- Seven bonus code guide for UK players – how to claim, wagering requirements & mobile app
- Seven Bonus guide: claim, wagering & tips for Seven Casino UK
- Seven bonus guide – claim, wagering requirements & mobile play at Seven Casino UK
- Seven sign in security guide for UK players
- Seven Casino review: bonuses, games, payments & mobile guide for UK players
- Beef online kaszinó HU – befizetési limitek és kifizetési feltételek
- Beef mobilkaszinó HU – játék telefonon és táblagépen
- Millioner online καζίνο – πάροχοι και διαθέσιμα παιχνίδια
Author: garvigujrat
પીએમ મોદી બે દિવસના પ્રવાસે મલેશિયા પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી પીએમ મોદીએ તમિલ સંસ્કૃતિને બિરદાવી જ્યારે મલેશિયાના પીએમએ તેમને ગ્રેટ ફ્રેન્ડ ગણાવ્યા હતા પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના મલેશિયાના પ્રવાસે છે અને આજે કોઆલાલંપુર પહોંચી ગયા છે. મલેશિયાના પીએમ અનવર ઈબ્રાહિમે પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ બંને નેતાઓ એક સાથે જ કારમાં બેસીને રવાના થયા હતા. હાલના સમયમાં આ રીતે કારમાં જવું એ પીએમ મોદીની ડિપ્લોમસીનો જાણે એક ભાગ બની ગયો છે. અનવર ઈબ્રાહિમે પણ પીએમ મોદીને પોતાના ગ્રેટ ફ્રેન્ડ ગણાવ્યા. અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો આ ત્રીજાે મલેશિયા પ્રવાસ છે. ઓગસ્ટ ૨૦૨૪માં…
નમાજ પઢાવવાના બહાને મસ્જિદના ધાબે લઈ ગયો અમદાવાદમાં નમાજના નામે સાત વર્ષના બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કરી ધરપકડ અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અને કાળજું ધ્રુજાવી દે તેવી ઘટના સામે આવી છે. શુક્રવારની પવિત્ર જુમ્મા નમાઝ પઢવા ગયેલા ૭ વર્ષના માસૂમ બાળકને નમાઝ શીખવાડવાના બહાને લલચાવી ફોસલાવી મસ્જિદના ધાબા પર લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ૨૧ વર્ષીય આરોપી નૌમાન શેખની ધરપકડ કરી લીધી છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું કે, અમદાવાદનો ગાયકવાડ હવેલી વિસ્તાર અને મકદુમસાબ નામની મસ્જિદ આવેલી છે.…
સુપ્રીમ કોર્ટે એબોર્શનની આપી મંજૂરી મહિલાને ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે અગાઉ બોમ્બે હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવાની ના પાડી બાળકને દત્તક આપવાની સગીરાને છૂટ આપી હતી એક સગીરાને ૩૦ સપ્તાહનો ગર્ભ હતો જેના ગર્ભપાતને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી હતી, આ સાથે જ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જાે કોઇ યુવતી ગર્ભાવસ્થાને આગળ વધારવા ના માગતી હોય તો પછી કોર્ટ તેને ગર્ભાવસ્થા આગળ વધારવા માટે મજબૂર ના કરી શકે. અગાઉ આ મામલામાં બોમ્બે હાઇકોર્ટે સગીરાને ગર્ભપાત કરાવવા મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી વી નાગરત્ના, ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાનની બેંચે સગીરા દ્વારા…
૪૦૦ ડ્રોન અને ૪૦ મિસાઈલ છોડી યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક હુમલો રાજદ્વારી તક ગુમાવતું રશિયા: યુક્રેનનો ગંભીર આક્ષેપ મોડી રાત્રે રશિયાએ યુક્રેનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર ભીષણ હવાઈ હુમલો કર્યો હતો. પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં ૪૦૦થી વધુ ડ્રોન અને ૪૦ મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના પાવર ગ્રીડ, વીજ ઉત્પાદન કેન્દ્રો અને સબસ્ટેશનોને નુકસાન પહોંચાડીને દેશને અંધકારમાં ધકેલી દેવાનો હતો. આ ભીષણ હુમલાને કારણે યુક્રેન સરકારને તાત્કાલિક અસરથી સમગ્ર દેશમાં ઈમરજન્સી પાવર કટ(વીજ પુરવઠો બંધ) કરવાની ફરજ પડી છે. વોલોદિમિર ઝેલેન્સ્કીએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X‘…
ડેપ્યુટી મેયરપદે શિંદે જૂથના સંજય શંકર મુંબઈમાં પહેલીવાર બનશે ભાજપના મહિલા મેયર ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ મેયર પદ માટે વરિષ્ઠ નેતા અને કોર્પોરેટર રીતુ તાવડેને પોતાના ઉમેદવાર તરીકે નામ આપ્યું છે મુંબઈવાસીઓને આખરે તેમનો નવો મેયર મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ મેયર પદ માટે વરિષ્ઠ નેતા અને કોર્પોરેટર રીતુ તાવડેને પોતાના ઉમેદવાર તરીકે નામ આપ્યું છે. આ ઔપચારિક જાહેરાત ભાજપ મુંબઈ પ્રમુખ અમિત સાટમે કરી હતી. ડેપ્યુટી મેયર પદ શિવસેનાને મળ્યું છે, જેણે સંજય શંકર ઘડીને પોતાના ડેપ્યુટી મેયર પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. રીતુ તાવડેને ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર માનવામાં આવે છે. પક્ષ અને સંગઠનમાં તેમના વ્યાપક અનુભવને…
રત્નકલાકારો ખુશખુશાલ! જેમ્સ-ડાયમંડ પર ૦% ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી વખત રોનક આવશે આ ર્નિણયથી સુરત અને ભાવનગરના હીરા બજારોમાં ફરીથી તેજી આવવાની પ્રબળ શક્યતાઓ સર્જાઈ છે. ગુજરાતના હીરા ઉદ્યોગ અને લાખો રત્નકલાકારો માટે અમેરિકાથી એક અત્યંત રાહતજનક સમાચાર આવ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે શનિવારે, ૭ ફેબ્રુઆરીના રોજ એક મહત્વપૂર્ણ વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. આ ઐતિહાસિક કરાર હેઠળ હવે ભારતથી અમેરિકા નિકાસ થતા હીરા અને કિંમતી રત્નો પર ૦% (શૂન્ય ટકા) ટેરિફ લાગશે. આ ર્નિણયથી સુરત અને ભાવનગરના હીરા બજારોમાં ફરીથી તેજી આવવાની પ્રબળ શક્યતાઓ સર્જાઈ છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કરતા કેન્દ્ર સરકારના વાણિજ્ય અને…
ધરપકડ કરવાનો પોલીસને કાનૂની અધિકાર, પરંતુ તે ફરજિયાત નથી માત્ર પૂછપરછ કરવા પોલીસ કોઇ વ્યક્તિની ધરપકડ કરી શકે નહીં: SC પોલીસ અધિકારીએ આવી કવાયત હાથ ધરતા પહેલા પોતાને સવાલ કરવો જાેઈએ કે ધરપકડ જરૂરી છે કે નહીં સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે પોલીસ માત્ર સવાલ કરવા કે પૂછપરછ કરવા માટે કોઇ વ્યક્તિની ધરપકડ કરી શકે નહીં. ધરપકડ કરવી તે પોલીસની વિવેકાધીન કાનૂની સત્તા છે, પરંતુ તે ફરજિયાત કાર્યવાહી નથી. તપાસ માટે ખૂબ જ જરૂરી હોય ત્યારે ધરપકડ થઈ શકે છે અને પોલીસ તેની સુવિધા માટે આવી કાર્યવાહી કરી શકે નહીં. પોલીસ અધિકારીએ આવી કવાયત હાથ ધરતા પહેલા…
લગ્નમાં પ્રવેશ કરવાનો તેમનો ર્નિણય પવિત્ર ગણાવો જાેઈએ પુખ્ત લોકોના લગ્ન કરવાના ર્નિણયમાં માતા-પિતા પણ હસ્તક્ષેપ ના કરી શકે પરસ્પર સંમતિ ધરાવતા પુખ્ત લોકોને મરજી મુજબ લગ્ન કરવાનો બંધારણીય અધિકાર: સરકાર કે સમાજ તેમાં દખલ કરી શકે નહી: દિલ્હી હાઈકોર્ટ પરસ્પર સંમતિ ધરાવતા પુખ્ત વયના લોકોને એકબીજા સાથે લગ્ન કરવાનો બંધારણીય અધિકાર છે અને તેમના ર્નિણયમાં સમાજ, સરકાર કે તેમના માતા-પિતા પણ હસ્તક્ષેપ કરી શકે, એમ દિલ્હી હાર્કાેર્ટે પોતાનું અવલોકન વ્યક્ત કર્યું હતું.સ્ત્રીના પિતાએ લગ્ન કરવાની તેની પસંદગીનો વિરોધ કર્યાે હતો, જેના પગલે દંપતીએ સુરક્ષા માગતી અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે આ મુજબનું અવલોકન વ્યક્ત કર્યું…
ઘણાં જિલ્લાઓમાં અનેક મતદારોના માતા-પિતાનાં નામ સરખા પશ્વિમ બંગાળમાં મતદાર યાદીમાં ગંભીર છબરડાં, એક વ્યક્તિના ૩૮૯ સંતાનો! મતદાર રજિસ્ટ્રેશન વખતે ગરબડો થયાનું તારણ : ઈલેક્શન કમિશને રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને કાર્યવાહીનો ર્નિદેશ કર્યાે પશ્વિમ બંગાળમાં એસઆઈઆરની કાર્યવાહી દરમિયાન મતદાર યાદીમાં આશ્વર્યજનક બાબતો સામે આવી છે. વીરભૂમિ જિલ્લાનો કિસ્સો તો ભારે ચોંકાવનારો છે. નાનૂર વિધાનસભા વિસ્તારમાં એક વ્યક્તિને ૩૮૯ મતદારોનો પિતા બતાવાતા તે મુદ્દે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. હાવડા જિલ્લામાં પણ ૩૧૦ મતદાતાઓના પિતા એક જ છે. અનેક જિલ્લામાં મતદારોના માતા-પિતાનું નામ એક સમાન હોવાથી તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.પશ્વિમ બંગાળમાં એસઆઈઆરની પ્રક્રિયા વખતે આવા કેટલાય કિસ્સા સામે આવ્યા…
ટ્રેડ ડીલનું માળખું જાહેર મોટી રાહત : ટ્રમ્પે ભારત પર દંડરૂપે લગાવેલો ૨૫% ટેરિફ હટાવ્યો ૧૮% ટેરિફના નવા નિયમથી વૈશ્વિક બજારમાં ભારતીય જૂતા અને ચામડાની વસ્તુઓની સ્પર્ધાત્મકતા વધશે : ભારત હવે અમેરિકન શેલ ઓઇલ અને ગેસની મોટી આયાત કરશે ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા વ્યાપારી તણાવનો આખરે અંત આવ્યો છે. શનિવારે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, બંને દેશો વચ્ચે એક વચગાળાના વ્યાપાર કરાર પર સહમતી સધાઈ છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવા વ્યૂહાત્મક યુગની શરૂઆત માનવામાં આવે છે. આ સમજૂતીમાં સૌથી મહત્ત્વનું એ છે કે પ્રમુખ ટ્રમ્પે એ કાર્યકારી આદેશ પર સહી કરી…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution


