અપીલ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે એક બુધવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે બેન્કો તેમના ગ્રાહકો માટે એજન્ટ તરીકે કામ કરે છે અને તેમની કાનૂની ફરજ છે કે ચેક તેનો સમયગાળો પૂરો થાય તે પહેલાં યોગ્ય કાળજી રાખીને તેને રજૂ કરે. જાે બેન્ક પ્રોસેસિંગ માટે નિર્ધારિત મુદતમાં ચેક રજૂ ન કરે તો તે બેન્કની બેદરકારી છે અને બેન્કિંગ સેવા ખામી છે. ન્યાયાધીશ બી વી નાગરત્ના…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



