- સુપ્રીમ કોર્ટનો રેલવે અંગે મોટો નિર્ણય, ‘સેકન્ડ ક્લાસ મુસાફર’ શબ્દને ગણાવ્યો બંધારણ વિરોધી
- રશિયન તેલ ખરીદનારા દેશો પર 100% ટેરિફની ધમકી, ભારત-ચીન પર પડી શકે અસર
- ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વોશિંગ્ટન સુંદર ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી થઈ શકે બહાર
- વંદે માતરમ રોકનારને 3 વર્ષની જેલ? ચોમાસુ સત્રમાં નવો કાયદો લાવશે મોદી સરકાર
- સોનમ વાંગચુકની તબિયત નાજુક, ઓર્ગન ફેલ્યોરની ડોક્ટરોને ચિંતા છતાં અનશન ચાલુ રાખશે
- ગુજરાતમાં અશાંતધારાનું નામ બદલાયું, હવે ‘સ્પેસિફાઇડ એરિયા’ હેઠળ મિલકત વેચાણની નવી પ્રક્રિયા
- સુરત ખાડીપૂરથી 30 ટેક્સટાઇલ માર્કેટોમાં પાણી ભરાયા, કરોડોના નુકસાન બાદ રાહત પેકેજની માંગ
- પ્રવીણ રામનું ખેડૂતોના વીજ લાઈન આંદોલનને સમર્થન, પડધરી ઉપવાસમાં આપશે હાજરી
Author: garvigujrat
RCC રોડ અત્યારથી જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો સુરતમાં ૬ મહિનામાં જ કરોડોનો RCC રોડ બેસી ગયોરોડની વચ્ચે મોટી તિરાડો અને ઊંડા ગાબડાં પડવાને કારણે આ માર્ગ હવે વાહનચાલકો માટે જાેખમી સાબિત થઈ રહ્યો છેસુરત મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલતો કિસ્સો પાલનપુર કેનાલ રોડ પર સામે આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે માત્ર ૬ થી ૭ મહિના પહેલાં જ તૈયાર કરવામાં આવેલો નવો નકોર RCC રોડ અત્યારથી જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડની વચ્ચે મોટી તિરાડો અને ઊંડા ગાબડાં પડવાને કારણે આ માર્ગ હવે વાહનચાલકો માટે જાેખમી સાબિત થઈ રહ્યો છે. આ નબળી કામગીરીને કારણે રોડ એક તરફ નમી ગયો…
ટેકનિકલ મશીનોનો સદંતર અભાવસફેદ LED લાઇટ માપવાના મશીનો જ નથી, પરિપત્ર માત્ર શોભાના ગાંઠિયા સમાનજ્યાં નિયમો તો છે પણ તેનો અમલ કરાવવા માટેની પાયાની સુવિધાઓ જ ઉપલબ્ધ નથીરાજ્યમાં વાહનોમાં વપરાતી સફેદ LED લાઈટોના વધતા વ્યાપને રોકવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર હાલ માત્ર કાગળ પર જ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પૂર્વ આરટીઓ અધિકારીએ કરેલા ચોંકાવનારા ખુલાસા મુજબ, આરટીઓ તંત્ર પાસે સફેદ LED લાઈટની તીવ્રતા માપી શકે તેવા જરૂરી લક્સ મીટર કે અન્ય ટેકનિકલ મશીનોનો સદંતર અભાવ છે. આ પરિસ્થિતિને કારણે ‘દીવા તળે અંધારું‘ જેવો ઘાટ સર્જાયો છે, જ્યાં નિયમો તો છે પણ તેનો અમલ કરાવવા માટેની પાયાની…
આંગણવાડી બહેનોના હિતમાં સરકારનો ર્નિણયદરેક આંગણવાડી કેન્દ્રને અનાજ વહન માટે રૂ.૨૪૦૦ આપવાનો ર્નિણયભારતીય મજદૂર સંઘની રજૂઆતથી આર્થિક મુશ્કેલી દૂર થવાની આશાગુજરાત રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ઠરાવ બહાર પાડી રેશનિંગ દુકાન અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને રૂ.૨૪૦૦ની મર્યાદામાં રકમ ચૂકવવાનો ર્નિણય લેવાયો છે. આ ર્નિણયથી વર્ષોથી આંગણવાડી બહેનોને ભોગવવી પડતી આર્થિક મુશ્કેલી દૂર થવાની આશા ઊભી થઈ છે. અત્યાર સુધી રાજ્યભરની આંગણવાડી બહેનોને બાળકોના પોષણ માટે જરૂરી અનાજ, દાળ, તેલ સહિતનો જથ્થો ગોડાઉનમાંથી પોતાના ખર્ચે લાવવો પડતો…
૯૫ કરોડ લોકોને સામાજિક સુરક્ષાનો લાભ મળ્યો : રાષ્ટ્રપતિ AIના દુરુપયોગના મામલે ગંભીરતાની જરૂર : રાષ્ટ્રપતિકેન્દ્ર સરકાર સાચા સામાજિક ન્યાય માટે સમર્પિત છે અને તેના પરિણામે એક દાયકામાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી શક્યા છેઆજથી સંસદમાં બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સત્રના પહેલા જ દિવસે બંને ગૃહની સંયુક્ત બેઠકોમાં સાંસદોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે તમામ સાંસદોએ ગૃહ યોગ્ય રીતે ચાલવા દેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર યોગ્ય સામાજિક ન્યાય માટે સમર્પિત છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ કરવાનો સરકારનો દ્રષ્ટિકોણ તમામ નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. ભારતે છેલ્લા ૧૦-૧૧…
પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માનજીનું અમદાવાદ ખાતે આગમન ગુજરાતમાં AAPનું સંગઠન મજબૂત, ગામે ગામ અને શહેરોમાં મોટી મોટી સભાઓ યોજાઈ રહી છે: ભગવંત માન વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલીયાની જીત એક મોટો સંકેત: ભગવંત માન અરવિંદ કેજરીવાલજીનું શિક્ષા અને સ્વાસ્થ્યનું મોડલ જે પંજાબમાં પણ લાગુ કર્યું છે, તેને ગુજરાતમાં પણ લાગુ કરીશું: ભગવંત માન SIRની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે તો ઇલેક્શન કમિશને સામે આવીને સંતોષકારક પગલાં લેવા જોઈએ: ભગવંત માન SIR દ્વારા જો નકલી જનતા બનતી રહી તો પછી જનતંત્ર કેવી રીતે રહેશે?: ભગવંત માન UGC મુદ્દે જો કોઈ સવાલ ઉઠી રહ્યા છે તો તેમાં સંતોષકારક ઇન્સ્પેક્શન…
મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી સરકારનો નિર્ણયબાંગ્લાદેશે ભારતનો ૯૬૦ કરોડનો પ્રોજેક્ટ રદ કરી નાખ્યોઆ પ્રોજેક્ટ માટે ભારતે કરોડો રૂપિયાની ક્રેડિટ લાઇન મંજૂર કરી હતી, જે હવે અભરાઈએ ચડી ગઈ છેબાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના સંબંધોમાં સતત ખટરાસ જાેવા મળી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ભારતનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રદ કરીને ભારતને મોટો આર્થિક અને વ્યૂહાત્મક ફટકો માર્યાે છે.બાંગ્લાદેશમાં આગામી ચૂંટણીઓની જાહેરાત સાથે જ મોહમ્મદ યુનુસની વિદાય નક્કી થઈ ગઈ છે, પરંતુ સત્તા છોડતા પહેલા તેમણે ભારત સામે દુશ્મનાવટ કાઢવાનું કામ કર્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ચટગાંવના મીરસરાઈમાં પ્રસ્તાવિત ‘ઈન્ડિયન ઇકોનોમિક ઝોન’ ને સંપૂર્ણપણે રદ કરી દીધો છે. આ પ્રોજેક્ટ…
‘ધાર્મિક બાબતોના આંતરિક વહીવટમાં દખલગીરી નહીં’મહાકાલ મંદિરમાં VIP દર્શન પર રોકની માંગ કરતી અરજી ફગાવાઈહાઇકોર્ટે પણ તે સમયે કહ્યું હતું કે ઉજ્જૈન જિલ્લા કલેક્ટર અને મંદિર પ્રશાસન જ આ અંગે અંતિમ ર્નિણય લઈ શકે છેમધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં સામાન્ય લોકોના પ્રવેશને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે VIP દર્શન અને ગર્ભગૃહમાં પ્રવેશની વ્યવસ્થાને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ‘મહાકાલના દરબારમાં બધા સમાન છે, ત્યાં કોઈ VIP હોતું નથી.’જાે કે, આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે…
૧લી ફેબ્રુ.એ ભારત બંધનું એલાન.UGCની નવી ગાઈડલાઈન સામે દેશભરમાં વિરોધતાજેતરમાં સૂચિત કરાયેલી માર્ગદર્શિકાને જનરલ કેટેગરીના યુવાનોએ ભેદભાવપૂર્ણ ગણાવી, પાછી ખેંચવા માગ કરીયુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ તાજેતરમાં જાહેર કરેલી નવી ગાઈડલાઈન સામે દેશવ્યાપી વિરોધ વધુ પ્રબળ બન્યો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને યુવાનોએ સુધારેલી માર્ગદર્શિકાને ભેદભાવપૂર્ણ ગણાવતા ૧લી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. દેશના સંખ્યાબંધ રાજ્યોમાં લોકોએ રસ્તા પર વિરોધ પણ કરી રહ્યા છે. સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓએ તેમને અન્યાય થવાની આશંકાએ આ સુધારેલી ગાઈડલાઈન્સ તાત્કાલિક પરત ખેંચવા માંગ કરી છે. જાન્યુઆરીમાં સૂચિત કરાયેલી યુજીસીની નવી માર્ગદર્શિકાથી વર્ગ વિગ્રહ વધુ વકરી શકે છે. બિન અનામત ખાસ કરીને ઉચ્ચ જાતિના વર્ગમાં યુજીસીની…
સાઉદી અરેબિયાનો મોટો ર્નિણયસાઉદી અરેબિયા અમેરિકાને ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે એરસ્પેસનો ઉપયોગ નહીં કરવા દેસાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એ મંગળવારે મોડી રાત્રે ઈરાની પ્રમુખ મસૂદ પેજેશ્કિયાન સાથે ફોન પર વાત કરી આ ખાતરી આપી હતીમધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે તેહરાન વિરુદ્ધ કોઈપણ સૈન્ય કાર્યવાહી માટે કોઈ પણ દેશને પોતાના હવાઈ ક્ષેત્ર અથવા જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. સાઉદી પ્રેસ એજન્સી (SPA) ના જણાવ્યા અનુસાર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)એ મંગળવારે મોડી રાત્રે ઈરાની પ્રમુખ મસૂદ પેજેશ્કિયાન સાથે ફોન પર વાત કરી આ ખાતરી આપી હતી.વાતચીત…
ચિત્રવિચિત્ર હરકતો માટે બદનામ ઓરીનું કૃત્ય ઓરીએ સારા વિશે ભદ્દી મજાક કરતાં બંનેની દોસ્તીમાં તિરાડસારા અલી ખાન તથા તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન બંનેએ ઓરીને અનફોલો કરી દીધો છેપોતાની ચિત્રવિચિત્ર હરકતો માટે બદનામ સોશિયલ મીડિયા પર્સનાલિટી ઓરહાન અવતરામાની ઉર્ફે ઓરીએ તાજેતરમાં સારા અલી ખાન વિશે એક ભદ્દી મજાક કરતાં બંનેની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે. સારા અલી ખાન તથા તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન બંનેએ ઓરીને અનફોલો કરી દીધો છે. ઓરી અનેક બોલિવુડ સેલિબ્રિટીનો અંગત મિત્ર છે. ખાસ કરીને જાહ્નવી કપૂર સાથે તેની નિકટતા જાણીતી છે. જાેકે, ઓરીને બોલિવુડ કલાકારો આટલું મહત્વ શા માટે આપે છે તે હજુ સુધી કોઈને…

© 2024 Garvi Gujarat. Created and Maintained by Creative web Solution



